Wednesday, December 25, 2019

અટલ બિહારી વાજપેયી -- Atal Bihari Vajpayee

🔶🔷🔶➖🔷🔶🔷➖🔶🔷🔶➖
વિપક્ષીનેતામાંથી વડા પ્રધાન બનેલા અટલ બિહારી વાજપેયીન
🙏👏💐🙏👏🙏👏🙏👏🙏👏🙏
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

રાજકીય વિરોધીઓ ભણી ય આદર ધરાવતા વાજપેયી

*· સ્વજનોએ જ ‘ધોતી બિકી આઠ કરોડ મેં’ના નારા લગાવી  પિતાતુલ્ય વ્યક્તિત્વને વ્યથા પહોંચાડી હતી*

*·અટલજી ઉવાચ  : પદ, પૈસા ઔર પ્રતિષ્ઠા કે પીછે પાગલ હોનેવાલોં કે લિયે હમારે યહાં કોઈ જગહ નહીં હૈ*

🔰👉·         હાર-જીતને સમભાવથી લેનારા વાજપેયી રાજકીય વિરોધીઓને શત્રુ નહીં, પણ સ્વજનભાવે નિહાળતા

🔰·         કવિ કૈદીરાય કહેતા હતા કે જિનમેં આત્મસન્માન કા અભાવ હોં, વે દરબાર મેં જાકર મુજરે ઝાડે

Tuesday, December 24, 2019

ગ્રાહક સુરક્ષા દિન --- Consumer Protection Day

🧒👦🏻👩🏻🧑👨👱‍♀👱‍♂🧔👵🧓👴
*🧙‍♂👨‍⚖👩‍⚖ગ્રાહક સુરક્ષા દિન👨‍🏫👨‍🍳*
💠👁‍🗨✅⭕️💠👁‍🗨✅⭕️💠✅⭕️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

💠👁‍🗨વૈશ્વિક અર્થકારણમાં ગ્રાહકોનું મહત્‍વ સ્‍વીકારી તેમનું શોષણ અને અન્‍યાય અટકાવવા માટે વિશ્વભરના રાષ્‍ટ્રોમાં ગ્રાહકોની જાગૃતિ માટે ઠોસ કદમ ઉઠાવવાના નિર્ધાર સાથે, સંયુકત રાષ્‍ટ્રોએ ૧૫મી માર્ચને જે રીતે વિશ્વગ્રાહક દિન જાહેર કરેલ છે તે જ રીતે આપણી રાષ્‍ટ્રીય સરકારે છેલ્લા ૧૨ વર્ષથી દેશભરમાં બહુરાષ્‍ટ્રીય કંપનીઓના આક્રમણ સામે ગ્રાહકોને રક્ષણ આપવા અને તેમાં જાગૃતિ લાવવા પ્રતિ વર્ષ ૨૪મી ડિસેમ્બરને ‘‘રાષ્‍ટ્રીય સુરક્ષા દિન'' તરીકે ઉજવવા નક્કી કરેલ છે.

*⏯ભારત સરકારે ૧૫ મી માર્ચના રોજ "વિશ્વ ગ્રાહક દિન"* તથા 
*⏭"૨૪ મી ડિસેમ્બર "રાષ્ટ્રિય ગ્રાહક અધિકાર દિન"* તરિકે ઉજવવાનું નક્કિ કરેલ છે. ▶️જે મુજબ રાજ્ય સરકાર દ્વારા ૧૫ મી માર્ચના રોજ "વિશ્વ ગ્રાહક દિન" તથા "૨૪ મી ડિસેમ્બર "રાષ્ટ્રિય ગ્રાહક અધિકાર દિન" તરિકે ઉજવવામાં આવે છે. ▶️આ દિવસોની ઉજવણીમાં રાજ્ય કક્ષાએ સેમીનારનું આયોજન કરવામાં છે.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*


24 Dec

♻️♦️✅⭕️💠👁‍🗨👁‍🗨♦️♦️👁‍🗨👁‍🗨♻️
🔰ઈતિહાસમાં ૨૪ ડિસેમ્બરનો દિવસ🔰
♦️⭕️💠✅✅✅✅⭕️⛈💢💢💢
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*💽📞ભારતનું પહેલું ગ્રામોફોન રેકોર્ડિંગ📞☎️*

કલકતાના ક્લાસિક થિયેટરના સિંગર શશી મુખીએ વર્ષ 1902 ની 24 મી ડિસેમ્બરે ભારતનું પહેલું ગીત ગ્રામોફોન પર રેકોર્ડ કર્યું હતું. વન સાઇડેડ ગ્રામોફોન ડિસ્ક પર 25 cm લાબું સોંગ નાટક શ્રીકૃષ્ણ માટે રેકોર્ડ કર્યું હતું .

*📡📡વિશ્વનું પહેલું રેડિયો બ્રોડકાસ્ટ🎛📟*

વિશ્વમાં રેડિયો સિગ્નલના ઉપયોગથી બ્રોડકાસ્ટનો પહેલો બનાવ 1906 ની 24 મી ઓક્ટોબરે બન્યો હતો . કેનેડિયન સંશોધક રેજિનાલ્ડ ફેસેન્ડેને આ બ્રોડકાસ્ટમાં એક કવિતા વાંચી, વાયોલિન વગાડ્યું હતું .

*‼🎧🎼🎧મોહમ્મદ રફી🎤🎧🎤*

બોલીવૂડના મોસ્ટ રિસ્પેક્ટેબલ અને યાદગાર સિંગર રફી સાહેબનો જન્મ વર્ષ ૧૯૨૪માં આજના દિવસે થયો હતો . લાહોરના નાઇને ત્યાં જન્મેલા આ મહાન સિંગર ફકીરના ગીતોની નકલ કરવાની શરૂઆત કરીને સંગીત શીખ્યા હતા .

નારાયણ દેસાઈ --- Narayan Desai

નારાયણ દેસાઈ
📝✏️📝✏️📝✏️📝✏️📝✏️📝✏️
*📒નારાયણ દેસાઈ (૨૪ ડિસેમ્બર ૧૯૨૪ – ૧૫ માર્ચ ૨૦૧૫) ભારતીય ગાંધીવાદી અને લેખક હતા.📕*
📙📘📕📙📕📙📒📙📒📙📕📙
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*જન્મ📌📍૨૪ ડિસેમ્બર, ૧૯૨૪
વલસાડ, ગુજરાત, ભારત*

મૃત્યુ📍📌૧૫ માર્ચ, ૨૦૧૫
સુરત, ગુજરાત

🏆૧૯૯૩માં તેમના પિતા મહાદેવ દેસાઈના જીવનવૃત્તાંત માટે તેમને ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. એ પહેલાં તેમને ગાંધીજીના બાળપણની યાદગીરીના પુસ્તક માટે પણ સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

Monday, December 23, 2019

Chaudhary Charan Singh

🌿🐾🌱🌿🐾🌱🌿🐾🌱🌿🐾
*☃☃☃શ્રી ચરણસિંહ⛄️⛄️⛄️*
🌱🐾🌿🌱🐾🌿🌱🐾🐉🌱🐾🌿
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*☄શ્રી ચરણસિંહનો જન્મ 1902માં ઉત્તરપ્રદેશના મેરઠના નુરપુર ગામે એક મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો.*
👉 1923માં વિજ્ઞાન વિદ્યાશાખામાં સ્નાતકની પદવી મેળવીને તેમણે 1925માં આગ્રા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક પદવી મેળવી હતી. 
👉કાયદાશાસ્ત્રમાં તાલીમ મેળવીને તેમણે ગાઝિયાબાદ ખાતે પ્રેક્ટિસ શરૂ કરી હતી. 👉1929માં મેરઠમાં પાછા ફર્યા અને કોંગ્રેસમાં જોડાયા હતા.
👉1937માં તેઓ છપરોલી બેઠક પરથી ઉત્તરપ્રદેશ વિધાનસભામાં ચૂંટાઇ આવ્યા હતા. ત્યાર બાદ 
*👉1946, 1952, 1962,1967માં પણ એ મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું.* 
*👉1946માં ગોવિંદ વલ્લભ પંતની સરકારમાં સંસદીય મંત્રીપદ ઉપરાંત તેમણે મહેસૂલ, તબીબી અને જાહેર આરોગ્ય, ન્યાય, માહિતી, વગેરે વિભાગોમાં કામગીરી કરી હતી.* 
👉જૂન 1951માં રાજ્યમાં કેબિનેટ મંત્રી બનાવીને તેમને ન્યાય અને માહિતી વિભાગ સોંપવામાં આવ્યા હતા. 
👉1952માં ડો.સંપૂર્ણાનંદ પ્રધાનમંડળમાં તેઓ મહેસૂલ અને કૃષિ કેબિનેટ મંત્રી રહ્યા હતા. 
👉એપ્રિલ, 1959માં તેમણે મંત્રીપદેથી રાજીનામું આપ્યું ત્યારે મહેસૂલ અને પરિવહન વિભાગનો હવાલો સંભાળી રહ્યા હતા. 

23 Dec

♦️🔶⭕️♦️🔶⭕️🙏⭕️♦️🔶⭕️✅
🔰ઈતિહાસમાં ૨૩ ડિસેમ્બરનો દિવસ🔰
🛡🔶➖🛡➖🛡🔶➖🛡🔶➖🛡
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*🔻પી. વી. નરસિમ્હારાવનું નિધન🔻*

ભારતમાં આર્થિક ઉદારીકરણનો પાયો નાખનારા પૂર્વ વડાપ્રધાન નરસિમ્હારાવનું વર્ષ 2004 ની 23 મી ડિસેમ્બરે હૃદય રોગના કારણે નિધન થયું હતું . તેઓ 17 ભાષાઓ બોલી શકનારા પ્રકાંડ પંડિત હતા .

*🚩ભારતને લાઇસન્સ રાજમાંથી મુક્ત કરીને આર્થિક ઉદારીકરણના નવા યુગમાં પ્રવેશ કરાવનાર ૧૦મા વડાપ્રધાન નરસિંમ્હા રાવે ૨૦૦૪માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા . તેમનો શાસનકાળ બાબરી ધ્વંસ સહિતના અનેક વિવાદોથી ચર્ચામાં રહ્યો હતો .*


*🔆🔆ટ્રાન્ઝિસ્ટરનો આવિષ્કાર🔆🔆*

ટ્રાન્ઝિસ્ટરનો આવિષ્કાર વિશ્વમાં પહેલી વાર વર્ષ 1947 ની 23 મી ડિસેમ્બરે જગત સામે મૂકવામાં આવ્યો હતો . જ્હોન બાર્ડિન અને વોલ્ટર બ્રેટેન નામના એન્જિનિયરોએ બેલ લેબોરેટરીમાં તેનું પ્રથમ નિદર્શન કર્યું હતું .

ઇલેક્ટ્રોનિક ડિવાઇસને સ્માર્ટ -નાના બનાવવા મહત્વનો ફાળો આપતા ટ્રાન્ઝિસ્ટરની શોધ વર્ષ 1947 ની 23 ડિસેમ્બરે થઈ હતી . અમેરિકાની બેલ લેબોરેટરીના સંશોધક જોહ્ન બર્ડિન અને વોલ્ટર બ્રેટેઇને આ શોધ કરી હતી .

Sunday, December 22, 2019

એસ .રામાનુજમ્ --- S.Ramanujam

➿➰〰✖️➗➖➕➿➰➖➰
*એસ .રામાનુજમ્ – ગણિત શાસ્ત્રી*
➕➖➗✖️➕➖➗✖️➕➖➗
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*આજનો દિવસ ૨૨ ડીસેમ્બર શ્રીનિવાસ રામાનુજમ્ ના જન્મ દિવસ તરીકે ગણિતના પ્રોફેસરો યાદ રાખે છે *.

*↪️એસ . રામાનુજમ્ નો જન્મ તમિલનાડુના ઈરોડમાં ૨૨ ડિસેમ્બર ૧૮૮૭માં થયો હતો .તેમના પિતાનું નામ શ્રીનિવાસ અને માતાનું નામ કોમલતામ્મલ હતું . તેમના પિતા કાપડની દુકાનમાં નોકરી કરતા હતા .તેઓ નાનપણથી જ ભણવામાં ખુબજ હોંશિયાર હતા .તેમનાથી મોટા તેમના સ્કૂલના મિત્રો તેમનાથી પ્રભાવિત રહેતા હતા .તેઓ સ્કૂલમાંઘણીવાર પ્રશ્નો પૂછી શિક્ષકને પણ મુંજવણમાં મૂકી દેતા હતા .*

➡️તેમને મેટ્રિકની પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થવાથી સુબ્રમણ્યમ શિષ્યવૃત્તિ મેળવી હતી . તેમને ગણિત વિષય પ્રત્યે એટલો બધો રસ હોવાથી બીજા વિષય પ્રત્યે તેમનું ધ્યાન ઓછુ કે નહિવત હતું .તેઓએ કોલેજમાં ઇતિહાસ અને અંગ્રેજી જેવા વિષયો પર ધ્યાન ના આપતા આર્ટસમાં બે વાર નાપાસ થયા હતા . તેમણે માત્ર ૧૩ વર્ષની ઉંમરે જ લાયબ્રેરીમાંથી લોનેનો ત્રિકોણમિતિ નો અભ્યાસ કરી નાખ્યો હતો . તેમનો અભ્યાસનો ખર્ચ તેમના પિતાને પોષાતો ન હતો .તેઓ રસ્તામાંથી મળતા પસ્તી પર ગણતરી કરતા હતા .