Thursday, December 19, 2019

ગોવા મુક્તિ દિન --- Goa Liberation Day

🏛➖🏛➖🏛➖🏛➖🏛➖🏛
*🔶🔶🔶ગોવા મુક્તિ દિન🔷🔷🔷*
💠👁‍🗨♻️🔘🔰💠👁‍🗨♻️🔘🔰💠
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*૧૯ ડિસેમ્બરે સંઘ પ્રદેશ દિવનો ૫૭મો મુક્તિ દિવસ*

*🔰👉18dec ૧૯૬૧માં ભારતે દિવ પર હુમલો કરીને પોર્ટુગીજોના શાસનમાંથી દિવને મુક્ત કરાવ્યુ હતું*

👁‍🗨💠👁‍🗨દમણ,

*૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે ભારતને અંગ્રેજોના શાસનમાંથી આઝાદી મળી હતી. પરંતુ ભારત સાથે જોડાયેલા સંઘ પ્રદેશ દિવ અને દમણ પર પોર્ટુગલોનું શાસન યથાવત રહ્યુ હતું. 💠👉🎯દિવ અને દમણની જનતાને પોર્ટુગીજના શાસનમાંથી મુક્ત કરાવવા ભારતે ૧૮ ડિસેમ્બર ૧૯૬૧ના રોજ દિવ, દમણ અને ગોવા પર હુમલો કરીને આ ત્રણેય સંઘ પ્રદેશ પર કબજો જમાવ્યો હતો. ત્યારથી 🎯👉૧૯ ડિસેમ્બરના દિવસને મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મુક્તિ દિવસની ઉજવણીને લઈને સંઘ પ્રદેશમાં ૩ દિવસ માટે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ .*
🎯👉આ ઉપરાંત સ્થાનિકો તેમજ બહારથી આવતા મહેમાનો માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
* 🎯👉ઉલ્લેખનીય છે કે, ઈસ.૧૪૮૭થી ૧૪૯૫ સુધી પોર્ટુગીજોએ ભારતમાં પ્રવેશવા માટે સમુદ્ર માર્ગ શોધવાના પ્રયાસ કર્યા હતા. 🎯👉જેમણે ૧૪૯૬માં ભારત આવવાનો જળમાર્ગ શોધી લીધો હતો. પોર્ટુગીજોએ ભારતના પશ્ચિમ કિનારે આવેલા મહત્વના બંદરો પર વર્ચસ્વ સ્થાપીને વેપાર શરૂ કર્યો હતો. 🎯👉ઈસ.૧૫૩૧માં પોર્ટુગીજોએ👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨 સરદાર તુન દુ - હુનિયાએ 👁‍🗨👁‍🗨👁‍🗨દિવ પર કબજો જમાવ્યો હતો અને દિવને પોર્ટુગીજોનુ મુખ્ય મથક બનાવી દીધુ હતું. દિવ પરથી પોર્ટુગીજોનુ શાસન પડાવી લેવા માટે સુલ્તાન બહાદુરશાહના ભત્રીજા સુલ્તાન મહંમદે પોર્ટુગીજોના કિલ્લા પર હુમલો કર્યો હતો. 🎯પરંતુ દિવ કબજે કરવામાં તેમને સફળતા મળી નહતી. 🇮🇳🇮🇳🔰ભારતની આઝાદીના ૧૪ વર્ષ બાદ સરકારે દિવ પર હુમલો કર્યો હતો અને પોર્ટુગીજોના શાસનમાંથી દિવ, દમણ અને ગોવાને મુક્ત કરાવ્યા હતા.*

Wednesday, December 18, 2019

18 Dec

🔘🎯👁‍🗨♦️✅🔰💠👁‍🗨♦️✅🔘
*🔰ઈતિહાસમાં ૧૮ ડિસેમ્બરનો દિવસ*
🔘🎯👁‍🗨♦️🔘🎯👁‍🗨♦️🔘🎯💠
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

🔻દીવ , દમણ અને ગોવાની મુક્તિ🔻

પોર્ટુગીઝ શાસન સાથે રાજદ્વારી માર્ગે ત્રણેય પ્રદેશોને ભારતમાં સામેલ કરવાની મનશા પાર ન પડતાં સરકારે વર્ષ 1961 ની 18 મી ડિસેમ્બરે લશ્કરને કાર્યવાહીનો આદેશ આપતાં પોર્ટુગીઝોએ આત્મસમર્પણ કર્યુ હતું .

*🚩વિશ્વનો પહેલો કમ્યુનિકેશન સેટેલાઇટ*

વર્ષ 1958 ની 18 મી ડિસેમ્બરે અમેરિકાએ વિશ્વનો પહેલો કમ્યુનિકેશન સેટેલાઇટ સિગ્નલ કમ્યુનિકેશન્સ બાય ઓર્બિટિંગ રિલે ઇક્વિપમેન્ટ ( SCORE) લોન્ચ કર્યો હતો . આ સેટેલાઈટનું વજન 3980 કિલોગ્રામ હતું .

*🔻🔻સ્ટીવન સ્પિલબર્ગ🔻🔻*

સાયન્સ ફિક્શન મૂવીઝના યુગની શરૂઆત કરનારા અમેરિકન ડિરેક્ટર -પ્રોડ્યૂસર સ્પિલબર્ગનો જન્મ વર્ષ 1946 ની 18 મી ડિસેમ્બરે થયો હતો . તેમને જ્યુરાસિક પાર્ક અને જ્યુરાસિક વર્લ્ડ માટે યાદ રાખવામાં આવશે .

Tuesday, December 17, 2019

17 Dec


મહંમદ હિદાયતુલ્લાહ --- Mohammad Hidayatullah

🔷💠⭕️✅♦️🔷💠✅♦️🔷💠✅
*🔰🔘મોહમદ હિદાયતુલ્લાહએ💠👁‍🗨*
👏🔶💐👏🔶💐👏🔶💐👏🔶💐
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*👁‍🗨🎯સાયદ આ વ્યક્તિના નામ થી બહુ ઓછા લોકો પરિચિત હશે....*

* ખબર નહી કેમ કોઈ પ્રાઇવેટ પ્રકાશનના પુસ્તકોમાં આ વિભૂતિની જાણકારી આપવામાં આવતી નથી.....*

*🔰જસ્ટિસ હિદાયતુલ્લાહએ ૩૪ દિવસ રાષ્ટ્રપતિનો ચાર્જ સંભાળેલો*

*- રાષ્ટ્રપતિ ઝાકિરહુસેનનું અવસાન થતા રખેવાળ રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી હતી*

*૩ મે ૧૯૬૯ના રોજ રાષ્ટ્રપતિ ઝાકિરહુસેનનું અવસાન થતા ચીફ જસ્ટિસ મહંમદ હિદાયતુલ્લાહએ ૨૦ જુલાઇથી ૨૪ ઓગસ્ટ સુધી રખેવાળ રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી હતી. *👁‍🗨ફરજ પરના રાષ્ટ્રપતિનું અવસાન થાય તો તેનો ચાર્જ ભારતના મુખ્ય ન્યાયાધીશ સંભાળશે એ અંગે સંસદમાં પ્રેસિડેન્ટ ડિસ્ચાર્જ ઓફ ડયૂટી એકટ પસાર કરવામાં આવ્યો હતો. જોગાનુંજોગ તેમનું પદ પણ ખાલી હોયતો સર્વોચ્ચ ન્યાયાલયના વરિ જજ આ જવાબદારી સંભાળે તેવી પણ જોગવાઇ હતી.*

17 Dec

🌈🌀💠🌈🌀💠🌈🌀💠🌈🌀
*🐾ઈતિહાસમાં 17 ડિસેમ્બરનો દિવસ🔰*
💮☣💮☣💮☣💮☣💮☣💮
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) 9099409723*

*✈️🛫✈️વિમાનની શોધ થઈ✈️🛫✈️/

અમેરિકન ઉમરાવ બંધુ ઓરવિલ અને વિલબર રાઇટે વર્ષ 1903 ની 17 ડિસેમ્બરે વિશ્વનું પહેલું વિમાન ઉડાવ્યું હતું . રાઇટ ફ્લાયર નામના વિમાનને તેઓ 12 સેકન્ડ સુધી 120 ફૂટની ઊંચાઈએ લઈ ગયા હતા .

*🚦🚦ન્યુક્લિયર ફિઝનની શોધ🚦🚦*

વર્ષ 1938 ની 17 ડિસેમ્બરે જર્મન વિજ્ઞાની ઓટ્ટો હાન અને ફ્રિટ્ઝ સ્ટ્રેસમેને યુરેનિયમ જેવી ભારે ધાતુનું ન્યુક્લિયર ફિઝન પહેલીવાર કર્યું હતું. આ પ્રયોગથી પરમાણુ ઊર્જા મજબૂત વિકલ્પ ગણાવા માંડી .

*👌👌ભગતસિંહનું પરાક્રમ👌👌*

1928 ની 17 ડિસેમ્બરે ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ - રાજ્યગુરુએ અંગ્રેજ અધિકારી જેમ્સ સૌંડર્સની લાહોરમાં હત્યા કરતાં ખળભળાટ મચી ગયો હતો . લાલા લજપત રાયની હત્યાનો બદલો લેવા આ પરાક્રમ કર્યુ હતું .
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

Monday, December 16, 2019

પાકિસ્તાને ભારત સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી --- Pakistan had surrendered before India

⚔🔦⚔🔦⚔🔦⚔🔦⚔🔦⚔
પાકિસ્તાને ભારત સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી
⚔🔦⚔🔦⚔🔦⚔🔦⚔🔦⚔
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

ભારતીય સૈન્યે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં હેલિકોપ્ટર્સ દ્વારા પ્રવેશી જઈને આતંકવાદી શિબિરોનું ર્સિજકલ ઓપરેશન કર્યું. એ પછી પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદી આકા હાફિઝ સઈદે કોઈ સ્થળેથી કહ્યું : ”પાકિસ્તાની સૈન્ય હવે ભારત પર ત્રાટકશે. અમે કાશ્મીર લઈને જ રહીશું. ભારતને તબાહ કરીશું.”

એ જ વખતે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ એવું નિવેદન કરી રહ્યા હતા કે, ”અમે ભારત સાથે યુદ્ધ ઇચ્છતા નથી. અમે ભારત સાથે એક સારા પાડોશી તરીકે રહેવા માગીએ છીએ.”

પાક. વડાપ્રધાન એક તરફ ભારત સાથે યુદ્ધ નહીં કરવાની વાત કરે છે તો બીજી બાજુ હાફિઝ સઈદ ભારત પર હુમલો કરી યુદ્ધ કરવાની અને કાશ્મીર પડાવી લેવાની વાત કરે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન કોણ ? નવાઝ શરીફ કે હાફિઝ સઈદ ?

પાકિસ્તાન ભારત સામે અનેક વાર યુદ્ધમાં હારી ચૂક્યું છે. પહેલાં સરદાર સાહેબે એને શિકસ્ત આપી. ત્યાર પછી લાલબહાદુર શાસ્ત્રીએ પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો હતો. તે પછી ઈન્દિરા ગાંધીએ તો પાકિસ્તાનના બે ટુકડા કરી પાકિસ્તાનની આબરૂના કાંકરા કરી નાખ્યા હતા. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીઓકેમાં ર્સિજકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દીધી છે. પાકિસ્તાને અનેક વખત ભારત સાથે યુદ્ધ કરવા પ્રયાસ કર્યો છે અને દરેક વખતે તેનો નામોશીભર્યો પરાજય થયો છે. ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનનું સૈન્ય ભારત સામે હાર્યું હતું અને તા. ૧૬મી ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ ઢાકામાં પાકિસ્તાનના લશ્કરી વડાએ તેમના સૈનિકો અને શસ્ત્રો સાથે ભારતના લેફ્ટ. જનરલ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી.

16 Dec

🔷💠👁‍🗨🔷💠👁‍🗨🔷💠👁‍🗨🔷👁‍🗨
*⛳️ઈતિહાસમાં 16 ડિસેમ્બરનો દિવસ*
🔶✅♻️🔶♻️🔶♻️🔶✅♻️🔶
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*🕴🕴1971 નું યુદ્ધ ભારત જીત્યું🕴*

પૂર્વ પાકિસ્તાનમાં બંગાળીઓ પર અત્યાચાર ગુજારનારી પાકિસ્તાની સેનાને ઘૂટણિયે પાડીને ભારતે 1971 નું યુદ્ધ 16 ડિસેમ્બરે જીત્યું હતું . પાકિસ્તાની જનરલ નિયાઝી સહિત 90 ,000 ના લશ્કરે શરણાગતિ સ્વીકારી હતી .

*✌️🙌🏻💤વિજય દિવસ💤✌️🙌🏻✌️*

વર્ષ ૧૯૭૧માં આજના દિવસે ભારતે ૧૩ દિવસના યુદ્ધને અંતે પશ્ચિમ પાકિસ્તાન પર કબજો મેળવીને તેના ૯૦ ,૦૦૦ સૈનિકોને બંદી બનાવ્યા હતા . પાક .ના લેફ્ટ. જનરલ એ. કે . નિયાઝીએ સરન્ડર કર્યું હતું અને બાંગ્લાદેશનો જન્મ થયો હતો .


આજે વિજય દિવસ: ભારત સામે પાક સૈન્ય 'નતમસ્તક' થઈ ઘૂંટણિયે પડ્યું, નવા દેશનો થયો ઉદય આજે 16મી ડિસેમ્બર 2017નો દિવસ ખાસ છે. કારણ કે આ દિવસ એ ભારતીય સેનાના શોર્ય અને પરાક્રમના વિજય સ્વરૂપે વિજય દિવસ તરીકે મનાવાય છે. કારણ કે આજના જ દિવસે 46 વર્ષ પહેલા 16મી ડિસેમ્બર 1971ના રોજ ભારત-પાકિસ્તાન યુદ્ધની પરિણામ સ્વરૂપે ભારતીય સેનાના જાંબાઝ જવાનોના પરાક્રમ સામે પાકિસ્તાને સેનાએ નતમસ્તક થઈને બિનશરતી ઘૂંટણિયે પડવું પડ્યું હતું.