જ્ઞાન સારથિ, [09.01.17 20:29]
🌲🌳મહાત્મા ગાંધીજી🌳🌲
🌵🎋 ભારતના રાષ્ટ્રપિતા અને સાબરમતીના સંત મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ તા.૨/૧૦/૧૯૪૮ના રોજ પોરબંદરમાં થયો હતો. ઈ.સ.૧૮૮૭માં રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી. શામળાદાસ કૉલેજ, ભાવનગરમાં પહેલું સત્ર પૂરું કર્યા પછી ઈ.સ.૧૮૮૮માં લંડન ગયા.ઈ.સ. ૧૮૯૧ માં બેરિસ્ટર થઈ પાછા ફર્યા. રાજકોટની અને મુંબઈની અસફળ વકીલાત પછી ૧૮૯૩ માં આફ્રિકા ગયા. ઈ.સ.૧૮૯૪ માં ત્યાંના હિંદીઓના હક્કો માટે નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસની સ્થાપના કરી. સંઘર્ષ દરમિયાન રસ્કિન અને તોલ્સ્તોયના સાદગી અને સ્વાશ્રયના સિદ્ધાંતોને આધારે નવા જીવનપ્રયોગ માટે ઈ.સ. ૧૯૦૪ માં ફિનિક્સ આશ્રમ અને ઈ.સ.૧૯૧૦ માં તોસ્લ્તોય ફાર્મની સ્થાપના કરી.
🌵🎋 ઈ.સ.૧૯૦૪ થી ૧૯૧૪ સુધી દક્ષિણ આફ્રિકામાં ‘ઈન્ડિયન ઓપિનિયન’ સાપ્તાહિકનું સંપાદનની કામગીરી કરી.ઈ.સ. ૧૯૧૫ માં હિંદ પાછા આવ્યા બાદ એમણે અમદાવાદમાં ‘સત્યાગ્રહ આશ્રમની’ સ્થાપના કરી. ઈ.સ.૧૯૧૭ માં બિહારના ચંપારણમાં ગળીની ખેતી કરતાં હિન્દીઓ માટે એમણે અંગ્રેજો સામે પહેલી લડત આપી. ત્યારપછી અમદાવાદના મિલમજૂરોની હડતાલને બળ પૂરું પાડ્યું.
🌵🎋ઈ.સ.૧૯૧૮ માં ખેડા સત્યાગ્રહનો આરંભ કર્યો.ઈ.સ. ૧૯૧૯ માં રૉલેટ એક્ટની સામે દેશભરમાં વિરોધસભાઓ અને પ્રાર્થના-ઉપવાસની હાકલ કરી. ‘નવજીવન’ ને ‘યંગ ઈન્ડિયા’નું સંપાદન માથે લીધું. ઈ.સ.૧૯૨૦ માં ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ મારફતે સંપૂર્ણ અસહકારનું આંદોલન શરૂ કર્યું. એ જ વર્ષમાં અસહકારના કાર્યક્રમના ભાગરૂપે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી.
🌵🎋 ઈ.સ.૧૯૨૨માં એમની અંગ્રેજો દ્વારા ધરપકડ થઈ, રાજદ્રોહનો આરોપ મુકાયો, પણ ૧૯૨૪ માં એમને છોડી મુકાયા. ઈ.સ.૧૯૨૪-૨૫ દરમિયાન એમણે અસ્પૃશ્યતાનિવારણ અને ખાદી અંગેનું રચનાત્મક કામગીરી કરી. ‘હરિજન’, ‘હરિજનસેવક’ ને ‘હરિજનબંધુ’ વૃત્તપત્રોનું સંપાદન પણ કામગીરી કરી.ઈ.સ.૧૯૨૮ માં બારડોલી સત્યાગ્રહને માર્ગદર્શન આપ્યું. ઈ.સ.૧૯૩૦ માં પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રતિજ્ઞા સાથે એમણે મીઠાના સત્યાગ્રહ માટે દાંડીકૂચ આરંભી.
🌵🎋ઈ.સ. ૧૯૩૬ માં અમદાવાદ મુકામે ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના બારમા અધિવેશનના પ્રમુખ તરીકે સેવા આપી.
