Thursday, July 25, 2019

મદન મોહન કોહલી --- Madan Mohan Kohli

🎤🎧🎤🎧🎤🎧🎤🎧🎤🎧🎤
🎤🎤મદન મોહન કોહલી🎤🎤🎤
🎬🎹🎬🎹🎬🎹🎬🎹🎬🎹🎬
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

(જન્મ: ૨૫ જૂન, ૧૯૨૪; દેહવિલય: ૧૪ જૂલાઈ, ૧૯૭૫)- 
👁‍🗨બોમ્બે ટોકિઝ ફિલ્મ કંપનીના એક નિર્દેશક એવા રાયબહાદૂર ચુન્નીલાલ કોહલીના સુપુત્ર. હિન્દી ફિલ્મોના એક આલા દરજ્જાના સંગીતકાર. 
👁‍🗨પોતાના જીવનકાળ દરમિયાન આશરે સો જેટલી ફિલ્મોમાં સર્વોત્કૃષ્ટ રચનાઓ આપીને પોતાના સમકાલીન સંગીતકારોની ભીડ વચ્ચે એક અલગ ઓળખ બનાવવામાં મદન મોહન જરૂર સફળ રહ્યાં. 
👁‍🗨એ આપણી કમનસીબી છે કે તેમને વધારે અવસર ન મળ્યાં, નહીં તો હિન્દી ફિલ્મસંગીતના ઈતિહાસની યશકલગીમાં કંઈ કેટલાય મધુર ગીતો રૂપી સોનેરી પીંછાં ઉમેરાયા હોત.

25 July

[Forwarded from 📚 ONLY SMART GK 📚]
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 25/07/2019
📋 વાર : ગુરુવાર

🔳1929 :- વકીલ અને રાજનેતા સોમનાથ ચેટરજીનો જન્મ થયો.

🔳1958 :- IIT (Indian Institute of Technology) મુંબઇ ની સ્થાપના થઈ.

🔳1977 :- ભારતના બીજા કાર્યકારી રાષ્ટ્રપતિ બી. ડી. જતીનો કાર્યકાળ પૂરો થયો.

🔳1977 :- ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ તરીકે નીલમ સંજીવ રેડ્ડીએ સપથ લીધાં.

🔳1982 :- ભારતના 06 રાષ્ટ્રપતિ તરીકે નીલમ સંજીવ રેડ્ડીનો કાર્યકાળ પૂરો થયો.

Wednesday, July 24, 2019

પન્નાલાલ ઘોષ --- Pannalal Ghosh

🎷🎷🎷🎷🎷🎷🎷🎷
🎷🎷પન્નાલાલ ઘોષ🎷🎷
🎷🎷🎷🎷🎷🎷🎷🎷
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯સિતાર, સરોદ, શરણાઈ, બાંસુરીવગેરે વાદ્યો આપણા દેશમાં ખૂબ જ પ્રચલિત છે. તેમાં 👁‍🗨👉બાંસુરી એ વિશ્વનું અતીપુરાનું તંતુવાદ્ય છે. 
👉ભારતમાં આ વાદ્ય જુદા જુદા નામથી ઓળખાય છે. ગુજરાતમાં ગ્રામીણ લ્લોકો પાવા તરીકે ઓળખાય છે.
👉 સહેજ મોતી ગોળ અને લંબાઈવાળી બાંસુરી શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
👉શ્રીકૃષ્ણ બાંસુરીના નાદથી ગોપીઓને ઘેલી કરતા હતા. આવા સુંદર વાદ્યને ભારતમાં બે મહાન સંગીતકારોએ પોતાના કલા કૌશલ્ય થી જાણીતા👉 પંડિત હરિપ્રસાદ ચૌરસિયા અને બીજા પન્નાલાલ ઘોષ 

⭕️👉તેમનો જન્મ પૂર્વ બંગાળના બારીસાલ જિલ્લામાં થયો હતો.બચપણથી સંગીત પ્રત્યે પ્રેમ હતો. સ્વભાવે નિખાલસ અને નિરભિમાની હતા. તેમના પત્ની પારૂલ ઘોષ એક સારા ગાયિકા છે. અને અનેક ચિત્રોમાં તેમણે કંઠ આપેલો છે. તેમના નાના ભાઈ શ્રીએ નીખીલ ઘોષ એક અચ્છા તબલાવાદક તરીકે ભારતમાં પ્રખ્યાત છે. 
⭕️👉ઈ.સ. ૧૯૪૭માં ભારતના મહાન વાદક શ્રીએ અલ્લાઉદ્દીનખાં મૈહરવાલાને પોતાના ગુરૂપડે સ્થાપ્યા હતા. બોમ્બે ટોકીઝમાં ‘ બસંત’ અને ‘ આરાધના’નું સંગીત નિદર્શન પણ તેમણે સંભાળેલું. 
♦️👉પંચવટી , દીપાવલી અને ચંદ્રમૌલી એ તેમણે મૌલીકપણે રચેલા સંગીતના શાસ્ત્રીય રાગો છે. બાસુરી સંગીત પરની એમની પ્રભુતા અનન્ય હતી. બંસ્રીવાદન કરતાં કરતાં સ્વર સમાધિમાં લીન થયેલા ઘોષબાબુનું વ્યક્તિત્વ પ્રતિભાયુક્ત હતું. પન્નાલાલ ઘોષનું ૨૦મી એપ્રિલ ૧૯૬૦ના રોજ અવસાન થયું હતું.

((એમનું મૂળ નામ 'અમલ જ્યોતિ ઘોષ' હતુ. તેઓ અલાઉદ્દીન ખાનના શિષ્ય હતા. એમનો જન્મ વર્તમાન બાંગ્લાદેશમાં આવેલા બારાસાત ખાતે થયો હતો.))

24 July

🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰
👁‍🗨ઈતિહાસમાં ૨૪ જુલાઈનો દિવસ
🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎋🎋🎋આર્થિક ઉદારીકરણ🎯🎯🎯

વર્ષ ૧૯૯૧માં આજના દિવસે તત્કાલિન વડાપ્રધાન પી . વી . નરસિમ્હારાવની આગેવાની હેઠળ તે સમયના નાણા પ્રધાન ડો . મનમોહન સિંહે આર્થિક ઉદારીકરણનો નવો યુગ શરૂ કરતું બજેટ સંસદમાં રજૂ કર્યું હતું .

🎭🎪🎭અઝીમ પ્રેમજી🎭🎪🎭

ભારતના IT ઉદ્યોગના ઝાર ગણાતા કચ્છી મૂળના આ ઉદ્યોગપતિનો જન્મ ૧૯૪૫માં આજના દિવસે થયો હતો . ૨૧ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં ખાદ્યતેલનું ઉત્પાદન કરતી ' વિપ્રો' નું સુકાન તેમણે સંભાળ્યું હતું .
ભારત દેશના સફળ અને અગ્રગણ્ય ઉદ્યોગપતિ છે. તેઓ સોફ્ટવેર ક્ષેત્રમાં જાણીતા વીપ્રો ગ્રુપના ચેરમેન છે. તેઓએ ઇજનેર તરીકેનો અભ્યાસ કર્યો હતો. તેઓને દુનિયાના ૧૦૦ સૌથી વધુ શ્રીમંત વ્યક્તિઓની યાદીમાં અવારનવાર સ્થાન મેળવી ચૂક્યા છે.

♦️⭕️♦️ચંદ્ર પરથી પૃથ્વી પરત આવ્યા♦️⭕️♦️
ત્રણ દિવસ પહેલા ચંદ્રની ધરતી પર પગ મૂકનારા નીલ આર્મસ્ટ્રોંગ સહિતના ત્રણ એસ્ટ્રોનોટ 1969ની 24 જુલાઈએ પૃથ્વી પર પરત ફર્યા હતા . અંતરિક્ષના કિરણોત્સર્ગની સફાઈ માટે તેમને ક્વોરન્ટાઇનમાં રખાયા હતા .
એપોલો કાર્યક્રમ: એપોલો ૧૧ યાન ચંદ્રની સફરેથી પરત આવ્યું, પ્રશાંત મહાસાગરમાં સફળતાપૂર્વક ઉતરાણ કર્યું.
🔰♦️🔰♦️વોટરગેટ સ્કેન્ડલ🔰♦️🔰

24 July 2019 -- NC

ચંદ્રયાન 2 -- Chandrayaan 2

Chandrayaan-2
Space mission

Description

Chandrayaan-2 is India's second lunar exploration mission after Chandrayaan-1. Developed by the Indian Space Research Organisation, the mission was launched from the second launch pad at Satish Dhawan Space Centre on 22 July 2019 at 2.43 PM IST to the Moon by a Geosynchronous Satellite Launch Vehicle Mark III. Wikipedia
Launch date14 July 2019 (planned)
Orbital insertion20 August 2019, 09:02 IST (03:32 UTC)

Tuesday, July 23, 2019

બાળ ગંગાધર ટિળક --- Bal Gangadhar Tilak

🀄️🀄️🀄️🀄️🀄️🎯👁‍🗨👁‍🗨👁‍🗨
બાળ ગંગાધર ટિળક
લોકમાન્ય ટિળક
🚩🚩🚩🚩👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

( મરાઠી ) (જન્મ: જુલાઇ ૨૩ ૧૮૫૬ - અવસાન: ઓગસ્ટ ૧ ૧૯૨૦, ૬૪ વર્ષની ઉમરે)નું નામ 'બાળ ગંગાધર ટિળક' હતું. તેઓ ભારતીય દેશભક્ત, સ્વતંત્રતા સેનાની, શિક્ષક અને સમાજ સુધારક હતા. ભારતની આઝાદીની લડતનાં તેઓ પ્રથમ લોકપ્રિય આગેવાન હતા.


અંગ્રેજ વસાહતી હોદ્દેદારો તેમનું અપમાન કરવા અને તેમને નીચા પાડવા "ભારતીય અશાંતિના જનક" એવા નામે બોલાવતાં, જ્યારે ભારતીય લોકોએ તેમને સન્માનથી "લોકમાન્ય"નું વિશેષણ આપ્યું હતું. ટિળક "સ્વરાજ્ય"ની માંગણી કરનાર પ્રથમ પેઢીના નેતા હતા. "સ્વરાજ્ય એ મારો જન્મ સિદ્ધ અધિકાર છે, અને તે હું મેળવીને જ જંપીશ" એ વાક્ય આજે પણ ભારતીય લોકોને સારી રીતે યાદ છે.

ટિળકનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના સંગમેશ્વર તાલુકાના ચિખલી ગામે ચિતપાવન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાજી જાણીતા શાલેય શિક્ષક અને સંસ્કૃતના વિદ્વાન હતાં. ટિળક જ્યારે ૧૬ વર્ષના હતા ત્યારે તેમના પિતા અવસાન પામ્યા. તેમના પિતાની વિદ્વતાનો ગુણ તેમનામાં પણ આવ્યો, તેમણે પુણેની ડેક્કન કોલેજમાંથી સન ૧૮૭૭માં સ્નાતકની પદવી મેળવી. કોલેજનો અભ્યાઅસ પામનારી પ્રથમ પેઢીમાં ટિળક શામેલ હતાં. 

તે સમયની પરંપરા અનુસાર સમાજીક કાર્યોમાં સક્રીય રહેવાની ટિળક પાસે આશા રખાતી હતી. ટિળક માનતા હતાં કે ધર્મ અને ગૃહસ્થ જીવન જુદા નથી. સંન્યાસ લેવાનો અર્થ જીવનનો ત્યાગ એવો નથી. ખરી ચેતના તો એ છે કે જેમાં તમારા દેશને તમારું કુટુંબ માનવામાં આવે અને તેના ઉત્થાન માટે કાર્ય કરવામાં આવે. તેનાથી આગલ એક પગલું તે કે સર્વ માનવ સમાજ માટેની સેવા કરવામાં આવે અને તેનાથી આગળનું પગલું તે પ્રભુની સેવા કરવામાં આવે.