Saturday, July 6, 2019

અનિલ માધવ દવે --- Anil Madhav Dave

🍂✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

શ્રી અનિલ માધવ દવેનુ નિધન

💐🐾💐🐾💐🐾💐🐾💐🐾

🎋અનિલ માધવ દવેજી પ્રતિબદ્ધ જાહેર સેવક તરીકે હંમેશા યાદ રહેશે. તેઓ પર્યાવરણના સંરક્ષણ માટે અતિ ઉત્સાહી હતા.

👉👉🇮🇳દવે ઈચ્છતા હતા કે, બની શકે તો તેમની યાદમાં માત્ર વૃક્ષો વાવવા અને નદીઓ બચાવવી. અનિલ દવેના નિધનના પગલે MPમાં 2 દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
🇮🇳આજે દિલ્લી અને બધા રાજ્યની રાજધાનીની ઇમારતો ઉપર પર્યાવરણ મંત્રી અનિલ દવેના અવસાન નિમીતે રાષ્ટ્રિય ધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.


🎌🎌અનિલ માધવ દવેનો જન્મ 6 જુલાઈ 1956ના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં થયો હતો. તેમણે ઈન્દોરની કોલેજમાંથી એમ.કોમની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ સંઘ પ્રચારક હતા અને તેમણે લગ્ન કર્યા નહતા. વર્ષ 2009થી અનિલ માધવ રાજ્યસભાના સાંસદ હતા.

🚴🚴સાઈકલ સવારી કરીને સંસદમાં આવતાં અનિલ માધવ દવે.

🏠🏠તેઓ એક સારા પર્યાવરણવાદી હતાં અને તેમણે નર્મદા નદી માટે અભિયાન ચલાવ્યું હતું. અનિલ જાધવે પોતાના ભોપાલ સ્થિત ઘરનું નામ પણ 🏠‘નદીનું ઘર’🏡 રાખ્યું હતું અને તેને સંગ્રહાલયના રૂપમાં ખોલવામાં આવ્યું હતું.



🔐🔐🔐તેઓએ ગુજરાતના પર્યાવરણ પ્રશ્ને ખુબ સક્રિય રસ લીધો હતો. ઈકો સેન્સેટિવ ઝોન વટવા,
અંકલેશ્વર, વાપીના ક્રિટિકલ ઝોનની મંજુરી પણ ખુબ અંગત રસ લઈ ગુજરાતના પર્યાવરણના પ્રશ્નોમાં ગુજરાતને ખુબ મદદ કરી છે. ગુજરાત તેમનું ઋણ કદી ભુલી શકશે નહિ.🙏🙏



🎋રાજ્ય કક્ષાના પર્યાવરણ પ્રધાન અનિલ માધવ દવેનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ 61 વર્ષના હતા.

🎋અનિલ માધવ દવે મધ્યપ્રદેશના રાજ્યસભાના સદસ્ય હતા, ઉપરાંત RSS સાથે પણ તેઓ વર્ષોથી જોડાયેલા હતા.

🎋પર્યાવરણ પ્રધાન તરીકે અનિલ માધવ દવેના કાર્યકાળને 1 વર્ષ પણ પુરું થયું નહતું. પર્યાવરણ પ્રત્યે તેમનો પ્રેમ અનન્ય હતો. 

📝📝📘📘તેમણે પર્યાવરણ બચાવવાની જાગરુકતા લાવવા અનેક પુસ્તકો પણ લખ્યા છે. 

🌊🌊નર્મદા નદી બચાવવા માટે અનિલ માધવે ખૂબ કામ કર્યું હતું. 

📝📝લોકસભા 2014ની ચૂંટણી પહેલા તેમણે શિવાજી ઉપર પણ પુસ્તક લખ્યું હતું.

🙏🙏💐💐નર્મદા કિનારે થશે અંતિમ સંસ્કાર🙏🙏💐💐


🎋દવેએ 23 જુલાઈ, 2013ના રોજ લખેલો એક લેટર સામે આવ્યો છે. જેમાં તેમણે લખ્યું છે, મારા અંતિમ સંસ્કાર બાંદ્રાભાન (હોશંગાબાદ)માં નર્મદા કિનારે કરવામાં આવે. 

🌳🌴મારી યાદમાં કોઈ સ્મારક, પ્રતિયોગિતા, પુરસ્કાર, પ્રતિમા ન હોય. પરંતુ વૃક્ષો વાવવા અને નદી-તળાવોને બચાવવાની કોશિશ કરવામાં આવશે તો ખુશી થશે. 

🐾🌱🐾આ દરમિયાન સીએમ શિવરાજ સિંહે કહ્યું છે કે દવેની ઈચ્છા મુજબ નર્મદા કિનારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

🍃🍂✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment