Friday, August 2, 2019

ગાંધીનગર -- Gandhinagar

🔰✅🔰✅🔰✅🔰✅🔰✅🔰
👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨ગાંધીનગર👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
🔘🔘ગુજરાત રાજ્યનું પાટનગર🔘
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨👉સાબરમતી નદીના કિનારે ચીમનભાઇ પટેલ ની સમાધિ 'ર્નમદા ઘાટ' આવેલ છે.(સરિતા ઉધ્ધાન)

👁‍🗨ગાંધીનગર અને ચંડીગઢ એ બન્ને ભારતના રાજ્યોની પાટનગર તરીકે ખાસ યોજના કરી બનાવાયેલા છે. 
👁‍🗨ગાંધીનગર નામ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવવાનું સુચન ૧૬ માર્ચ ૧૯૬૦ના રોજ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ કર્યું હતું. 
👁‍🗨ગાંધીનગર શહેરની સ્થાપના ૨ ઓગસ્ટ ૧૯૬૫ના રોજ થઇ હતી.
👁‍🗨 ઇ.સ. ૧૯૭૧થી ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું. તે સમયે મુખ્યમંત્રી હિતેન્દ્રભાઇ દેસાઇ હતા. 
🎯શહેરની રચનાનું આયોજન મુખ્ય સ્થપતિ (ચીફ આર્કિટેક્ટ) એચ. કે. મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ એમ. આપ્ટેએ કર્યું હતું. 

👉ગાંધીનગર શહેરને વિવિધ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યું છે. તેમાં ક, ખ, ગ, ઘ, ચ, છ, જ નામના ઉભા તથા ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭ નામના આડા રસ્તા આવેલા છે. ક, ખ, ગ, ઘ, ચ, અને છ રોડની દિશા ઉત્તર-દક્ષિણ છે, જ્યારે અંકોમાં નિર્દિષ્ટ રસ્તાઓની દિશા પૂર્વ-પશ્ચિમ છે. ઊભા અને આડા રસ્તાઓ દર એક કિલોમિટરનાં અંતરે એકબીજાને છેદે છે. રોડ કેટલાક ભાગમાં પૂર્વ-પશ્ચિમ છે અને કેટલાક ભાગમાં ઉત્તર-દક્ષિણ છે. ગાંધીનગર શહેરની રચનામાં સિંધુ સંસ્કૃતિની એક અનોખી ઝલક જાવા મળે છે. સુ-વ્યવસ્થિત નગર નિયોજન જોવા મળે છે.

🙏👁‍🗨ચલો મિત્રો આજે મારા સંસ્મરણો અને મારા ગાંધીનગરના અનુભવો ની વાતો અને ગાંધીનગરમાં જોવાલાયક સ્થળોની વાત કરીએ....

👉અડાલજની વાવ - ગાંધીનગર જિલ્લાના અડાલજ ગામની આ વાવ તેના અતિ સુંદર સ્થાપત્ય માટે જગ વિખ્યાત છે

👁‍🗨👉સેક્ટર ૨૮ નો બગીચો, બાલક્રિડાંગણ, અક્ષરધામ મંદિર અને સ્વામિનારાયણ ધામ (ઇન્ફોસિટીની સામે) છે, જે ગાંધીનગરમાં સૌથી વિશાળ જગ્યામાં ઘેરાયેલુ છે. ગાંધીનગરની નજીકમાં વિજાપુર રોડ પર મહુડી ઘંટાકરણ મહાવીર નું પ્રખ્યાત જૈન મંદિર તથા અમરનાથ ધામ (મૂળ અમરનાથની પ્રતિકૃતિ) પણ જોવા લાયક છે.

✍મિત્રો ગાંધીનગરમાં સેક્ટર 9માં આવેલું સરિતા ઉદ્યાન પ્રવાસીઓને આકર્ષિત કરે છે. ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે, આ શહેરમાં આવેલા સંખ્યાબંધ બગીચાઓ તેની સુંદરતામાં ઓર વધારો કરે છે. જેમાં સરિતા ઉદ્યાન ગાંધીનગરનો પ્રખ્યાત બગીચો છે.

બાલોદ્યાન
આ ચિલ્ડ્રન્સ પાર્ક ગાંધીનગરના 28 સેક્ટરમાં આવેલું છે. અહીં બાળકો માટે તળાવ અને મિનિ ટ્રેન ઉપરાંત બોટિંગની સુવિધા પણ છે.

♻️🎯👁‍🗨અક્ષરધામ એ ગાંધીનગર ના સેકટર ૨૦ માં આવેલું છે. તેની ઊંચાઈ ૧૦૮ ફૂટ, લંબાઈ ૨૪૦ ફૂટ,પહોળાઈ ૧૩૧ ફૂટ છે. અક્ષરધામ મંદિર એ ગાંધીનગર નું મોટામાં મોટું મંદિર છે. સહજાનંદ સ્વામીનું મંદિર છે. તેમાં મંદિરમાં દર્શન ઉપરાંત જોવાલાયક આકર્ષણોમાં સત્ ચિત્ આનંદ વોટર શો, સહજાનંદ વન બાગ (૬,૪૫,૬૦૦ સ્ક્વેર ફૂટ ), આર્ષ રિસર્ચ સેન્ટર આવેલ છે. ત્યાં વિકલાંગો માટે વ્હીલ ચેરની વ્યવસ્થા પણ છે.
👉રચનાકાર : પ્રમુખસ્વામી મહારાજ
વ્યવસ્થાપક મંડળ : બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા(BAPS)

🎯👁‍🗨ઇન્ફોસિટી, ગાંધીનગર એ ગાંધીનગરમાં આવેલો સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક (STP) છે.
૧૯૮૬માં ભારતમાં વધતી જતી ઇન્ફોર્મેશન ટેકનોલોજીની માંગને પહોંચી વળવા માટે ભારત સરકારે સોફ્ટવેર ટેકનોલોજી પાર્કની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો, જે કારણે ગાંધીનગરમાં પણ આવા પાર્કની સ્થાપના થઇ હતી. 

👁‍🗨🎯ગુજરાત વિધાનસભા એ ભારત દેશના ગુજરાત રાજ્યની એક સદનવાળી ધારા સભા છે. તે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલી છે. હાલમાં, ધારાસભાના ૧૮૨ ધારાસભ્યો ગુજરાત રાજ્યનાં ૧૮૨ મતદાન વિસ્તારમાંથી સીધા ચૂંટાઇને આવે છે.
👉મુખ્યમંત્રી વિજય રૂપાણી , ભાજપ
૭ ઓગસ્ટ ૨૦૧૬થી
👉રમણલાલ વોરા હાલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે.

🎯♻️સેક્ટર ૨૮ નો બગીચો (ગાંધીનગર)

👉આ બગીચો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પાટનગર એવા
ગાંધીનગર શહેરમાં સેક્ટર ૨૮ ખાતે આવેલો છે. આ ઉદ્યાનમાં ફુલછોડ, વૃક્ષો તેમ જ લીલીછમ ચાદર બિછાવી હોય તેવી લોન ઉગાડવામાં આવેલી છે. આ ઉપરાંત બાળકોને રમત અને મનોરંજન મળે તેવી અનેક સગવડો આ ઉદ્યાનમાં જોવા મળે છે, જે પૈકી મીની ટ્રેન અહીંનું ખાસ આકર્ષણ છે. આ ઉપરાંત અહીં ઉપહારગૃહ પણ ચલાવવામાં આવે છે. જો કે ઉદ્યાનની બહાર પણ નાસ્તા-પાણી માટેની રેંકડીઓ જોવા મળે છે. દરરોજ સાંજના સમયે તેમ જ રવિવારના દિવસે અહીં આબાલવૃદ્ધો સહેલ કરવા મોટી સંખ્યામાં આવે છે. વહેલી સવારે પણ અહીં લોકો ચાલવા કે દોડવા માટે આવતા હોય છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔰✅🔰✅🔰✅🔰✅🔰✅🔰
👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨ગાંધીનગર👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
🔘🔘ગુજરાત રાજ્યનું પાટનગર🔘
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 2) 
🎯👁‍🗨♻️અક્ષરધામ👁‍🗨🎯👁‍🗨♻️
અક્ષરધામ ગુજરાતનું સૌથી પ્રસિધ્ધ અને વિશાળ મંદિર છે. ગાંધીનગરમાં આવેલ આ મંદિરની સ્થાપના 2જી નવેમ્બર 1992ના રોજ કરવામાં આવી હતી અને આનું બાંધકામ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. ગાંધીનગરની 23 એકર જમીનમાં બંધાયેલ આ મંદિરમાં ગુલાબી પથ્થરનો ઉપયોગ થયેલ છે અને તે 108 ફુટ ઉંચુ બાંધવામાં આવેલ છે. તેનું બાંધકામ કરવા માટે 6000 ટન પથ્થરનો ઉપયોગ થયેલ છે. આ મંદિર સંપુર્ણ વાસ્તુશાસ્ત્ર મુજબ બાંધવામાં આવેલ છે અને તેની અંદર લોખંડનો ઉપયોગ ક્યાંય પણ કરવામાં આવેલ નથી.

આનું નિર્માણ 97 શિલ્પકૃતિ થાંભલાઓ, એક જ પથ્થરમાંથી બનેલ 210 મોભ, 57 જાળીદાર બારીઓ, આઠ ઝરૂખાઓ વગેરેથી થયેલ છે. મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણની 1.2 ટનની સોનાથી મઢેલી મૂર્તિ છે. આ મૂર્તિ 7 ફૂટ ઉંચી છે. તેમની ડાબી બાજુમાં ગોપાલનંદ સ્વામી અને જમણી બાજુએ ગુણીતાનંદની પ્રતિમાઓ છે જે તેમના અનુયાયીઓ હતાં.

વેદો, મહાકાવ્યો અને પુરાણોની કથાઓને તેના પ્રદર્શનમાં મુકેલા છે. તેના બધા જ ચિત્રો પણ અહીં કંડારવામાં કરવામાં આવેલ છે. અત્યાર સુધી આ મંદિરની મુલાકાત લાખો શ્રધ્ધાળુઓ લઈ ચુક્યા છે. પીકનીક માટે ખુબ જ ઉત્તમ સ્થળ છે.

