Tuesday, July 23, 2019

બાળ ગંગાધર ટિળક --- Bal Gangadhar Tilak

🀄️🀄️🀄️🀄️🀄️🎯👁‍🗨👁‍🗨👁‍🗨
બાળ ગંગાધર ટિળક
લોકમાન્ય ટિળક
🚩🚩🚩🚩👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

( મરાઠી ) (જન્મ: જુલાઇ ૨૩ ૧૮૫૬ - અવસાન: ઓગસ્ટ ૧ ૧૯૨૦, ૬૪ વર્ષની ઉમરે)નું નામ 'બાળ ગંગાધર ટિળક' હતું. તેઓ ભારતીય દેશભક્ત, સ્વતંત્રતા સેનાની, શિક્ષક અને સમાજ સુધારક હતા. ભારતની આઝાદીની લડતનાં તેઓ પ્રથમ લોકપ્રિય આગેવાન હતા.


અંગ્રેજ વસાહતી હોદ્દેદારો તેમનું અપમાન કરવા અને તેમને નીચા પાડવા "ભારતીય અશાંતિના જનક" એવા નામે બોલાવતાં, જ્યારે ભારતીય લોકોએ તેમને સન્માનથી "લોકમાન્ય"નું વિશેષણ આપ્યું હતું. ટિળક "સ્વરાજ્ય"ની માંગણી કરનાર પ્રથમ પેઢીના નેતા હતા. "સ્વરાજ્ય એ મારો જન્મ સિદ્ધ અધિકાર છે, અને તે હું મેળવીને જ જંપીશ" એ વાક્ય આજે પણ ભારતીય લોકોને સારી રીતે યાદ છે.

ટિળકનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના સંગમેશ્વર તાલુકાના ચિખલી ગામે ચિતપાવન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાજી જાણીતા શાલેય શિક્ષક અને સંસ્કૃતના વિદ્વાન હતાં. ટિળક જ્યારે ૧૬ વર્ષના હતા ત્યારે તેમના પિતા અવસાન પામ્યા. તેમના પિતાની વિદ્વતાનો ગુણ તેમનામાં પણ આવ્યો, તેમણે પુણેની ડેક્કન કોલેજમાંથી સન ૧૮૭૭માં સ્નાતકની પદવી મેળવી. કોલેજનો અભ્યાઅસ પામનારી પ્રથમ પેઢીમાં ટિળક શામેલ હતાં. 

તે સમયની પરંપરા અનુસાર સમાજીક કાર્યોમાં સક્રીય રહેવાની ટિળક પાસે આશા રખાતી હતી. ટિળક માનતા હતાં કે ધર્મ અને ગૃહસ્થ જીવન જુદા નથી. સંન્યાસ લેવાનો અર્થ જીવનનો ત્યાગ એવો નથી. ખરી ચેતના તો એ છે કે જેમાં તમારા દેશને તમારું કુટુંબ માનવામાં આવે અને તેના ઉત્થાન માટે કાર્ય કરવામાં આવે. તેનાથી આગલ એક પગલું તે કે સર્વ માનવ સમાજ માટેની સેવા કરવામાં આવે અને તેનાથી આગળનું પગલું તે પ્રભુની સેવા કરવામાં આવે.

23 July

🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯
♻️૨૩ જુલાઈનો દિવસ ઈતિહાસમાં♻️
👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

📻📻પહેલો કમર્શિયલ રેડિયો📻📻

દેશનો પ્રથમ કમર્શિયલ રેડિયો સ્ટેશન ૧૯૨૭માં આજના દિવસે મુંબઈમાં શરૂ થયો હતો . ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીને ૧૯૩૦માં સરકારે હસ્તગત કરી અને ૧૯૩૬માં તેનું નામ ઓલ ઇન્ડિયા રેડિયો રખાયુ હતું .
📻વર્ષ 1927ની 23 જુલાઈએ રેડિયો ક્લબ ઓફ મુંબઈ દ્વારા મુંબઈમાં રેડિયો બ્રોડકાસ્ટિંગ શરૂ થયુ હતું . વર્ષ 1930 માં બ્રિટિશ સરકારે પ્રસારણ કરતી કંપની ટેક ઓવર કરીને સમગ્ર દેશમાં રેડિયોનો વિસ્તાર કર્યો હતો .

📡🎛વિશ્વનું પહેલું સેટેલાઇટ પ્રસાર📡

1962ની 23 જુલાઈએ ટેલસ્ટાર નામના ઉપગ્રહે પ્રસારિત કરેલા ટેલિવિઝન સિગ્નલ્સ દ્વારા યુરોપમાં વિશ્વનું પ્રથમ સેટેલાઇટ પ્રસારણ લાખો લોકોએ માણ્યું હતું . આ ઉપગ્રહનું પહેલું સિગ્નલ અમેરિકામાં પ્રસારિત થયું હતું .

🌍🌍પૃથ્વી જેવા ગ્રહની શોધ🌍🌏

બરાબર પૃથ્વી જેવા જ ગ્રહ Kepler- 452b શોધાયાની જાહેરાત વર્ષ 2015ની 23 જુલાઈએ નાસાએ કરી હતી . 1400 પ્રકાશ વર્ષ દૂર આવેલા આ ગ્રહ સુધી પહોંચવા માટે 2. 6 કરોડ વર્ષનો લાગી શકે છે .

23 July --- NC

Monday, July 22, 2019

22 July 2019 --- NC

22 July

[Forwarded from 📚 ONLY SMART GK 📚]
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 22/07/2019
📋 વાર : સોમવાર

🔳1678 :- છત્રપતિ શિવાજી મહારાજે વેંલ્લોરનો કિલ્લો જીત્યો.

🔳1875 :- પ્રખ્યાત ઓરીયા ભાષાના કવી નંદકિશોર બાલનો જન્મ થયો.

🔳1918 :- પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતના પ્રથમ ફાઇટર પાયલોટ ઇન્દ્રલાલ રાયનું વિમાન જર્મની દ્રારા તોડી પડતાં અવસાન.

🔳1923 :- જાણીતા ગાયક મુકેશ નો જન્મ થયો.

🔳1925 :- સામાજિક કાર્યકર હોમી જહાંગીર ખાનનો જન્મ થયો.

🔳1947 :- સ્વતંત્ર ભારતે ત્રિરંગાને રાષ્ટ્ર ધ્વજ તરીકે માન્યતા આપી.

પાર્શ્વ ગાયક મુકેશ --- Playback singer Mukesh

Raj Rathod, [23.07.19 10:36]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
https://t.me/digitalgnanganga
🔰🎧🎼🎬🎼🎬🎼🎬🎼🎬🎼
પાર્શ્વ ગાયક મુકેશ
💠💠💠💠💠💠💠💠💠💠
મુકેશ હિન્દી ફિલ્મ જગત ના જાણીતા પાર્શ્વ ગાયક હતા.  ૧૯૪૦ થી ૧૯૭૦ ના દાયકા દરમ્યાન એમની જળહળતી કારકિર્દી માં સ્વ. મો. રફી અને સ્વ. કિશોર કુમાર તેઓના સમકાલીન હતા. તેઓ વિખ્યાત પાર્શ્વ ગાયક હોવા ઉપરાંત તેઓએ ફિલ્મોમાં અભિનય, સંગીતકાર અને ફિલ્મ નિર્માતા તરીકે પણ હાથ અજમાવેલો.

મુકેશચંદ્ર માથુર નો જન્મ ૨૨ મી જુલાઈ ૧૯૨૩ માં લુધિયાણા ખાતે  અને દિલ્હી સ્થાઈ થયેલા માધ્યમ વર્ગીય માતા ચાંદ રાની અને પિતા લાલા જોરાવારચંદ માથુર ને ત્યાં દસ  સંતાનો  માં છઠ્ઠા સંતાન રૂપે  થયો હતો.
મુકેશ નો કળા પ્રત્યે નો ઝુકાવ બહુ નાની ઉમરમાં જ પરખાઈ ગયો હતો, તેઓ ઘણા નાના હતા ત્યારે એમની બહેન સુંદરપ્યારી ને સંગીત શીખવવા આવતા સંગીત  શિક્ષક ને ખુબજ ધ્યાન થી સાંભળ્યા કરતા. મોટા થતા તેઓ ગાયક કુંદનલાલ સાયગલ ના ગીતો થી સંપૂર્ણ અભિભૂત થઇ ચુક્યા હતા અને હમેશા એમની નકલ કાર્ય કરતા .

રાષ્ટ્રધ્વજ -- The national flag

Raj Rathod, [23.07.19 10:36]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja;
https://t.me/digitalgnanganga
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*🇮🇳🇮🇳આપણો રાષ્ટ્રધ્વજ🇮🇳🇮🇳*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/digitalgnanganga
*💠👉🇮સમયની સાથે આપણારાષ્ટ્રીય ધ્વજમાંપણઅત્યારસુધીમાં ઘણો ફેરફાર થયો છે. આજે જે તિરંગો આપણી સામે છે તેનું આ છઠ્ઠું સ્વરૂપ છે. આ ધ્વજની પરિકલ્પના પિંગળી વૈકેયાનંદે કરી હતી.*

*👆👉તને તેના વર્તમાન સ્વરૂપમાં 22 જુલાઈ 1947 ના રોજ આયોજિત ભારતીય સંવિધાન સભાની બેઠક દરમિયાનમાં અપનાવવામાં આવ્યો હતો. જે 15 ઓગસ્ટ 1947 ના રોજ અંગ્રેજો પાસેથી ભારતની સ્વતંત્રતાના થોડા દિવસ પહેલાં જ આયોજિત કરવામાં આવી હતી.તેને 15 ઓગસ્ટ 1947 અને 26 જાન્યુઆરી 1950ની વચ્ચે ભારતના રાષ્ટ્રીય ધ્વજના રૂપમાં અપનાવવામાં આવ્યો અને ત્યાર બાદ ભારતીય ગણતંત્રે તેને અપનાવ્યો. 🇮🇳ભારતમાં ‘’તિરંગા’’નો અર્થ ભારતીય રાષ્ટ્રધ્વજ થાય છે.*