Saturday, July 6, 2019

6 July

જ્ઞાન સારથિ, [06.07.19 16:26]
[Forwarded from જ્ઞાન સારથિ]
Yuvirajsinh Jadeja:
🎋🔘🎋🔘🎋🔘🎋🔘🎋🔘🎋🔘
🔰🔰ઈતિહાસમાં ૬ જુલાઈનો દિવસ🔰
♦️✅♦️✅♦️✅♦️✅♦️✅♦️✅
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🤔🤔🤔ધીરુભાઈ અંબાણી🤔🤔🤔

આપબળે વિશાળ ઉદ્યોગ સમૂહ ઊભો કરીને દેશની પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનેલા રિલાયન્સ ગ્રૂપના સ્થાપક ધીરુભાઈએ ૨૦૦૨માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા .



🗣🗣🗣શયામા પ્રસાદ મુખરજી🗣🗣

ભાજપની માતૃસંસ્થા જનસંઘની સ્થાપના કરનારા રાજકારણી , વકીલ , એકેડેમિશિયન શ્યામા પ્રસાદનો જન્મ વર્ષ ૧૯૦૧માં આજના દિવસે કલકત્તામાં થયો હતો .

✌️✌️ગાંધીજીને રાષ્ટ્રપિતાનું સંબોધન✌️

વર્ષ 1944 ની છઠ્ઠી જુલાઈએ સુભાષચંદ્ર બોઝે સિંગાપોર રેડિયો પર સંબોધનમાં ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે સંબોધિત કર્યા હતા .

🌄🌄નાથુ લા પાસ ફરી શરૂ થયો🌄🌄

 ભારત અને ચીન વચ્ચે હિમાલયમાંથી પસાર થતો પહાડી માર્ગ નાથુ લા પાસ 2006ની છઠ્ઠી જુલાઈએ પુન : શરૂ કરવામાં આવ્યો હતો . દલાઈ લામાનો જન્મ દિન હોવાથી આ દિવસ પસંદ કરાયો હતો .

🔫🔫AK - 47 નું પ્રોડક્શન શરૂ થયું🔫

 વિશ્વમાં સૌથી વધુ લોકોના જાન લેનારી રાઇફલ AK - 47નું પ્રોડક્શન રશિયામાં વર્ષ 1947ની છઠ્ઠી જુલાઈએ શરૂ કરાયું હતું . તેના શોધકનું નામ મિખાઇલ કેલેશનિકોવ  છે .

💡1785 :- ડોલરને અમેરિકાનાં રાષ્ટ્રીય ચલણ તરીકે સર્વ સંમતિથી સ્વીકારવામાં આવ્યો.

💡1787 :- કોલકાતાના શિબપૂરમાં ઇન્ડિયન બોટનીકલ
ગાર્ડનની સ્થાપનાં થઈ.

💡1935 :- તિબેટનાં 14માં ધર્મગુરુ દલાઈ લામાનો જન્મ થયો.

💡1959 :- ભારતની પ્રથમ સફળ હાર્ટ સર્જરી તામિલનાડુ ની વેલ્લુર હોસ્પિટલમાં કરાઈ.

💡1986 :- બાબુ જગજીવન રામનું અવસાન થયુ.
🔦જગજીવનરામ , ભારતીય રાજકારણી (જ. ૧૯૦૮), તેમનાં પુત્રી મીરાં કુમાર
લોક સભાનાં પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા હતા.

💡🔦૧૮૯૨ – દાદાભાઈ નવરોજી , બ્રિટનની સંસદમાં ચુંટાયેલા પ્રથમ ભારતીય સભ્ય બન્યા.
⏳⌛️⏳⌛️⏳⌛️⏳⌛️⏳⌛️⏳⌛️🐾🐾🐾જીવરામ જોષી🐾🐾🐾
🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸

🎋ગજરાતી બાળ સાહિત્યકાર જીવરામ જોષી

🎋જન્મ તા. ૬/૭/૧૯૦૫ના રોજ
સૌરાષ્ટ્ર સ્થિત જસદણથી ચાર
ગાઉ દૂર આવેલા ગરણી ગામમાં
થયો. પિતાનું નામ ભવાનીશંકર અને
માતા સંતોકબહેન હતું તેમના પિતા
કથાકીર્તન કરવા ઉપરાંત જ્યોતિષ
જોતા હતા તેઓ વધારે ભણેલા
નહોતા, પરંતુ શિક્ષણનું મહત્વ
જાણતા હતા. માતા સંતોકબહેન ઘર
સંભાળતાં. તેમના મોટા દુર્લભજી
અને નાના જીવરામને પાનોસરા
ગામની શાળામાં ભણવા
બેસાડ્યા.
 જીવરામ ત્રીજા
ધોરણમાં આવ્યો ત્યારે
ભવાનીશંકરનું ઓચિંતુ મૃત્યું થયું.
જોષી પરિવાર બેસહારા બની
ગયો. જીવરામે ભણવાનું છોડવું પડ્યું.
બે ટંકના ભોજન માટે ગરણી અને
પાનોસરામાં લોટ માગવાનું શરૂ
કર્યું. ગાડું ગબડતું રહ્યું. દરમિયાન
ગામના એક બ્રાહ્મણ દુર્લભજીને
અમદાવાદની હોટલમાં નોકરી
અપાવવા લઈ ગયા. જીવરામે પણ
ભણવા માટે અમદાવાદ જવાનો
વિચાર કર્યો. એ વખતમાં જસદણથી
બોટાદ થઈને ટ્રેન અમદાવાદ જતી
હતી. સંતોકબહેન પાસેથી અઢી
રૂપિયા લઈને જીવરામ અમદાવાદ
જતી ટ્રેનમાં બેસી ગયો. દુર્લભજીને
મળ્યો. દુર્લભજીમાં તો બે માણસ
પૂરું કરવાની ત્રેવડ નહોતી, પણ એ
જેમની સાથે રહેતા હતા એ હરિશંકર
જોષી વહારે ધાયા. જીવરામને
ત્રણ દરવાજે આવેલી બળવંતરાય
ઠાકોરની પ્રોપ્રાયટરી શાળામાં
દાખલ કરી દીધો. બે ટંકના ભોજન
માટે જાણીતા સાહિત્યકાર
રામનારાયણ પાઠકના ઘેર રસોયા
તરીકેની નોકરી શરૂ કરી. જીવરામ
જોષીની રહેવા, ભણવાની અને
જમવાની સગવડ થઈ ગઈ.

1903ની
સાલમાં કાશી વિદ્યાપીઠની
મુલાકાત લઈને ગયા પછી મહાત્મા
ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ
કરવા માટે દાંડીકૂચનો આરંભ કર્યો.
ગાંધીજીએ દાંડીકૂચ શરૂ કરી એ જ
દિવસે કાશીમાં જીવરામ જોષીએ
નમકનો સત્યાગ્રહ કર્યો. કાશીના
કોટવાળી વિસ્તારમાં આવેલા
હરિશ્ચંદ્ર ચોકમાં નમક બનાવવાની
જાહેરાત કરી. દસ માણસોની ટુકડી
સાથે ચોકમાં પહોંચી ગયા.
સગડીમાં ભઠ્ઠાં સળગાવ્યાં અને
ત્રણેક કડાયામાં નમક ધોયેલું પાણી
ઉકળવા મૂક્યું. જોતજોતામાં
લોકોની ભીડ એકઠી થઈ ગઈ. ભીડને
વિખેરવા પોલીસે લાઠીચાર્જ
કર્યો. જીવરામ જોષીના જમણા
હાથનું હાડકું ભાંગી ગયું. મસ્તક પર
લાઠીનો પ્રહાર થવાથી એ બેહોશ
થઈ ગયા. એક અઠવાડિયા સુધી
હોસ્પિટલમાં સારવાર લેવી પડી.
આ ઘટનાને પગલે જીવરામ જોષી
ક્રાંતિકારી તરીકે ઓળખાવા
લાગ્યા. અંગ્રેજ પોલીસ એમની
શોધમાં લાગી ગઈ. જીવરામ
જોષી પોલીસની આંખમાં ધૂળ
નાખીને કાશીથી બિહાર અને
બિહારથી ગુજરાત આવ્યા.
ગુજરાતમાં આવીને એમની કાયાપલટ
થઈ ગઈ. ક્રાંતિકારી મટીને
બાળસાહિત્યકાર બની ગયા. અમર
બાળપાત્રો સર્જ્યાં.

🐾આજે જીવરામ જોષી આપણી વચ્ચે
સદેહે નથી, પરંતુ મિયાં ફુસકી અને
અડુકિયો દડુકિયો જેવા પાત્રોના
સ્વરૂપે એ હંમેશાં જીવંત રહેશે.

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment