🀄️🀄️🀄️🀄️🀄️🎯👁🗨👁🗨👁🗨
બાળ ગંગાધર ટિળક
લોકમાન્ય ટિળક
🚩🚩🚩🚩👁🗨🎯👁🗨🎯👁🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
( મરાઠી ) (જન્મ: જુલાઇ ૨૩ ૧૮૫૬ - અવસાન: ઓગસ્ટ ૧ ૧૯૨૦, ૬૪ વર્ષની ઉમરે)નું નામ 'બાળ ગંગાધર ટિળક' હતું. તેઓ ભારતીય દેશભક્ત, સ્વતંત્રતા સેનાની, શિક્ષક અને સમાજ સુધારક હતા. ભારતની આઝાદીની લડતનાં તેઓ પ્રથમ લોકપ્રિય આગેવાન હતા.
અંગ્રેજ વસાહતી હોદ્દેદારો તેમનું અપમાન કરવા અને તેમને નીચા પાડવા "ભારતીય અશાંતિના જનક" એવા નામે બોલાવતાં, જ્યારે ભારતીય લોકોએ તેમને સન્માનથી "લોકમાન્ય"નું વિશેષણ આપ્યું હતું. ટિળક "સ્વરાજ્ય"ની માંગણી કરનાર પ્રથમ પેઢીના નેતા હતા. "સ્વરાજ્ય એ મારો જન્મ સિદ્ધ અધિકાર છે, અને તે હું મેળવીને જ જંપીશ" એ વાક્ય આજે પણ ભારતીય લોકોને સારી રીતે યાદ છે.
ટિળકનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના સંગમેશ્વર તાલુકાના ચિખલી ગામે ચિતપાવન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાજી જાણીતા શાલેય શિક્ષક અને સંસ્કૃતના વિદ્વાન હતાં. ટિળક જ્યારે ૧૬ વર્ષના હતા ત્યારે તેમના પિતા અવસાન પામ્યા. તેમના પિતાની વિદ્વતાનો ગુણ તેમનામાં પણ આવ્યો, તેમણે પુણેની ડેક્કન કોલેજમાંથી સન ૧૮૭૭માં સ્નાતકની પદવી મેળવી. કોલેજનો અભ્યાઅસ પામનારી પ્રથમ પેઢીમાં ટિળક શામેલ હતાં.
તે સમયની પરંપરા અનુસાર સમાજીક કાર્યોમાં સક્રીય રહેવાની ટિળક પાસે આશા રખાતી હતી. ટિળક માનતા હતાં કે ધર્મ અને ગૃહસ્થ જીવન જુદા નથી. સંન્યાસ લેવાનો અર્થ જીવનનો ત્યાગ એવો નથી. ખરી ચેતના તો એ છે કે જેમાં તમારા દેશને તમારું કુટુંબ માનવામાં આવે અને તેના ઉત્થાન માટે કાર્ય કરવામાં આવે. તેનાથી આગલ એક પગલું તે કે સર્વ માનવ સમાજ માટેની સેવા કરવામાં આવે અને તેનાથી આગળનું પગલું તે પ્રભુની સેવા કરવામાં આવે.