એમનું સાહિત્ય હેતુલક્ષિતા અને લોકહિતની ભાવનાથી પ્રેરિત છે. એમનાં લખાણો મુખ્યત્વે લોકશિક્ષણ અને લોકજાગૃતિ અર્થે હતાં. એમાં અસાધારણ માનવભાવ અને ઉગ્ર આચારનો સંસ્કાર છે. અનેક સામયિકો દ્વારા તેમણે સામાજિક, રાજકીય, નૈતિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આર્થિક, કેળવણી તેમ જ આરોગ્યવિષયક પ્રશ્નો અંગે પ્રજા સાથે જીવંત સંપર્ક સાધેલો. સત્ય અને અહિંસા એમના જીવનનાં તેમ એમના સાહિત્યનાં ચાલકબળ રહ્યાં છે.
🌵🎋એમનું પુસ્તક ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ (૧૯૨૭) ગુજરાતી સાહિત્યને જ નહીં, વિશ્વ સાહિત્યને પણ મહત્ત્વનું પ્રદાન છે.
‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ’ (૧૯૨૫)માં ફક્ત હકીકતોની સાદીસીધી નોંધ નથી પરંતુ એમાં એમના દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન જે કીમતી અનુભવ થયેલા એનું પાત્રો, સંવાદો, ટીકાટિપ્પણ દ્વારા રસપ્રદ નિરૂપણ છે. ‘હિંદ સ્વરાજ’ (૧૯૨૨)માં એમણે હિંદના સ્વરાજ અંગેની પોતાની કલ્પના રજૂ કરી છે; અને એનાં તમામ પાસાંઓની વિચારણા કરી છે. વિદેશી શાસનને દૂર કરી દેશને મુક્ત કરી, સ્વરાજ લાવી શકાય તો એ કેવું હોવું જોઈએ એનો એમાં એક દેશભક્ત નાયકે દીધેલો ચિતાર છે. ‘મંગલપ્રભાત’ (૧૯૩૦)માં એમણે આશ્રમવાસીઓ માટેનાં વ્રતો પર યરવડા જેલમાંથી ભાષ્ય કરેલાં એનો સંચય છે.
🌵🎋‘સત્યાગ્રહનો ઈતિહાસ’ ૧૯૩૨માં અધૂરો છોડેલો તેનું પ્રકાશન ૧૯૪૮માં થયું છે. આ ઉપરાંત ‘મારો જેલનો અનુભવ’ , ‘સર્વોદય’ , ‘યરવડાના અનુભવ’ , ‘નીતિનાશને માર્ગે’ , ‘ગીતાબોધ’ , ‘અનાસકિતયોગ’ , ‘આરોગ્યની ચાવી’ , ‘ગોસેવા’ ,‘વર્ણવ્યવસ્થા’ , ‘ધર્મમંથન’ , ‘વ્યાપક ધર્મભાવના’ , ‘ખરી કેળવણી’ , ‘કેળવણીનો કોયડો’ ,‘ત્યાગમૂર્તિ અને બીજા લેખો’ , વગેરે એમના અનેક પુસ્તકો છે. એમના લખાણો, ભાષણો, પત્રો વગેરેનો સંગ્રહ ‘ગાંધીજીનો અક્ષરદેહ’ પુસ્તક ૧ થી ૯૦ માં કરવાનો પ્રયત્ન ચાલુ છે.
🌵🎋૧૯૬૮થી આજ સુધીમાં ૭૨ જેટલાં ગ્રંથો આ ગાળામાં બહાર આવી ગયા છે. આ ગ્રંથમાળામાં એમની વિચારસૃષ્ટિનો બૃહદ્ પરિચય સમાયેલો છે. ‘પાયાની કેળવણી’ (૧૯૫૦), ‘સંયમ અને સંતતિનિયમન’ (૧૯૫૯), ‘સર્વોદયદર્શન’ (૧૯૬૪) વગેરે એમનાં લખાણોનાં અનેક મરણોત્તર પ્રકાશનો થયાં છે. ઈ.સ. ૧૯૪૨ માં અંગ્રેજોને ‘હિંદ છોડો’ ની હાકલ કરી.
🌵🎋છવટે ૧૯૪૭ ની ૧૫ મી ઑગસ્ટે ભારત સ્વતંત્ર થયું પણ એમની ઈચ્છા વિરુદ્ધ ભારતના ભાગલા પડ્યા, કોમી રમખાણો ફાટી નીકળ્યાં. અંતે મુસ્લિમો તરફથી એમની સમભાવનીતિથી છંછેડાયેલા ગોડસે નામના એક હિન્દુ મહાસભાવાદીએ ૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ના રોજ દિલ્હીમાં પ્રાર્થના સ્થળ પર એમની હત્યા કરી.
For more information please visit @ https://telegram.me/gujaratimaterial

No comments:
Post a Comment