Yuvirajsinh Jadeja:
🌄🗻🌄🗻🌄🗻🌄🗻
તેનઝિંગ નોર્ગે
🌄🗻🌄🗻🌄🗻🌄🗻
જન્મ ૧૫ મે ૧૯૧૪ (અપનાવાયેલ જન્મતારીખ)
🌉 શેરપા પર્વતારોહક,પ્રથમ વખત માઉન્ટ એવરેસ્ટ સર કરનાર.(29 May 1953)
💐અવસાન ૯ મે ૧૯૮૬
🎋સૌપ્રથમ ૧૯૫૩માં ન્યૂ ઝીલેન્ડના સર એડમન્ડ હિલેરીએ નેપાળી શેરપા તેનઝિંગ નોર્ગે સાથે એવરેસ્ટ પર વિજય મેળવ્યો હતો.
Time named him one of the 100 most influential people of the 20th century.
👉Tenzing Norgay became the first Director of Field Training of the Himalayan Mountaineering Institute in Darjeeling , when it was set up in 1954.
👉In 1938, after Norgay's third Everest expedition as a porter, the Himalayan Club awarded him its Tiger Medal for high-altitude work.
🎋🎋🎋🎋🎋🎋🎋🎋
હિમાલયનાં ઘણાં ઊંચા શિખરો નેપાળમાં આવેલા છે. વર્ષોના પ્રયત્નો બાદ 1953માં એક બ્રિટિશ પર્વતારોહીદળના બે સદસ્યો એવરેસ્ટને સર કરવામાં સફળ થયા હતા. આ બે સદસ્યો હતા – એડમંડ હિલેરી અને શેરપા તેનઝિંગ નોર્ગે.
🎋વિશ્વભરમાં એમના સાહસને બિરદાવવામાં આવ્યું હતું. આજે લગભગ આટલા વર્ષ પછી એવરેસ્ટ વિજેતાઓનું લીસ્ટ એટલું લાંબુ થઈ ગયું છે કે સાતસોથી વધુ નામો એમાં ઉમેરાઈ ગયાં છે.
🍃🍂એમાં મહિલાઓ પણ છે અને એકથી વધુ વાર એવરેસ્ટ સર કરનારા પણ છે.
🐚છપ્પન વર્ષ બાદ જોઈએ તો હિલેરી અને તેનઝિંગની સફળતા સામાન્ય લાગે છે. પણ આ સફળતાથી નેપાળની શેરપા જાતિને વિશ્વ વ્યાપી પ્રસિદ્ધિ મળી.
🎋🎋નેપાળ એક હિન્દુ રાષ્ટ્ર છે. જેમાં અલ્પ સંખ્યક શેરપાઓ બૌદ્ધ ધર્મ પાળે છે.
🎋🎋આજથી સો એક વર્ષ પહેલાં યુરોપનાં પર્વતારોહીઓએ હિમાલયનાં શિખરો સર કરવાના પ્રયાસ શરૂ કર્યા.
સામાન ઊંચકવા અને હિમાલયની પર્વતમાળામાં માર્ગદર્શન માટે એમણે શેરપાઓની મદદ લીધી.
☄☄ગરીબીમાં જીવતી આ પ્રજાને આવકનું નવું સાધન મળી ગયું.
✨☄ દેવીદેવતાઓના નિવાસસ્થાન માની એમણે આ હિમશિખરોને સર કરવાની કોશિશ કરી ન હતી. વિદેશી અભિયાન દળો પાસેથી સારી કમાણી થવા લાગી અને આ ભાવના તૂટતી ગઈ.
🎋🌄🏜માઉન્ટ એવરેસ્ટની નજીકનો ખુમ્બુ પ્રદેશ શેરપાઓનું નિવાસ સ્થાન ગણાય છે. જેની રાજધાની છે ‘નામચે બઝાર’ નામનું પહાડી ગામ. 🌄🌅
🚦🚥આ સ્થળ લગભગ સત્તર હજાર ફૂટની ઊંચાઈ પર આવેલું છે અને એવરેસ્ટ અભિયાનની અહીંથી શરૂઆત થાય છે.
🌁 શેરપાની ભાષામાં એવરેસ્ટનું નામ છે – ચોમાંલૂંગ્મા – જેની એ શ્રદ્ધાથી પૂજા કરે છે. શેરપા મૂળ પૂર્વ તિબેટમાંથી સોળમી સદીમાં અહીં આવી સ્થાયી થયા અને મુખ્યત્વે ખેતી કરતા અથવા ઘેટાં ચરાવતા.
એમના રીતરિવાજો હજી પણ નેપાળ કરતાં તિબેટને વધારે મળતા આવે છે. થોડા શેરપાઓ બ્રિટિશ સૈન્યમાં નોકરી મેળવી દાર્જીલિંગ તરફ વસવાટ કરી ગયા હતા.
🌄🌅1920 ની આસપાસ બ્રિટિશ પર્વતારોહીઓએ આ શેરપાઓને મજૂર અને ભોમિયા તરીકે ભાડે રાખ્યા. તે સમયે એવરેસ્ટનો રસ્તો તિબેટ થઈને જતો હતો.
🌄હવે નેપાળ સરકાર વિદેશીઓને પરવાનગી આપે છે 🌅જેથી એવરેસ્ટનું આરોહણ નેપાળમાંથી કરવામાં આવે છે.
તિબેટની સરખામણીમાં આ રસ્તો વધારે સરળ છે.
🏔આજે શેરપાઓ સામન નથી ઊંચકતા, તે કામ માટે ખાસ મજૂરો ભાડે રખાય છે. શેરપા હવે માર્ગદર્શક અથવા તો પર્વતારોહી ટીમના સદસ્યરૂપે જાય છે.
🎎તેનઝિંગની સફળતાએ એમને આ સદ્ધરતા અપાવી છે અને કેટલાય શેરપાઓ એવરેસ્ટ વિજેતા બની ચૂક્યા છે.
🏮પર્વતારોહણની મોસમ ઉનાળાના ત્રણ મહિનાની છે, જ્યારે અનેક વિદેશી ટીમો હિમાલયમાં આવે છે. મોટા ભાગના શેરપા આજે પર્યટન અથવા પર્વતારોહણમાંથી જ પોતાની આવક મેળવે છે.
બાકીના સમયમાં ખેતીવાડી અથવા યાક પ્રાણીઓને ઉછેરવાનું કામ કરે છે.
💐અનેક પર્વતારોહીઓ એવરેસ્ટ પર મૃત્યુ પામ્યા છે અને તેમાંથી પચાસ ટકા શેરપાઓ છે.
🔖📯 ખુમ્બુ ગ્લેશિયરની નજીક એમના માટે પાળિયા જેવાં પથ્થરનાં સ્મારક મૂકવામાં આવ્યાં છે. આ સ્મારકોને સ્થાનિક ભાષામાં ✨‘ચુરુંગ’ ✨કહેવાય છે.
શેરપાઓની સૌથી પવિત્ર થ્યાંગ બોચે મોનાસ્ટ્રી પણ આ જ વિસ્તારમાં આવેલી છે.
☄શેરપા પ્રજા તિબેટથી એક ધાર્મિક ઉત્સવ ☀️‘ડૂમજે’☀️ પોતાની સાથે લાવી છે જે આજે પણ પાંચ દિવસ સુધી ઉજવાય છે.
✨☄અહીં લામાઓ મહોરાં પહેરી નૃત્ય કરે છે અને ઉત્સવના વાતાવરણની જમાવટ કરે છે. શેરપાઓ એક પ્રકારના આદિ-માનવમાં પણ શ્રદ્ધા રાખે છે જેને એ ‘યેતી’ કહે છે.
✨☄હિમાલયની બર્ફીલી ઊંચાઈ પર આ યેતી ક્યારેક દેખાયાના કિસ્સાઓ પ્રચલિત છે. યુરોપના પર્વતારોહીઓ આને ‘સ્નો મેન’ નું સંબોધન આપે છે.
🌟⭐️આર્થિક રીતે શેરપા ગરીબ છે. આનો જાત અનુભવ થયા બાદ હિલેરીએ એક ટ્રસ્ટની સ્થાપના કરી ખુમ્બુ પ્રાંતમાં છવ્વીસ સ્કૂલો અને એક હૉસ્પિટલની સ્થાપના કરી છે. એકલા હાથે શેરપાઓને એણે બનતી મદદ કરી છે.
⭐️🌟એવરેસ્ટ પર વિજય મેળવવામાં શેરપાઓની સિદ્ધિઓ અજોડ છે.
⭐️🌟⭐️આંગરીતા શેરપા દસ વાર એવરેસ્ટ જીતી ચૂક્યો છે અને તે પણ ઑક્સિજનની મદદ વિના.
⭐️🌟⭐️ અપ્પા શેરપાએ નવ વર્ષમાં નવ વાર વિજય મેળવ્યો છે.
⭐️👳♀👳♀ પાસાંગ લ્હામુ શેરપા એક માત્ર મહિલા વિજેતા છે જે 1993માં એવરેસ્ટ ઊતરતી વખતે મૃત્યુ પામી હતી.
👐👐કાજી શેરપા પારંપરિક નેપાળી પોશાકમાં એવરેસ્ટ વિજય મેળવી ચૂક્યો છે.
🖐🖐લોપસાંગ જંગબુ શેરપા વિશ્વના સૌથી ઊંચા શિખર પર ત્રણ કલાક ગાળી આવ્યો છે જે લાંબામાં લાંબો સમય છે. આટલી સફળતાઓ બાદ પણ એમની આર્થિક સ્થિતિમાં ખાસ સુધારો થયો નથી.
🖐👆છ વખત એવરેસ્ટ સર કરનાર સુંગદાર શેરપાએ ગરીબીથી કંટાળી આત્મહત્યા કરી હતી. હિમાલય પર પર્વતારોહણ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી શેરપાની વીરગાથાઓ પણ જીવંત રહેશે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:
Post a Comment