Tuesday, October 1, 2019

1 Oct 2019 --- NC

















































રામનાથ કોવિંદ -- Ramnath Kovind

Yuvirajsinh Jadeja:
🎯♻️♻️🎯♻️🎯🎯♻️🎯♻️🎯
👁‍🗨💠એનડીએએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે શ્રી રામનાથ કોવિંદના નામ નક્કી કર્યા છે. 
💠💠💠💠💠💠💠💠💠💠💠
✍યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♻️💠હાલમાં શ્રી રામનાથ કોવિંદ બિહારના રાજ્યપાલ છે.

♦️🎯રામનાથ કોવિંદનો પરિચય

♦️રામનાથ કોવિંદ કાનપુરના રહેવાસી છે.
♦️1 ઓકટોબર 1945ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરમાં જન્મ થયો છે.
♦️ભાજપ દલિત મોરચાના અધ્યક્ષ રહી ચુક્યા છે.
♦️ઉત્તર પ્રદેશમાંથી બે વખત રાજ્યસભામાં સાંસદ રહી ચુક્યા છે.

♦️વ્યવસાયે વકીલ એવા કોવિંદ ઑલ ઈન્ડિયા કોળી સમાજના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.
♦️1994માં ઉત્તર પ્રદેશમાં પહેલી વાર રાજ્યસભાના સાંસદ તરીકે પસંદ પામ્યા હતા.
♦️2006 સુધી તેઓ સાંસદ રહ્યા હતા.
♦️રામનાથ કોવિંદ કેટલીય સંસદીય કમિટીઓના અધ્યક્ષ રહી ચુક્યા છે.

એની બેસન્ટ --- Anne Besant

👁‍🗨💠👁‍🗨👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠
♻️♻️♻️એની બેસન્ટ💠💠💠💠
💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ

અણુએ અણુમાં ધબકી રહેલ હે નિગૂઢ જીવન,
પ્રાણીમાત્રમાં ઝળકી રહેલ હે નિગૂઢ પ્રકાશ,
સર્વને, સચરાચરને એકતામાં આલિંગી રહેલ હે નિગૂઢ પ્રેમ,
જે કોઇ તારી સાથે એકરૂપતા અનુભવે, તેને –
બીજા સહુની સાથે પણ તે એકરૂપ જ છે,
તેનું જ્ઞાન થાઓ.
– એની બેસન્ટ
અનુવાદ – કુન્દનિકા કાપડીયા
🔰🔰🔰🔰🔰

1 Oct

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘 
*ઈતિહાસમાં ૧ ઓક્ટોબરનો દિવસ*
💠🔰💠🔰💠🔰💠🔰💠🔰💠
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*🛰🚀પહેલો હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્લાન્ટ🚀*

પાણીના પ્રવાહનો ઉપયોગ કરી વીજળી પેદા કરવાનો વિશ્વનો પહેલો હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્લાટન્ટ થોમસ એડિસને વર્ષ 1882ની 30 સપ્ટેમ્બરે શરૂ કર્યો હતો. અમેરિકાની ફોક્સ રિવર પર આ પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો.

*✈️વિમાન-વિરોધી તોપનો ઉપયોગ*

દુશ્મન દેશના વિમાનને ધરતી પરથી ફાયરિંગ કરી તોડી પાડવાનો પહેલો બનાવ 1915ની 30 સપ્ટેમ્બરે નોંધાયો હતો. સર્બિયન આર્મીએ પ્રથમ વિશ્વ યુદ્ધમાં ઓસ્ટ્રિયા-હંગેરીના હવાઈ હુમલા ખાળવા તેનો ઉપયોગ કર્યો હતો.

એની બેસન્ટ --- Anne Besant

🔘💠🔘💠🔘💠🔘💠
*🔘💠એની બેસન્ટ💠🔘*
🔘💠🔘💠🔘💠🔘💠
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)9099409723*

*🇮🇳ભારતને જ પોતાની કર્મભૂમિ બનાવી દેનાર સેવાભાવી અંગ્રેજ મહિલા શ્રીમતી એની બેસન્ટનો જન્મ ઇ.સ.1847 માં લંડનમાં થયો હતો.* 
*🎯નેશનલ સેક્યુલર સોસાયટીમાં જોડાઇ દશ વર્ષ સુધી અથાક પ્રયત્નો કરી અને વ્યાખ્યાનો તથા કલમ વડે ધાર્મિક પાખંડો સામે સંગ્રામ આદર્યો.* 
📚📒100 જેટલા પુસ્તકો ઉપરાંત વૈવિધ્યપૂર્ણ સાહિત્યસર્જન તેમના દ્વારા થયું. 
🗄બનારસ જઇ *‘શાંતિકુંજ’* નામ તપોવન બનાવ્યું. હિંદુ, મુસ્લિમ, જૈન,બૌદ્ધ વગેરે બધાં ધર્મોનો અભ્યાસ કરી, એમાંથી એકતાનું અમૃત તારવીને ભારતીય સંસ્કૃતિ સેવાની પ્રવૃતિ ઉપાડી. હિંદમાં રહીને કરેલું કાર્ય એટલું પ્રેરક હતું કે, *સમસ્ત જગતની થિયોસોફિકલ સોસાયટીના તેઓ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.* કૉંગ્રેસના ઉદ્દામ અને વિનીત દળો વચ્ચેનો મતભેદ નિવારવા તેમણે *🔘‘હોમરૂલ’🔘* નો મંત્ર ભારતીય જનતાને આપ્યો. 
🔵મદ્રાસના ગવર્નરે અંગ્રેજ શાસન વિરોધી પ્રવૃતિઓ સામે ચેતવણી આપી, પરંતુ તેમના પર કોઇ અસર થઇ નહીં, તેથી અંગ્રેજ સરકારે તેમને નજરકેદ કર્યાં. ત્રણ માસ પછી તેઓ છૂટી ગયાં ત્યારે પ્રચંડ બહુમતિથી તેમને કલકત્તા કૉંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યાં. 
*💐💐20/09/1933 રોજ એમનો જીવનદીપ બુઝાયો ત્યારે 42 દેશોના પ્રતિનિધિઓ પોતાના ધ્વજ સાથે સ્મશાનમાં સાથે ચાલ્યા હતા.* કર્મવીરતા અને ધર્મવીરતા સેવવામાં તેમનું સંપૂર્ણ જીવન વ્યતીત થયું હતું. જિંદગીનો મોટા ભાગનો સમય આ દેશની સંસ્કૃતિ અને સેવામાં વ્યતીત કરનાર આ સન્નારીને ભાવાંજલિ. 
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)

Monday, September 30, 2019

મોદી ચિનુ ચંદુલાલ - Modi Chinu Chandulal

જ્ઞાન સારથિ, [19.03.17 22:02]
[Forwarded from Mahesh Parmar]
*■ મોદી ચિનુ ચંદુલાલ ■*

મોદી ચિનુ ચંદુલાલ,ઉપનામ: ઇર્શાદ (૩૦ સપ્ટેમ્બર, ૧૯૩૯) જાણીતાં ગુજરાતી કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક છે. તેમનો જન્મ ઉત્તર ગુજરાતના વિજાપુરમાં થયો હતો અને પ્રાથમિક શિક્ષણ વિજાપુરમાં થયું. માધ્યમિક શિક્ષણ તેમણે ધોળકા, અમદાવાદમાં પૂર્ણ કર્યું. ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૫૮માં ગુજરાતી-ઇતિહાસ વિષયો સાથે બી.એ. ૧૯૬૦માં એલએલ.બી. ૧૯૬૧માં ગુજરાતી હિન્દી વિષયોમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૬૮માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિદ્યાવાચસ્પતિની ઉપાધિ. ૧૯૬૧ થી ૧૯૬૪ સુધી કપડવંજ અને તલોદની કૉલેજોમાં અધ્યાપન. ૧૯૬૫ થી ૧૯૭૫ સુધી અમદાવાદની સ્વામીનારાયણ આર્ટસ કૉલેજમાં અધ્યાપક. ૧૯૭૫ થી ૧૯૭૭ સુધી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનમાં સ્ક્રિપ્ટ-રાઈટર. ૧૯૭૭ થી જાહેરાત ક્ષેત્રે ફ્રી લાન્સર, ‘રે’, ‘કૃતિ’, ‘ઉન્મૂલન’ અને હોટેલ પોએટ્સ ગ્રુપ ઍસોસિએશનના તંત્રી.

30 sep 2019 --- NC