Saturday, July 6, 2019

દલાઈ લામા --- Dalai Lama

જ્ઞાન સારથિ, [06.07.19 21:03]
[Forwarded from જ્ઞાન સારથિ]
Yuvirajsinh Jadeja:
🕉☸️☯️🕉☸️☯️🕉☸️☯️🕉☸️☯️
☣️☢️☣️☣️દલાઈ લામા ☯️☯️☯️☯️
🕉☸️🕉☸️🕉☸️🕉☸️🕉☸️🕉☸️
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉👁‍🗨૬ જુલાઈએ વિશ્વસ્તરે શાંતિ અને એકતાનો સંદેશો પાઠવનારા દલાઈ લામાનો જન્મ દિવસ છે

🎋ચીને 2009માં પણ દલાઈ લામાની અરુણાચલ પ્રદેશની મુલાકાત સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે 1959માં તવાંગ થઈને ચીનથી ભારત પહોંચ્યા હતા. તેમના પહેલાના એક દલાઈ લામાનો જન્મ તવાંગમાં થયો હતો.

👉આશરે સાડા પાંચ દાયકાથી નિરાશ્રિત જીવન જીવતા હોવા છતાં તિબેટિયનોના ૧૪મા ધર્મગુરુ એવા દલાઈ લામા પ્રત્યે સમગ્ર વિશ્વમાં સહાનુભૂતિને બદલે સન્માનની ભાવના જોવા મળે છે,



👆👌👉એ જ તેમની મહાનતાનો સૌથી મોટો પુરાવો છે. આજે સમગ્ર વિશ્વમાં ધર્મના નામે ધિક્કાર વધારે ફેલાવવામાં આવે છે ત્યારે દલાઈ લામા એક એવું વ્યક્તિત્વ છે, જે પ્રેમ, કરુણા અને માનવતાનો સંદેશ અસ્ખલિતપણે વહાવી રહ્યા છે.
👆👉ધર્મને પોથીપંથી કે જડ પરંપરાવાદી બનાવવાને બદલે સતત વહેતી કરુણાની નદી જેવો રાખવા માટેની તેમની મથામણ જ સૌને તેમના પ્રત્યે માન ઉપજાવે છે.

👉👏બદ્ધનો ૭૪મો અવતાર ગણાતા દલાઈ લામાને આજે યાદ કરવાનું વિશેષ નિમિત્ત છે, તેમનો ૮૨મો જન્મદિવસ.🍰🎂🍰

🍰આમ તો દલાઈ લામાનો જન્મદિવસ છઠ્ઠી જુલાઈએ  પરંતુ તિબેટિયન તારીખિયા અનુસાર પાંચમા ચંદ્ર માસનો પાંચમો દિવસ દલાઈ લામાનો જન્મદિન છે,
🍰🍰મહાત્મા ગાંધીના વિચારોને અનુસરનારા દલાઈ લામાને પોતાના 'રાજપાટ' પડાવી લેનારા ચીન પ્રત્યે પણ સહેજેય કડવાશ નથી, ઊલટું તેઓ ચીનને એક મહાન દેશ ગણાવવાની ઉદારતા દાખવી શકે છે, એટલું જ નહીં ભારત-ચીનની દોસ્તીને દ્વેષરહિત દિલે આવકારી શકે છે. હા, ચીનમાં લોકશાહી વ્યવસ્થા હોવી જોઈએ અને દુનિયાના દેશોએ એ માટે મથવું જોઈએ, એવું આંતરરાષ્ટ્રીય મંચો પરથી કહેવાનું સાહસ દાખવવામાં તેઓ કદી પાછા પડતા નથી.

🍰🍰દલાઈ લામા આજે બૌદ્ધધર્મીઓના જ નહીં કરોડો લોકોના આદર્શ-સન્માનનીય વ્યક્તિ છે. ટ્વિટર પર સૌથી લોકપ્રિય વ્યક્તિઓમાં દલાઈ લામાનો સમાવેશ થાય છે. એ જ બતાવે છે કે આજની યુવા પેઢીને તેમના વિચારો આકર્ષી રહ્યા છે.

🍰🎂🍰દલાઈ લામાના ૮૨મા જન્મદિનની ઉજવણીમાં આપણે ભલે ધર્મશાળા ન જઈ શકીએ, પરંંતુ તેમની ફિલસૂફી જાણીને હેપ્પી બર્થડે જરૂર મનાવી શકીએ.🍰🎂🍰
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎂🍰🍰પરસન્નતા પર બેસ્ટસેલર પુસ્તકો લખનારા દલાઈ લામા દૃઢપણે માને છે કે, "ખુશ રહેવું આપણા જીવનનો ઉદ્દેશ છે." જોકે, ખુશી કે પ્રસન્નતા બાબતે તેઓ બહુ સ્પષ્ટ છે. "પ્રસન્નતા કંઈ રેડીમેઇડ મળતી ચીજ નથી, તે આપણાં પોતાનાં કાર્યોમાંથી જ સર્જાય છે." દલાઈ લામા ખુશીની ચાવી પણ આપે છે, "તમે જો અન્યોનેે ખુશ જોવા માગતા હોવ તો કરુણાનો ભાવ રાખો. જો તમે પોતે પણ ખુશ રહેવા માગતા હોવ તોપણ કરુણાનો ભાવ રાખો."

🎂🍰🎂દલાઈ લામાની સમગ્ર ફિલસૂફી ભગવાન બૌદ્ધની કરુણા અને મહાત્મા ગાંધીના અહિંસાના સિદ્ધાંતના પાયા પર ઊભેલી જોવા મળે છે. તેઓ કહે છે, "બને ત્યાં સુધી દયાવાન બની રહો અને દયાવાન બની રહેવું હંમેશાં શક્ય છે." સંગઠિત ધર્મનાં દૂષણોથી વાકેફ દલાઈ લામા ખુદ ધર્મગુરુ હોવા છતાં બિન્ધાસ્તપણે કહી શકે છે, "તમે કોઈ એક વિશેષ શ્રદ્ધા કે ધર્મમાં આસ્થા રાખતા હોવ તો એ સારી વાત છે, બાકી તમે તેના વિના પણ જીવતા રહી શકો છો." તેઓ દૃઢપણે માને છે કે, "આપણે ધર્મ અને ચિંતન વિના રહી શકીએ, માનવીય પ્રેમ વિના નહીં."

🎂🍰તમણે કહ્યું છે, "નથી મંદિરોની જરૂર કે નથી જટિલ તત્ત્વજ્ઞાાનની. મારું દિમાગ અને મારું દિલ મારાં મંદિરો છે અને મારી ફિલસૂફી છે - કરુણા." દુનિયાના ચોથા ક્રમના સૌથી મોટા ધર્મ એવા બૌદ્ધના ધર્મગુરુ હોવા છતાં દલાઈ લામા એમ નથી કહેતા કે મારો ધર્મ બૌદ્ધ છે, તેઓ કહે છે, 🎂"મારો ધર્મ બહુ સરળ છે, મારો ધર્મ કરુણા છે." દુનિયાના દરેક ધર્મ શાશ્વત માનવમૂલ્યોની જ વાત કરે છે, છતાં પણ દરેક ધર્મગુરુ માનવમૂલ્યોનો જ સંદેશ આપતા નથી. બધાય દલાઈ લામા જેવા થોડા હોય? કદાચ આજના વિશ્વની આ જ સૌથી મોટી કરુણતા છે!

♦️〰️હવે ચીનના સ્ટેટ કાઉન્સિલર યાંગ જિએચી જલ્દી મુદ્દાને ભારત સામે ઉઠાવી શકે છે.તેઓ ભારત સાથે સરહદ મુદ્દે વાતચીત માટે ચીનના વિશેષ પ્રતિનિધિ છે.ઉલ્લેખનીય છે કે ચીન અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરે છે અને તેને ભારતનો ભાગ નથી માનતું.ચીન અરુણાચલ પ્રદેશના 85,500 ચોરસ કિલોમીટર વિસ્તાર પર પોતાનો દાવો કરે છે.
🔘🔘છઠ્ઠા દલાઈ લામાનો જન્મ અરુણાચલપ્રદેશના તવાંગમાં થયો હતો,
જેના કારણે આ વિસ્તાર સાથે તિબ્બેટના લોકોની ધાર્મિક ભાવનાઓ જાડાયેલી છે. ચીન એવી આશા રાખી રહ્યુ છે કે ભારત તવાંગ પર પોતાના દાવાને લઈને નરમ વલણ અપનાવશે. તેમજ વર્તમાન દલાઈ લામા ૫૦ના દાયકામાં તવાંગના રસ્તે જ ભારતમાં પહોંચ્યા હતા. ત્યારે તવાંગને તિબ્બેટીયન લોકો માટે મેળવવા માટે ભારત સરકાર પર દબાણ કરવા માટે ચીન નાથુલાઘાટ બંધ કરી હિન્દુઓની લાગણી છંછેડવાની રણનીતિ બનાવી રહ્યુ છે. જેથી જરુર પડે કૈલાશ માનસરોવરના બદલામાં ભારત સાથે તવાંગનો સોદો કરીને ચીન પોતાના દેશના બૌદ્ધ લોકોની ધાર્મિક મ

જ્ઞાન સારથિ, [06.07.19 21:03]
[Forwarded from જ્ઞાન સારથિ]
ાન્યતાઓને સંતોષી શકે

છે.

〰️♦️હાલના દલાઈ લામા 1959માં તવાંગ દ્વારા ચીનથી ભારત પહોંચ્યા હતાં. આ અગાઉના પણ એક દલાઈ લામાનો જન્મ તવાંગમાં થયો હતો.

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment