Wednesday, May 15, 2019

સુખદેવ --- Sukhdev

💢♦️💢♦️💢♦️💢♦️
સુખદેવ 
💢♦️💢♦️💢♦️💢♦️
🙏🏻દિલ સે નિકલેગી મરકર ભી વતન કી ઉલ્ફત,
મેરી મિટીસે ભી ખુશબુએ વતન આયેગી...
🙏
( મે ૧૫ ૧૯૦૭ - માર્ચ ૨૩ , ૧૯૩૧).
🤘🏽જન્મ સ્થળ: લુધિયાના - પંજાબ
જન્મ: ૧૫ મે ૧૯૦૭
સ્વર્ગવાસ: ૨૩ માર્ચ ૧૯૩૧

💢🔆લાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તે ઇજાઓથી તેમનું મૃત્યુ થયું તેમનો બદલો લેવા માટે સુખદેવે ભગતસિંહ અને
રાજગુરુ સાથે મળી લાહોરમાં અંગ્રેજ અમલદાર💢♦️ જે.પી.સૌંડર્સ (J.P. Saunders)ની હત્યા કરી, 
🐾‼️🙏આ ઔતિહાસિક કેસમાં તેમને અંગ્રેજો દ્વારા ફાંસીની સજા કરાઇ,અને માર્ચ ૨૩ ,૧૯૩૧ નાં રોજ તે ત્રણે વીર ક્રાંતિકારીઓને ફાંસી અપાઇ.

🙏🙏ભારતીય સ્વાધિનતા સંગ્રામમાં સુખદેવ થાપર એક એવું નામ છે જે માત્ર પોતાની દેશભક્તિ જ નહીં પરંતુ સાહસ, સફળ નેતૃત્વ, માતૃભૂમિ પર કૂરબાન થવા માટે જાણવા માં આવે છે .


🙏🙏 તેમની સાથી હતા શહીદ-એ-આઝમ ભગતસિંહ સુખદેવનું નામ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🐾 હુ તમને એવી કેટલીક વાતો કહીશું કે જે તમને આજદિન ખબર નહોય.

👉બ્રિટનના અંગ્રેજ શાસનમાં પોતાની ક્રાંતિકારી ગતિવિધિઓથી ભૂકંપ સર્જી દેનાર સુખદેવનો જન્મ 15મી મે 1907નાં રોજ પંજાબના લુધિયાણા શહેરમાં થયો હતો. 
✏️પોતાના બાળપણમાં તેમને ભારતમાં અંગ્રેજી શાસનનો ત્રાસ જોય અને આના લીધે ગુલામીના બેડીઓને તોડવા માટે ક્રાંતિકારી બની ગયો.
👉જવાહર લાલ નહેરુ યુનિવર્સિટીના પ્રાધ્યપક અને ક્રાંતિકારીઓ પર ઘણી પુસ્તકો લખી ચૂકેલ ચમન લાલ અનુસાર,👇👉 હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન અસોસિયેશનના સભ્ય સુખદેવના મનમાં દેશભક્તિની ભાવના ભરપૂર હતી. 
👉તેઓ લાહોરની નેશનલ કૉલેજમાં યુવાનોમાં દેશભક્તિની ભાવના ભરતા અને તેઓને સ્વતંત્રતા આંદોલનમાં કૂદી પડવા માટે પ્રેરિત કરતા. એક કુશળ નેતાના રૂપમાં તેઓ કૉલેડમાં ભણનાર વિદ્યાર્થીઓને ભારતના ગૌરવશાળી ભૂતકાળ વિશે પણ જણાવતા.

👏👉તેમને અન્ય ક્રાંતિકારી સાથીઓની સાથે મળીને લાહોરમાં નવયુવાન ભારત સભા શરી કરી હતી. 🙋🙋‍♂

🙋‍♂આ એક એવું સંગઠન હતું જે યુવકોને સ્વતંત્રતા આંદોલનમાં સામેલ થવા માટે પ્રેરિત કરતું.

🙅‍♂ઈતિહાસકાર માલતી મલિક પ્રમાણે સુખદેવે યુવાનોમાં માત્ર દેશભક્તિની ભાવના જ નહીં પરંતુ ખુદ પણ ક્રાંતિકારી ગતિવિધિઓમાં સક્રિય રૂપથી ભાગ લીઘો હતો. 
🤘🏽તેનું નામ 1928ની એ ઘટના માટે પ્રમુખતાથી ઓળખવામાં આવે છે જ્યારે ક્રાંતિકારીઓએ લાલા લજપતરાયના મોતનો બદલો લેવા માટે ગોરી હકુમતના પોલીસ ઉપાધિક્ષક 🚫જેપી સાંડર્સને મોતને ઘાટ ઊતાર્યો હતો.

⭕️💢સુખદેવ ને તેમના ક્રાંતિકારી સાથીઓ ☢“વિલેજર”☢કહિને બોલાવતા. તેનુ કારણ એ હતુ કે સુખદેવ હંમેશા સાદગી મા જોવા મળતા. 
ગૌરવર્ણ,વાંકડીયા વાળ, અને સામાન્ય બાંધો અને સદાય વિચારો મા ખોવાયેલા હોય એવુ લાગતુ. 
👬ભગતસિંહ અને સુખદેવ વચ્ચે ગાઢ મિત્રતા હતી. 
☄છ્તાં સુખદેવ ભગતસિંહ ની આકરી ટીકા કરતા ક્યારેય અચકાતા નહીં
✏️સુખદેવ નુ ભણતર ઓછુ હતુ ચાતાં તેમની વાંચન શક્તિ અને યાદશક્તિ ખુબ જ સારા હતા.
📚જે પુસ્તકો નુ અધ્યયન કરતા બિજા ને અઠવાડિયા લાગે તે પુસ્તક તેઓ માત્ર બે દિવસ માં જ વાંચી લેતા.આ પુસ્તકો ની માહીતી તેમને મહિનાઓ સુધી યાદ પણ રહેતી.
🚩🚩🎌ચંદ્રશેખર આઝાદ અને ભગત સિંહ ના નેતરૃત્વ નીચે ક્રાંતીકારી સંગઠન ની રચના કરવામાં આવી હતી. તેને 🏴”હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ પબ્લિક આર્મી”🏴 એવુ નામ આપવામાં આવ્યુ હતુ.આ પાર્ટીમાં સુખદેવ નુ યોગદાન આગળ પડતુ હતુ.

✒️🖋સુખદેવ ખુબજ હિમ્મતવાન હતા. ક્રાંતીકારી પ્રવૃતી મા સુખદેવ જોડાયા એ પહેલા તેમના હાથ પર 🕉“ઓમ”🕉 નુ નિશાન હતુ આવા ચિહ્ન દ્વારા અંગ્રેજ પોલીસ તેમને ઝડપ થી ઓળ્ખી લેતી. આ વાત ધ્યાન મા આવતા તેમણે એસિડ વડે એ ચિહ્ન દુર કરી નાખ્યુ.

📝✏️📝 ફાંસિ એ ચઢાવ્યા ના થોડા સમય પહેલા સુખદેવે ગાંધિજી ને પત્ર લખ્યો. એ પત્ર મા એમ લખ્યુ હતુ કે 🔖‘આપણી આઝાદી મેળવવાની રીત જુદી છે પણ ધ્યેય એક જ છે. તેથી તમારો ક્રાંતિકારીઓ પ્રત્યેનો અણગમો યોગ્ય નથી. 
🔖લાહોર ષડયંત્ર કેસ મા જે કેદીઓ (અમને) ફાંસિ અપાઇ રહી છે તે અમારી પાર્ટી નુ સર્વસ્વ નથી તેમની ફાંસિ રદ્દ કરવાથી કોઇ ફેર નહિં પડે. ભગતસિંહ , સુખદેવ અને રાજગુરુ ઉપર ચાલેલા કેસ ના નિર્ણયો ન્યાયતંત્ર ની સ્વાભાવેક વિરૂધ્ધ લેવામાં આવ્યા હતા.
📯 જેમકે ન્યાય ઇતિહાસ મા એમને નિશ્ચીત સમય પહેલા જ ફાંસિ આપી દેવામા આવિ હતી.તેમના કુટૂંબી જનો ને ફાંસિ પહેલા મળવા પણ ન દિધા.

આ ઘટનાએ બ્રિટીશ સામ્રાજયને હલાવીને રાખી દીધું, અને પૂરા દેશમાં ક્રાંતિકારીઓની જય જયકારી થઈ ગઈ. 🔖📯સાંડર્સની હત્યા કેસમાં લાહોર ષડયંત્રના રૂપમાં જાણવામાં આવે છે. આ મામલે રાજગુરુ, સુખદેવ અને ભગતસિંહને મોતની સજા ફટકારવામાં આવી. 
23 માર્ચ 1931ના રોજ એ ગોજારા દિવસે આ ત્રણેય ક્રાંતિકારીઓ હસતા હસતા ફાંસીના ગાળિયે લટકી ગયાં અને દેશના યુવાનોનાં મનમાં આઝાદી મેળવવાની નવી લલક પેદા કરી દીધી. 🏮શહીદત સમયે સુખદેવની ઉંમર માત્ર અને માત્ર 24વર્ષ હતી.

🎉🏮લોકો ના રોષ થી બચવા માંટે તેમના મૃતદેહો જેલની પાછળ ની દિવાલ મારફ્તે બહાર કાઢવામાં આવ્યા. તેમજ અગ્નિ સંસ્કાર કરી ને સતલજ નદીમા વહાવી દેવામાં આવ્યા. લોકો ને આ હકિકત ની જાણ થતા દેશભરમાં શોક નુ વાતાવરણ ફરી વળ્યુ.
👮આ ત્રણ વીરો ની શહાદત ભારની આઝાદી ના ઇતિહાસ મા સુવર્ણ અક્ષરે લખાઇ ગઇ.એમને કોટી કોટી વંદન🙏🙏🙏✍ યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment