Died: 11 January 1966, Tashkent, Uzbekistan
Nickname: Man of Peace
💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠♻️
🔘🔘શાસ્ત્રીજી વડાપ્રધાન બન્યા🔘🔘
💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠♻️
1964 ની નવમી જૂને લાલ બહાદુર શાસ્ત્રી બીજા વડાપ્રધાન બન્યા હતા . એક જ વર્ષમાં પાકિસ્તાન સાથે યુદ્ધ થતાં તેમણે આપેલું ' જય જવાન, જય કિસાન ' સૂત્ર હજુ યાદ કરાય છે
⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
લાલ બહાદુર શાસ્ત્રી ( બીજી ઓક્ટોબર,
૧૯૦૪ - અગિયારમી જાન્યુઆરી , ૧૯૬૬ ), ભારત દેશના ત્રીજી લોકસભાના અને બીજા સ્થાયી વડા પ્રધાનમંત્રી હતા. તેઓ ૧૯૬૩-૧૯૬૫ના વચ્ચેના સમયમાં ભારત દેશના પ્રધાન મંત્રી હતા. એમનો જન્મ મુગલસરાય , ઉત્તર પ્રદેશ ખાતે થયો હતો.
📌લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ ૧૯૦૪માં થયા બાદ મુગલસરાય, ઉત્તર પ્રદેશ ખાતે લાલ બહાદુર શ્રીવાસ્તવ નામથી ઉછેર થયો હતો. એમના પિતા શારદા પ્રસાદ એક ગરીબ શિક્ષક હતા, જેઓ ત્યારબાદ રાજસ્વ કાર્યાલય ખાતે લિપિક (ક્લાર્ક) બન્યા હતા.
♻️♻️ભારત દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થયા પશ્ચાત શાસ્ત્રીજીને ઉત્તર પ્રદેશ રાજ્યના સંસદીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ગોવિંદ વલ્લભ પંતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રહરી તેમજ યાતાયાત મંત્રી બન્યા હતા. યાતાયાત મંત્રી તરીકેના સમય દરમિયાન એમણે પ્રથમ વાર મહિલાને બસ-સંવાહક (બસ-કંડક્ટર) તરીકેના પદ પર નિયુક્ત કરી નવો ચીલો ચાતર્યો હતો. પ્રહરી વિભાગના મંત્રી થયા બાદ એમણે ભીડને નિયંત્રણમાં રાખવા માટે લાઠી પ્રહારને બદલે પાણી છાંટવાનો પ્રયોગ કરી તેનો પ્રારંભ કરાવ્યો હતો. ૧૯૫૧ના વર્ષમાં, જવાહર લાલ નેહરુના નેતૃત્વમાં તેઓને અખિલ ભારત કોંગ્રેસ કમિટીના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એમણે ૧૯૫૨ , ૧૯૫૭ તેમજ ૧૯૬૨ની ચુંટણીઓમાં કોંગ્રેસ પક્ષને ભારે બહુમતી સાથે જિતાડવા માટે ખુબ પરિશ્રમ કર્યો હતો.
💠♻️🔘ભારત દેશના વડા પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુનું એમના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન સત્તાવીસમી મે , ૧૯૬૪ના રોજ દેહાવસાન થયા બાદ, શાસ્ત્રીજીએ નવમી જૂન
૧૯૬૪ના રોજ વડા પ્રધાન મંત્રી તરીકે પદ ભાર ગ્રહણ કર્યો હતો.
🔘એમનું શિક્ષણ હરિશચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને
કાશી વિદ્યાપીઠ ખાતે થયું હતું. અહિંયાથી જ એમને "શાસ્ત્રી" તરીકેની ઉપાધિ પ્રાપ્ત થઇ જે એમના નામ સાથે જીવનપર્યંત જોડાયેલી રહી. એમનું શિક્ષણ હરિશચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને કાશી વિદ્યાપીઠ ખાતે થયું હતું.
⭕️♦️⭕️એમના પિતા મિર્ઝાપુરના શ્રી શારદા પ્રસાદ અને એમના માતા શ્રીમતી રામદુલારી દેવીના ત્રણ પુત્રોમાંથી તેઓ બીજા હતા. શાસ્ત્રીજીની બે બહેનો પણ હતી. શાસ્ત્રીજીના શૈશવકાળમાં જ એમના પિતાનું નિધન થયું હતું. ઈ. સ. ૧૯૨૮માં એમનાં લગ્ન શ્રી ગણેશપ્રસાદની પુત્રી લલિતાદેવી સાથે થયાં અને એમને છ સંતાનો હતાં.
સ્નાતકની શિક્ષા સમાપ્ત કર્યા બાદ તે ભારત સેવક સંઘ જોડે જોડાઈ ગયા અને દેશસેવાનું વ્રત લેતા અહીંથી જ પોતાના રાજનૈતિક જીવનની શુરુઆત કરી. શાસ્ત્રીજી વિશુદ્ધ ગાંધીવાદી હતા. તેઓ આખું જીવન સાદગીથી રહ્યા અને ગરીબોની સેવામાં પોતાની આખી જિંદગી સમર્પિત કરી દીધી. ભારતીય સ્વાધીનતા સંગ્રામના દરેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં એમની ભાગીદારી રહી, અને જેલોમાં રહેવું પડ્યું જેમાં ૧૯૨૧ની અસહકારની ચળવળ અને ૧૯૪૧નું સત્યાગ્રહ આંદોલન સૌથી મુખ્ય હતું. એમના રાજનૈતિક દિગ્દર્શકોમાં શ્રી પુરુષોત્તમદાસ ટંડન, પંડિત ગોવિંદબલ્લભ પંત, જવાહરલાલ નેહરૂ વગેરે મુખ્ય હતા. ૧૯૨૯માં ઇલાહાબાદ આવ્યા પછી તેમણે શ્રી ટંડનજીની સાથે ભારત સેવક સંઘના ઇલાહાબાદ એકમના સચિવના રૂપમાં કામ કર્યું. અહિં તેઓ નેહરૂને મળ્યા. ત્યાર પછી તેમનો હોદો નિરંતર વધતો ગયો. જેમકે નેહરૂ મંત્રિમંડળમાં ગૃહમંત્રીના હોદા પર તેઓ શામિલ થયા. આ પદ પર તેઓ ૧૯૫૧ સુધી રહ્યા.
📢📢શાસ્ત્રીજીને તેમની સાદગી, દેશભક્તિ અને ઇમાનદારી માટે આખું ભારત શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે. તેમને વર્ષ ૧૯૬૬માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👇👇👇👇👇👇👇👇👇👇
સાદગીની શિક્ષા શાસ્ત્રીજીથી લો !
👇👇👇👇👇👇👇👇👇👇
💠અરે શાસ્ત્રી ! દૂર કેમ ઉભો છે. જલ્દી હોડીમાં બેસી જા, જોતો ખરો આ નદી કેવી ગાંડીતુર બની છે. ચાલ જલ્દી ઘર ભેગા થઈ જઈએ.''
'
💠નહીં તમે લોકો ઘરે જાઓ, મારે તો હજુ મેળો જુવો છે. હું મેળો જોઈને જ ઘરે આવીશ.' શાસ્ત્રીએ જવાબ આપ્યો.
શાસ્ત્રીના મિત્રોને એ સમયે ખબર ન હતી કે, શાસ્ત્રી પાસે હોડીમાં બેસવાના પૈસા નથી. ગામની નદીને સામે કાંઠે યોજાયેલો મેળો જોઈને મિત્રો સાથે ઘરે ફરતી વેળાએ જ્યારે શાસ્ત્રીએ
♻️♻️પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો તો પોતાનું ખિસ્સુ ખાલી જોઈને તેઓ ખુદ પણ ચક્તિ થઈ ગયાં હતાં. બધા મિત્રો નૌકામાં બેસી ગયા પણ શાસ્ત્રી ન બેઠા. પોતાની મજબૂરી સામે ન લાવતા શાસ્ત્રીએ મેળો જોઈને આવવાનું બહાનું કરી દીધું હતું. આખરે આત્મસમ્માનનો પ્રશ્ન જો હતો.
તમામ મિત્રોના નદી પાર કર્યા બાદ શાસ્ત્રી તુરંત નદીમાં કુદી પડ્યાં અને તરવા લાગ્યાં. નદીમાં જોરદાર પૂર આવ્યું હતું અને તેને પાર કરવી ખુબ જ ખતરનાક હતી. તેમ છતાં પણ આ યુવાન કિનારે પહોંચી ગયો.
એ સમયે સામાન્ય દેખાતો આ યુવાન બાદમાં એક અસાધારણ વ્યક્તિ બની ગયો. આ વ્યક્તિ એટલે ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર
♻️જન્મદિવસ 2
ઓક્ટોબર 1904 માં ઉત્તરપ્રદેશના મુગલસરાયના રામનગરમાં એક સામાન્ય કાયસ્થ પરિવારને ત્યાં તેમનો જન્મ થયો હતો. દોઢ વર્ષની ઉમરમાં તેમના પિતાના મૃત્યુ બાદ માતા રામદુલારી દેવી તેમને અને તેમની બે બહેનોને લઈને પોતાના પિયરે ચાલી આવી હતી. તેમનું પ્રાથમિક શિક્ષણ ઘરમાં જ પૂરુ થયું. શાસ્ત્રીજી એટલા તેજસ્વી હતાં કે દસ વર્ષની ઉમરમાં જ છઠ્ઠા ધોરણમાં પાસ થઈ ગયાં હતાં. મુગલસરાયમાં સારી હાઈસ્કૂલ ન હોવાના કારણે તે બનારસ ચાલ્યાં આવ્યા અને હરિશચંદ્ર હાઈસ્કૂલમાં ભણવા લાગ્યાં.
શાળાકિય જીવનમાં જ રાષ્ટ્રભક્તો અને શહીદો વિષે વાંચતા વાંચતા તેમણે સ્વતંત્રસંગ્રામના વિષયને વિસ્તારપૂર્વક જાણ્યો. એ દિવસોમાં જલિયાવાલા બાગની ઘટના બાદ વિદ્યાર્થી આંદોલનને ગતિ પકડી હતી અને શાસ્ત્રીજી તેનો એક ભાગ બની ગયાં.
મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અસહયોગ આંદોલન ચાલ્યું તો તે તેમાં પણ જોડાઈ ગયાં. શાસ્ત્રીજી વસ્તુત: કાશી વિદ્યાપીઠથી શાસ્ત્રીની પરીક્ષા પાસ કરવાના કારણે શાસ્ત્રી કહેવાયા. વર્ષ 1925 માં તેમણે કાશી વિદ્યાપીઠમાં હિન્દી, અંગ્રેજીએ અને દર્શનશાસ્ત્રને લઈને સ્નાતકનો અભ્યાસ કર્યો.
♻️💠♻️16
મે 1928 ના રોજ શાસ્ત્રીજીના લગ્ન લલિતા દેવી સાથે થયાં. 1928 માં તે અલ્હાબાદ
મ્યૂનિસિપલ બોર્ડના સભ્ય પદે ચૂંટાઈ આવ્યાં. 1929 માં લાહોર અધિવેશન બાદ અંગ્રેજો સાથે યોજાયેલી ગોળમેજી પરિષદ નિષ્ફળ રહેવા પર જ્યારે શોલાપુરમાં તોડફોડ શરૂ થઈ તો અંગ્રેજી શાસને નિષેધાજ્ઞા લાગૂ કરી દીધી ત્યારે શાસ્ત્રીજી એ ત્યાં જવાનો નિર્ણય લઈ લીધો.
વર્ષ 1935 માં બ્રિટિશ સંસદ દ્વારા રજૂ કરેલા ભારત શાસન અધિનિયમ અનુસાર 1937 માં કોંગ્રેસે પ્રાંતીય વિધાનસભાઓ માટે ચૂંટણી લડી અને લગભગ તમામ વિધાનસભાઓમાં મારે બહુમત પ્રાપ્ત કર્યો.
♻️💠♻️શાસ્ત્રીજી પણ જીતીને ઉત્તરપ્રદેશ વિધાનસભાની સદસ્યતા પ્રાપ્ત કરી લીધી.
♻️1947 માં સ્વતંત્રતા પ્રાપ્તિ સમયે પંડિત ગોવિંદ વલ્લભ પંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી હતાં. 📌તેમણે થોડા મહિનાઓ બાદ શાસ્ત્રીજીને મંત્રિપરિષદમાં પોલીસ અને પરિવહન મંત્રીના રૂપમાં શામેલ કરી દીધા.
♻️💠મંત્રી બનવા છતાં પણ તેમના જીવનમાં સાદગી યથાવત રહી. તેમના પોશાકમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન ન આવ્યું.
♻️1950 માં ટંડનજીના ત્યાગ પત્ર બાદ શાસ્ત્રીજીને કોંગ્રેસને જીતાડવાની જવાબદારી પૂરી નિષ્ઠા સાથે નિભાવી. શાસ્ત્રીજી રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યાં અને રેલમંત્રી બન્યાં પરંતુ 👁🗨1955 માં દક્ષિણ ભારતની એક રેલ દુર્ઘટનાની જવાબદારી લઈને તેમણે રાજીનામું આપી દીધું.
👁🗨♻️નેહરુના અવસાન બાદ 9 જૂન 1964 ના રોજ શાસ્ત્રીજીએ વડાપ્રધાન પદના સૌગંધ લીધા. ત્યાર બાદ 1965 ના ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ તાશકંદ સમજૂતિ દરમિયાન તેમના નિધન સુધીનો ઈતિહાસ અજ્ઞાત છે, કારણ કે, ત્યાર બાદ સરકારોએ તેના પરથી પડદો ઉચકવાનો કદી પ્રયત્ન જ ન કર્યો.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁🗨💠👁🗨💠👁🗨💠💠👁🗨💠👁🗨
*🎯શ્રી લાલ બહાદુર શાસ્ત્રી🎯*
👁🗨💠👁🗨💠👁🗨💠👁🗨💠👁🗨💠
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
*શ્રી લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર, 1901ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીથી સાત માઇલ દૂર એક નાના રેલવે ટાઉન, મુગલસરાયમાં થયો હતો. તેમના પિતા એક સ્કૂલ શિક્ષક હતા. જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી માત્ર દોઢ વર્ષના હતા ત્યારે તેમન પિતાનું દેહાંત થઇ ગયું હતું.* તેમની માતા તેમના ત્રણેય સંતાનો સાથે પોતાના પિતાના ઘરે જઇને વસ્યા હતા.
એ નાના એવા શહેરમાં લાલ બહાદુરની સ્કૂલની શિક્ષા કંઇ ખાસ રહી નહોતી પરંતુ ગરીબીનો માર પડવા છતાં તેમનું બાળપણ પર્યાપ્તરૂપે આનંદમય રહ્યું હતું.
તેમને વારણસીમાં કાકા સાથે રહેવા મોકલાયા હતા જેથી ઉચ્ચ વિદ્યાલયનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે. ઘરમાં તેમને સહું નન્હેના નામથી બોલાવતા હતા. તેઓ ઘણા માઇલનું અંતર ઉઘાડા પગે જ ચાલીને શાળાએ જતા હતા, એ ત્યાં સુધી કે ભીષણ ગરમીમાં જ્યારે રસ્તાઓ ખૂબ જ ગરમ હતા ત્યારે પણ તેમને આવી રીતે જ જવું પડતું હતું.
મોટા થવાની સાથે જ લાલ બહાદુર શાસ્ત્રી વિદેશી ગુલામીમાંથી આઝાદી માટે દેશના સંઘર્ષમાં વધારે રસ દાખવવા લાગ્યા. તેઓ ભારતમાં બ્રિટિશ શાસનનું સમર્થન કરી રહેલા ભારતીય રાજાઓની મહાત્મા ગાંધી દ્વારા કરાયેલી નિંદાથી અત્યંત પ્રભાવિત થયા હતા. લાલ બહાદુર શાસ્ત્રી જ્યારે માત્ર 11 વર્ષના હતા ત્યારથી જ તેમણે રાષ્ટ્રીય સ્તરે કંઇક કરવાનું મનમાં વિચારી લીધું હતું.
ગાંધીજીએ અસહયોગ આંદોલનમાં સામેલ થવા માટે પોતાના દેશવાસીઓને આહવાન કર્યું હતું, આ સમયે લાલ બહાદુર શાસ્ત્રી માત્ર 16 વર્ષના હતા. તેમણે મહાત્મા ગાંધીના આ આહવાન પર પોતાનું ભણતર છોડી દેવાનો નિર્ણય કરી લીધો હતો. તેમના આ નિર્ણયે તેમની માતાની આશાઓ તોડી નાંખી. તેમના પરિવારે તેમના આ નિર્ણયને ખોટો ગણાવીને તેમને રોકવાના ઘણા પ્રયત્નો કર્યા હતા પંરતુ તેઓ નિષ્ફળ રહ્યાં. લાલ બહાદુરે પોતાનું મન મનાવી લીધું હતું. તેમના બધા નજીકના લોકોને એ ખબર હતી કે એક વખત મન મનાવી લીધા બાદ તેઓ પોતાનો નિર્ણય ક્યારેય નહીં બદલે કેમ કે બહારથી વિનમ્ર દેખાતા લાલ બહાદુર અંદરથી ખડક જેવા દ્રઢ હતા.
લાલ બહાદુર શાસ્ત્રી બ્રિટિશ શાસનની અવજ્ઞામાં સ્થાપિત કરાયેલી ઘણી રાષ્ટ્રીય સંસ્થાનોમાંથી એક કાશી વિદ્યાપીઠમાં સામેલ થયાં હતા. અહીં તેઓ મહાન વિદ્વાનો તેમજ દેશના રાષ્ટ્રવાદીઓના પ્રભાવમાં આવ્યા. વિદ્યાપીઠ દ્વારા તેમને પ્રદત્ત સ્નાતકની ડિ.ગ્રીનું નામ ‘શાસ્ત્રી’ હતું. પરંતુ લોકોના મનમાં તે તેમના નામના એક ભાગરૂપે વસી ગયું. 1927માં તેમના લગ્ન થયાં હતા. તેમની પત્ની લલિતા દેવી મીરઝાપુરના હતા. જે તેમના શહેરની પાસે જ હતું. તેમના લગ્ન બધી રીતે પારંપરિક હતા. દહેજના નામે એક ચરખો તેમજ હાથથી વણેલું અમુક મીટર કાપડ હતું. તેઓ દહેજના રૂપમાં એનાથી વધારે બીજું કંઇ પણ ઇચ્છતા નહોતા.
1930માં મહાત્મા ગાંધીએ મીઠાનો કાયદો તોડીને દાંડી યાત્રા કરી હતી. આ પ્રતિકાત્મક સંદેશે સમગ્ર દેશમાં એક પ્રકારની ક્રાંતિ લાવી દીધી હતી. લાલ બહાદુર શાસ્ત્રી જોશભેર સ્વતંત્રતાના સંઘર્ષમાં સામેલ થયાં. તેમણે ઘણા વિદ્રોહી અભિયાનોનું નેતૃત્વ કર્યું તેમજ કુલ સાત વર્ષ સુધી બ્રિટીશ જેલોમાં રહ્યા. આઝાદીના સંઘર્ષે તેમને પૂર્ણત: પરિપક્વ બનાવી દીધા હતા.
આઝાદી પછી જ્યારે કોંગ્રેસ સત્તામાં આવી તેના પહેલા જ રાષ્ટ્રીય સંગ્રામના નેતા વિનીત તેમજ નમ્ર, લાલ બહાદુર શાસ્ત્રીના મહત્વને સમજી ચૂક્યા હતા. 1946મા જ્યારે કોંગ્રેસ સરકારનું ગઠન થયું તો આ નાના કાર્યકરને દેશના શાસનમાં રચનાત્મક ભૂમિકા નીભાવવાની જવાબદારી અપાઇ હતી. તેમને પોતાના ગૃહરાજ્ય ઉત્તરપ્રદેશના સંસદિય સચિવ નિયુક્ત કરાયા હતા અને ઝડપથી જ તેઓ ગૃહમંત્રીના પદ પર પહોંચી ગયા હતા. સખત મહેનત કરવાની તેમની ક્ષમતા તેમજ તેમની દક્ષતા ઉત્તર પ્રદેશમાં એક ઉદાહરણરૂપ બની હતી. તેઓ 1951માં નવી દિલ્હી આવ્યા તેમજ કેન્દ્રીય મંત્રીમંડળના ઘણા વિભાગોનો પ્રભાર સંભાળ્યો- રેલ મંત્રી, પરિવહન તથા સંચાર મંત્રી, વાણિજ્ય તેમજ ઉદ્યોગમંત્રી. ગૃહમંત્રી તેમજ નહેરુજીની બિમારીના સમયે વિભાગ વગર મંત્રી રહ્યા હતા. તેમની પ્રતિષ્ઠા સતત વધી રહી હતી. એક રેલવે દુર્ઘટના, જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા, માટે પોતાને જવાબદાર ઠેરવતા તેમણે રેલવે મંત્રીના પદેથી રાજીનામું આપી દીધું હતું. દેશ તેમજ સંસદે તેમની આ અભૂતપૂર્વ પહેલને બિરદાવી હતી. તત્કાલિન પ્રધાનમંત્રી પંડિત નહેરુએ આ ઘટના અંગે સંસદમાં બોલતા લાલ બહાદુર શાસ્ત્રીની ઇમાનદારી તેમજ ઉચ્ચ આદર્શોની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે તેમણે લાલ બહાદુર શાસ્ત્રીનું રાજીનામું એટલા માટે સ્વીકાર્યું નથી કે જે કંઇ પણ થયું છે તેમના માટે એ જવાબદાર છે પરંતુ એટલા માટે સ્વીકાર્યું છે કે એનાથી બંધારણીય મર્યાદામાં એક દાખલો બેસશે. રેલવે દુર્ઘટના પર લાંબી ચર્ચાનો જવાબ આપતા લાલ બહાદુર શાસ્ત્રીએ કહ્યું “કદાચ હું લંબાઇમાં ટૂંકો હોવાથી તેમજ નમ્ર હોવાને કારણે લોકોને લાગે છે કે હ
ું બહું દ્રઢ નથી થઇ શકતો. જોકે શારીરિક રીતે હું મજબૂત નથી પરંતુ મને લાગે છે કે આંતરિક રીતે હું એટલો પણ કમજોર નથી.”
પોતાના મંત્રાલયના કામકાજ દરમિયાન પણ તેઓ કોંગ્રેસ પાર્ટી સંબંધિત બાબતોનું ધ્યાન રાખતા તેમજ તેમાં ભરપૂર યોગદાન આપતા હતા. 1952,1957 તેમજ 1962ની સામાન્ય ચૂંટણીઓમાં પાર્ટીની નિર્ણાયક તેમજ જબરદસ્ત સફળતામાં તેમની સંગઠનની પ્રતિભા તેમજ વસ્તુને નજીકને પારખવાની અદભુત ક્ષમતાનું ખૂબ મોટું યોગદાન હતું.
30થી વધુ વર્ષો સુધી પોતાની સમર્પિત સેવા દરમિયાન લાલ બહાદુર શાસ્ત્રી પોતાની નિષ્ઠા તેમજ ક્ષમતા માટે લોકોમાં ખૂબ પ્રસિદ્ધ થયાં હતા. વિનમ્ર, દ્રઢ, સહિષ્ણુ તેમજ જબરદસ્ત આંતરિક શક્તિવાળા શાસ્ત્રીજી લોકો વચ્ચે એવા વ્યક્તિ બનીને ઉભર્યા જેમણે લોકોની ભાવનાઓને સમજી. તેઓ દૂરદર્શી હતા કે જેથી દેશને પ્રગતિના માર્ગે લઇ આવ્યા. લાલ બહાદુર શાસ્ત્રી મહાત્મા ગાંધીની રાજનૈતિક શિક્ષાઓથી અત્યંત પ્રભાવિત હતા. પોતાના ગુરુ મહાત્મા ગાંધીના લયમાં જ તેમણે એક વખત કહ્યું હતું કે ‘‘ મહેનત પ્રાર્થના કરવા બરાબર છે.’’ મહાત્મા ગાંધી જેવા જ વિચાર ધરાવનારા લાલ બહાદુર શાસ્ત્રી ભારતીય સંસ્કૃતિની શ્રેષ્ઠ ઓળખ છે.
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)🙏
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
--------------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment