Sunday, July 28, 2019

પીટર ઝંગર -- Peter Zunger

👩🏻‍🏫👆🏿👆🏿👆🏿👩🏻‍🏫👆🏿👆🏿👆🏿👩🏻‍🏫

🗯 *૨૮ મી જુલાઇ* 🗯

👩🏻‍🏫👩🏻‍🌾 *પીટર ઝંગર* 👩🏻‍🌾👩🏻‍🏫

📩➖અખબારી સ્વાતંત્ર્યનો ખરા અર્થમાં ધર્મ બજાવનાર પીટર ઝંગરનો જન્મ ઇ.સ. 1696 માં જર્મનીમાં થયો હતો. 

📩➖અમેરિકામાં કામની શોધમાં રખડતાં તે છાપખાનામાં નોકરીએ રહ્યો. 

📩➖રાત્રિ શાળામાં જઈ લખતાં-વાંચતા શીખ્યો. 

📩➖દરમિયાન ન્યૂજર્સીના દેવળની ખોટી માન્યતાઓની જાણ કરતી એક પુસ્તિકા છાપીને પ્રસિદ્ધ કરી અને અમેરિકામાં અખબારી વિચાર સ્વાતંત્ર્ય માટેની લડાઇના પીટર પ્રથમ સેનાની બન્યા. 

📩➖લોકોને સત્ય હકિકત જાણવા મળી. 


📩➖મૂડી એકત્ર કરી પીટરે ‘ન્યૂયોર્ક વીકલી જર્નલ’ પ્રસિદ્ધ કરવા માંડ્યું.

📩➖શરૂઆતમાં જ સત્તાધીશોએ આચરૈલા એક અન્યાયી કૃત્ય વિશે છાપવામાં આવ્યું. પીટરની ધરપકડ કરવામાં આવી.

📩➖તેને આવા લેખો ન છાપવા માટે મોટી રકમની ઓફર કરવામાં આવી. પરંતુ પીટરે બેધડક જણાવી દીધું કે *‘પૈસા ખાતર હું જાત વેચીશ નહીં’* પોતે ગરીબ હોવા છતાં લક્ષ્મી કરતાં લોકકલ્ચાણનું તેમજ ફરજનું માહાત્મ્ય આંકી પોતાનું ખમીર દર્શાવ્યું. 
📩➖પીટર નિર્દોષ જાહેર થયા. જ્યૂરીએ આપેલો આ ચૂકાદો અમેરિકાની અખબારી આલમમાં એક સીમાચિહ્ન બની રહ્યો.

📩➖28 7 1746 ના રોજ તેમનું અવસાન થયું. 

📩➖સત્યને પ્રેમ સમક્ષ પ્રગટ કરવાની પોતાનું કર્તવ્ય બજાવવામાં જે કાંઈ વિધ્નો આવ્યાં તેની એમણે નિર્ભયતાથી સામનો કર્યો.

🌧💭 *સમીર પટેલ* 💭🌧
🏖🏝 *જ્ઞાન કી દુનિયા* 🏝🏝

No comments:

Post a Comment