Monday, December 23, 2019

23 Dec

♦️🔶⭕️♦️🔶⭕️🙏⭕️♦️🔶⭕️✅
🔰ઈતિહાસમાં ૨૩ ડિસેમ્બરનો દિવસ🔰
🛡🔶➖🛡➖🛡🔶➖🛡🔶➖🛡
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*🔻પી. વી. નરસિમ્હારાવનું નિધન🔻*

ભારતમાં આર્થિક ઉદારીકરણનો પાયો નાખનારા પૂર્વ વડાપ્રધાન નરસિમ્હારાવનું વર્ષ 2004 ની 23 મી ડિસેમ્બરે હૃદય રોગના કારણે નિધન થયું હતું . તેઓ 17 ભાષાઓ બોલી શકનારા પ્રકાંડ પંડિત હતા .

*🚩ભારતને લાઇસન્સ રાજમાંથી મુક્ત કરીને આર્થિક ઉદારીકરણના નવા યુગમાં પ્રવેશ કરાવનાર ૧૦મા વડાપ્રધાન નરસિંમ્હા રાવે ૨૦૦૪માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા . તેમનો શાસનકાળ બાબરી ધ્વંસ સહિતના અનેક વિવાદોથી ચર્ચામાં રહ્યો હતો .*


*🔆🔆ટ્રાન્ઝિસ્ટરનો આવિષ્કાર🔆🔆*

ટ્રાન્ઝિસ્ટરનો આવિષ્કાર વિશ્વમાં પહેલી વાર વર્ષ 1947 ની 23 મી ડિસેમ્બરે જગત સામે મૂકવામાં આવ્યો હતો . જ્હોન બાર્ડિન અને વોલ્ટર બ્રેટેન નામના એન્જિનિયરોએ બેલ લેબોરેટરીમાં તેનું પ્રથમ નિદર્શન કર્યું હતું .

ઇલેક્ટ્રોનિક ડિવાઇસને સ્માર્ટ -નાના બનાવવા મહત્વનો ફાળો આપતા ટ્રાન્ઝિસ્ટરની શોધ વર્ષ 1947 ની 23 ડિસેમ્બરે થઈ હતી . અમેરિકાની બેલ લેબોરેટરીના સંશોધક જોહ્ન બર્ડિન અને વોલ્ટર બ્રેટેઇને આ શોધ કરી હતી .

Sunday, December 22, 2019

એસ .રામાનુજમ્ --- S.Ramanujam

➿➰〰✖️➗➖➕➿➰➖➰
*એસ .રામાનુજમ્ – ગણિત શાસ્ત્રી*
➕➖➗✖️➕➖➗✖️➕➖➗
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*આજનો દિવસ ૨૨ ડીસેમ્બર શ્રીનિવાસ રામાનુજમ્ ના જન્મ દિવસ તરીકે ગણિતના પ્રોફેસરો યાદ રાખે છે *.

*↪️એસ . રામાનુજમ્ નો જન્મ તમિલનાડુના ઈરોડમાં ૨૨ ડિસેમ્બર ૧૮૮૭માં થયો હતો .તેમના પિતાનું નામ શ્રીનિવાસ અને માતાનું નામ કોમલતામ્મલ હતું . તેમના પિતા કાપડની દુકાનમાં નોકરી કરતા હતા .તેઓ નાનપણથી જ ભણવામાં ખુબજ હોંશિયાર હતા .તેમનાથી મોટા તેમના સ્કૂલના મિત્રો તેમનાથી પ્રભાવિત રહેતા હતા .તેઓ સ્કૂલમાંઘણીવાર પ્રશ્નો પૂછી શિક્ષકને પણ મુંજવણમાં મૂકી દેતા હતા .*

➡️તેમને મેટ્રિકની પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થવાથી સુબ્રમણ્યમ શિષ્યવૃત્તિ મેળવી હતી . તેમને ગણિત વિષય પ્રત્યે એટલો બધો રસ હોવાથી બીજા વિષય પ્રત્યે તેમનું ધ્યાન ઓછુ કે નહિવત હતું .તેઓએ કોલેજમાં ઇતિહાસ અને અંગ્રેજી જેવા વિષયો પર ધ્યાન ના આપતા આર્ટસમાં બે વાર નાપાસ થયા હતા . તેમણે માત્ર ૧૩ વર્ષની ઉંમરે જ લાયબ્રેરીમાંથી લોનેનો ત્રિકોણમિતિ નો અભ્યાસ કરી નાખ્યો હતો . તેમનો અભ્યાસનો ખર્ચ તેમના પિતાને પોષાતો ન હતો .તેઓ રસ્તામાંથી મળતા પસ્તી પર ગણતરી કરતા હતા .

22 Dec

✅♦️👁‍🗨💠✅💠👁‍🗨🔰✅👁‍🗨🔰✅
*🔰ઈતિહાસમાં ૨૨ ડિસેમ્બરનો દિવસ*
✅♦️🔰✅🔰♦️💠✅🔰♦️🔰⭕️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*🚂ભારતની પહેલી ગુડ્સ ટ્રેન 🚂🚂*

વર્ષ 1851 ની 22 મી ડિસેમ્બરે આજના ઉત્તરાખંડના રુરકી નજીક ભારતની પહેલી ગુડ્સ ટ્રેન કાર્યરત થઈ હતી . કેનાલના બાંધકામ માટે અંગ્રેજોએ આ ટ્રેનની ી વ્યવસ્થા ઊભી કરી હતી . જોકે પેસેન્જર ટ્રેનનો પ્રારંભ ભારતમાં 16 એપ્રિલ 1853 ના રોજ મુંબઈ - થાણે વચ્ચે થયો હતો .

૧૮૫૧ : ભારતમાં પ્રથમ માલગાડી શરૂ
ભારતમાં સૌ પ્રથમ માલગાડી ઉત્તરપ્રદેશના રુડકીથી શરૂ થઈ.

*➖➗✖️શ્રીનિવાસ રામાનુજન✖️➗➕*

*ભારતના પ્રબુદ્ધ ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 1887 ની 22 મી ડિસેમ્બરે ચેન્નાઈમાં થયો હતો . ફોર્મલ એજ્યુકેશન ન હોવા છતાં ગણિતમાં પંડિત બનેલા રામાનુજનની આ ખાસિયતને પશ્ચિમી જગતે માની હતી . તેમનો જન્મદિન ✔️✔️રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવાય છે.*

Saturday, December 21, 2019

પી. એન. ભગવતી --- P. N. Bhagwati

🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
🐾🐾🐾પી. એન. ભગવતી🐾🐾🐾
🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨દેશમાં ન્યાયતંત્રમાં સક્રિયતાના પ્રવર્તક માનવામાં આવતા ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ પી. એન. ભગવતી (૯૫)નું ટુંકી માંદગી બાદ ગુરુવારે નિધન થયું હતું. 

✅🎯ભારતીય ન્યાયતંત્રમાં જનહિત અરજીનો વિચાર તેમણે નાખ્યો હતો.

👁‍🗨👉ભારતના ૧૭મા ચીફ જસ્ટિસ હતા અને જુલાઈ-૧૯૮૫થી ડિસેમ્બર-૧૯૮૬ સુધી સર્વોચ્ચ પદે રહ્યા હતા. 

👁‍🗨✅👁‍🗨આ પહેલાં તેઓ ગુજરાત હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ હતા.

👁‍🗨✅2010મા ભારતના ભૂતપૂર્વ પ્રધાન ન્યાયાધીશ ન્યાયમૂર્તિ પી એન ભગવતીને નાઈજીરિયાની સરકારે સત્તાનો દુરપયોગ રોકવા અને વંચિત લોકો માટે ન્યાય સુનિશ્વિત કરવા માટે કહ્યું હતું..

♦️નાઈજીરિયાના ઉન્નત વિધિક સંસ્થાનના હોલ ઑફ ફેમમાં શામેલ કરવામાં આવેલા 88 વર્ષીય ભગવતીએ અહીં એક સમારોહમાં કહ્યું હતું... સરકાર પાસે સમાજના વંચિત તબક્કાઓના અધિકારીઓની રક્ષા અને તેમના માટે ન્યાય સુનિશ્વિત કરવાનો અવસર છે.

♦️વર્ષ 1985-86 દરમિયાન ભારતના પ્રધાન ન્યાયાધીશ રહેલા ન્યાયમૂર્તિ પી એન ભગવતી એવા પ્રથમ વ્યક્તિ છે જેમણે નાઈજીરિયાઈ ઈંસ્ટીટ્યૂટ ઑફ એડવાંસ્ડ લીગલ સ્ટડીજના 'હોલ ઓફ ફેમ' માં શામેલ કરવામાં આવ્યાં છે.

21 Dec

🇮🇳🔰🔘🇮🇳🔘🇮🇳🔘🔰🇮🇳🔘🔰🇮🇳
*🐚ઈતિહાસમાં ૨૧ ડિસેમ્બરનો દિવસ*
🔘🔰🔘🔰🇮🇳🔰🇮🇳🔘🇮🇳🔘🇮🇳🔰
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*🎲🎲જસ્ટિસ પી. એન. ભગવતી🎲🎲*

સુપ્રીમ કોર્ટના ૧૭મા ચીફ જસ્ટિસ અને ગુજરાતી સ્કોલર પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતીનો જન્મ વર્ષ 1921 માં આજના દિવસે થયો હતો . ભારતમાં PIL અને જ્યુડિશિયલ એક્ટિવિઝમમાં તેમનું મહત્ત્વનું યોગદાન હતું .

*🎥📽વિશ્વની પહેલી એનિમેટેડ ફિલ્મ📽🎥*
વર્ષ 1937 ની 21 મી ડિસેમ્બરે વિશ્વની પહેલી ફૂલ લેન્થ એનિમેટેડ ફિલ્મ Snow White and the Seven Dwarfs રિલિઝ કરવામાં આવી હતી . જર્મન ફેરી ટેલ આધારિત આ ફિલ્મે બોક્સ ઓફિસના અનેક વિક્રમો સર્જ્યા હતા .

🎭વિશ્વની પહેલી ફૂલ -લેન્થ એનિમેશન ફિલ્મ ‘ સ્નો વ્હાઇટ એન્ડ ધ સેવન ડ્વાર્ફ ’ 1937 ની 21 ડિસેમ્બરે વોલ્ટ ડિઝની દ્વારા પ્રોડ્યૂસ થઈ હતી . આ ફિલ્મે દોઢ લાખ ડોલરના ખર્ચ સામે 41 કરોડ ડોલરથી વધુની કમાણી કરી હતી .

Friday, December 20, 2019

20 Dec

🔰🎯💠👁‍🗨🔰🎯💠👁‍🗨💠✅🔰
*ઈતિહાસમાં ૨૦ ડિસેમ્બરનો દિવસ*
🔰🎯💠👁‍🗨🔰💠👁‍🗨🔰💠👁‍🗨🔰
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*🙏ચૈતન્યપ્રસાદ દીવાનજી🙏*

ચૈતન્યપ્રસાદનો જન્મ તા. ૨૦-૧૨-૧૮૯૮ ના રોજ ભૂજ ખાતે થયો હતો. મેટ્રિક થઇ ગુજરાત કૉલેજમાં જોડાયા ત્યાં ગાંધીજીની અસહકારની ચળવળ જાગી તેમાં સક્રિય રહીને છ માસની જેલ પણ ભોગવી. ગુજરાત સાહિત્ય સભાના મંત્રી તરીકેની તેમની સેવા અનન્ય હતી. ક્રિકેટ બોર્ડના ગુજરાતના પ્રતિનિધી તરીકે ગુજરાતનું નામ રોશન થાય એ માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહેતા. ૭૨ વર્ષની વયે અમદાવાદમાં એમણે ચિર વિદાય લીધી.

*🔰રોબર્ટ ક્લાઇવની પુણ્યતિથિ(1757- 1760 પ્રથમ ગવર્નર પદ )*

*👁‍🗨ગવર્નર પદ દરમિયાન ત્રીજો કર્ણાટક વિગ્રહ ( 1757 ’03) લડયો .*
*👁‍🗨બીજા કર્ણાટક વિગ્રહ ( 1748-’54) દરમિયાન તેણે આર્કોટ નો બચાવ ટકાવી રાખીને ચંદા સાહેબનાસૈન્યનો પરાભવ કર્યો.*
*💠ત્રીજા કર્ણાટક વિગ્રહ દરમિયાન કર્નલ ફોર્ડની મદદથી ફ્રેન્ચો પાસેથી મેળવેલું ‘ઉતર-સરકાર’, ચીનસુરા ખાતે ડચ અધિકારીઓને સંધી કરવાની ફરજ પાડેલ , 1757 માં પ્લાસીના યુદ્ધમાં વિજય મેળવેલ.*
ઇંગ્લેન્ડ ભણી-25 ફેબ્રુઆરી 1760 માં.
*રોબર્ટ ક્લાઇવ ( 1760- 1767: બીજું ગવર્નર પદ)*
-> મહદઅંશે કંપની અને લશ્કરમાં સુધારા કરેલા, કંપનીના કર્મચારીઓને ભેટ સોગાદો લેવાની મનાઈ ફરમાવી, ખાનગીમાં વ્યાપાર કરતાં અટકાવ્યા, લશ્કરમાં ચાલતી બમણા ભથ્થાની પ્રથા બંધ કરવી, બંગાળમાં દાખલ કરેલી દ્વિમુખી રાજપદ્ધતિ, હિંદમાં બ્રિટીશ સામ્રાજ્યનો સાચો સ્થાપક.

Thursday, December 19, 2019

પ્રતિભા પાટીલ -- Pratibha Patil

👵👣👳‍♀👵👣👳‍♀👵👣👳‍♀👵👣👳‍♀
*👵👳‍♀👵પ્રતિભા પાટીલ👵👳‍♀👵*
👵👣👳‍♀👵👣👳‍♀👵👣👳‍♀👵👣👳‍♀
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*🧑પ્રતિભા દેવીસિંહ પાટિલ પ્રજાસત્તાક ભારતના ૧૨માં અને આ પદ મેળવનારા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. 
*👉તેમણે 25 જૂલાઇ, 2007ના રોજ ડો. એ.પી.જે. અબ્દુલ કલામના અનુગામી બની ભારતના રાષ્ટ્રપતિ તરીકેના શપથ લીધા હતા.*
*👉૨૫ જૂલાઈ, ૨૦૧૨નાં રોજ નિવૃત થયા. તેમના અનુગામી પ્રણવ મુખર્જીએ ૨૫ જૂલાઈ, ૨૦૧૨ના આ પદ સંભાળ્યું.*

👁‍🗨જન્મ👉૧૯ ડિસેમ્બર ૧૯૩૪
નાદગાંવ, મહારાષ્ટ્ર
👁‍🗨કાર્યકાળ👉 જુલાઇ ૨૫, ૨૦૦૭ - જુલાઇ ૨૪, ૨૦૧૨
👁‍🗨ઉપરાષ્ટ્રપતિ 👉મોહમદ હમિદ અન્સારી

*💠ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ (INC)ના સભ્ય, શ્રીમતિ પ્રતિભા પાટિલની નિયુક્તિ સત્તા પર રહેલી યુનાઇટેડ પ્રોગ્રેસીવ એલાયન્ઝ અને ભારતીય ડાબેરીઓ દ્વારા કરવામાં આવી હતી.*
*💠19 જૂલાઇ, 2007ના રોજ યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણી તેઓ નજીકના પ્રતિસ્પર્ધી ભૈરવ સિંઘ શેખાવતને હરાવીને જીતી ગયા હતા.*
💠 પાટિલ મહારાષ્ટ્ર વિધાન સભાના (1962-1985) સભ્ય તરીકે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એદલાબાદ મતદારક્ષેત્રનું પ્રતિનિધીત્વ કરતા હતા, અને તેઓ રાજ્ય સભાના નાયબ અધ્યક્ષા (1686-1988), અમરાવતીથી લોક સભાના સંસદ સભ્ય (1991-1996), અને 24મા તેમજ *પ્રથમ મહિલા રાજસ્થાનના ગવર્નર હતા* (2004-2007).