Description
Mohandas Karamchand Gandhi was an Indian lawyer, anti-colonial nationalist, and political ethicist, who employed nonviolent resistance to lead the successful campaign for India's independence from British Rule, and in turn inspire movements for civil rights and freedom across the world. Wikipedia
Full name: Mohandas Karamchand Gandhi
Assassinated: 30 January 1948, New Delhi
Spouse: Kasturba Gandhi (m. 1883–1944)
Happiness is when what you think, what you say, and what you do are in harmony.
The weak can never forgive. Forgiveness is the attribute of the strong.
Where there is love there is life.
Yuvirajsinh Jadeja:
💠💠ગાંધીજીના જીવન ના મહત્વ ના પ્રસંગો👇👇👇👇👇
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉👉અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો. તેમના શબ્દોમાં આ ચળવળ એ એક સત્યાગ્રહ હતો; અને આખરે તેમણે સફળતા મેળવી એ સાબિત કરી બતાવ્યું.
અહિંસક સવિનય કાનૂનભંગનો જે ખ્યાલ તેમણે
લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો, તેના ઉપયોગ દ્વારા તેમણે બ્રિટીશ રાજ્યની હકાલપટ્ટી કરી ભારતને સ્વતંત્ર બનાવ્યું. આમાંથી પ્રેરણા લઇ ઘણાં પ્રદેશના લોકોએ પોતાના દેશની સ્વતંત્રતા માટે બ્રિટીશરો સામે લડાઇ આદરી અને ક્રમશઃ બ્રિટીશ સામ્રાજ્યનો વિસ્તાર ઘટીને ફક્ત તેમના પોતાના દેશ બ્રિટન (અને સ્કોટલેન્ડ) સુધી સીમિત થઇ ગયો. આમ ગાંધીજીની પ્રેરણાદાયી લડતને કારણે ફક્ત ભારત પર બ્રિટીશ શાસન જ નહીં પણ જેનાં રાજ્યમાં કદી સૂરજ આથમતો નહોતો તેવી બ્રિટીશ સલ્તનત ખુદ આથમી ગઇ અને કોમનવેલ્થ દેશોનું અસ્તિત્વ ઊભું થયું. ગાંધીના સત્યાગ્રહનો આદર્શ માર્ટીન લ્યૂથર કિંગ જુનિયર જેવા લોકશાહીના પ્રખર હિમાયતી અ નેક આંદોલનકારીઓ માટે નવો રસ્તો ઊભો કર્યો. માર્ટીન ઘણી વખત કહેતા કે ગાંધીજીના આદર્શો સરળ હતા તેમજ તે પારંપરીક રીતે હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી સત્ય અને અહિંસા જેવી માન્યતામાંથી તારવેલા હતા.
💠♻️💠તરુણાવસ્થા સુધી ગાંધી એકદમ સામાન્ય વિદ્યાર્થી હતા.તેઓનો શરુઆતનો અભ્યાસ પોરબંદર અને પછી રાજકોટમાં થયો હતો. ગાંધીએ મેટ્રીક્યુલેશનની પરીક્ષા માંડ માંડ પાસ કર્યા પછી સન ૧૮૮૭માં યુનિવર્સિટી ઑફ બૉમ્બે સાથે સંલગ્ન શામળદાસ કોલેજમાં ઊચ્ચ અભ્યાસ અર્થે પ્રવેશ લીધો. જો કે ત્યાં તે ઝાઝું ટક્યા નહીં. તેમના ઘણા કુટુંબીઓ ગુજરાતમાં ઊંચા ઊંચા પદ પર નોકરી કરતા હતા. કુટુંબનો આવો મોભો જાળવવા તેમના કુંટુંબીઓની ઇચ્છા તે બૅરીસ્ટર બને તેવી હતી. એવામાં જ તેમને
ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરવાની તક મળી. વળી, ભારતમાં અંગ્રેજોની હકુમતના કારણે બંધાયેલી તેમની માન્યતા મુજબ તો ઇંગ્લેન્ડ વિચારકો અને કવિઓની ભુમિ હતી તેમજ તહજીબનું કેન્દ્ર પણ ઇંગ્લેન્ડ જ હતું. આમ તેમણે ઇંગ્લેન્ડ જવાની આ તક ઝડપી લીધી.
👉👉દક્ષિણ આફ્રિકા ગયેલા ગાંધીજી, શાંત, કંઇક અંશે આત્મવિશ્વાસવિહીન અને જરૂર કરતાં વધુ નમ્ર અને રાજનીતિથી અલિપ્ત હતાં. જો કે, કુદરત તેમની આ બધી નબળાઇ ભવિષ્યમાં દૂર કરવાની હતી. દક્ષિણ આફ્રિકામાં તેમનું જીવન સદંતર બદલાઇ જવાનું હતું. દક્ષિણ આફ્રિકામાં બીજા ભારયોની જેમ તેમણે પણ ગોરાઓનાં તિરસ્કાર, દમન અને જુલ્મનો ભોગ બનવું પડતું, જે ભારતના ભાવિ સ્વાતંત્ર્યના મંડાણ કરવાનું હતું. એક દિવસ ડર્બનના ન્યાયાલયના એક ન્યાયાધીશે તેમને ન્યાયાલયમાં તેમની પાઘડી ઉતારવાનું કહ્યું. ગાંધીજીએ પાઘડી ઉતારવાની સાફ ના પાડી અને ન્યાયાલયની બહાર નીકળી ગયા. આ બનાવ પછી એકવાર ગાંધીજી રેલ્વેમાં પ્રથમ વર્ગ (ફર્સ્ટ ક્લાસ)માં પ્રિટોરિયા જઇ રહ્યા હતા ત્યારે તેમની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવાં છતાં એક ગોરાએ તેમને ફર્સ્ટ ક્લાસમાંથી ઊતરી થર્ડ ક્લાસના ડબ્બામાં બેસવા કહ્યું. ગાંધીજીએ જ્યારે વિરોધ કર્યો ત્યારે પીટરમેરીટ્ઝબર્ગ સ્ટેશને તેમને ગાડીની બહાર ફેંકી દેવામાં આવ્યા. બાકીની મુસાફરી હવે ગાંધીજીએ સ્ટેઇજ કોચ (નોકરી ધંધા માટે નિયમિત આવજા કરતા યાત્રીઓની સુવિધા માટે ટૂંકા અંતરની ગાડી)માં કરવી પડી. અહીં પણ ગાંધીજીને ફરજ પાડવામાં આવી કે તેઓ પગથિયા પર ઊભા રહીને એક યુરોપિયનને ડબ્બામાં ઊભા રહેવા દે. ગાંધીજીએ જ્યારે ના પાડી ત્યારે તેમને મારવામાં આવ્યા. (આની કિંમત અંગ્રેજોને ભવિષ્યમાં ખૂબ મોંઘી પડવાની હતી.) આ પ્રસંગ સિવાય પણ તેમને આ મુસાફરી દરમ્યાન ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘણી હોટલમાં તેમને ફક્ત જાતના આધાર પર પ્રવેશબંધી ફરમાવવામાં આવતી. ગાંધીજી અન્ય (ભારતીય)ની જેમ આ બધું સહન કરી શકે તેવા સ્વભાવના નહોતા. પ્રિટોરિયાના તેમના વસવાટ દરમ્યાન તેમણે જાત-પાત, ધર્મ, (શ્યામ) રંગના કારણે દક્ષિણ આફ્રિકામાં ભારતીયો પર થતા અત્યાચારનો તલસ્પર્શી અભ્યાસ કર્યો.
👉👉ગાંધીજી કરાર પૂરો થતાં તેમણે ભારત આવવાની તૈયારી કરવા માંડી, પરંતુ તેમના ડર્બન વિદાય સમારંભ દરમ્યાન તેમણે છાપામાં વાંચ્યું કે netalની વિધાનસભા દ્વારા એક ખરડો તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં ભારતીય મૂળના નાગરિકોનો મતાધિકાર રદ કરવાની દરખાસ્ત હતી. જ્યારે તેમણે સમારંભમાં હાજર રહેલા ભારતીયોનું ધ્યાન આ તરફ દોર્યુ તો જવાબ મળ્યો કે કાનૂની નિષ્ણાતના અભાવે આ દરખાસ્તનો વિરોધ કરવું ત્યાંના ભારતીયો માટે શક્ય ન હતું. વળી, ગાંધીજી જો ડર્બનમાં રોકાઇને કાનૂની બાબતો સંભાળે તો ભારતીયો બીજી બધી જવાબદારી સ્વીકારવા તૈયાર હતા. ગાંધીજીએ આ લડાઇ માટે રોકાવાનું નક્કી કર્યું અને માદરે વતન પાછા ફરવાનું મુલતવી રાખ્યું. આમ, ગાંધીજીએ અજાણતાં જ ભવિષ્યની તેમની વતન પરસ્તીની લડતના પાયા નાંખી દીધા, કહો કે તેમને ભવિષ્યના સત્યાગ્રહ માટેની નેટ પ્રેકટીસની શરુઆત કરી. તેમણે સૌ પ્રથમ તો નાતાલ વિધાનસભા તેમજ બ્રિટીશ સરકારને આ ખરડો રોકવા માટે પીટીશન કરી. તેઓ ખરડો પસાર થતો તો ન રોકી શક્યા પણ ભારતીયોને થતા અન્યાય તરફ ત્યાંની પ્રજા અને સરકારનું ધ્યાન ખેંચવામાં તેમની ઝુંબેશ ખૂબ સફળ રહી. હવે ભારતીયો માટે ગાંધી હીરો બની ગયાં અને તેમના ટેકેદારોએ તેમને દક્ષિણ આફ્રિકામાં રોકાઇને ભારતીયોને થતા અન્યાય વિરુદ્ધ લડતનું સુકાન સંભાળવાનો ખૂબ આગ્રહ કર્યો. ભારતીયોની પ્રેમપૂર્વકની જીદ સામે ગાંધીજીએ ઝુકી જવું પડ્યું અને તેઓ ડર્બનમાં રોકાઇ ગયા. સૌ પ્રથમ તો તેમણે ( ૧૮૯૪માં )✅✅ નાતાલ ભારતીય કૉંગ્રેસની સ્થાપના કરી અને તેના સ્થાપક મંત્રી બન્યા. આ સંસ્થાના માધ્યમથી તેમણે જુદા જુદા તબક્કામાં વહેંચાયેલા ભારતીયોને એક કર્યા. ભારતીયો પર દક્ષિણ આફ્રિકામાં બ્રિટીશ સરકાર અને ગોરાઓ દ્વારા થતા અન્યાય, દમન અને ઓરમાયા વર્તન બાબતે પુરાવા સહિત કૉંગ્રેસે સખત શબ્દોમાં નિવેદન આપી ગોરાઓને આરોપીનાં પાંજરામાં ઊભા કરી દીધા. સરકારી સ્થાનો અને પ્રચાર માધ્યમોમાં અનેક સ્થાને બેઠેલાં ભારતીયો આ નિવેદનને જનતા સુધી પહોંચાડવામાં સંસ્થાની અનોખી તાકાત બની ગયાં. આ સફળતાએ ભારતીયોનો અને ખાસ તો ગાંધીજીના ઉત્સાહ અને જુસ્સો વધારી દીધાં. એક વખત વતન પરત આવવાની તૈયારી કરી ચૂકેલા ગાંધીજી પત્ની કસ્તુરબા અને બાળકોને દક્ષિણ આફ્રિકા લઇ આવવા ૧૮૯૬માં ભારત આવ્યા. ૧૮૯૭ના જાન્યુઆરીમાં ગોરાઓનાં એક ટોળાએ ગાંધીજી પર હુમલો કરી તેમનો જાન લેવાનૉ પ્રયત્ન કર્યૉ. ગાંધીજીએ આ હુમલા માટે ટોળાંનાં સભ્યો પર કોર્ટમાં વળતરનો દાવો કરવાની ના પાડી. ભારતીયોના ખૂબ દબાણને ખાળતા ગાંધીજીએ કહ્યું કે આમ કરવું તેમના સિદ્ધાંતની વિરુધ્ધ છે.
👉આ દરમ્યાન દક્ષિણ આફ્રિકામાં જંગ છેડાયો. ગાંધીજીએ એવી દલીલ કરી કે ભારતીયોએ જંગમાં સરકારની પડખે ઉભા રહી દક્ષિણ આફ્રિકાના નાગરિક અધિકારોનો દાવો વધુ મજબૂત કરવો જોઇએ. તેમણે એક એમ્બ્યુલન્સ દળ પણ ઊભું કર્યું જેમાં ૩૦૦ ભારતીયો માનદ્ અને ૮૦૦ ભારતીયો સવેતન સ્વયંસેવક તરીકે જોડાયા. આમ છતાં યુદ્ધ સમાપ્ત થયા પછી દક્ષિણ આફ્રિકામાં ભારતીયોની સ્થિતિમાં કંઇ સુધારો તો ન થયો, ઊલટી પરિસ્થિતિ વધુ ખરાબ બનતી ગઇ. ૧૯૦૬માં ટ્રાન્સવાલ સરકારે એક કાયદો બનાવ્યો જે મુજબ (બ્રિટીશ) કૉલોનીમાં વસતા ભારતીયો માટે પંજીકરણ (રજીસ્ટ્રેશન) ફરજીયાત કરવામાં આવ્યું. સપ્ટેમ્બર ૧૯૦૬માં જોહાનિસ્બર્ગ ખાતે એક વિરોધ રેલીને સંબોધતા ગાંધીજીએ સૌ પ્રથમવાર સત્યાગ્રહને રસ્તે અહિંસક આંદોલનની જાહેરાત કરી. તેમણે ભારતીયોને નવા કાયદાનો વિરોધ અહિંસક રીતે કરવા અને વિરોધ માટે થતી દરેક સજા સ્વીકારવાની હાકલ કરી. ગાંધીજીથી પ્રભાવિત ભારતીયોએ તેમના આદેશનું અક્ષરશઃ પાલન કર્યું. આ અહિંસક આંદોલન પૂરા સાત વર્ષની મુદત સુધી ચાલ્યું જેમાં હજારો ભારતીયોને જેલ જવું પડ્યું અને ગાંધીજીને તો ઘણી વખત! ઘણા ભારતીયોને પોલીસના લાઠીચાર્જ, માર અને દમનનો શિકાર થવું પડ્યું. કેટલાય નિર્દોષ ભારતીયોએ સરકારી ગોળી ઝીલવી પડી અને તે પણ પંજીકરણ ન કરવા જેવા જુદા જુદા અહિંસક આંદોલન અને અસહકારની લડત માટે. એક તરફ ભારતીયોને દબાવી દેવામાં સરકારને સફળતા મળતી તો બીજી તરફ સરકારની અમાનવીય રીતે ભારતીયોના દમન કરવાની રીત જોઇને દક્ષિણ આફ્રિકી પ્રજાના મનમાં ધીમે ધીમે પણ સરકાર માટે રોષ વધતો જતો હતો. સરકાર તેની જ પ્રજા સામે ગુનેગાર બનીને ઊભી હતી. પોતાની જ પ્રજાના દબાણને વશ થઇને જનરલ ક્રિશ્ચન સ્મટને ફરજ પડી કે તેઓ ગાંધીજીને સમાધાન માટે મંત્રણાના મેજ પર આમંત્રે.
✅દક્ષિણ આફ્રિકામાં વસવાટ દરમ્યાન ગાંધીજી પર શ્રીમદ્ ભગવદ્ ગીતા અને લિયો ટોલ્સટોયના તત્વજ્ઞાનભર્યા લખાણોનો ખૂબ પ્રભાવ પડ્યો. ખાસ કરીને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતોમાંથી પોતાનાં ચિંતન દ્વારા ટોલ્સટોયે તારવેલા સરકાર વગરના શાસનના ખ્યાલની ઊંડી અસર ગાંધીના મન, કર્મ અને વિચારો પર જીવનના અંત પર્યંત જોવા મળે છે. ટોલ્સટોયે ૧૯૦૮માં કટ્ટર ભારતીય રાષ્ટ્રવાદીઓને સંબોધીને લખેલા લેખ
Letter to a Hindu નો ગાંધીજીએ અનુવાદ કર્યો.
🗣 ૧૯૧૦માં ટોલ્સટોયના મૃત્યુ સુધી ગાંધીજી અને ટોલ્સટોય એકબીજાને પત્ર દ્વારા નિયમિત મળતા રહ્યા. ગાંધીજી ઉપર હેન્રી ડેવિડ થોરોના વિખ્યાત નિબંધ Civil Disobedience (પ્રજાકીય અવજ્ઞા)નો પણ ઊંડો પ્રભાવ દેખાય છે. ઈશ્વરે ગાંધીને જાણે દક્ષિણ આફ્રિકામાં એક સામાજિક-રાજકીય ક્રાંતિકારી બનાવવાની પૂરી વ્યવસ્થા કરી આપી હોય તેમ (સરકાર પરત્વે) પ્રજાકીય અવજ્ઞા અને તેનાં કૌશલ્યો તેમજ અહિંસક સંઘર્ષની સંકલ્પનાઓ ત્યારે જ સૌ પ્રથમવાર વિકસી. ગાંધીજી કદાચ આ ભાગીરથીને ઝીલવા જ જન્મ્યા હતા. પહેલું વિશ્વ યુધ્ધ ફાટી નીકળતા ગાંધીજીએ તેમનાં આ પ્રયોગની કસોટી પર પાર ઊતરેલા નવા વિચારો સાથે ભારત આવવાનું નક્કી કર્યું.
💠૧૯૧૯ના જલિયાવાલા બાગ હત્યકાંડ પછી લોકોમાં અંગ્રેજો વિરુદ્ધ પ્રખર અસંતોષ જાગી ઉઠ્યો. યુરોપીય લોકો, નાગરિકો અને અધિકારીઓ સમગ્ર ભારતમાં ફેલાઈ ગયેલા હિંસચારનો ભોગ બન્યાં હતાં. ૧૯૨૦માં ગાંધીજી અને કોંગ્રેસે પોતાને સ્વરાજ સમર્પિત ઘોષિત કર્યાં. તેમણે આને ભારત
નું રાજનૈતિક અને સને આ
ધ્યાત્મીક સ્વતંત્રતા ગણાવી. તે સમયે ગાંધીજીએ સ્વરાજને ભારતીય લોકોનો જન્મ સિદ્ધ અધિકાર ગણાવ્યો હતો. તેમણે તે સમયે જણાવ્યું હતું કે ભારત સંપૂર્ણ સ્વતંત્રતા પસંદ કરશે કે બ્રિટિશ સામ્રાજ્યનોપ્ ભાગ બની રહેશે તેનો આધાર અંગ્રેજ સરકારના વર્તન પર રહેલો છે. ૧૯૨૦ અને ૧૯૨૨ વચ્ચે ગાંધીજીએ અસહકારની ચળવળનું નેતૃઅત્વ કર્યું હતું. રોલેટ એક્ટ અને ભારતીયોને પોતાના દેશની સરકાર રચવા અને ચલાવવા દેવાના રાજનિતિક અને નાગરિક હક્કો પરના પ્રતિબંધ વિરુદ્ધ તેમણે આ ચળવળ કરી હતી.
👉👉અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો. તેમના શબ્દોમાં આ ચળવળ એ એક સત્યાગ્રહ હતો; અને આખરે તેમણે સફળતા મેળવી એ સાબિત કરી બતાવ્યું.
અહિંસક સવિનય કાનૂનભંગનો જે ખ્યાલ તેમણે લિયો ટોલ્સટોય અને હેન્રી ડેવિડ થોરો પાસેથી મેળવ્યો હતો, તેના ઉપયોગ દ્વારા તેમણે બ્રિટીશ રાજ્યની હકાલપટ્ટી કરી ભારતને સ્વતંત્ર બનાવ્યું.
🙏🙏🙏આમાંથી પ્રેરણા લઇ ઘણાં પ્રદેશના લોકોએ પોતાના દેશની સ્વતંત્રતા માટે બ્રિટીશરો સામે લડાઇ આદરી અને ક્રમશઃ બ્રિટીશ સામ્રાજ્યનો વિસ્તાર ઘટીને ફક્ત તેમના પોતાના દેશ બ્રિટન (અને સ્કોટલેન્ડ) સુધી સીમિત થઇ ગયો. આમ ગાંધીજીની પ્રેરણાદાયી લડતને કારણે ફક્ત ભારત પર બ્રિટીશ શાસન જ નહીં પણ જેનાં રાજ્યમાં કદી સૂરજ આથમતો નહોતો તેવી બ્રિટીશ સલ્તનત ખુદ આથમી ગઇ અને કોમનવેલ્થ દેશોનું અસ્તિત્વ ઊભું થયું. ગાંધીના સત્યાગ્રહનો આદર્શ માર્ટીન લ્યૂથર કિંગ જુનિયર જેવા લોકશાહીના પ્રખર હિમાયતી અનેક આંદોલનકારીઓ માટે નવો રસ્તો ઊભો કર્યો. માર્ટીન ઘણી વખત કહેતા કે ગાંધીજીના આદર્શો સરળ હતા તેમજ તે પારંપરીક રીતે હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી સત્ય અને અહિંસા જેવી માન્યતામાંથી તારવેલા હતા.
♻️આવા અનેક સંસ્મરણોની દાંડી કુટીર યાદ તાજી કરાવે છે...
Yuvirajsinh Jadeja:
♻️💠♻️💠♻️💠♻️💠♻️💠♻️
આજના મારા મહાત્મા મંદિર ની અવિસ્મરણીય મુલાકાત
આજરોજ હું..મારા પરમ મિત્ર રવિરાજસિંહ ઝાલા..દિવ્યરાજસિંહ ઝાલા. મહાત્મા મંદિર ની મુલાકાતે ગયેલા.. ત્યાં ના અમારા અનુભવ વિષે વાત જણાવી રહ્યો છું.....
અમારું એવું માનવું છે કે બધા લોકોએ એકવાર 💥દાંડી કુટીર💥ની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.....
🇮🇳🇮🇳🇮🇳🇮🇳દાંડી કુટીર🇮🇳🇮🇳🇮🇳🇮🇳
👆👉👉 દાંડી કુટીર જોઈને ખ્યાલ આવે છે કે રીયલ ઈન્ડિયા શું છે અને ગાંધીજી કોણ હતા. અહીંના લોકો પણ ખુબ જ સારા વર્તાવ વાળા જોવા મળ્યા.
🔑🎯દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર ખાતે દાંડી કુટીરને ખુલ્લી મૂકી હતી.
👉👉૨૦૧૨થી ખુલ્લી મુકાયેલ આ દાંડી કુટીર...
👉👉 ગાંધીજીએ કેવા સ્વરાજની કલ્પના કરી હતી? ”તે સમજવા માટે દાંડી કુટીર ની મુલાકાત લેવી જોઈએ...
👁🗨દાંડી કુટીરમાં ગાંધીજીના પ્રેરક જીવનના પ્રસંગોને કાયમી મલ્ટી મીડિયા શૉ દ્વારા બતાવવામાં આવે છે .
🖼જેમાં વૈશ્વિક સ્તરની નવીન ટેકનોલોજીનો સુપેરે ઉપયોગ કરવામાં આવ્યો છે.
🏵🏵તો બે મોટા કદના ચરખા પણ દાંડી કુટીરની શોભા વધારે છે...
🎯મહાત્મા મંદિર ખાતે નવા દાંડી કુટીરમાં ત્રણ માળમાં ભાગ પાડવામાં આવ્યા છે.
🎯અહીં ગાંધીજીનાં બાળપણનાં સ્મરણો છે .
🎯ગાંધીજીના દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ અને ત્યાર પછીના તેમનાં કાર્યો અંગે પણ માહિતી પણ પ્રદર્શિત કરવામાં આવી છે.
🎥📽• દાંડી કુટીર- 3D મેપીંગ સુવિધા સાથેનું ગાંધી જીવનની ઝાંખી કરાવતું પ્રથમ કાયમી પ્રદર્શનભવન
🖼🖼• દાંડીકુટીર થકી ગાંધી જીવનનું આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી થયેલ ચિત્રણ નવી પેઢીઓને પ્રેરણા પૂરૂ પાડે છે..
👉👉 આ દાંડી કૂટીરમાં દર વર્ષે હજારોની સંખ્યામાં મુલાકાતીઓ મુલાકાત લેતા હોય છે અને ગાંધીજીની આ ઐતિહાસિક સિદ્ધી અને જીવનયાત્રાને માણીને ધન્યતા અનુભવતા હોય છે.
👉દાંડી કુટીરમાં ભારતીય નાગરિક પાસેથી સામાન્ય 10 રૂપિયાની એન્ટ્રી ફી લેવા માં આવે છે... ,વિદેશી મુલાકાતીઓએ 200 રૂપિયા ચુકવવા પડે છે..જ્યારે ગ્રુપમાં આવતા મુલાકાતી,સ્કુલ-કોલેજના વિદ્યાર્થીઓ અને અપંગો માટે એન્ટ્રી મફત રાખવામાં આવી છે..
👉👉મહાત્મા ગાંધીનું વ્યક્તિત્ત્વ કેવું અનોખું હતું એ એમના જીવન ના પ્રસંગોમાંથી જોઈ શકાય છે.
👉ગાંધીજીનું જીવન એક ખુલ્લી કિતાબ જેવું છે. એમનું જીવન એ જ એમનો સંદેશ છે.
ગાંધીજીએ કહેલું કે “મારે દુનિયાને નવું કશું શીખવવાનું નથી, સત્ય અને અહિંસા અનાદિકાળથી ચાલ્યાં આવે છે .”
👉🚃૬૦ વર્ષે ર૪ દિવસમાં ર૪૧ માઈલ ચાલીને એમણ કરેલીે દાંડી કૂચ અને હિન્દુ મુસ્લિમ એકતા ની માહિતી પણ પ્રદર્શિત કરવામાં આવી છે.👉તે એક વખત નિહાળવા જેવું છે.
👉👉ગાંધી ખરેખર કોઈ નોખી માટીથી બનેલી વિભૂતિ હતા.પોરબંદરમાં જન્મેલ મોહનદાસ કરમચંદ ગાંધી નામના સામાન્ય માનવીમાંથી જીવન ભર સત્યના પ્રયોગો કરતા કરતા તેઓ મહાત્મા ગાંધી બની ગયા હતા.
🌟✍🏻આજની પરિસ્થિતિમાં આ ગાંધી મુલ્યો ઉપર વિચાર કરવા જેવો છે..👁🗨 દાંડી કુટીર પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જે સાત મહાપાતકો ગણાવેલાં એ યાદ અપાવે છે....
૧. કાર્ય વગરની કમાણી
૨. વિવેક વગરનું સુખ
૩ ચારિત્ર્ય વગરનું જ્ઞાન
૪. નીતિ વગરનો વહેવાર
૫. માનવતા વગરનું વિજ્ઞાન
૬. ત્યાગ વગરનો ધર્મ અને
૭. મૂલ્યો વગરનું રાજકારણ.
🌟- દાંડી કુટરી મ્યુઝીયમમાં 3 માળ બનાવવામાં આવ્યો છે.
- પહેલા માળે ગાંધીજીના બાળપણની યાદોની પ્રદર્શની રજૂ કરવામાં આવી છે.
- બીજા માળે ગાંધીજીનો સાઉથ આફ્રિકાનો પ્રવાસ અને ત્યાંથી ભારત પરત આવવા સુધીની શોર્ટ ફિલ્મ રજૂ કરવામાં આવી છે.
- ત્રીજા માળ પર આઝાદ ઇન્ડિયાની ચળવળના દિલધડક પ્રસંગોને 3D ફિલ્મ અને ઓડિયો-વિઝ્યુઅલ પ્રેઝેન્ટેશન મારફતે પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
👉👉👉વિશ્વ પ્રસિદ્ધ નાટ્યકાર બર્નાડ શો એ મહાત્મા ગાંધી વિષે કહ્યું હતું કે –
“આવનારી પેઢીઓ ભાગ્યે જ વિશ્વાસ કરશે કે ક્યારેક આ સંસારમાં એવી વ્યકિત પણ રહી હતી, જે આધુનિક સ્વતંત્ર ભારતના પિતા,નવરાષ્ટ્રના નિર્માતા અને ભાગ્ય વિધાતા એવી ઘણી વિવીધતાઓ લઈને કોઈ નોખી માટીનો માનવી આ દેશમાં જન્મયો હશે”.
👉👉અમેરિકામાં આફ્રિકન અમેરિકનોને સામાજિક ન્યાય મળે એ માટે લડતની આગેવાની લેનાર અને ગાંધીની માફક પોતાના ધ્યેય માટે શહીદ થનાર માર્ટીન લ્યુથર કિંગ જુનીયર, મહાત્મા ગાંધીને એમની અહિંસક લડતના એક પ્રેરણામૂર્તિ માનતા હતા.એમણે લખ્યું છે :
“God gave me message , Gandhi gave me method “
વિશ્વ વિખ્યાત વિચારક ‘ટોફલરે’ પણ ગાંધીજીની આવી વિશ્વ વ્યાપી અસર ને અંજલિ આપતાં કહ્યું છે :
“21 મી સદી ટેકનોલોજીની દૃષ્ટિએ સેટેલાઈટનો ઉપયોગ કરતી હશે અને માનવમૂને અનુસરતી હશે.”
👉✍✍પ્રધાનમંત્રીશ્રીએ મુલાકાતીઓની ડાયરીમાં પ્રદર્શનભવન ખાતેના પોતાના અનુભવોને વર્ણવતા જણાવ્યું હતુ કે
👉👉👉મુખ્યમંત્રી તરીકે પોતાના કાર્યકાળના અંતિમ વર્ષોમાં નરેન્દ્ર મોદીએ ગાંધીનગર ખાતે ગાંધીજીની દાંડી યાત્રાની યાદીમાં ભવ્ય દાંડી કૂટીરનું નિર્માણ કરાવ્યુહતું.

🇮🇳મહાત્મા ગાંધી એક વિશ્વમાનવ
એક યુગની ઓળખ માનવ કેન્દ્રી વિકાસની ધરોહર. ..
અહિંસાના અમોઘ શસ્ત્રની અવિરત શક્તિનો સ્ત્રોત દાંડી કુટિર
ગાંધી જીવનથી નવી પેઢીને
આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના
માધ્યમ થકી પ્રેરણા સ્થળ બનાવવાનું
સ્વપ્ન આજે સાકાર થતું જોઈ
આનંદની અનુભૂતિ થાય છે.
પૂ . બાપૂનું જીવન આવનારી
પેઢીઓને પ્રેરણા આપતું રહે તો
માનવકલ્યાણનું મહામૂલું કામય
કાર્યોનો સંતોષ અનુભવાશે .
પૂ . બાપુની ભારત આગમનની
શતાબ્દીની ઉત્તમ યાદ બની રહી છે.
પૂ . બાપૂના જીવનને જીવન સંદેશને કર્મમય જીવનને
આજની પળે પ્રણામ .
નરેન્દ્ર મોદી ૮ - ૧ -૧૫
( મહાત્મા મંદિર ખાતે ગાંધીજીની વિચારધારા અને આદર્શોને ઉજાગર કરતી ' દાંડી કુટીર ' નું ઉદ્દઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ' સંદેશા બુક ' માં લખેલો સંદેશો )
🌟 Dandi Kutir is a state-of-the-art three-storey museum, based upon the life and works of Mahatma Gandhi.
🌟🙏🏻Dandi Kutir is divided into 3 Floors:
✍🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻
1st Floor: With the help of models, it showcases the childhood memories, the things used by Mahatma Gandhi.
2nd Floor: A short film depicting the journey of Mahatma Gandhi to South Africa and return to India.
3rd Floor: Here it showcases 3D short film and also an audio-visual presentation of milestone incidents of the Indian Independence Movement.
🌟Dandi Kutir is the biggest permanent museum in the world based on life and works of Mahatma Gandhi .
It traces the life and times of Mahatma Gandhi through various faces as barrister, his struggles in South Africa, return to India and successfully leading the freedom struggle.
Each and every aspect of Gandhi’s life is portrayed in the form of sculptures in the ‘salt-mound’ at Mahatma Mandir.
Dandi Kutir is located inside a 41-metre high salt-mound. This salt-mound depicts Gandhiji’s famous Dandi march of 1930 against the salt tax provisions imposed by the British regime.
Through number of exhibits that are displayed in museum, key concepts of Gandhian thoughts like Satyagraha, non-violence, self-reliance, Gram Swaraj are elaborately and perfectly explained.
This museum also showcases 3D short film and also an audio-visual presentation of milestone incidents of the Indian Independence Movement.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉 તેમનો જન્મ ક્યારે થયો હતો ૨જી ઓક્ટોબર ૧૮૬૯ માં પોરબંદર માં
👉 તેમનું પૂરું નામ શું હતું મોહનદાસ કરમચંદ ગાંધી
👉 મહાત્મા ગાંધી ઉચ્ચ અભ્યાસ માટે ક્યાં ગયા હતા ઇંગ્લેન્ડ ગયા હતા (1891 માં બેરિસ્ટર થઈ પાછા ફર્યા)
👉 તેમણે સાબરમતી આશ્રમ કયા સ્થાપ્યો હતો અને ક્યારે સ્થાપ્યો હતો અમદાવાદમાં 17 જૂન 1917માં
👉 ગાંધીજીના રાજનૈતિક ગુરુ કોણ હતા ગોપાલ કૃષ્ણ ગોખલે
👉 ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે પાછા આવ્યા 1915માં
👉ગાંધીજી ને મહાત્મા ની ઉપાધિ કોણે આપી રવીન્દ્રનાથ ટાગોરે આપી
👉 અસહયોગ આંદોલનનો પ્રારંભ કોના દ્વારા અને ક્યારે થયો હતો 1920 21 માં ગાંધીજી દ્વારા
👉 ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે સૌપ્રથમ કોણે સંબોધ્યા સુભાષચંદ્ર બોઝે
👉 ગાંધીજીએ સૌ પ્રથમ સત્યાગ્રહ ક્યાં કર્યો હતો ચંપારણમાં
👉 ગાંધીજીએ એક માત્ર કોંગ્રેસ અધિવેશનની અધ્યક્ષતા ક્યા અને ક્યારે કરી હતી બેલગાંવ માં 1924 માં
👉 ગાંધીજી વકીલાતનો અભ્યાસ કરવા આફ્રિકા ક્યારે ગયા હતા 1893માં
👉 ગાંધીજીને પહેલો કારાવાસ ક્યાં આપવામાં આવ્યો હતો ૧૯૦૮ માં દક્ષિણ આફ્રિકાના જહોનિસબર્ગમાં
👉 ગાંધીજીએ ટોલ્સ્ટોય ફાર્મ કયારે શરૂ કર્યો હતો 1910માં દક્ષિણ આફ્રિકામાં
👉 ગાંધીજી દ્વારા દક્ષિણ આફ્રિકામાં કયું સાપ્તાહિક શરૂ કરાયું હતું ઈન્ડિયન ઓપિનિયન
👉 વર્ધા આશ્રમ કયા આવેલો છે મહારાષ્ટ્રમાં
👉 ગાંધીજી ની આત્મકથા સૌ પ્રથમ ક્યા પ્રકાશિત થઈ નવજીવન મા 1927માં
👉 ગાંધીજી ની આત્મકથા નો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો મહાદેવજીભાઈ દેસાઈએ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ઉપર આપેલી પ્રશ્નોત્તરીમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો માફ કરજો અને મને જણાવજો જેથી હું એ ક્ષતિને દુર કરી શકું
📝📝📝 ભાવિન જોશી 📝📝📝
👇👇👇👇👇👇👇👇👇👇👇
@werdbest
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
--------------------------------------------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment