Thursday, August 8, 2019

કપિલ સિબ્બલ --- Kapil Sibal



🔴 કપિલ સિબ્બલ 🔴


▪️ કોંગ્રેસ ના રાજનેતા કપિલ સિબ્બલ નો જન્મ 8 ઓગસ્ટ, 1948 ના રોજ પંજાબ ના જલંધર માં થયો હતો .

▪️ તઓ વકિલ છે તેમણે દિલ્હી ની લોં ફેકલ્ટી માંથી પોતાની LL.B ની ડિગ્રી મેળવી હતી .

▪️ તમણે નોકરી ન સ્વીકારી ને વકિલાત ચાલુ રાખી હતી તેઓ UPA સરકાર માં કેબિનેટ મંત્રી તરીકે અલગ -અલગ મંત્રાલય સંભાબ્યા છે .

▪️ જમ કે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ & ટેકનોલોજી કોમ્યુનિકેશન & આઈટી અને લોં & જસ્ટિસ .

૨૦૧૯માં ભારતરત્ન એવોર્ડ --- Bharat Ratna Award in 2019

🎖🏅🏅🏅🎖🏅🏅🏅🎖🎖🏅
*🥇🏆૨૦૧૯માં ભારતરત્ન એવોર્ડ🏆🥇*
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ 9099409723🙏*
https://telegram.me/gyansarthi
👉🏿૪૬મોં ભારતરત્ન-પ્રણવ મુખર્જી (પં.બંગાળ રાજનેતા)
👉🏿૪૭મોં ભારતરત્ન-ભૂપેન હઝારીકા (આસામના ગાયક)
👉🏿૪૮મોં ભારતરત્ન-નાનજી દેશમુખ (મહારાષ્ટ્રના સમાજસેવક)
🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖🎖
*🏅દશના સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન વિશે’ જાણવા જેવું બધું જ🏅🏅*
🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅🏅
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

શહીદ મેજર ઋષિકેશ રામાણી ---- Martyr Major Rishikesh Ramani


👨‍🎨👨‍🎨👨‍🎨👨‍🎨👨‍🎨👨‍🎨👨‍🎨👨‍🎨👨‍🎨
*'શહીદ મેજર ઋષિકેશ રામાણી'*
👨‍🎨👨‍🎨👨‍🎨👨‍🎨👨‍🎨👨‍🎨👨‍🎨👨‍🎨👨‍🎨
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi
*સૈનિક સ્કૂલ બાલાચડીની સ્થાપના ૮ જુલાઈ ૧૯૬૧ માં થઈ હતી. ત્યારથી લઈ આજ સુધીમાં સૈનિક બાલાચડીમાં ર૦૦ થી પણ વધારે આર્મડ ફોર્સ માટે અધિકારીઓ આપ્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અનેક સફળ મહાનુભાવો આપ્યા છે.*

*દેશ માટે શહીદ થનાર શહીદ મેજર ઋષિકેશ રામાણી આ સ્કૂલના વિદ્યાર્થી હતાં. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳તમનો જન્મ ૮ ઓગસ્ટ ૧૯૮૩ માં થયો હતો. તેમણે પંજાબ રેજીમેન્ટમાં પોસ્ટીંગ મળી હતી.*

*🇮🇳🇮🇳🇮🇳આ બાહોશ અધિકારી મેજર ઋષિકેશ રામાણી જમ્મુ-કાશ્મીરમાં એક સર્ચ ઓપરેશન દરમિયાન તારીખ ૭ જૂન ર૦૦૯ ના ત્રણ આતંકવાદીઓને મારી શહીદ થયા હતાં. તેમની આ શૌર્યતા માટે મરણોત્તર સેના મેડલ આપવામાં આવ્યો હતો.*

*🏆🏆આ શહીદની યાદમાં તેમના માતા-પિતા અને પરિવારજનોએ સ્કૂલને મેજર ઋષિકેશ રામાણી ટ્રોફી પ્રદાન કરી હતી.*

રોજર ફેડરર --- Roger Federer


🎾⚾️🎾⚾️🎾⚾️🎾⚾️🎾⚾️
*સ્વિસ લેજન્ડ ફેડરરનો જન્મ તા. ૮ ઓગસ્ટ, ૧૯૮૧માં થયો હતો*
🎾⚾️🎾⚾️🎾⚾️🎾⚾️🎾⚾️
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi
*🎾🎾રોજર ફેડરરનો જન્મ 8 ઓગસ્ટ 1981માં સ્વિત્ઝરલેન્ડના બસેલ શહેરમાં થયો હતો. રોજર ફેડરર નાનપણથી જ ટેનિસમાં ખાસ રુચિ રાખતો હતો. ટેનિસ ઉપરાંત રોજર ક્રિકેટ, ફૂટબોલ, બેડમિન્ટન, બાસ્કેટબોલ પણ રમતો હતો.*


*🎾⚾️🎾⚾️રોજરે પોતાનો  સમય વધુમાં વધુ રમતની દુનિયામાં દેવા માટે 16વર્ષની જ ઉંમરમાં ભણવાનું છોડી દીધું હતું. સાલ 1998માં રોજર ફેડરરે જુનિયર વિમ્બલડન જીતી હતી. સાલ 1999માં પહેલી વાર રોજર ફેડરરનું નામ વિશ્વના ટોપ 100 ટેનિસ પ્લેયરની સૂચિમાં આવ્યું હતું.*

8 Aug

Raj Rathod, [09.08.19 09:38]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
🔘♻️🔘♻️🔘♻️🔘♻️🔘♻️
*ઈતિહાસમાં 8 ઓગસ્ટનો દિવસ*
♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://t.me/gyansarthi

*✈️✈️✈️પહેલું ઊડતું વિમાન🛩🛩*

વિમાનના સંશોધકો ઓરવેલ- વિલબર રાઇટ બંધુઓએ વર્ષ 1908ની 8 ઓગસ્ટે પહેલીવાર લોકો સમક્ષ વિમાન ઉડાવ્યું હતું . આ શોધ લોકો સમક્ષ નહોતી આવી ત્યાં સુધી અખબારો પણ તેમને ' છેતરપિંડી' કરનારા ગણતા હતા .

*🇮🇳🇮🇳🇮🇳ભારત છોડો ચળવળ🇮🇳🇮*

1942ની 8 ઓ ગસ્ટે ગાંધીજીના નેતૃત્ત્વમાં અંગ્રેજો સામે ' ભારત છોડો ચળવળ ' શરૂ થઈ હતી . વિશ્વ યુદ્ધમાં ખુવાર થયેલા બ્રિટન પર દબાણ વધારવા પ્રસિદ્ધ થયેલી આ ચળવળ 'ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ ' તરીકે ઓળખાય છે .
*👉મહાત્મા ગાંધીએ ' ભારત છોડો આંદોલન 'ની શરૂઆત વર્ષ ૧૯૪૨માં આજના દિવસે કરી હતી . અંગ્રેજોના સામાજિક બહિષ્કારની સાથે આઝાદી મેળવવા માટે 🇮🇳' કરો યા મરો '🇮🇳નો નારો પણ ગાંધીજીએ આ દિવસે જ આપ્યો હતો .*

સૌરાષ્ટ્ર અને તેની સાથે જોડાયેલા પ્રાચીન પરગણાંઓ ----- Saurashtra and its adjoining ancient parishes

Raj Rathod, [07.08.19 15:41]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
*🎯🙏🙏મિત્રો આં લેખ ખાસ વાંચજો. ફકત સ્પર્ધાત્મક પરીક્ષા માટે નહીં. જીવનમાં ઘણું બધું એવું હોય છે જે માણવા જેવું પણ હોઈ છે.😊અને આં સ્વાદ અને રસ માણવા જેવો છે. કાઠિયાવાડી ભાષામાં કહું તો આં લાહવો લેવા જેવો છે.🎯 સપર્ધાત્મક દ્રષ્ટિકોણ થી હું એટલું જ કહીશ કે  આવનાર જી.પી.એસ.સી પરીક્ષામાં 2 પ્રશ્નો ના જવાબ બેઠા મળશે.👇👇*
https://telegram.me/gyansarthi
🧧🎐🧧🎐🧧🎐🧧🎐🧧🎐🧧
*સૌરાષ્ટ્ર અને તેની સાથે જોડાયેલા પ્રાચીન પરગણાંઓ - ભાગ 1*
📮📭📮📭📮📭📮📭📮📭📮
https://telegram.me/gyansarthi
*⭐️🌟☀️☀️ભારતવર્ષના આંગણે આઝાદીનું સુવર્ણ પ્રભાત ઊગ્યું તે પહેલાની આ વાત છે. સૌરાષ્ટ્રમાં એ સમયે ૨૨૨ જેટલા નાના મોટા રાજ્યો, રિયાસતો અને રજવાડાં હતાં. ☀️🌟🌩સરદાર પટેલની રાહબરી નીચે ૧૫ જાન્યુઆરી ૧૯૪૮માં તેના એકીકરણની શરુઆત કરવામાં આવી અને ૧૫ એપ્રિલ ૧૯૪૮ના સૌરાષ્ટ્રના આ રાજ્યોનું એકમ થયું.🌘🌑 એને ‘બ’ વર્ગના રાજ્યની કક્ષામાં મૂકવામાં આવ્યું. એ વખતે સૌરાષ્ટ્રમાં મધ્ય સૌરાષ્ટ્ર, ઝાલાવાડ, હાલાર, સોરઠ અને ગોહિલવાડ એમ પાંચ જિલ્લાઓ દ્વારા તેનો વહીવટ ચાલતો. ☄️💥👉એ સમયે સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ હતું. ત્યારબાદ સૌરાષ્ટ્ર રાજ્ય બૃહદ્ મુંબઈ રાજ્યમાં ભળી ગયું અને ૧૯૬૦માં આજનું ગુજરાત અસ્તિત્વમાં આવ્યું. દેશી રજવાડાઓના સમયમાં સૌરાષ્ટ્રના જુદા જુદા વિભાગો, પ્રદેશો, પરગણાં કે પંથકોના નામથી જાણીતા હતા. આજે તો એ બધાં જ પરગણા ને પંથકો કાળની કંદરામાં લુપ્ત થઈ ગયા છે, 😘પણ લોકકંઠે અને ઇતિહાસના પાના પર પલાંઠી મારીને બેઠા છે. અહીં આજે મારે વાત માંડવી છે સૌરાષ્ટ્ર અને તેની સાથે જોડાયેલા પ્રાચીન પરગણાંઓની. 🎯‘પરગણું’🎯 એ ફારસી શબ્દ છે એનો અર્થ થાય છે 👉જિલ્લા કે રાજ્યનો એક નાનો વિભાગ. એના શ્રીગણેશ માંડીએ સૌરાષ્ટ્રથી.*

હરિકૃષ્ણ પાઠક --- Harikrushn Pathak




ગાડી આવે-જાય, બાંકડે બેઠો છું;
અંદર કંઈ કંઈ થાય, બાંકડે બેઠો છું.

આમ જુઓ તો એના એ વર્ષોના પાટા
સીધા સીધા જાય, બાંકડે બેઠો છું.

કોઈ કોઈ ચહેરાની રેખા માંડ ઉકેલું-
નામ કેમ પુછાય ? બાંકડે બેઠો છું.

સાંધા-સિગ્નલ-ઝંડી-ફાટક-સીડી-બત્તી
-દુનિયા અજબ લહાય, બાંકડે બેઠો છું.

ઘટ આવે કે નૂર ચડે, નુકસાની લાગે;
એવું તો ભૈ થાય, બાંકડે બેઠો છું.

ખુદાબક્ષ છે, કોઈ છે ઈજ્જતવાળા;
બાકી શું કહેવાય ? બાંકડે બેઠો છું.

ગણવેશોની શિસ્ત મૂળમાં ઝાંવા ભરતી,
ભોંય સરકતી જાય, બાંકડે બેઠો છું.

ઝાઝું ન સમજાય, બાંકડે બેઠો છું;
ગાડી આવે-જાય, બાંકડે બેઠો છું.

– હરિકૃષ્ણ પાઠક

Happy birthday
Harikrushn Pathak
5/7/2019