Friday, August 2, 2019

ગાંધીનગર -- Gandhinagar

🔰✅🔰✅🔰✅🔰✅🔰✅🔰
👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨ગાંધીનગર👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
🔘🔘ગુજરાત રાજ્યનું પાટનગર🔘
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨👉સાબરમતી નદીના કિનારે ચીમનભાઇ પટેલ ની સમાધિ 'ર્નમદા ઘાટ' આવેલ છે.(સરિતા ઉધ્ધાન)

👁‍🗨ગાંધીનગર અને ચંડીગઢ એ બન્ને ભારતના રાજ્યોની પાટનગર તરીકે ખાસ યોજના કરી બનાવાયેલા છે. 
👁‍🗨ગાંધીનગર નામ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવવાનું સુચન ૧૬ માર્ચ ૧૯૬૦ના રોજ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ કર્યું હતું. 
👁‍🗨ગાંધીનગર શહેરની સ્થાપના ૨ ઓગસ્ટ ૧૯૬૫ના રોજ થઇ હતી.
👁‍🗨 ઇ.સ. ૧૯૭૧થી ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું. તે સમયે મુખ્યમંત્રી હિતેન્દ્રભાઇ દેસાઇ હતા. 
🎯શહેરની રચનાનું આયોજન મુખ્ય સ્થપતિ (ચીફ આર્કિટેક્ટ) એચ. કે. મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ એમ. આપ્ટેએ કર્યું હતું. 

2 Aug

♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️
⭕️ઈતિહાસમાં ૨ ઓગસ્ટનો દિવસ
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⭕️ઇંદિરા ગાંધીના હત્યારાઓને ફાંસી⭕️

તત્કાલિન વડાપ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા કરનાર તેમના બોડીગાર્ડ સતવંત સિંહ અને તેના સાથીદાર કેહર સિંહને સુપ્રીમ કોર્ટે વર્ષ ૧૯૮૮માં આજના દિવસે ફાંસીએ ચઢાવી દેવાનો હુકમ કર્યો હતો .

🎲વિશ્વનાથન આનંદ જુનિયર ચેમ્પિયન🎲

ભારતના મહાન ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદ વર્ષ ૧૯૮૭માં આજના દિવસે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયન બન્યા હતા . આ સિદ્ધિ મેળવવા બદલ તેમને ૧૮ વર્ષની ઉંમરે જ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા .

⭕️કુવૈતમાં ઇરાકની ઘૂસણખોરી⭕️

વર્ષ ૧૯૯૦માં આજના દિવસે સદ્દામ હુસૈનના શાસન હેઠળના ઇરાકના સૈન્યે કુવૈતમાં ઘૂસણખોરી શરૂ કરી હતી . આ હુમલાના કારણે અમેરિકાએ પહેલીવાર ઇરાક પર હુમલો કર્યો હતો .

વિજય રૂપાણી --- Vijay Rupani

Yuvirajsinh Jadeja:
🔰🔰🔰🔰🔰🔰🔰🔰
મુખ્યમંત્રી વિજય રૂપાણી
🔰🔰🔰🔰🔰🔰🔰🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટના છે. 

👁‍🗨🎯👁‍🗨વિજય રૂપાણીનો જન્મ બર્મામાં થયો છે
2 ઓગસ્ટ 1956માં બર્માના રંગુનમાં વિજય રૂપાણીનો જન્મ થયો હતો. 

♻️1960માં પરિવાર સાથે રાજકોટ આવ્યા હતા. ત્યારથી રાજકોટમાં જ રહે છે. તેઓ વિદ્યાર્થી કાર્યકાળથી જ રાજકારણ અને સામાજીક કાર્યને વરેલા છે. તેમણે બી.એ.એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે.

👁‍🗨🎯વિજય રૂપાણી ભારતીય જનતા પક્ષનાં રાજનેતા છે. પશ્ચિમ રાજકોટનાં પ્રતિનિધિરૂપે એ ગુજરાત વિધાનસભાનાં સદસ્ય છે. એમણે ૭ ઓગસ્ટ ૨૦૧૬ ના રોજ ગુજરાત રાજ્યના સોળમાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ ભારતીય જનતા પક્ષનાં રાજ્યાધ્યક્ષ પણ છે.

- વિજય રૂપાણીએ બીએ એલએલબીનો અભ્યાસ કર્યો છે.

- વિજય રૂપાણી સૌરાષ્ટ્રથી આવે છે જ્યા જૈન લોકોને માનનારા લોકો વધુ છે. વિજય રૂપાણી પણ જૈન સમુહમાંથી છે.

- વિજય રૂપાણીએ એક વિદ્યાર્થી નેતાના રૂપમાં પોતાનુ કેરિયર સ્ટાર્ટ કર્યુ હતુ.

2 Aug 2019 -- NC

Pingali Venkayya --- પિંગાલી વેંકૈયા


વર્લ્ડ કપ 2019 --- Cricket World Cup 2019

Aaryabhatta