Wednesday, October 2, 2019

2 Oct

⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠
*💠ઈતિહાસમાં ૨ ઓક્ટોબરનો દિવસ*
💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*🙏આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ🙏*

સમગ્ર વિશ્વમાં અહિંસાનો સંદેશો બુલંદ કરનાર મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને ઉજવવા માટે આ દિવસને પણ ઉજવવામાં આવે છે. જૂન ૨૦૦૭માં યુનાઇટેડ નેશન્સે આ દિવસને ઇન્ટરનેશનલ ડે ઓફ નોન-વાયોલન્સ તરીકે જાહેર કર્યો હતો. 

*💐🙏💐લાલબહાદુર શાસ્ત્રી💐🙏💐*
આઝાદ ભારતના બીજા વડાપ્રધાન શાસ્ત્રીજીનો જન્મ અત્યંત સાધારણ પરિવારમાં વર્ષ ૧૯૦૪માં આજના દિવસે થયો હતો. વર્ષ ૧૯૬૫માં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધમાં 'જય જવાન જય કિસાન'નો નારો તેમણે આપ્યો હતો. 

*👸👰👸પર્સિસ ખંભાતા👸👰👸*

વર્ષ ૧૯૬૫માં મિસ યુનિવર્સ બનનારી પહેલી ભારતીય પર્સિસ ખંભાતાનો જન્મ ૧૯૪૮માં આજના દિવસે મુંબઈમાં થયો હતો. હોલીવૂડની અનેક ફિલ્મોમાં યાદગાર રોલ આપનાર આ અભિનેત્રીએ સંપૂર્ણ પણે વાળ ઉતરાવીને સનસનાટી મચાવી હતી.

*👶👶👶ગાંધીજીનો જન્મ👶👶👶*

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મ વર્ષ 1869ની બીજી ઓક્ટોબરે પોરબંદરમાં થયો હતો. કૂતરાના કાન આમળવાની આદતથી શરૂ થઈ અંગ્રેજોના કાન આમળવા સુધીનું તેમનું જીવન ખુલ્લી કિતાબ સમાન છે.

*📺📺📺ટેલિવિઝનની શોધ📺📺📺*

સ્કોટિશ એન્જિનિયર જોહ્‌ન લોગી બેર્ડે 1925ની બીજી ઓક્ટોબરે પોતાની લેબમાં પહેલું ટેલિવિઝન સ્વીચ ઓન કર્યું હતું. તેણે પોતાને ત્યાં કામ કરતા વિલિયમને ટીવી પર પહેલી ઇમેજ બતાવી હતી.

*🚫ભારતમાં ધુમ્રપાન પર પ્રતિબંધ🚫*

વર્ષ 2008ની બીજી ઓક્ટોબરથી ભારત સરકારે સમગ્ર દેશમાં જાહેર સ્થળો પર ધુમ્રપાન પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતમાં ત્યારે 12 કરોડથી વધુ લોકો ધુમ્રપાન કરતા હતા અને નવ લાખ લોકો મોતને ભેટતા હતા.

*💠👁‍🗨1422 : ફિરોઝ શાહ બહમનીનું અવસાન થયુ.*

*💠👁‍🗨1845 : ભારતની પ્રથમ શિપિંગ કંપનીની શરૂઆત થઈ.*

*💠🎯1929 : ગાંધીજી એ નવજીવન પબ્લીકેશનને ટ્રસ્ટ બનાવ્યું.*

*🎯🔰1934 : ઇન્ડિયન નેવલ ફોર્સની સ્થાપના થઈ.*

*🎯🔰1951 : ડૉ. શ્યામપ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘ પક્ષની સ્થાપના કરી.*

*📺1972 : મુંબઇ દૂરદર્શનની શરૂઆત થઈ.*

*💐🐾૧૯૦૬ - રાજા રવિ વર્મા, પ્રખ્યાત ભારતીય ચિત્રકારનું અવસાન (જ. ૧૮૪૮)💐🐾*
રાજા રવિ વર્મા ભારતના સૌથી જાણીતા અને પ્રભાવશાળી ચિત્રકારોમાંના એક છે. ૧૯મી સદીના અંતમાં તેમણે ભારતીય સંસ્કૃતિનો પાશ્ચાત્ય ચિત્ર શૈલી સાથે સંગમ કરીને અનેક પ્રખ્યાત ચિત્રો બનાવ્યા છે. ૧૮૭૩માં વિયેના કલા પ્રદર્શનમાં તેમને પ્રથમ પારિતોષિક મળ્યું હતું..

*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

No comments:

Post a Comment