Saturday, July 6, 2019

ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી ---- Dr. Shyama Prasad Mukherjee

જ્ઞાન સારથિ, [06.07.19 21:04]
Yuvirajsinh Jadeja:
♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️
ભારતીય જન સંઘ ના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની ૧૧૭મી જન્મજયંતી ...💐💐💐


👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏🙏જ એક રાજનીતિજ્ઞ, વિચારક અને દેશભક્ત હતા અને જેમણે પોતાનું જીવન રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા માટે સમર્પિત કરી દીધું.

🗝🔑શયામાપ્રસાદ મુખરજીનો જન્મ ૬ઠ્ઠી જુલાઈ ૧૯૦૧ના દિવસે થયો હતો અને ૨૩મી જૂન ૧૯૫૩ના દિવસે તેમનું અવસાન થયું હતું.
🎯જવાહલાલ નહેરુ કેબિનેટમાં તેઓ ઉદ્યોગ અને પુરવઠા પ્રધાન તરીકે પણ હતા.

♻️૧૯૫૦માં, ડાૅ. શ્યામા પ્રસાદ મુખર્જી તે વખતે કેન્દ્રીય પ્રધાન હતા, જેમણે નહેરુ-લિયાકત સંધિના વિરોધ કર્યો હતો અને પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી વિરોધ કરવા માટે લોકશાહી બળોનો એક મોરચો રચ્યો હતો તેમાં તેઓ જોડાયા. ડાૅ.મુખર્જીએ યુવાન સર્મિપત લોકોને આ કામ માટે રાજકીય સ્તરે જોડાવા માટે શ્રી ગુરુજીની મદદ લીધી હતી.



✅✅૧૯૫૦માં ભારતના તત્કાલીન વડાપ્રધાન નહેરૂ અને પાકિસ્તાનના વડાપ્રધાન લિયાકત અલી ખાન વચ્ચે દિલ્હીમાં એક સમજૂતી થઈ . તે મુજબ લઘુમતીઓ માટે અલગ નીતિઓ બનાવવા પર સહમતિ સધાઈ .
✅પાકિસાતના પ્રત્યે નહેરૂના નરમ વર્તાવનો વિરોધ કરતા મુખર્જીએ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું .
✅👁‍🗨૨૦મી ઓક્ટોબર ૧૯૫૧ના રોજ ભારતીય જનસંઘની સ્થાપના કરી.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
💠પડિત દિનદયાલજીએ ૨૧મી સપ્ટેમ્બર, ૧૯૫૧ ના રોજ ઉત્તર પ્રદેશમાં રાજકીય પરિષદ યોજી હતી અને ભારતીય જનસંઘ તરીકે નવા પક્ષનું રાજયમાં એકમ સ્થાપ્યું હતું. પંડિત દિનદયાલજી પ્રેરક શક્તિ હતા અને ડાૅ. મુખર્જીએ આ યોજાયેલ પ્રથમ અખિલ ભારતીય પરિષદમાં ૨૧મી ઓકટોબર ૧૯૫૧ ના રોજ પ્રમુખસ્થાન સંભાળ્યું હતું.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
હિન્દી અને અંગ્રેજીમાં લોકસભા દ્વારા મુખરજીના પ્રોફાઇલને આવરી લેતી બુકલેટ લાવવામાં આવી હતી. સંસદીય ગળહના સેન્ટ્રલ હોલમાં ૩૧મી મે ૧૯૯૧ના દિવસે તત્કાલિકન રાષ્ટ્રપતિ આર. વેંકટરામન દ્વારા મુખરજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. દેશને તેમની ઉલ્લેખનીય સેવાની નોંધ લેવામાં આવી હતી.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🖼ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની તસવીરોવાળી ટપાલ ટિકિટ હવે ભાગ્યે જ જોવા મળશે, કારણ કે 2015થી  સરકારે ટપાલ ટિકિટ પર તેમની તસવીરો છાપવાનું બંધ કરી દીધું છે. સરકાર હવે ટપાલ ટિકિટની નવી સીરિઝ શરૂ કરવા જઈ રહી છે. નવી સીરિઝની ટપાલ ટિકિટોમાં દીનદયાળ ઉપાધ્યાય, જયપ્રકાશ નારાયણ, શ્યામા પ્રસાદ મુખર્જી અને રામમનોહર લોહિયા વગેરેની તસવીરોને સામેલ કરવામાં આવી છે.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
♻️♻️2014 ડો . શ્યામા પ્રસાદ મુખર્જી :
 2014મા સામાન્ય બજેટમાં શ્યામા પ્રસાદ મુખર્જી નામથી પણ યોજના શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જવાહરલાલ નહેરૂની સરકારમાં ઉદ્યોગ અને પુરવઠા મંત્રી રહેલા શ્યામા પ્રસાદ મુખર્જીની ઓળખ એક ક્ટ્ટર રાષ્ટ્રભક્ત તરીકે આપવામાં આવે છે. બંગાળ વિધાન પરિષદમાં કોંગ્રેસનો હાથ પકડી મુખર્જીએ રાજકારણમાં પગ મૂક્યો . ૧૯૫૦માં ભારતના તત્કાલીન વડાપ્રધાન નહેરૂ અને પાકિસ્તાનના વડાપ્રધાન લિયાકત અલી ખાન વચ્ચે દિલ્હીમાં એક સમજૂતી થઈ . તે મુજબ લઘુમતીઓ માટે અલગ નીતિઓ બનાવવા પર સહમતિ સધાઈ . પાકિસાતના પ્રત્યે નહેરૂના નરમ વર્તાવનો વિરોધ કરતા મુખર્જીએ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું . ૨૦મી ઓક્ટોબર ૧૯૫૧ના રોજ ભારતીય જનસંઘની સ્થાપના કરી.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
2015= શ્યામા પ્રસાદ મુખર્જી અર્બન મિશન અંતર્ગત સડક, વીજળી, પીવાનું પાણી જેવી જરૂરી સુવિધાઓ ગામડામાં ઉપલબ્ધ કરાવાશે. આ યોજના અંતર્ગત કુલ 5000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ યોજના યુપીએ સરકારની યોજના પ્રોવિઝન ઓફ અર્બન એમિનિટીઝ ઈન એરિયાઝનું સ્થાન લેશે. આ યોજના અંતર્ગત સ્કૂલ, કોલેજ અને હેલ્થકેર પર ભાર આપવામાં આવશે.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ડૉ. શ્યામા પ્રસાદનું તેમની પુણ્યતિથિએ સ્મરણ કરીએ છીએ. ભારત માટે તેમના અદ્વીતીય યોગદાનને ક્યારેય ભૂલી નહીં શકાય”

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️♦️⭕️
ભારતીય જન સંઘ ના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ...💐💐💐
👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏🙏જે એક રાજનીતિજ્ઞ, વિચારક અને દેશભક્ત હતા અને જેમણે પોતાનું જીવન રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા માટે સમર્પિત કરી દીધું.

🗝🔑શ્યામાપ્રસાદ મુખરજીનો જન્મ ૬ઠ્ઠી જુલાઈ ૧૯૦૧ના દિવસે થયો હતો અને ૨૩મી જૂન ૧૯૫૩ના દિવસે તેમનું અવસાન થયું હતું. 
🎯જવાહલાલ નહેરુ કેબિનેટમાં તેઓ ઉદ્યોગ અને પુરવઠા પ્રધાન તરીકે પણ હતા.

♻️૧૯૫૦માં, ડાૅ. શ્યામા પ્રસાદ મુખર્જી તે વખતે કેન્દ્રીય પ્રધાન હતા, જેમણે નહેરુ-લિયાકત સંધિના વિરોધ કર્યો હતો અને પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી વિરોધ કરવા માટે લોકશાહી બળોનો એક મોરચો રચ્યો હતો તેમાં તેઓ જોડાયા. ડાૅ.મુખર્જીએ યુવાન સર્મિપત લોકોને આ કામ માટે રાજકીય સ્તરે જોડાવા માટે શ્રી ગુરુજીની મદદ લીધી હતી.

✅✅૧૯૫૦માં ભારતના તત્કાલીન વડાપ્રધાન નહેરૂ અને પાકિસ્તાનના વડાપ્રધાન લિયાકત અલી ખાન વચ્ચે દિલ્હીમાં એક સમજૂતી થઈ . તે મુજબ લઘુમતીઓ માટે અલગ નીતિઓ બનાવવા પર સહમતિ સધાઈ . 
✅પાકિસાતના પ્રત્યે નહેરૂના નરમ વર્તાવનો વિરોધ કરતા મુખર્જીએ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું . 
✅👁‍🗨૨૦મી ઓક્ટોબર ૧૯૫૧ના રોજ ભારતીય જનસંઘની સ્થાપના કરી.
〰〰〰〰〰〰〰〰〰〰〰〰

💠પંડિત દિનદયાલજીએ ૨૧મી સપ્ટેમ્બર, ૧૯૫૧ ના રોજ ઉત્તર પ્રદેશમાં રાજકીય પરિષદ યોજી હતી અને ભારતીય જનસંઘ તરીકે નવા પક્ષનું રાજયમાં એકમ સ્થાપ્યું હતું. પંડિત દિનદયાલજી પ્રેરક શક્તિ હતા અને ડાૅ. મુખર્જીએ આ યોજાયેલ પ્રથમ અખિલ ભારતીય પરિષદમાં ૨૧મી ઓકટોબર ૧૯૫૧ ના રોજ પ્રમુખસ્થાન સંભાળ્યું હતું.

〰〰〰〰〰〰〰〰〰〰〰〰
હિન્દી અને અંગ્રેજીમાં લોકસભા દ્વારા મુખરજીના પ્રોફાઇલને આવરી લેતી બુકલેટ લાવવામાં આવી હતી. સંસદીય ગળહના સેન્ટ્રલ હોલમાં ૩૧મી મે ૧૯૯૧ના દિવસે તત્કાલિકન રાષ્ટ્રપતિ આર. વેંકટરામન દ્વારા મુખરજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. દેશને તેમની ઉલ્લેખનીય સેવાની નોંધ લેવામાં આવી હતી.
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
🖼ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની તસવીરોવાળી ટપાલ ટિકિટ હવે ભાગ્યે જ જોવા મળશે, કારણ કે 2015થી સરકારે ટપાલ ટિકિટ પર તેમની તસવીરો છાપવાનું બંધ કરી દીધું છે. સરકાર હવે ટપાલ ટિકિટની નવી સીરિઝ શરૂ કરવા જઈ રહી છે. નવી સીરિઝની ટપાલ ટિકિટોમાં દીનદયાળ ઉપાધ્યાય, જયપ્રકાશ નારાયણ, શ્યામા પ્રસાદ મુખર્જી અને રામમનોહર લોહિયા વગેરેની તસવીરોને સામેલ કરવામાં આવી છે.
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
♻️♻️2014 ડો . શ્યામા પ્રસાદ મુખર્જી :
2014મા સામાન્ય બજેટમાં શ્યામા પ્રસાદ મુખર્જી નામથી પણ યોજના શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જવાહરલાલ નહેરૂની સરકારમાં ઉદ્યોગ અને પુરવઠા મંત્રી રહેલા શ્યામા પ્રસાદ મુખર્જીની ઓળખ એક ક્ટ્ટર રાષ્ટ્રભક્ત તરીકે આપવામાં આવે છે. બંગાળ વિધાન પરિષદમાં કોંગ્રેસનો હાથ પકડી મુખર્જીએ રાજકારણમાં પગ મૂક્યો . ૧૯૫૦માં ભારતના તત્કાલીન વડાપ્રધાન નહેરૂ અને પાકિસ્તાનના વડાપ્રધાન લિયાકત અલી ખાન વચ્ચે દિલ્હીમાં એક સમજૂતી થઈ . તે મુજબ લઘુમતીઓ માટે અલગ નીતિઓ બનાવવા પર સહમતિ સધાઈ . પાકિસાતના પ્રત્યે નહેરૂના નરમ વર્તાવનો વિરોધ કરતા મુખર્જીએ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું . ૨૦મી ઓક્ટોબર ૧૯૫૧ના રોજ ભારતીય જનસંઘની સ્થાપના કરી.
〰〰〰〰〰〰〰〰〰〰〰
2015= શ્યામા પ્રસાદ મુખર્જી અર્બન મિશન અંતર્ગત સડક, વીજળી, પીવાનું પાણી જેવી જરૂરી સુવિધાઓ ગામડામાં ઉપલબ્ધ કરાવાશે. આ યોજના અંતર્ગત કુલ 5000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ યોજના યુપીએ સરકારની યોજના પ્રોવિઝન ઓફ અર્બન એમિનિટીઝ ઈન એરિયાઝનું સ્થાન લેશે. આ યોજના અંતર્ગત સ્કૂલ, કોલેજ અને હેલ્થકેર પર ભાર આપવામાં આવશે.
〰〰〰〰〰〰〰〰〰〰〰
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ડૉ. શ્યામા પ્રસાદનું તેમની પુણ્યતિથિએ સ્મરણ કરીએ છીએ. ભારત માટે તેમના અદ્વીતીય યોગદાનને ક્યારેય ભૂલી નહીં શકાય”

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨🀄️👁‍🗨🀄️👁‍🗨🀄️👁‍🗨🀄️👁‍🗨🀄️👁‍🗨🀄️
🎯આર્ટિકલ થ્રીસેવન્ટી(370) અને શ્યામાપ્રસાદ મુખર્જી
👁‍🗨💬👁‍🗨💬👁‍🗨💬👁‍🗨💬👁‍🗨💬👁‍🗨💬
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

✅👉ઈતિહાસ વિજેતાઓ દ્વારા અથવા શાસકો દ્વારા લખાતો હોય છે. ભારતનો ઈતિહાસ મોગલો તથા અંગ્રેજોએ લખ્યો ત્યાર બાદ કૉંગ્રેસીઓએ તથા એમના સત્તાસાથી તથા પિઠ્ઠુઓ એવા સામ્યવાદીઓએ. દેવ ગઢવી એટલે ગુજરાતના જ નહીં, સમર્ગ ભારતના ઉચ્ચ કક્ષાના કાર્ટૂનીસ્ટ દસ બાર વર્ષ અગાઉ એમણે એક કાર્ટૂન દોર્યું હતું. ઈતિહાસનું એક પુસ્તક હાથમાં પકડીને એક નેતાજી બોલે છેે, બાદશાહ અકબરના માથે મોગલ પાઘડીને બદલે ગાંધીટોપી ચીતરવાનો ઉત્સાહ કોણે દેખાડયો?