અહીં સારૂ એવું પ્રદર્શન પણ ગોઠવવામાં આવેલ છે જેની અંદર આખો દિવસ આરામથી પસાર થઈ શકે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♻️🔰અડાલજ વાવ🔰♻️🔰

👉અડાલજ ગામની સીમમાં ઇ.સ. ૧૪૯૯ના વર્ષમાં વીરસંગ વાધેલાની પત્ની રાણી રૂડીબાઈ માટે રાજા મહમદ બેગડાએ વાવનું નિર્માણ કરાવ્યું હતું. તેથી આ વાવ અડાલજની વાવ અથવા
રૂડીબાઈની વાવ ના નામથી પ્રચલિત થઇ. આ વાવનાં નિર્માણમાં તે સમયના અંદાજે ૫ લાખ રુપિયાનો ખર્ચ થયો હતો. આ વાવના સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાના દીકરા મારન હતા.
અડાલજના શાંત ગામમાં આવેલી આ વાવ સેંકડો વર્ષોથી ઘણા યાત્રાળુ અને વેપારી કાફલાઓ માટે આરામનું એક સ્થળ રહી છે. 
👁‍🗨🎯1499માં વાઘેલા વડાની પત્ની રાણી રૂડાબાઈએ બનાવેલી આ પાંચ મજલાની વાવ માત્ર સાંસ્કૃતિક અને ઉપયોગિતા માટેનું સ્થળ જ નથી, બલકે એક આધ્યાત્મિક આશ્રય પણ છે. એવું મનાય છે કે અહીં ગ્રામજનો રોજ સવારે પાણી ભરવા આવતા, ત્યારે દિવાલોમાં કોતરેલા દેવોને પ્રાર્થના કરતા અને વાવની શીતળ છાયામાં એકબીજા સાથે વાતો કરતા. વાવની છતમાં એક બારું છે, જેમાંથી પ્રકાશ અને હવા અષ્ટકોણીય વાવમાં પ્રવેશે છે. જોકે, સીધો સૂર્યપ્રકાશ સાંજના ટૂંકા ગાળા સિવાય પગથિયાં કે વાવની જમીનને સ્પર્શતો નથી. તેથી કેટલાક સંશોધકો કહે છે કે વાવની અંદરનું વાતાવરણ બહારની બાજુના વાતાવરણ કરતા છ ડીગ્રી ઓછું તાપમાન ધરાવે છે.
વાવનું બીજું નોંધપાત્ર લક્ષણ એ છે કે ગુજરાતની ઘણી વાવોમાં આ જ એકમાત્ર વાવ છે, જેને પ્રવેશ માટેની ત્રણ સીડીઓ છે. તમામ સીડીઓ અંદરના પ્રથમ મજલે મોટા ચોરસ પ્લેટફોર્મ પર એકઠી થાય છે. આ પ્લેટફોર્મ ટોચ પર અષ્ટકોણીય બારું ધરાવે છે. 
🔰♻️આ વાવ ભારતીય-ઇસ્લામી સ્થાપત્ય અને ડીઝાઇનનું પ્રેક્ષણીય ઉદાહરણ છે. હિન્દુ અને જૈન પ્રતીકવાદમાં અનાયાસે એકરૂપ થતી ફૂલોવાળી જટીલ ઇસ્લામી તરાહોની સંવાદિતા એ સમયની સંસ્કૃતિ અને મૂલ્યો દર્શાવે છે. તમામ દિવાલો પૌરાણિક દ્રશ્યો અને સુશોભનોથી કોતરવામાં આવી છે. તેમાં છાશ વલોવતી સ્ત્રીઓના રોજિંદા દ્રશ્યોથી માંડીને સંગીતકારો સાથે તાલ મીલાવતા નૃત્યકારો, શણગાર સજતી સ્ત્રીઓ અને મેજ પર બેઠેલો રાજા જેવા દ્રશ્યોનો સમાવેશ થાય છે

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯ઇન્દ્રોડા ડાયનાસોર અને જીવાશ્મ પાર્ક

ઇન્દ્રોડા ડાયનાસોર અને જીવાશ્મ પાર્ક અથવા ઇન્દ્રોડા નેચર પાર્ક સાબરમતી નદીના કિનારે 400 હેક્ટર જમીનમાં છવાયેલું છે. આ પાર્કને વિશ્વમાં ડાયનાસોરના ઇંડાની બીજી સૌથી મોટી હેચરી (ઈંડા - સેવનગૃહ) માનવામાં આવે છે. આ નેચર પાર્કની સારસંભાળ ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશ કરે છે અને તે ભારતનું એકમાત્ર ડાયનાસોર સંગ્રહાલય છે. ભારતના જુરાસિક પાર્કના ઉપનામથી ઓળખાતા આ પાર્કમાં પક્ષીઘર, વનસ્પતિ ઉદ્યાન, એમ્પિથિયેટર અને સમુદ્ર સ્તનધારીઓના કંકાલ પણ છે, જેમાં બ્લૂ વ્હેલનો પણ સમાવેશ થાય છે.

🔰♻️પુનિત વન✅🙏👁‍🗨👁‍🗨♦️

પુનિત વન ગાંધીનગરના 19 સેક્ટરમાં આવેલું એક વનસ્પતિ ઉદ્યાન છે. જેને ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા 2005માં વિકસિત કરવામાં આવ્યું હતું. આ ઉદ્યાનમાં જંગલ વિભાગના વાવેતરના વૃક્ષો, તારા, ગ્રહો અને રાશિ ચિન્હો પણ જોવા મળે છે. પુનિત એટલે પવિત્ર, તેથી આ વનને પવિત્ર વન ગણવામાં આવે છે. આ વનની સ્થાપના સમયે હિંદુ પૌરાણિક કથાઓ અને જ્યોતિષ મહત્વ ધરાવતા અંદાજિત 3500 વૃક્ષોનું એકસાથે વાવેતર કરવામાં આવ્યું હતું.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨👉ત્રિમંદિર (અડાલજ)

અમદાવાદ શહેરની સીમા પાસે અડાલજમાં (અમદાવાદ-કલોલ હાઇવેઃ પર ત્રિમંદિર તૈયાર કરવામાં આવ્યું છે. આ મંદિર બેમાળની ઇમારત ધરાવે છે, જેમાં ભોંયતળિયે એક જાયેન્ટિક હોલ છે અને ઉપરના માળે મંદિર છે. 108 ફૂટ ઉંચાઇ ધરાવતું આ મંદિર તેની બારીક કોતરણીવાળા ગુલાબી પત્થરોના બાંધકામના કારણે વખણાય છે

👁‍🗨👉ગાંધીનગર જિલ્લામાં ચાર તાલુકાઓનો સમાવેશ થાય છે.
દહેગામ
ગાંધીનગર
કલોલ
માણસા

🎯♻દહેગામ

️દહેગામનો ઇતિહાસ ૮૦૦ વર્ષ જૂનો છે. ઇસ ૧૨૫૭ દરમિયાન ગુજરાતનો આ વિસ્તાર ખિલજી વંશના શાસન હેઠળ હતો. તઘલખ વંશના જફર ખાને
ઇડરના રામ રાય રાઠોડને ગાદી પરથી ઉથલાવ્યો અને આ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તાનો કબ્જો મુઘલો પાસે આવ્યો. મરાઠાઓએ ૧૭૫૩ દરમિયાન વિસ્તાર પર શાસન કર્યું જેમાં દામજી ગાયકવાડ શક્તિશાળી શાસક હતા. દહેગામ તાલુકાની સ્થાપના ગાયકવાડ શાસન દરમિયાન ૧૮૭૫માં થઇ હતી અને તુરંત તે વિસ્તારની રાજકીય ગતિવિધીઓનું કેન્દ્ર બન્યો. ૧૯૮૭માં દહેગામ નગરપાલિકાની સ્થાપના થઇ અને તે અમદાવાદ જિલ્લામાં સમાવેશ થયો. જ્યારે ૧૯૯૮માં અમદાવાદ જિલ્લાનું પુન:રચના થઇ ત્યારે દહેગામ ગાંધીનગર જિલ્લામાં આવ્યું.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔰💠🔰💠🔰💠🔰💠🔰💠🔰
ગાંધીનગરનો બીજી ઓગસ્ટ 2017ના રોજ પ૩મો જન્મદિવસ મનાવ્યો હતો
👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરની બીજી ઓગસ્ટ ૧૯૬૫ના રોજ સ્થાપના થઈ હતી. 

🎯👉 માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીનો જન્મ બર્મામાં થયો હતો
2 ઓગસ્ટ 1956માં બર્માના રંગુનમાં વિજય રૂપાણીનો જન્મ થયો હતો. 1960માં પરિવાર સાથે રાજકોટ આવ્યા હતા.

👁‍🗨ગુજરાત રાજ્યની અલગ રચનાના પાંચ વર્ષ પછી બીજી ઓગસ્ટ, ૧૯૬૫ના રોજ પાટનગર ગાંધીનગરની સ્થાપના માટે પ્રથમ ઇંટ જીઇબીના ગેસ્ટહાઉસના નિર્માણ માટે મુકાઇ હતી.

👁‍🗨👉દેશના નાગરિકો જેને ગ્રીન સિટી, ક્લીન સિટી, પોલ્યુશન ફ્રી સિટી, ટ્રાફિકલેસ સિટી, કેિપટલ સિટી 
તરીકે ઓળખાય છે અને જે વડાપ્રધાન સતત 12 વર્ષ સુઘી જ્યાં મુખ્યમંત્રી તરીકે રહ્યાં એ ગુજરાતનું પાટનગર ગાંધીનગર આજે 53 વર્ષનું થઈ ગયું છે. 
👉ગાંધીનગરે તેની સ્થાપનાના 52 વર્ષ પુર્ણ કરીને 53માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આજથી 52 વર્ષ પહેલાં 2 ઓગસ્ટ, 1965ના દિવસે ગાંધીનગરના નિર્માણનો પાયો મુકવામાં આવ્યો હતો. આ દિવસને 31 વર્ષથી ગાંધીનગરના જન્મદિવસ તરીકે ઊજવાય છે ત્યારે આજે ગાંધીનગરના 53મા સ્થાપના દિવસે ગાંધીનગર શહેરમાં જન્મદિવસની ઉજવણી વિવિધ સ્થળો પર વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવનાર છે. 
👉ગાંધીનગરના 53મા સ્થાપના દિવસ નિમિત્તે 30 વર્ષથી ઉજવણી કરતી ગાંધીનગરની જાણીતી સેવાકીય સંસ્થા ગાંધીનગર વસાહત મહામંડળ દ્વારા આજે જીઇબી કોલોની ખાતે પરંપરાગત રીતે કેક કાપીને શહેરના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. 

👁‍🗨 ગાંધીનગરની રચનામાં જુદાં જુદાં ૧૨ ગામોની ૨૩૮૨ ખેડૂતોની ૧૦,૫૦૦ એકટર ખેતીની જમીન તેમજ ૫૦૦૦ એકર ગૌચર - ખરાબાની કિંમતી જમીન વપરાઇ છે. 
👉૧લી મે, ૧૯૭૦થી સચિવાલય કાર્યરત થવા સાથે સેક્ટર-૨૯ અને સે-૨૮માં વસવાટ શરૃ થયો હતો. 

👉ત્યારે ૫૨ વર્ષમાં ઘણીબધી તડકા-છાયડી જોયા બાદ આજે ગાંધીનગરનો ૫૩મો જન્મદિન છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔰✅🔰✅🔰✅🔰✅🔰✅🔰
👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨ગાંધીનગર👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
🔘🔘ગુજરાત રાજ્યનું પાટનગર🔘
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
(ભાગ 2) 
🎯👁‍🗨♻️અક્ષરધામ👁‍🗨🎯👁‍🗨♻️
અક્ષરધામ ગુજરાતનું સૌથી પ્રસિધ્ધ અને વિશાળ મંદિર છે. ગાંધીનગરમાં આવેલ આ મંદિરની સ્થાપના 2જી નવેમ્બર 1992ના રોજ કરવામાં આવી હતી અને આનું બાંધકામ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. ગાંધીનગરની 23 એકર જમીનમાં બંધાયેલ આ મંદિરમાં ગુલાબી પથ્થરનો ઉપયોગ થયેલ છે અને તે 108 ફુટ ઉંચુ બાંધવામાં આવેલ છે. તેનું બાંધકામ કરવા માટે 6000 ટન પથ્થરનો ઉપયોગ થયેલ છે. આ મંદિર સંપુર્ણ વાસ્તુશાસ્ત્ર મુજબ બાંધવામાં આવેલ છે અને તેની અંદર લોખંડનો ઉપયોગ ક્યાંય પણ કરવામાં આવેલ નથી.

આનું નિર્માણ 97 શિલ્પકૃતિ થાંભલાઓ, એક જ પથ્થરમાંથી બનેલ 210 મોભ, 57 જાળીદાર બારીઓ, આઠ ઝરૂખાઓ વગેરેથી થયેલ છે. મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણની 1.2 ટનની સોનાથી મઢેલી મૂર્તિ છે. આ મૂર્તિ 7 ફૂટ ઉંચી છે. તેમની ડાબી બાજુમાં ગોપાલનંદ સ્વામી અને જમણી બાજુએ ગુણીતાનંદની પ્રતિમાઓ છે જે તેમના અનુયાયીઓ હતાં.

વેદો, મહાકાવ્યો અને પુરાણોની કથાઓને તેના પ્રદર્શનમાં મુકેલા છે. તેના બધા જ ચિત્રો પણ અહીં કંડારવામાં કરવામાં આવેલ છે. અત્યાર સુધી આ મંદિરની મુલાકાત લાખો શ્રધ્ધાળુઓ લઈ ચુક્યા છે. પીકનીક માટે ખુબ જ ઉત્તમ સ્થળ છે.

અહીં સારૂ એવું પ્રદર્શન પણ ગોઠવવામાં આવેલ છે જેની અંદર આખો દિવસ આરામથી પસાર થઈ શકે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♻️🔰અડાલજ વાવ🔰♻️🔰

👉અડાલજ ગામની સીમમાં ઇ.સ. ૧૪૯૯ના વર્ષમાં વીરસંગ વાધેલાની પત્ની રાણી રૂડીબાઈ માટે રાજા મહમદ બેગડાએ વાવનું નિર્માણ કરાવ્યું હતું. તેથી આ વાવ અડાલજની વાવ અથવા
રૂડીબાઈની વાવ ના નામથી પ્રચલિત થઇ. આ વાવનાં નિર્માણમાં તે સમયના અંદાજે ૫ લાખ રુપિયાનો ખર્ચ થયો હતો. આ વાવના સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાના દીકરા મારન હતા.
અડાલજના શાંત ગામમાં આવેલી આ વાવ સેંકડો વર્ષોથી ઘણા યાત્રાળુ અને વેપારી કાફલાઓ માટે આરામનું એક સ્થળ રહી છે. 
👁‍🗨🎯1499માં વાઘેલા વડાની પત્ની રાણી રૂડાબાઈએ બનાવેલી આ પાંચ મજલાની વાવ માત્ર સાંસ્કૃતિક અને ઉપયોગિતા માટેનું સ્થળ જ નથી, બલકે એક આધ્યાત્મિક આશ્રય પણ છે. એવું મનાય છે કે અહીં ગ્રામજનો રોજ સવારે પાણી ભરવા આવતા, ત્યારે દિવાલોમાં કોતરેલા દેવોને પ્રાર્થના કરતા અને વાવની શીતળ છાયામાં એકબીજા સાથે વાતો કરતા. વાવની છતમાં એક બારું છે, જેમાંથી પ્રકાશ અને હવા અષ્ટકોણીય વાવમાં પ્રવેશે છે. જોકે, સીધો સૂર્યપ્રકાશ સાંજના ટૂંકા ગાળા સિવાય પગથિયાં કે વાવની જમીનને સ્પર્શતો નથી. તેથી કેટલાક સંશોધકો કહે છે કે વાવની અંદરનું વાતાવરણ બહારની બાજુના વાતાવરણ કરતા છ ડીગ્રી ઓછું તાપમાન ધરાવે છે.
વાવનું બીજું નોંધપાત્ર લક્ષણ એ છે કે ગુજરાતની ઘણી વાવોમાં આ જ એકમાત્ર વાવ છે, જેને પ્રવેશ માટેની ત્રણ સીડીઓ છે. તમામ સીડીઓ અંદરના પ્રથમ મજલે મોટા ચોરસ પ્લેટફોર્મ પર એકઠી થાય છે. આ પ્લેટફોર્મ ટોચ પર અષ્ટકોણીય બારું ધરાવે છે. 
🔰♻️આ વાવ ભારતીય-ઇસ્લામી સ્થાપત્ય અને ડીઝાઇનનું પ્રેક્ષણીય ઉદાહરણ છે. હિન્દુ અને જૈન પ્રતીકવાદમાં અનાયાસે એકરૂપ થતી ફૂલોવાળી જટીલ ઇસ્લામી તરાહોની સંવાદિતા એ સમયની સંસ્કૃતિ અને મૂલ્યો દર્શાવે છે. તમામ દિવાલો પૌરાણિક દ્રશ્યો અને સુશોભનોથી કોતરવામાં આવી છે. તેમાં છાશ વલોવતી સ્ત્રીઓના રોજિંદા દ્રશ્યોથી માંડીને સંગીતકારો સાથે તાલ મીલાવતા નૃત્યકારો, શણગાર સજતી સ્ત્રીઓ અને મેજ પર બેઠેલો રાજા જેવા દ્રશ્યોનો સમાવેશ થાય છે

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯ઇન્દ્રોડા ડાયનાસોર અને જીવાશ્મ પાર્ક

ઇન્દ્રોડા ડાયનાસોર અને જીવાશ્મ પાર્ક અથવા ઇન્દ્રોડા નેચર પાર્ક સાબરમતી નદીના કિનારે 400 હેક્ટર જમીનમાં છવાયેલું છે. આ પાર્કને વિશ્વમાં ડાયનાસોરના ઇંડાની બીજી સૌથી મોટી હેચરી (ઈંડા - સેવનગૃહ) માનવામાં આવે છે. આ નેચર પાર્કની સારસંભાળ ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશ કરે છે અને તે ભારતનું એકમાત્ર ડાયનાસોર સંગ્રહાલય છે. ભારતના જુરાસિક પાર્કના ઉપનામથી ઓળખાતા આ પાર્કમાં પક્ષીઘર, વનસ્પતિ ઉદ્યાન, એમ્પિથિયેટર અને સમુદ્ર સ્તનધારીઓના કંકાલ પણ છે, જેમાં બ્લૂ વ્હેલનો પણ સમાવેશ થાય છે.

🔰♻️પુનિત વન✅🙏👁‍🗨👁‍🗨♦️

પુનિત વન ગાંધીનગરના 19 સેક્ટરમાં આવેલું એક વનસ્પતિ ઉદ્યાન છે. જેને ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા 2005માં વિકસિત કરવામાં આવ્યું હતું. આ ઉદ્યાનમાં જંગલ વિભાગના વાવેતરના વૃક્ષો, તારા, ગ્રહો અને રાશિ ચિન્હો પણ જોવા મળે છે. પુનિત એટલે પવિત્ર, તેથી આ વનને પવિત્ર વન ગણવામાં આવે છે. આ વનની સ્થાપના સમયે હિંદુ પૌરાણિક કથાઓ અને જ્યોતિષ મહત્વ ધરાવતા અંદાજિત 3500 વૃક્ષોનું એકસાથે વાવેતર કરવામાં આવ્યું હતું.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨👉ત્રિમંદિર (અડાલજ)

અમદાવાદ શહેરની સીમા પાસે અડાલજમાં (અમદાવાદ-કલોલ હાઇવેઃ પર ત્
રિમંદિર તૈયાર કરવામાં આવ્યું છે. આ મંદિર બેમાળની ઇમારત ધરાવે છે, જેમાં ભોંયતળિયે એક જાયેન્ટિક હોલ છે અને ઉપરના માળે મંદિર છે. 108 ફૂટ ઉંચાઇ ધરાવતું આ મંદિર તેની બારીક કોતરણીવાળા ગુલાબી પત્થરોના બાંધકામના કારણે વખણાય છે

👁‍🗨👉ગાંધીનગર જિલ્લામાં ચાર તાલુકાઓનો સમાવેશ થાય છે.
દહેગામ
ગાંધીનગર
કલોલ
માણસા

🎯♻દહેગામ

️દહેગામનો ઇતિહાસ ૮૦૦ વર્ષ જૂનો છે. ઇસ ૧૨૫૭ દરમિયાન ગુજરાતનો આ વિસ્તાર ખિલજી વંશના શાસન હેઠળ હતો. તઘલખ વંશના જફર ખાને
ઇડરના રામ રાય રાઠોડને ગાદી પરથી ઉથલાવ્યો અને આ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તાનો કબ્જો મુઘલો પાસે આવ્યો. મરાઠાઓએ ૧૭૫૩ દરમિયાન વિસ્તાર પર શાસન કર્યું જેમાં દામજી ગાયકવાડ શક્તિશાળી શાસક હતા. દહેગામ તાલુકાની સ્થાપના ગાયકવાડ શાસન દરમિયાન ૧૮૭૫માં થઇ હતી અને તુરંત તે વિસ્તારની રાજકીય ગતિવિધીઓનું કેન્દ્ર બન્યો. ૧૯૮૭માં દહેગામ નગરપાલિકાની સ્થાપના થઇ અને તે અમદાવાદ જિલ્લામાં સમાવેશ થયો. જ્યારે ૧૯૯૮માં અમદાવાદ જિલ્લાનું પુન:રચના થઇ ત્યારે દહેગામ ગાંધીનગર જિલ્લામાં આવ્યું.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🀄️🎴🀄️🎴🀄️🎴🀄️🎴🀄️🎴🀄️
*24મીસપ્ટેમ્બર 2002ના દિવસે સાંજે 4.30 વાગે અક્ષરધામ મંદિર પર બે સશસ્ત્ર ત્રાસવાદીઓએ હુમલો કરી દીધો હતો.* 
🀄️🎴🀄️🎴🀄️🎴🀄️🎴🀄️🎴🀄️
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*🎯👉આ મંદિરની સ્થાપના 2જી નવેમ્બર 1992ના રોજ કરવામાં આવી હતી*

*🎯👉તેની અંદર લોખંડનો ઉપયોગ ક્યાંય પણ કરવામાં આવેલ નથી.*

*🎯24મીસપ્ટેમ્બર 2002ના દિવસે સાંજે 4.30 વાગે અક્ષરધામ મંદિર પર બે સશસ્ત્ર ત્રાસવાદીઓએ હુમલો કરી દીધો હતો. 32 મોત અને આશરે 79 ઘાયલ થયા હતા. હુમલા દરમિયાન 600 લોકો મંદિરમાં હતા.*

*🎯👉અક્ષરધામ એ ગાંધીનગર ના સેકટર ૨૦ માં આવેલું છે. તેની ઊંચાઈ ૧૦૮ ફૂટ, લંબાઈ ૨૪૦ ફૂટ,પહોળાઈ ૧૩૧ ફૂટ છે.*

👉અક્ષરધામ મંદિર એ ગાંધીનગર નું મોટામાં મોટું મંદિર છે. 
👉સહજાનંદ સ્વામીનું મંદિર છે. તેમાં મંદિરમાં દર્શન ઉપરાંત જોવાલાયક આકર્ષણોમાં *સત્ ચિત્ આનંદ વોટર શો,* સહજાનંદ વન બાગ (૬,૪૫,૬૦૦ સ્ક્વેર ફૂટ ), આર્ષ રિસર્ચ સેન્ટર આવેલ છે. 

👉 ગુજરાતના હિન્‍દુ મંદિરોમાંનું સૌથી વિશાળ મંદિર છે. ‘અક્ષરધામ’માં કળા, સ્‍થાપત્‍ય, શિક્ષણ પ્રદર્શન અને સંશોધનકાર્ય જેવી પ્રવૃત્તિઓ એક છત નીચે જોવા મળે છે. ગાંધીનગર જિલ્‍લામાં ૨૩ એકર જમીનમાં ફેલાયેલા આધ્‍યાત્‍મિક સંકુલ ગુલાબી પથ્‍થરોમાંથી નિર્માણ પામેલું છે. 

👉 વાસ્‍તુશાસ્‍ત્રના ઉચ્‍ચતમ ધોરણોની જાળવણી સાથે આધુનિક હિન્‍દુત્‍વના સિમાચિહ્ન સ્‍વરૂપ ‘અક્ષરધામ’ના નિર્માણમાં લોખંડનો ઉપયોગ નહિવત્ કરાયેલો છે.

*👉‘અક્ષરધામ’ એક જ શિલામાંથી બનાવેલા અંદાજીત ૨૧૦ કલાત્‍મક થાંભલા, ૫૭ જેટલા બેનમૂન બારીઓ, ઘૂમ્‍મટો અને આઠ જેટલા નકશીકામની ભરપુર ઝરૂખાથી શોભી રહ્યું છે.*

*🎯👉ભગવાન શ્રી સ્‍વામિનારાયણની અંદાજીત ૯.૨ ટનની ભવ્‍ય મૂર્તિ સોનાના ઢોળ ચઢાવેલ ‘અક્ષરધામ’ ના ગર્ભગૃહમાં સ્‍થાપિત કરેલી છે.* 
👉સ્‍વામિનારાયણ સંપ્રદાય જેમના નામ પરથી પ્રચલિત થયો તે ભગવાન સ્‍વામિનારાયણની મૂર્તિ ૭ ફૂટ ઊંચી છે. ઉચ્‍ચ આસન પર બિરાજમાન ભગવાન સ્‍વામિનારાયણ તેમના જમણા હાથની અભય મુદ્રા સાથેનું તેમનું સ્વરુપ ઓલૌકિક છે. 
👁‍🗨તેમની જમણી બાજુ સ્‍વામી ગુણાતીતાનંદ તથા ડાબી બાજુ સ્‍વામી ગોપાળાનંદ વંદન-અર્ચન કરતા દ્રશ્‍યમાન થાય છે. 
💠બંને તેમના અનુયાયીઓ, સ્‍વામી ગુણાતીતાનંદ કહેતા ‘અક્ષરધામ’ ભગવાનને પામવાનું અંતિમધામ છે. 
🎯👁‍🗨સ્‍વામિનારાયણ સંપ્રદાયની ફિલસૂફી પ્રમાણે ભગવાન સ્‍વામિનારાયણને સમર્પિત ભક્તોને ‘અક્ષરધામ’ માં તે પોતાની સાથે લઇ જશે.

*💠બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્‍થાના ગુરુ પરંપરાના દ્વિતીય સંત ગુણાતીતાનંદ સ્‍વામી ‘અક્ષરપુરુષ’થી પણ ઓળખાતા.*

💠બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્‍થાએ ‘અક્ષરધામ’ નું નિર્માણ કર્યું. ભવ્‍ય ઇતિહાસ ધરાવતા *"સનાતન ધર્મને"* ઉજાગર કરતું સ્થાપ્ત્ય અને જીવન-પ્રેરણાદાયી ધ્‍વનિ અને પ્રકાશ આયોજનના માધ્‍યમ દ્વારા મુલાકાતીઓને દિવ્‍યજીવનની અનુભૂતિ થાય છે. આ કાર્યક્રમ દ્વારા હિન્‍દુત્‍વના વિભિન્‍ન પાંસાઓની પ્રસ્‍તુતિ આલેખવામાં આવી છે. 
👉નવેમ્‍બર રજી, ૧૯૯૨થી પ્રારંભ થયેલા આ સાંસ્‍કૃતિક સ્‍મારકની મુલાકાત દેશ-દુનિયાભરના લોકોએ કરી. હિન્‍દુધર્મના મૂલ્‍યોની જાણકારી સાથે વૈશ્વિક શાંતિ અને વસુધૈવ કુટુમ્‍બકમની ભાવનાનું પ્રસારણ ‘અક્ષરધામ’ થકી થઇ રહ્યું છે.

👉🔰‘અક્ષરધામ’ ના સ્‍થાયી પ્રદર્શન વિભાગમાં વૈદિક યુગની પ્રતિકૃતિ, પુરાણકથાઓની પ્રસ્‍તૃત કરાઇ છે. મુલાકાતીઓ સ્‍વયં આપણી માતૃભૂમિના ગૌરવપૂર્ણ ઇતિહાસની અનુભૂતિ કરે છે.

🔰👉‘અક્ષરધામ’ સાંસ્‍કૃતિક સંકુલમાં આધુનિક અને પરંપરાગત મૂલ્‍યોનો સમન્‍વય જોવા મળે છે. આપણા ધાર્મિકગ્રંથો રામાયણ - મહાભારતના પ્રસંગો જેવા કે સીતાહરણ, શ્રવણના માતુ-પિતૃ ભક્તિ, હસ્‍તિનાપુરના મહેલમાં પાંડવોની ચોપાટની રમતમાં કૌરવો સાથેની પાંડવોની હાર વગેરે પ્રસંગોની રજુઆત જીવંત અને વાસ્‍તવિકતાની પ્રતિતી કરાવે છે. ઉપરાંત પંપાસરોવર ખાતે શ્રીરામની વાટ જોતી ભીલ નારી શબરી તથા કોરવોની સભામાં દ્રૌપદીના ચિરહરણના પ્રસંગો મુલાકાતીઓના હ્યદયને સ્‍પર્શી જાય છે.

🔰👉અહીં સર્વધર્મ સમભાવ કાર્યક્રમ હેઠળ વિશ્વના તમામ ધર્મોની વાત દ્રશ્‍ય-શ્રાવ્‍ય કાર્યક્રમ દ્વારા બતાવવામાં આવે છે. ૩૬૫ પથ્‍થરના થાંભલા સાથે આ વિશાળ સ્‍થાપત્‍ય નિર્માણ પામેલું છે.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

👉અક્ષરધામ’ સાંસ્‍કૃતિક સંકુલમાં આધુનિક અને પરંપરાગત મૂલ્‍યોનો સમન્‍વય જોવા મળે છે. આપણા ધાર્મિકગ્રંથો રામાયણ - મહાભારતના પ્રસંગો જેવા કે સીતાહરણ, શ્રવણના માતુ-પિતૃ ભક્તિ, હસ્‍તિનાપુરના મહેલમાં પાંડવોની ચોપાટની રમતમાં કૌરવો સાથેની પાંડવોની હાર વગેરે પ્રસંગોની રજુઆત જીવંત અને વાસ્‍તવિકતાની પ્રતિતી કરાવે છે. ઉપરાંત પંપાસરોવર ખાતે શ્રીરામની વાટ જોતી ભીલ નારી શબરી તથા કોરવોની સભામાં દ્રૌપદીના ચિરહરણના પ્રસંગો મુલાકાતીઓના હ્યદયને સ્‍પર્શી જાય છે.

*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723👏*

No comments:

Post a Comment