👉✅ભારતના ઈતિહાસ સાથે થયેલા ચેડાં સુધારીને ભારતની પ્રજાને એમનો સાચો ઈતિહાસ શીખવાડવાનો સુવર્ણ અવસર અત્યારે ભારતના નવા વડા પ્રધાનને પ્રાપ્ત થયો છે.

👁‍🗨અટલ બિહારી વાજપેયીએ દસ વરસ પહેલાં જાહેર આક્ષેપ કર્યો હતો કે જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીની હત્યા ૧૯૫૩માં નેહરુ સરકારના ઈશારે કરવામાં આવી હતી

👁‍🗨ભારતના ઈતિહાસ પર નજર નાખું છું ત્યારે મને એક પણ વ્યક્તિ એવી જડતી નથી, જેણે રાષ્ટ્રનું એટલું નુકસાન કર્યું હોય જેટલું પંડિત નેહરુએ કર્યું છે: ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી

👁‍🗨ભારતના સ્વાતંત્ર્ય પછીનો ઈતિહાસ એટલે જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ફિરોઝ ગાંધી, રાજીવ ગાંધી, ગં. સ્વ. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો ઈતિહાસ એવું માની લેનારી ભોળી અને ગુમરાહ પ્રજાને આ ઈતિહાસને સમાંતર એવા એક અન્ય અતીત વિશે વાત કરવાનો મોકો મળ્યો છે. પાઠ્યપુસ્તકો તૈયાર કરનારી સામ્યવાદી તથા કૉન્ગ્રેસી શિક્ષણકારોની ટોળકીને કારણે આ સમાંતર ઈતિહાસ નવી પેઢીના વિદ્યાર્થીઓને ભાગ્યે જ ભણાવવામાં આવે છે.

👁‍🗨આ મોકો આવ્યો દસ વરસ પહેલાં અટલ બિહારી વાજપેયીએ તે વખતે બે એક મહિના પહેલાં સત્તા ગુમાવીને ભૂતપૂર્વ વડા પ્રધાન બની ચૂકેલા વાજપેયીના શબ્દો ૭ જુલાઈ ૨૦૦૪ના ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’માં છપાયા હતા. વાજપેયીએ આક્ષેપ કર્યો હતો કે નેહરુ સરકારના ઈશારે શ્યામાપ્રસાદ મુખર્જીની હત્યા કરવામાં આવી હતી. બહુ ઓછાં વર્તમાનપત્રોએ પી.ટી.આઈ. દ્વારા વહેતા મૂકવામાં આવેલા આ ગંભીર આક્ષેપની ખબર પ્રગટ કરી હતી. વાજપેયીએ કહ્યું, ૧૯૫૩ની સાલમાં નેહરુ સરકાર અને જમ્મુ-કાશ્મીરની સરકારે કાવતરું રચીને શ્યામાપ્રસાદ મુખર્જીની હત્યા કરી હતી.

👁‍🗨🔰અત્યારે બંધારણની ૩૭૦મી કલમ વિશેનો વિવાદ ચગાવી રહેલા જમ્મુ-કાશ્મીરના ચીફ મિનિસ્ટર ઓમર અબ્દુલ્લાના દાદા શેખ અબ્દુલ્લા અને માત્ર ૪૪ સંસદ સભ્યો સાથે હવે સંસદમાં બેસવા જનાર કૉન્ગ્રેસના વાઈસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધીની દાદીના પિતા પંડિત જવાહરલાલની સરકારોનું એ કાવતરું હતું. જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટિકલ થ્રીસેવન્ટીના વિરોધી હતા.

✅નવી પેઢી માટે આ નામ નવું છે. શ્યામા સ્ત્રીનું નામ છે અને પ્રસાદ એના પતિનું એવું પણ કેટલાક ગુજરાતી રાજકીય સમીક્ષકો માને છે. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી દેશના એક અત્યંત ઉચ્ચ કક્ષાના રાજપુરુષ હતા. જનસંઘના સ્થાપક પ્રમુખ શ્યામાપ્રસાદ મુખર્જીને વાજબી રીતે જ તે વખતે જવાહરલાલ નેહરુના સશક્ત વિકલ્પ તરીકે જોવામાં આવતા હતા. ૧૯૫૩માં શ્યામાપ્રસાદના અકાળે નિધનથી ભારતના રાષ્ટ્રવાદને, હિન્દુત્વને અને રાષ્ટ્રીય પરિબળોને અકલ્પનીય ફટકો પડ્યો હતો, જનસંઘના અસ્તિત્વ પર પ્રશ્ર્નાર્થ મુકાઈ ગયો હતો. નેહરુવાદી સમાજવાદની સામે રાષ્ટ્રવાદી અને હિન્દુવાદી એવા ઉદારવાદી સમાજની રચનાનું સપનું શ્યામાપ્રસાદે સેવ્યું હતું. એમનું મૃત્યુ (વાસ્તવમાં ખૂન) ન થયું હોત તો કૉન્ગ્રેસી નીતિઓને કારણે ગત સાડા છ દાયકાઓમાં દેશની બરબાદી સર્જાઈ ન હોત. જનસંઘ પહેલાંથી જ એક શક્તિશાળી રાજકીય પક્ષ બનીને નેહરુની તેમ જ ભ્રષ્ટ કૉન્ગ્રેસી નેતાઓની સામે પડીને સત્તા હાંસલ કરી શક્યો હોત.

✅👁‍🗨નવી પેઢીના વાચકોને જણાવવાનું કે જનસંઘનું નવું રાજકીય સ્વરૂપ ભારતીય જનતા પાર્ટી છે. ભાજપના અત્યારના મોટાભાગના સિનિયર નેતાઓ જનસંઘના સભ્ય હતા. જનસંઘની શક્તિને ખતમ કરી નાખવા નેહરુની અને જમ્મુ-કાશ્મીરની અબ્દુલ્લા સરકારોએ શ્યામાપ્રસાદ મુખર્જીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને સફળતાપૂર્વક અમલમાં પણ મૂક્યું હતું. આ કાવતરું માત્ર શ્યામાપ્રસાદને ખતમ કરી નાખવાનું નહોતું, હિન્દુત્વનો ઝંડો લહેરાવવામાં પ્રચંડ સફળતા મેળવી રહેલા રાજકીય પક્ષ જનસંઘને નામશેષ કરી નાખવાનો પ્રયત્ન કરવાની પણ સાઝિશ હતી.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁‍🗨મુંબઈમાં કોલાબાના રિગલ સિનેમા પાસેનું ટ્રાફિક સર્કલ શ્યામાપ્રસાદ મુખર્જી ચૌક નામે જાણીતું છે પણ ૨૧ ઑક્ટોબર ૧૯૫૧ના રોજ જનસંઘના સ્થાપક પ્રમુખ બનનારા ડૉ. શ્યામાપ્રસાદના જીવન વિશે બહુ ઓછી માહિતી આજની જનરેશન પાસે છે.

👁‍🗨ગાંધીજીની હત્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલની આંતરડાની બીમારીને લીધે નરમગરમ રહેતી તબિયતને કારણે કૉન્ગ્રેસ પર પંડિત જવાહરલાલ નેહરુનું પ્રભુત્વ વધી ગયું હતું. ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ સરદારના અવસાન પછી નેહરુ નિરંકુશ બની ગયા. રાષ્ટ્રવાદને બદલે નેહરુએ મુસ્લિમ તુષ્ટિકરણ કરતા સેક્યુલરિઝમને પોતાની કથિત સમાજવાદી નીતિઓમાં કેન્દ્રસ્થાને રાખ્યું. આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક - તમામ ક્ષેત્રે દેશ તૂટવા લાગ્યો. શિક્ષણપ્રધાન મૌલાના અબુલ કલામ આઝાદ દેશની શિક્ષણનીતિને અભારતીય બનાવતા ગયા. નેહરુની કાશ્મીર તથા તિબેટ નીતિને કારણે ભારતની એકતા અને અખંડિતતા જોખમમાં મુકાઈ રહી હતી.

👁‍🗨આ સમયે કૉન્ગ્રેસ ઉપરાંત દેશમાં સંગઠિત રાજકીય પક્ષ માત્ર સામ્યવાદીઓ પાસે હતો. નેહરુનું ચિંતન સામ્યવાદની ખૂબ નજીક હતું. કૉન્ગ્રેસીઓ અને સામ્યવાદીઓ વચ્ચે પ્રેક્ટિકલી ઝાઝો તફાવત રહ્યો નહોતો. આજે પણ નથી. યુપીએની પહેલી સરકાર સામ્યવાદીઓના ટેકાથી જ રચાઈ હતી.

👁‍🗨બીજી બાજુ, રાષ્ટ્રવાદ અને હિન્દુત્વને આગળ કરીને દેશમાં રાજકીય સત્તા ઊભી કરી શકે એવું એક પણ રાજકીય સંગઠન નહોતું. હિન્દુઓ ગાંધીજીને અને ગાંધીજીને કારણે કૉન્ગ્રેસીઓને જ પોતાના પ્રતિનિધિ માનતા થઈ ગયા હતા. હિન્દુ મહાસભા હતી, પણ આઝાદી પહેલાંય એનું જોર એ કક્ષાએ નહોતું કે કૉન્ગ્રેસનો વિકલ્પ પૂરો પાડી શકે. ગાંધીજીની હત્યા પછી નેહરુએ મોકો જોઈને મહાસભા પર પ્રતિબંધ મૂકીને એની આબરૂ ખરડી નાખી. 

👁‍🗨♻️રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. હેડગેવારનું ૧૯૪૦માં અવસાન થયું તે પછી હિન્દુ મહાસભા તથા આર.એસ.એસ. વચ્ચેનો તાલમેલ ખોરવાઈ ગયો હતો. બાકી મહાસભા પરના પ્રતિબંધનો પ્રચંડ વિરોધ કરીને આર.એસ.એસ. દ્વારા વિશ્ર્વના હિન્દુઓનું ઉપરાણું લેવામાં આવ્યું હોત તો દેશનો ઈતિહાસ જુદો હોત એવું કેટલાક સમીક્ષકોનું માનવું છે. જોકે, નેહરુ તથા એમના સાથીઓએ આર.એસ.એસ. પર પણ પ્રતિબંધ લાદીને એને બદનામ કરવામાં તે વખતે કશું જ બાકી રાખ્યું નહોતું.

♻️👁‍🗨આ પરિસ્થિતિમાં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ હિન્દુત્વની વિચારધારાને રાજકીયક્ષેત્રે સ્થાપવા જનસંઘની કલ્પના કરી. સિમલામાં અંગ્રેજીમાં કરેલા એક જાહેર ભાષણમાં ડૉ. મુખર્જીએ સ્પષ્ટ કહ્યું હતું: ‘ભારતના ઈતિહાસ પર નજર નાખું છું ત્યારે મને એક પણ વ્યક્તિ એવી જડતી નથી, જેણે રાષ્ટ્રનું એટલું નુકસાન કર્યું હોય જેટલું પંડિત નેહરુએ કર્યું છે.’

👁‍🗨♻️એ સમયે, અર્થાત્ ૧૯૫૨ની સૌપ્રથમ લોકસભા ચૂંટણીમાં, પંડિત નેહરુ અને એમના પિઠ્ઠુ કૉન્ગ્રેસીઓ જનસંઘને ખૂબ જોખમી પોલિટિકલ પાર્ટી માનતા. એમનાં ચૂંટણી પ્રવચનોમાં સૌથી વધુ પ્રહારો જનસંઘ પર કરવામાં આવતા. આકાશવાણી અને પ્રમુખ વર્તમાનપત્રો નેહરુનાં ઉપકાર, અસર તથા નિયંત્રણ હેઠળ હતાં એટલે પ્રજા સુધી જનસંઘ વિશે ગેરમાહિતીઓ જ પહોંચતી.

👁‍🗨♻️ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ક્યારેય કૉન્ગ્રેસમાં નહોતા. ગાંધીજી અને સરદારના દબાણને કારણે પંડિત નેહરુનું આઝાદી પછીનું પ્રથમ પ્રધાનમંડળ (૧૯૫૨ની લોકસભાની ચૂંટણી પહેલાનું) ખરા અર્થમાં રાષ્ટ્રીય પ્રધાનમંડળ બન્યું હતું. એમાં કૉન્ગ્રેસના સભ્યો ઉપરાંત ડૉ. બાબાસાહેબ આંબેડકર, ભારતના પ્રથમ નાણામંત્રી ડૉ. જૉન મથાઈ, ડૉ. હોમી ભાભા તથા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી પણ હતા. આ ચારેય કૉન્ગ્રેસના સભ્ય નહોતા. તે સમયે દેશમાં એવી લાગણી હતી કે આઝાદ ભારતના સૌપ્રથમ શિક્ષણપ્રધાન તરીકેની જવાબદારી પ્રખર ચિંતક અને બુદ્ધિજીવી એવા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને સોંપવામાં આવશે.

👁‍🗨♻️પણ મૌલાના આઝાદની જીદને કારણે નેહરુએ શિક્ષણ ખાતું એમને સોંપી દીધું. ભારતમાં રહી ગયેલા મુસ્લિમોને રાષ્ટ્રની સાંસ્કૃતિક ધારાથી અલગ રાખવા માટે મૌલાના આઝાદ શિક્ષણપ્રધાન બનવા માગતા હતા. પરિણામે સ્વતંત્ર ભારતમાં પ્રથમ શિક્ષણપ્રધાન એવી વ્યક્તિને બનાવવામાં આવી, જે ભારતીય કમ, અરબી વધુ હતી. ડૉ. મુખર્જીને ઉદ્યોગ-વ્યાપારનું ખાતું સોંપી સાઈડલાઈન કરવામાં આવ્યા, જે રીતે અત્યારે શિવસેનાના અનંત ગીતેને ભારે ઉદ્યોગોનું ખાતું સોંપીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિવસેનાને એની હેસિયત દેખાડી દીધી છે એ જ રીતે.

👁‍🗨♻️ડૉ. મુખર્જી કાર્યક્ષમ પ્રધાન હતા. એમની પ્રામાણિકતા બેજોડ હતી. એક પાર્લામેન્ટેરિયન તરીકેની સૂઝસમજ તથા વકતા તરીકેની એમની પ્રતિભાથી સૌ કોઈ અંજાઈ જતા. તેઓ સરદાર પટેલની ખૂબ નીકટ હતા. ડૉ. મુખર્જીનું ચિંતન, એમનો દૃષ્ટિકોણ વિશુદ્ધ રાષ્ટ્રવાદી હતાં.

👁‍🗨♻️ડૉ. મુખર્જી કોઈ પણ પ્રતિભાની બાબતમાં નેહરુથી ઊતરતી કક્ષાએ નહોતા, પણ નેહરુને પોતાની આસપાસ હા જી હા કરનારાઓ જ જોઈતા હતા. આને કારણે બેઉ વચ્ચે આરંભથી જ તણખા ઝર્યા કરતા. ૧૯૫૨ની ચૂંટણી પૂર્વેના ભારતના પ્રધાનમંડળના મોટાભાગના સભ્યો વૈચારિક તથા ભાવનાત્મક દૃષ્ટિએ નેહરુને બદલે સરદાર તથા ડૉ. મુખર્જીની વધુ નિકટ હતા.

👁‍🗨♻️૧૯૫૨ની ચૂંટણી આવી તે પહેલાં જ સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે એક મ્યાનમાં બે તલવાર રહી શકવાની નથી. ૧૯૫૦ના એપ્રિલમાં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી દીધું. જનસંઘની સ્થાપના ભલે આ ઘટનાના દોઢ વર્ષ બાદ થઈ, પણ એની પ્રક્રિયાનો આરંભ ત્યાગપત્રની આ ઘટનાથી થઈ ગયો હતો.

✍યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨🎯૨૬ જાન્યુઆરી ૧૯૫૦ પહેલાં ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ અનેક વાર બંધારણની કલમ ૩૭૦નો વિરોધ કર્યો હતો

👁‍🗨🎯શ્યામાપ્રસાદ મુખર્જીની વાત આગળ ચલાવીએ. ભારતના ભાગલા પછી પૂર્વ પાકિસ્તાનમાંથી હિન્દુઓની મારી મારીને હકાલપટ્ટી કરવામાં આવી અને જે હિન્દુઓએ પોતાની ભૂમિ છોડવાની ના પાડી એમના પર જુલમ કરીને મુસલમાન બનાવી દેવામાં આવ્યા. લાખો હિન્દુ શરણાર્થી બનીને પૂર્વ પાકિસ્તાનમાંથી પશ્ર્ચિમ બંગાળ આવ્યા.

👁‍🗨✍ગૃહપ્રધાન વલ્લભભાઈ પટેલ આ પરિસ્થિતિને થાળે પાડવા કલકત્તા ગયા. એમણે ત્યાંના એક ભાષણમાં પાકિસ્તાનને ચેતવણી આપતાં કહ્યું કે પૂર્વ પાકિસ્તાનના હિન્દુઓ સાથેનો આ દુર્વ્યવહાર બંધ નહીં થાય અને તેઓ શરણાર્થી બનીને ભારત આવ્યા કરશે તો એમના પુનર્વસવાટ માટેની જમીન પાકિસ્તાને આપવી પડશે. સરદારે કહ્યું કે પૂર્વ પાકિસ્તાનની કુલ વસ્તીના ૩૦ ટકા હિન્દુઓ જો પાકિસ્તાનમાં ન સમાઈ શકવાના હોય તો એમના માટે પાકિસ્તાને જ અલગ હોમલૅન્ડની જમીન ફાળવી આપવી પડશે. સરદારે પૂર્વ પાકિસ્તાનના હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોને રોકવા માટે પોલીસ ઍક્શનની તૈયારી પણ શરૂ કરી દીધી.

👁‍🗨♻️વ્યાપાર, ઉદ્યોગપ્રધાન ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી સહિત નહેરુ કૅબિનેટના મોટાભાગના પ્રધાનો તેમ જ ભારતની જનતા સરદારની આ નીતિની તરફેણમાં હતા.

👁‍🗨♻️બંગાળી હોવાને કારણે ડૉ. મુખર્જી આ સમસ્યામાં વધારે રસ લેતા હતા અને સરદાર પણ આ પ્રશ્ર્ને ડૉ. મુખર્જીની સલાહનું મહત્ત્વ ઊંચું આંકતા હતા, પણ નહેરુ તથા મૌલાના આઝાદને સરદારની આ દૃઢતા માફક આવતી નહોતી. મૌલાના આઝાદ દ્વારા પાકિસ્તાનને ભારતના સંભવિત પોલીસ ઍક્શનની જાણકારી મળી. પાકિસ્તાની વડા પ્રધાન લિયાકત અલી ખાં મંત્રણા માટે નવી દિલ્હી દોડી આવ્યા. નહેરુને એમણે એવી પટ્ટી પઢાવી કે નહેરુએ પૂર્વ પાકિસ્તાન સામે કોઈ પણ પ્રકારનું પગલું નહીં લેવાય એવી બાંયધરી આપી દીધી. આમ પૂર્વ પાકિસ્તાનમાં રહી ગયેલા હિન્દુઓ સાથે ભારત કોઈ નિસબત નહીં ધરાવે એવી ખાતરી અપાઈ ગઈ.

👁‍🗨આ સમજૂતીને કારણે સમગ્ર દેશમાં, ખાસ કરીને પશ્ર્ચિમ બંગાળમાં, પ્રજા ખૂબ રોષે ભરાઈ.

👁‍🗨💠નહેરુએ પૂર્વ પાકિસ્તાનના દોઢ કરોડ હિન્દુઓને પાકિસ્તાની જુલમ સહન કરવા ત્યજી દીધા હતા. સરદાર પટેલ ઉપરાંત અનેક પ્રધાનો નહેરુની આ મૂર્ખામીથી નારાજ હતા. ડૉ. મુખર્જી માનતા હતા કે નહેરુના પ્રધાનમંડળમાં રહેવાથી નહેરુની આ નીતિને સમર્થન આપ્યું ગણાશે માટે રાજીનામું આપીને પ્રધાનપદું છોડી દેવું જોઈએ. સરદારનું માનવું હતું કે પ્રધાનમંડળમાં રહીને જ નહેરુની આ નીતિનો સચોટ વિરોધ થઈ શકશે. પણ ડૉ. મુખર્જીએ જોયું કે સરદારે આમેય પોતાની બગડતી જતી તબિયતને કારણે કૅબિનેટની મીટિંગોમાં આવવાનું ઓછું કરી નાખ્યું હતું અને આને કારણે નહેરુ - આઝાદ જૂથનું વર્ચસ વધી રહ્યું છે, કોઈ પણ મુદ્દે આ જૂથ પર અંકુશ મૂકવાનું કામ દુષ્કર બનતું જાય છે. રાષ્ટ્રહિતથી વિપરીત એવી નહેરુુની નીતિઓનો બહાર રહીને પ્રગટ વિરોધ કરવા માટે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારત સરકારના પ્રધાનમંડળમાથી રાજીનામું આપ્યું. સિદ્ધાંત અને નીતિના મુદ્દે ખુરશીને લાત મારનારા તેઓ પ્રથમ કેન્દ્રીય પ્રધાન હતા. રાજીનામાની તારીખ ૮ એપ્રિલ, ૧૯૫૦. રાજીનામું આપ્યા પછી પણ તે સ્વીકારાયું તે પહેલાં, ૧૮ એપ્રિલના રોજ એમણે પોતાના આ નિર્ણય વિશે વિગતે વાત કરતું પ્રવચન સંસદમાં આપ્યું. આ ભાષણ એક ઐતિહાસિક દસ્તાવેજ છે, જેમાં નેહરુની રાષ્ટ્રવિરોધી નીતિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

👁‍🗨🎯ડૉ. મુખર્જીની દૃષ્ટિ તથા નિષ્ઠાએ જનસંઘને જન્મ આપ્યો. ૧૯૫૨ના ફેબ્રુઆરીમાં માંડ ત્રણ-ચાર મહિના જૂના જનસંઘે ડૉ. મુખર્જીના માર્ગદર્શન તથા નેતૃત્વ હેઠળ રાષ્ટ્રની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં ઝંપલાવ્યું. પ્રથમ ચૂંટણીમાં જ જનસંઘના ઉમેદવારોને કુલ એટલા મત મળ્યા જેને કારણે ચૂંટણીપંચે જનસંઘને કૉન્ગ્રેસ, સામ્યવાદી પક્ષ તથા સમાજવાદી પક્ષની સમકક્ષ મૂકીને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા આપવી પડી.

👁‍🗨🎯૧૯૫૨ના ડિસેમ્બરમાં કાનપુરમાં જનસંઘનું પ્રથમ રાષ્ટ્રીય અધિવેશન મળ્યું. આ અધિવેશનમાં ભારતના નવનિર્માણ માટે ભારતની શિક્ષણનીતિનું ભારતીકરણ કરવાનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો. વિદેશી આક્રમણખોરો તથા વિદેશી શાસકોએ લખેલા ભારતીય ઈતિહાસના પુનર્લેખનથી માંડીને રક્ષાબંધન, વિજયાદશમી, દિવાળી તથા હોળી જેવા ઉત્સવોને રાષ્ટ્રીય તહેવાર ગણીને એ દિવસે જાહેર રાષ્ટ્રીય રજા રાખીને દેશભરમાં ઉજવણી કરવા સહિતના સંખ્યાબંધ મુદ્દાઓ આ પ્રસ્તાવમાં હતા.

🎯👁‍🗨આમાંનો એક મુદ્દો જમ્મુ-કાશ્મીરને બંધારણની કલમ ૩૭૦ હેઠળ અપાયેલા વિશેષાધિકારનો વિરોધ કરતો પણ હતો. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી આ કલમનો વિરોધ કરતી ‘જમ્મુ-કાશ્મીર પ્રજા પરિષદ’ને સંપૂર્ણપણે ટેકો આપતા હતા. છેવટે આ જ મુદ્દો એમની હત્યાનું કારણ બન્યો. એમણે ૨૩ જાન્યુઆરી, ૧૯૫૦ અગાઉનાં અનેક પ્રવચનોમાં જાહેરાત કરી હતી કે ૩૭૦મી કલમ હેઠળ જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપવાની ભૂલ ન કરવી જોઈએ. આ વિશે એમણે નહેરુને વિગતે પત્ર પણ લખ્યો હતો અને શેખ અબ્દુલ્લાને રૂબરૂ મળીને એમને સમજાવવાની કોશિશ પણ કરી હતી.

🎯👁‍🗨૧૯૫૩માં જમ્મુ-કાશ્મીરમાં શેખ અબ્દુલ્લાની જુલમી સરકાર વિરુદ્ધનું આંદોલન પુરજોશમાં ચાલી રહ્યું હતું. ઠેકઠેકાણે સત્યાગ્રહીઓ પર ગોળીબાર થતો હતો. અનેક નાગરિકો શહીદ થઈ ચૂકયા હતા અને હજારો આંદોલનકારીઓ જેલમાં હતા. પ્રજા પરિષદ તરફથી ડૉ. મુખર્જીને અનેકવાર આગ્રહ કરવામાં આવતો કે તમે જમ્મુ-કાશ્મીર રાજ્યની મુલાકાત લો, જાતે પરિસ્થિતિનું અવલોકન કરો, આને કારણે કાર્યકરોનું મનોબળ પણ વધશે.

🎯👁‍🗨ડૉ. મુખર્જીએ આ આમંત્રણ વિશે પોતાના સાથીઓ સાથે વિચારણા કરી. સૌની સલાહને માન આપીને ડૉ. મુખર્જીએ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જવાનું નક્કી કર્યું. તે વખતે એમને ખબર નહોતી કે આ પ્રવાસ એમના જીવનની અંતિમ યાત્રા બની જશે. આવતા રવિવારે પૂરું.

🙏ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના મોતને કારણે પંડિત નેહરુને જે જોઈતું હતું તે પ્રાપ્ત થઈ ગયું

🙏ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની વાત આ લેખમાં પૂરી કરીએ. ડૉ. મુખર્જીના સૂચિત કાશ્મીર પ્રવાસના સમાચાર જાણ્યા પછી અનેક લોકોએ આવીને એમને સલાહ આપી કે ત્યાં જવામાં જાનનું જોખમ છે. શ્રીમતી સુચેતા કૃપલાણીએ ડૉ. મુખર્જીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પંડિત નેહરુ તમને કાશ્મીરથી જીવતા પાછા નહીં આવવા દે એટલે આ પ્રવાસ રદ કરવો જોઈએ. આના જવાબમાં ડૉ. મુખર્જીએ સુચેતાજીને કહ્યું કે પંડિત નેહરુ સાથે મારે કોઈ અંગત અદાવત તો છે નહીં, માત્ર નીતિસંબંધી મતભેદ છે. મેં એમનું કંઈ બગાડ્યું નથી, એ શું કામ મારું અનિષ્ટ ચાહે? આ સાંભળીને સુચેતાજીએ કહ્યું કે તમે કદાચ પંડિતજીની માનસિકતાને જાણતા નથી. એ માને છે કે તમે એમના સૌથી મજબૂત વિરોધી અને વિકલ્પ તરીકે પ્રજાની આંખમાં વસી ગયા છો. તમને ખતમ કરવા એ કંઈ પણ કરશે.

🙏પણ ડૉ. મુખર્જીએ પોતાનો નિર્ણય બદલવાની ના પાડી. એ દિવસોમાં જન્મુ-કાશ્મીર જવા માટે નવી દિલ્હીના સંરક્ષણ મંત્રાલયમાંથી પરમિટ કઢાવવી પડતી. ડૉ. મુખર્જીએ પરમિટ માટે અરજી આપવાની ના પાડી અને કહ્યું કે, જમ્મુ-કાશ્મીર રાજ્ય હિન્દુસ્તાનનું અવિભાજ્ય અંગ છે. ભારતીય નાગરિક તરીકે અને એમાંય સંસદસભ્ય તરીકે ભારતભરમાં કોઈ પણ ઠેકાણે જવાનો એમને બંધારણીય અધિકાર છે.

🙏મેના મધ્યમાં ડૉ. મુખર્જીએ દિલ્હીથી પ્રવાસનો આરંભ કર્યો. જમ્મુ પહોંચતાં પહેલાં અનેક જગ્યાઓએ એમનાં સન્માન તથા ભાષણો થયાં. જલંધર પહોંચ્યા ત્યારે એમને ગુરદાસપુરના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટનો ટેલીગ્રામ મળ્યો. એમાં લખ્યું હતું કે ભારત સરકારે એમને પરમિટ વગર જમ્મુ-કાશ્મીર રાજ્યાં પ્રવેશ કરવાની છૂટ આપી છે. આ અનુમતિ વાસ્તવમાં ‘આ જા ફસા જા’ની કૂટિલનીતિનું એક પગલું હતી, કારણ કે આ તાર નહોતો આવ્યો ત્યાં સુધી સૌની ધારણા હતી કે જમ્મુ પહોંચવા માટેના આગલા સ્ટેશને અર્થાત જલંધરમાં નહીં તો પઠાણકોટમાં ડૉ. મુખર્જીની ધરપકડ થઈ જશે જેથી તેઓ જમ્મુ-કાશ્મીરની હદમાં પ્રવેશી ન શકે. 

✅👉બીજે દિવસે ગુરુદાસપુરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટે્રેટ ડૉ. મુખર્જીને પઠાણકોટમાં મળ્યા અને એમની સાથે માધોપુર રાવી નદીના પુલ સુધી ગયા. 

✅👉ડૉ. મુખર્જીએ પુલનો અડધો હિસ્સો પાર કરીને જેવા જમ્મુ-કાશ્મીરની સીમામાં પગ મૂક્યો કે તરત જ શેખ અબ્દુલ્લા સરકારની પોલીસે એમની ધરપકડ કરીને તાબડતોબ એમને શ્રીનગર મોકલી આપ્યા. 

👉💠પરમિટ પ્રથા ભારત સરકારે ચાલુ કરી હતી. જમ્મુ-કાશ્મીર સરકારનો કાઈ કાયદો ડૉ. મુખર્જીએ તોડ્યો નહોતો. જમ્મુ-કાશ્મીરમાં થયેલી ધરપકડ સામે એ રાજ્યની બહારની અદાલતોમાં કોઈ કાર્યવાહી થઈ શકે નહીં, કારણ કે એ રાજ્ય ભારતની સુપ્રીમ કોર્ટના કાર્યક્ષેત્રની બહાર છે. કાશ્મીરની હાઈ કોર્ટમાં ડૉ. મુખર્જી માટે હેબિયસ કૉર્પસ અરજી દાખલ કરવામાં વિલંબ થયો. 

👉આ ગાળામાં, જૂનના આરંભમાં, મૌલાના અબુલ કલામ આઝાદ શ્રીનગર જઈ આવ્યા પણ શેખ અબદુલ્લાના કેદી તથા એક જમાનામાં નેહરુ કૅબિનેટમાંના પોતાના સિનિયર સાથીને મળવા ન ગયા. 

👉થોડાક દિવસ પછી, ર૩મી જૂને, જનસંઘના સંસદસભ્ય તથા નામાંકિત ધારાશાસ્ત્રી બૅરિસ્ટર ઉમાશંકર ત્રિવેદીને શ્રીનગરની નીડો હોટેલમાં બે વ્યક્તિઓ મળવા આવી. એ દિવસે કાશ્મીર હાઈ કોર્ટના ન્યાયમૂર્તિ જિનાલાસ કિલમની કોર્ટમાં ડૉ. મુખર્જી માટેની હેબિયસ કૉર્પસ અરજી પર સુનાવણી થવાની હતી. બે ભેદી માણસોમાંથી એક હિન્દુ પોલીસ અધિકારી હતા, બીજો કાશ્મીરી પંડિત હતા. બંનેએ બેરિસ્ટર ત્રિવેદીને કહ્યું કે અમને માહિતી મળી છે કે શેખ અબદુલ્લા પંડિત નેહરુની સૂચનાને કારણે ડૉ. મુખર્જીને જીવતા પાછા નહીં જવા દે માટે તમારે બને એટલું જલદી એમને અહીંથી મુક્તિ અપાવીને દિલ્હીભેગા થઈ જવું જોઈએ.

👉ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની મુક્તિ માટે બૅરિસ્ટર ઉમાશંકર ત્રિવેદીએ કોર્ટમાં બપોર પછી પણ દલીલો ચાલુ રાખી. ચાર વાગ્યે દલીલો પૂરી થઈ. બૅરિસ્ટર ત્રિવેદીને પોતે રજૂ કરેલા મુદ્દાઓને કારણે તેમ જ ન્યાયમૂર્તિના અભિગમ પરથી ખાતરી હતી કે અદાલત ડૉ. મુખર્જીને મુક્ત કરવાનો હુકમ કરશે. ન્યાયમૂર્તિ કિલમે બીજા દિવસે ઉઘડતી અદાલતે ચુકાદો સંભળાવવામાં આવશે એમ કહીને નિર્ણય લખવા માટે એક રાતનો સમય લીધો. 

👁‍🗨♦️સાંજે બૅરિસ્ટર ત્રિવેદી ડૉ. શ્યામાપ્રસાદને મળવા હૉસ્પિટલ ગયા. એક દિવસ અગાઉ એમને જેલમાંથી આ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ડૉ. મુખર્જી પ્રસન્નચિત્ત હતા. એમની તબિયત ખાસ્સી સુધારા પર હતી. સાંજે સાત વાગ્યે ત્રિવેદી શ્યામાપ્રસાદની વિદાય લઈને પોતાની હોટેલ પર ગયા.

🎯✅ડૉ. શ્યામાપ્રસાદને હાઈ બ્લડપ્રેશરની બીમારી હતી. હૃદયરોગ પણ હતો. એમના ડૉક્ટરોએ એમને સમુદ્રની સપાટીથી બહું ઊંચાઈ પરનાં સ્થળોએ જવાની કે ત્યાં રહેવાની સખત 

મનાઈ કરી હતી. જમ્મુમાં એમની ધરપકડ થઈ ત્યારે કાશ્મીર સરકારને આ વાતની જાણ કરી દેવામાં આવી હતી. આમ છતાં એમને શ્રીનગર લઈ જવામાં આવ્યા. 

🎯✅હૉસ્પિટલમાં ડૉ. મુખર્જીની તહેનાતમાં રહેતી નર્સના કહેવા મુજબ રાત્રે દસ વાગ્યે ડૉક્ટર અલી જાને ડૉ. મુખર્જીને અકે ઈન્જેક્શન આપ્યું હતું. નર્સે ડૉ. અલી જાનને કહ્યું હતું કે દર્દીની તબિયત હવે ઘણી સારી છે. અને એમને કોઈ પ્રકારની દવાની અથવા ઈન્જેક્શનની જરૂર નથી, પણ ડૉ. અલી જાને ધરાર એક ઈન્જેકશન આપ્યું હતું. આ ઈન્જેક્શન ડૉ. અલી જાને કલાક પહેલા જ, બરાબર ૯ વાગ્યે શ્રીનગરના અમીરા કદલ વિસ્તારની વિખ્યાત દવાની દુકાન ‘કૅમ્પ ઍન્ડ કંપની’માંથી ખરીદ્યું હતું. દુકાનમાંથી આ ઈન્જેક્શન આપનારે કહ્યું હતું: ‘તેં ડૉક્ટરને પૂછ્યું હતું કે તમે આ ઈન્જેક્શન કોના માટે લઇ જાઓ છો?’ દુકાનદારના કહેવા મુજબ દર્દીની હાલત અત્યંત કટોકટીભરી હોય ત્યારે જ આ ઈન્જેક્શન લઈ જવામાં આવતું હોય છે.

♻️✅રાત્રે ૧૦ વાગ્યે ડૉ. અલી જાને આ ઈન્જેક્શન ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને આપ્યું. ઈન્જેક્શન આપ્યાની થોડીક જ મિનિટોમાં ડૉ. મુખર્જીની તબિયત લથડી ગઈ. ઈન્જેક્શન આપ્યાની બરાબર સાઠ મિનિટ બાદ ડૉ. મુખર્જીએ દમ તોડ્યો.

🇮🇳ડૉ. મુખર્જીના મોતના સમાચાર સમગ્ર રાષ્ટ્ર માટે આઘાતજનક હતા. 

🇮🇳🇮🇳ડૉ. મુખર્જીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ કર્યા વિના શ્રીનગરથી દિલ્હી મોકલી દેવામાં આવ્યો. દિલ્હીમાં હજારો દેશભક્તો એમની અંતિમયાત્રામાં જોડાયા ઉદાસ રાષ્ટ્ર દિવસો સુધી પોતાના એક સમર્થ નેતાના અપમૃત્યુના શોકમાં ગરકાવ રહ્યું. જુલાઈ, ૧૯પ૩માં સંસદનું વર્ષસત્ર શરૂ થયું. સંસદના તમામ રાજકીય પક્ષો વતી ડૉ. મુખર્જીનું શ્રીનગરમાં કૈદી તરીકે થયેલા મૃત્યુની ચર્ચા થઈ અને આ અકુદરતી મોતની તપાસ કરવા માટે એક પંચ યા તપાસસમિતિ નીમવાની બુલંદ માગણી કરવામાં આવી. કૉંગ્રેસ વતી પુરુષોત્તમદાસ ટંડન જેવા વરિષ્ઠ નેતાઓએ પણ આ માગણીને સમર્થન આપ્યું. પણ પંડિત નેહરુએ તપાસની માગણી ફગાવી દીધી. ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના મોતના બનાવમાં ભીનું સંકેલી લેવામાં આવ્યું એ સમયે આકાશવાણી તથા પ્રમુખ વર્તમાનપત્રો નેહરુની ખૂબ નિકટ હતાં. પણ એ .... તમામ માધ્યમોમાં શ્યામાપ્રસાદજીના મોત માટે નેહરુ- શેખ અબદુલ્લાની સાંગાંઠ વિશે ચર્ચાઓ થતી રહી. નેહરુ મર્યા ત્યાં સુધી આ આક્ષેપોનો બોજ હેઠળ જીવ્યા.

🇮🇳🇮🇳ડૉ. મુખર્જીના મોતને કારણે પંડિત નેહરુને જે જોઇતું હતું તે પ્રાપ્ત થઇ ગયું. નેહરુથી કાશ્મીરને તથા લઘુમતીઓને પંપાળવાની નીતિઓ સામે રાષ્ટ્રવાદી ઉદારતાના ઉચ્ચતમ વિચારો આપનારાઓમાં રાજકીય ક્ષેત્રે ડૉ. મુખર્જી સૌથી મોટું બળ હતાં. એમના જવાથી આ રાજકીય ચળવળમાં શૂન્યાવકાશ સર્જાયો. જેને પૂરતાં દાયકાઓ વીતી ગયા. નેહરુવાદી ગતિઓથી થઇ રહેલા નુકસાન સામે જનસંઘ જેવા રાષ્ટ્રવાદી રાજકીય પક્ષોની જે ભૂમિકા તૈયાર થઇ રહી હતી, તેનું જાણે બાળમરણ થયું.

🇮🇳🇮🇳🇮🇳ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની હયાતીમાં જનસંઘ કૉંગ્રેસનો એક સબળ, કાયમી અને શ્રેષ્ઠ વિકલ્પ બની શકયો હોત. કદાચ એ જ કારણ હતું. એમની હયાતીને નામશેષ કરવા પાછળ.

✅👉ઈતિહાસ વિજેતાઓ દ્વારા અથવા શાસકો દ્વારા લખાતો હોય છે. ભારતનો ઈતિહાસ મોગલો તથા અંગ્રેજોએ લખ્યો ત્યાર બાદ કૉંગ્રેસીઓએ તથા એમના સત્તાસાથી તથા પિઠ્ઠુઓ એવા સામ્યવાદીઓએ. દેવ ગઢવી એટલે ગુજરાતના જ નહીં, સમર્ગ ભારતના ઉચ્ચ કક્ષાના કાર્ટૂનીસ્ટ દસ બાર વર્ષ અગાઉ એમણે એક કાર્ટૂન દોર્યું હતું. ઈતિહાસનું એક પુસ્તક હાથમાં પકડીને એક નેતાજી બોલે છેે, બાદશાહ અકબરના માથે મોગલ પાઘડીને બદલે ગાંધીટોપી ચીતરવાનો ઉત્સાહ કોણે દેખાડયો?

👉✅ભારતના ઈતિહાસ સાથે થયેલા ચેડાં સુધારીને ભારતની પ્રજાને એમનો સાચો ઈતિહાસ શીખવાડવાનો સુવર્ણ અવસર અત્યારે ભારતના નવા વડા પ્રધાનને પ્રાપ્ત થયો છે.

🙏🙏આભાર - સૌરભ શાહ🙏🙏

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment