*ગુલામી ની આજે ફરી આખર રાત છે,*
*કાલે પાછી ફરી આઝાદી ની વાત છે.*
*એક દિવસ પૂરતી ભારતીય હોવાની વાત છે,*
*પછી તો પાછી એ જ ધર્મ ને નાતજાત છે...*
🇮🇳🇮🇳 *_-મેઘાણી_*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🇮🇳🇮🇳સ્વતંત્રતા દિવસ (ભારત)🇮🇳
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🇮🇳ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો) દ્વારા ધ્વજ વંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મુખ્ય સમારંભ નવી દિલ્હીમાં ઉજવવામાં આવે છે જેમાં ભારતના વડાપ્રધાન
લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે અને પ્રજાજોગ સંદેશ આપે છે, જેનું ટેલિવિઝન પર જિવંત પ્રસારણ કરવામાં આવે છે. આ સંદેશામાં તેઓ સામાન્યતઃ તેમની સરકારની પાછલા વર્ષની સિદ્ધિઓ વર્ણવે છે, મહત્ત્વનાં મુદ્દાઓ જણાવે છે અને વધુ પ્રગતિ તથા વિકાસ માટે દેશને હાકલ કરે છે. વડા પ્રધાન આઝાદીની ચળવળનાં નેતાઓને શહિદોને શ્રદ્ધાંજલિ આપે છે અને સ્વાતંત્ર્ય સેનાનિઓને યાદ કરે છે. ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે દેશે કરેલી પ્રગતિ વિગેરેની ઝાંખી, ભારતની શસ્ત્ર તાકાતનું નિદર્શન અને દેશના સુરક્ષા દળોની પરેડ આ ઉજવણીનું અભિન્ન અંગ છે
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
♻️મહર્ષિ શ્રી અરવિંદ ઘોષ🎯
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🗣“ હું જન્મભૂમિને મા માનું છું. તેની ભક્તિ કરું છું, પૂજા કરૂ છું. પોતાની માતાની દુર્દશા જોઈને કયો પુત્ર સ્વસ્થ રહી શકે? તેના ઉદ્ધાર માટે તે પ્રયાસ નહી કરે ? આ પતિત રાષ્ટ્રનો ઉદ્ધાર કરવાની શક્તિ મારામાં છે એમ હું માનું છું. એ શક્તિ નહી,પણ જ્ઞાનશક્તિ છે….
ઈશ્વરે જ્ મારૂ એવું ભાગ્ય નિર્માણ કર્યું છે. માણે ચૌદમા વર્ષથી અંત:સ્ફૂરણા થતી રહી છે.”
🔰રાષ્ટ્રવાદી યુગપુરૂષ શ્રી અરવિંદ ઘોષનો જન્મ તા.૧૫/૮/૧૮૭૨ના રોજ કલકત્તામાં આવેલ હુગલી જીલ્લાના કૌન્તવારમાં સવારે ૪.૩૦ કલાકે થયો હતો. પિતાનું નામ ડો.કૃષ્ણધન અને માતાનું નામ સ્વર્ણલતા હતું. તેમના પિતા એમ.ડી. થઇ સિવિલ સર્જન તરીકે સેવા આપતા હતા. પાંચ વર્ષની વયે શ્રી અરવિંદ દાર્જીલિંગની અંગ્રેજી મીડીયમ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. સાત વર્ષની વયે પિતાએ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ મોકલ્યા.ત્યાં ૧૩ વર્ષ અભ્યાસ કરી
🔰ઈ.સ. ૧૮૯૦માં એ જમાનાની પ્રતિષ્ઠિત ગણાતી આઈ.સી.એસ.ની ઉચ્ચ પરીક્ષા પાસ કરી.જો કે તેમનો અંતરાત્મા ગુલામીના પ્રતિક્ સમી એ ડીગ્રી માટે ડંખતો રહ્યો. અને તેમણે એ ડીગ્રી ફગાવી દીધી. આમ તેમના જીવનના પાયામાં વિદેશી ભાષા અને રીતભાતનો પ્રચંડ પ્રભાવ રહ્યો હોવા છતાં શ્રી અરવિંદ સંપૂર્ણપણેભારતીય સંસ્કૃતિના રંગે રંગાયેલા હતા.
👉વડોદરામાં અંગ્રેજી અને ફ્રેંચ ભાષાના પ્રોફેસર તરીકે જોડાયા.
👁🗨ઈ.સ.૧૮૯૩ થી ૧૯૦૩ સુધીનો સમય વડોદરાના ગાયકવાડની સેવામાં ગાળ્યા હતા. 👉ઈ.સ. ૧૯૧૦માં તેઓ ફ્રાન્સના તાબા હેઠળના પોંડિચેરીમાં ગયા. તેમણે ત્યાં જઈને રાજકારણ શાથેનો છેડો ફાડી નાખ્યો.
🎯ઈ.સ. ૧૯૧૪માં તેમણે ‘આર્ય’ નામનું માસિક શરૂ કર્યું.
🎯ઈ.સ. ૧૯૦૪માં કોલેજમાં વાઈસ પ્રિન્સિપાલ થયા. ઈ.સ. ૧૯૦૪માં યોગની સાધના શરૂ કરી. વિષ્ણુ ભાસ્કર લેલે નામના યોગી પાસેથી વિદ્યા શીખ્યા.
🎯ઈ.સ. ૧૯૦૬માં તે સમયના વાઈસરોય લોર્ડ કર્ઝન બંગાળના બે ભાગલા પાડ્યા. સમગ્ર દેશમાં બંગભંગ સામે આંદોલન શરૂ કર્યું. તેમાં શ્રી અરવિંદ સક્રિય ભાગ લીધો.વડોદરાની નોકરી છોડી નેશનલ કોલેજ કલકત્તામાં આચાર્ય તરીકે જોડાયા. 🎯🎯‘ વંદે માતરમ’ નામના પેપરના તંત્રી તરીકે સેવા આપી હતી. અંગ્રેજી સરકાર સામે આગ ઝરતા લેખો લખ્યા.
🎯🙏🙏 શ્રી અરવિંદ અંગ્રેજીમાં કર્મયોગી’ અને બંગાળીમાં ‘ ધર્મ’ એમ બે સાપ્તાહિકની શરૂઆત કરી.
🎯🙏શ્રી અરવિંદ કહેતા હતા કે આધ્યાત્મિક વિકાસ માટેની ભૂમિ મન છે અને માનવીના મનની એક નિશ્ચિત મર્યાદા હોય છે.
👉ઈ.સ. ૧૯૦૩માં શ્રી અરવિંદ કાશ્મીરના શંકરાચાર્ય પર્વત ઉપર દર્શન કરવા ગયા ત્યારે તેમણે પોતે નિ:સીમ શૂન્યવિહાર કરતાં હોવાનો ભાવ અનુભવ્યો હતો. આ સિદ્ધિ પ્રાપ્ત થયા પછી તેઓ સંપૂર્ણપણે એકાંતમાં સાધનામાં લાગી ગયા. અંતરાત્માના અવાજથી પ્રેરાઈને 🔰🎯ઈ.સ. ૧૯૧૦થી મહર્ષિ શ્રી અરવિંદ પોંડેચેરીમાં સ્થાયી થયા. આધુનિક ભારતના આ મહાયોગી અને પૂર્ણ યોગના પ્રણેતા શ્રી અરવિંદઘોષનું ૨ ડીસેમ્બર ૧૯૫૦ના રોજ અવસાન થયું.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🗣🇮🇳🗣🇮🇳🗣🇮🇳🗣🇮🇳🗣🇮🇳🗣
રાષ્ટ્રધ્વજનો જન્મ કંઈ રીતે જાણો રાષ્ટ્રધ્વજના મુખેથી
🗣🇮🇳🗣🇮🇳🗣🇮🇳🗣🇮🇳🗣🇮🇳🗣
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🇮🇳🗣વ્હાલા ભારતવાસીઓ,
હુ તમારો રાષ્ટ્રધ્વજ બોલી રહ્યો છુ. ગુલામીની કાળી શાહી રાતના છેલ્લા ગાળે જયરે સ્વતંત્રતનો સૂરજ નીકળવાનો સંકેત પ્રભાતની બેલાએ આપ્યો ત્યારે 22 જુલાઈ 1947ના રોજ ભારતની સંવિધાન સભાના કક્ષમાં પ. જવાહરલાલ નહેરુએ મને વિશ્વ અને ભારતના નાગરિકોની સામે રજૂ કર્યો. આ મારી જન્મ ક્ષણ હતી. મને ભારતનો રાષ્ટ્રધ્વજ સ્વીકારીને સન્માન આપવામાં આવ્યુ. આ અવસર પર પં. નહેરુએ મોટુ માર્મિક ભાષણ પણ આપ્યુ. અને માનનીય સદસ્યો સામે મારા બે સ્વરૂપ - રેશમી ખાદી અને બીજુ સૂતી ખાતીથી બનાવેલા રજૂ કર્યા. બધાએ તાળીઓના ગળગળાટ સાથે મારું સ્વાગત કર્યુ.👏👏👏👏👏
🗣🇮🇳આ પહેલા 23 જૂન, 1947ના રોજ મને આકાર આપવા માટે એક અસ્થાયી સમિતિનુ ગઠબંધન થયુ, જેના અધ્યક્ષ હતા. ડો. રાજેન્દ્રપ્રસાદ અને સમિતિમાં તેમની સાથે હતા મૌલાના અબુલ કલામ આઝાદ, એ.એમ. પણિવકર, શ્રીમતી સરોજિની નાયડૂ, કે.એમ. મુંશી, ચક્રવર્તી રાજગોપાલાચારી અને ડો. બી આર. આમ્બેડકર. લાંબી ચર્ચા-વિચારણા પછી મારા વિશે સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો. મારા રંગ,રૂપ, આકાર, માન-સન્માન, લહેરાવવા વગેરે વિશે માનક નક્કી કરવામાં આવ્યા. છેલ્લે 18 જુલાઈ 1947ના રોજ મારા વિશે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો. 22 જુલાઈ 1947ના રોજ બધાની સ્વીકૃતિ મેળવીને મારો જન્મ થયો.
🇮🇳🗣આઝાદીના ઘેલાઓના બલિદાન અને ત્યાગની લાલિમા મારા રંગોમાં વસેલી છે. આ ઘેલાઓને કારણે જ મારો જન્મ થયો છે. 14 ઓગસ્ટ 1947ની રાતે 10.45 પર કાઉંસિલ હાઉસના સેટ્રલ હોલમાં શ્રીમતી સુચેત કૃપલાનીના નેતૃત્વમાં 🇮🇳'વંદે માતરમ🇮🇳 ના ગીત સાથે કાર્યક્રમ શરૂ થયો. 🔘ત્યારબાદ શ્રીમતી હંસાબેન મહેતાએ અધ્યક્ષ રાજેન્દ્રપ્રસાદ મારા સિલ્કવાળા સ્વરૂપને સોપીને કહ્યુ કે આઝાદ ભારતમા પહેલો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. બધા લોકોની સામે મારુ એ પહેલુ પ્રદર્શન હતુ. 🎯'સારે જહા સે અચ્છા' અને 'જન ગળ મન'ના સામૂહિક ગીત સાથે આ સમારંભ પૂરો થયો.
🇮🇳🗣પંડિત નહેરુએ મારા માનક બતાવ્યા જે તમે પણ જાણવા જોઈએ. તેમણે કહ્યુ કે ભારતનો રાષ્ટ્રધ્વજ સમતલ ત્રિરંગો હશે. આ આયાતકાર હોવાની સાથે લંબાઈ અને પહોળાઈનો માપ 2:3 હશે. ત્રણ રંગોની સમાન આડી પટ્ટીઓ હશે જેમાં સૌથી ઉપર કેસરિયો, મધ્યમાં સફેદ અને નીચે લીલા રંગની પટ્ટી હશે. સફેદ રંગની પટ્ટી પર મધ્યમાં સારનાથ સ્થિત અશોક સ્તંભની ચોવીસ ધારીઓવાળુ ચક્ર હશે. જેનો વ્યાસ સફેદ રંગની પટ્ટીની પહોળાઈ બરાબર હશે.
🇮🇳🗣મારા નિર્માણમાં જે વસ્ત્ર ઉપયોગમા લેવામાં આવશે, તે ખાદીનુ હશે. અને સૂતી, ઉની કે રેશમી પણ હોઈ શકે છે. પણ શરત એ છે કે સૂત હાથથી કાપવામાં આવશે અને હાથથી વણવામાં આવશે. આમા હાથકરધાનો સમાવેશ થાય છે. સિલાઈ માટે ફક્ત ખાદીના દોરાનો જ ઉપયોગ કરવામાં આવશે. નિયમમુજબ મારા માટે ખાદીના કે વર્ગ ફીટ કપડાનુ વજન 205 ગ્રામ હોવુ જોઈએ.
🗣🇮🇳મારા નિર્માણને માતે હાથથી બનેલી ખાદીનુ ઉત્પાદન સ્વતંત્રતા સેનાનિઓના એક સમૂહ દ્વારા આખા દેશમાં માત્ર ગરગ નામના ગામમાં કરવામાં આવે છે કે ઉત્તરે કર્નાટકના ઘારવાડ જિલ્લામાં બેંગલોર-પૂના રોડ પર સ્થિત છે. તેની સ્થાપના 1954માં થઈ. પરંતુ હવે મારુ નિર્માણ ક્રમશ ઓર્ડિનેસ ક્યોરિંગ ફેક્ટરી શાહજહાપુર, ખાદી ગ્રામોદ્યોગ આયોગ મુંબઈ અને કહદી ગ્રામોદ્યોગ આયોગ દિલ્લીમાં થવા માંડ્યુ છે. પ્રાઈવેટ નિર્માતાઓ દ્વારા પણ રાષ્ટ્રધ્વજનુ નિર્માણ કરવામાં કોઈ પ્રતિબંધ નથી. પણ મારા
ગૌરવ અને ગરિમાને દ્રષ્ટિમાં રાખતા એ જરૂરી છે કે મારા પર આઈ.એસ.આઈ( ભારતીય માનક સંસ્થાન)ની મોહર લાગેલી હોવી જોઈએ.
🇮🇳🗣મારા રંગોનો અર્થ પણ સ્પષ્ટ છે. કેસરિયા રંગ સાહસ અને બલિદાનનો, સફેદ રંગ સત્ય અને શાંતિનો તથા લીલો રંગ શ્રધ્ધા અને શોર્યનો પ્રતીક છે ચોવીસ ધારીઓવાળુ ભુરુ ચક્ર 24 કલાક પ્રગતિનું પ્રતિક છે. અને પ્રગતિ પણ એવી જેવી કે ભૂરુ એકદમ વિશાળ આકાશ અને ભૂરુ અને ઉંડુ આકાશ.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🇮🇳🇮🇳
🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
15મી ઓગસ્ટ વિશેષ - નેતાજીની કથની અને કરણીમાં દેશભક્તિ ઝલકતી હતી
🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🇮🇳સ્વતંત્રતા આંદોલનના મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝે બીજા વિશ્વયુદ્ધ દરિમયાન આઝાદ હિન્દફૌજની રચના કરી હતી. તેમણે👏🇮🇳 'જય હિન્દ'👏🇮🇳 જેવુ રાષ્ટ્રીય સુત્ર આપ્યુ હતુ. ગાંધીજીએ સુભાષ બાબુને 🇮🇳'દેશભક્તોના દેશભક્ત'નુ 🇮🇳બિરુદ આપ્યુ હતુ. કહેવાય છે કે, જો ભાગલા વખતે સુભાષચંદ્ર હોત તો ભારતને વિભાજનનો માર વેઠવો ન પડત આ વાતનો સ્વીકાર ખુદ ગાંધીજીએ પણ કર્યો હતો.
🇮🇳👁🗨નેતાજીનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓરીસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમની માતાનુ નામ પ્રભાવતિ અને પિતાનુ નામ જાનકીનાથ હતુ. તેમના પિતા જાણીતા ધારાશાસ્ત્રી હતા અને તેમણે કટકની મહાનગર પાલિકામાં લાંબા સમય સુધી સેવા આપી હતી ઉપરાંત તેઓ બંગાળ વિધાનસભાના સદસ્ય પણ રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🇮🇳♻️🇮🇳♻️🇮🇳♻️🇮🇳♻️🇮🇳♻️🇮🇳
Freedom of India - ભારતની આઝાદી
🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🇮🇳ભારતના સ્વાધીનતા અંદોલનનું નેતૃત્વ મહાત્મા ગાંધીએ કર્યું હતું. પણ જ્યારે દેશને 15 ઓગસ્ટ, 1947 ના રોજ આઝાદી મળી તે આ ઉત્સવમાં શામેલ થયા નહી.
🇮🇳 મહાત્મા ગાંધી આઝાદી ના દિવસે દિલ્હીથી હજારો કિલોમીટર દૂર બાંગ્લાદેશના નોઆખલીમાં હતા. જયાં એ હિંદુઓ અને મુસલમાનોના વચ્ચે સાંપ્રદાયિક હિંસાને રોકવા માટે અનશન પર હતા.
🇮🇳🇮🇳જ્યારે નક્કી થઈ ગયું કે ભારત 15 ઓગસ્ટએ આઝાદ થશે તો જવાહરલાલ નેહરૂ અને સરદાર વલ્લભભાઈ પટેલે મહાત્મા ગાંધીને પત્ર મોકલ્યો, પત્રમાં લખ્યું હતું - "15 ઓગસ્ટે આપણુ સંવિધાન દિવસ થશે. તમે રાષ્ટ્રપિતા છો. એમાં શામેલ થઈ તમારા આશીર્વાદ આપો.
🇮🇳ગાંધીએ આ પત્રના જવાબ મોકલ્યો - "જ્યા એકબાજુ કલકત્તામાં હિંદુ-મુસ્લિમ એક બીજાના લોહીના તરસ્યા છે, એવા સમયે હું ઉત્સવ મનાવવા કેવી રીતે આવી શકું છું. હું રમખાણોને રોકવા માટે મારો જીવ પણ આપી દઈશ".😞
🇮🇳 જવાહરલાલ નેહરૂએ એતિહાસિક ભાષણ🇮🇳 "ટ્રિસ્ટ વિદ ડેસ્ટની" 🇮🇳14 ઓગસ્ટની મધ્યરાત્રિએ વાયસરાય લૉજ ( અત્યારે રાષ્ટપતિ ભવન) પરથી આપ્યો હતો. ત્યારે નેહરું પ્રધાનમંત્રી બન્યા નહોતા. આ ભાષણ આખા વિશ્વએ સાંભળ્યુ પણ ગાંધી એ દિવસે નવ વાગ્યે ઉંઘવા માટે નીકળી ગયા હતા.
🇮🇳15 ઓગસ્ટ, 1947એ લોર્ડ માઉંટબેટને પોતાની ઓફિસમાં કામ કર્યુ હતુ. બપોરે નેહરૂએ એમને પોતાના મંત્રીમંડળનું લિસ્ટ આપ્યુ અને પછી ઈંડિયા ગેટ પાસે પ્રિંસેસ ગાર્ડનમાં એક સભાને સંબોધિત કરી.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🇮🇳👁🗨🇮🇳 દરેક સ્વતંત્રતા દિવસ પર ભારતીય પ્રધાનનમંત્રી લાલ કિલ્લા પર ધ્વજા લહેરાવે છે, પણ 15 ઓગસ્ટ, 1947 ના રોજ આવું થયું નહોતુ. લોકસભા સચિવાલાયના એક શોધ પત્ર મુજબ નેહરૂએ 16 ઓગસ્ટ, 1947 એ લાલ કિલ્લા પરથી ધ્વજા લહેરાવ્યો હતો.
👁🗨🇮🇳ભારતના તત્કાલીન વાયસરાય લોર્ડ માઉંટબેટનએ પ્રેસના સચિવ કેંપબેલ જોનસન મુજબ મિત્ર દેશની સેના સામે જાપાનના સમર્પણની બીજી વર્ષગાંઠ 15 ઓગસ્ટે પડી રહી હતી.
🇮🇳🔰15 ઓગસ્ટ સુધી ભારત અને પાકિસ્તાનના વચ્ચે સીમા રેખાનું નિર્ધારણ થયું નહોતું. આ નિર્ણય 17 ઓગસ્ટ રેડક્લિફ લાઈનની જાહેરાતથી થયો હતો.
♦️🇮🇳ભારત 15 ઓગસ્ટના રોજ આઝાદ જરૂર થઈ ગયું હતું, પણ ત્યારે તેનુ કોઈ રાષ્ટ્રગાન નહોતુ. રવિદ્રનાથ ટેગોરે જન-ગણ-મન 1911માં જ લખી નાખ્યુ હતું પણ આ રાષ્ટ્રગાન 1950માં બન્યું.
🇮🇳🔰15 ઓગસ્ટ ભારત સિવાય બીજા ત્રણ દેશોનો પણ સ્વંત્રતતા દિવસ છે. દક્ષિણ કોરિયા જાપાનથી 15 ઓગસ્ટ, 1945ના રોજ આઝાદ થયું. બ્રિટેનથી બહેરીન 15 ઓગસ્ટ, 1971 ને અને ફ્રાંસથી કાંગો 15 ઓગસ્ટ, 1960ના રોજ આઝાદ થયું.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
15 ઓગસ્ટ ભારત સિવાય બીજા ત્રણ દેશોનો પણ સ્વંત્રતતા દિવસ છે. દક્ષિણ કોરિયા જાપાનથી 15 ઓગસ્ટ, 1945ના રોજ આઝાદ થયું. બ્રિટેનથી બહેરીન 15 ઓગસ્ટ, 1971 ને અને ફ્રાંસથી કાંગો 15 ઓગસ્ટ, 1960ના રોજ આઝાદ થયું.
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🇮🇳સ્વતંત્રતા દિવસ🇮🇳
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🇮🇳🔰🇮🇳ભારત એક વિશાળ દેશ છે. તેમા અનેક ધર્માનુયાયી વિવિધ જાતિયો વિવિધ ભાષા બોલનારા લોકો રહે છે. વેશભૂષા ખાન-પાન બોલચાલની દ્રષ્ટિએ વિવિધતા લક્ષિત થાય છે. પણ આ અનેકતાની પાછળ એકતાની ભાવના ચોક્કસ રહેલી છે. આ અહીની સામાજીક સંસ્કૃતિની વિશેષતા રહી છે.
🇮🇳🔰🇮🇳એકતાની આ અનુભૂતિને આપણે સામાજીક રાજનૈતિક જીવનના નિર્માણમાં મદદ કરી છે. આપણા દેશમાં ધર્મ અને મજહબને માનવાની પુર્ણ સ્વતંત્રતા છે. પણ તેનો અયોગ્ય લાભ ન ઉઠાવવો જોઈએ. ધર્મ અને મજહબ ત્યા સુધી છે જ્યા સુધી દેશ સુરક્ષિત છે.
🇮🇳જો દેશની સ્વતંત્રતા જ સંકટમાં પડી જશે તો આપણે અને આપણો ધર્મ ક્યાયના નહી રહે. આપણે એ વાતોને પ્રોત્સાહિત કરવાની છે જેમા એકતાની ભાવના મજબૂત થાય છે. ભાવનાત્મકતા એકતાની સૌથી મોટી જરૂરિયાત છે.
🇮🇳🇮🇳🇮🇳એ હ્રદય નહી પત્થર છે. જેમા સ્વદેશનો પ્રેમ નથી🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🇮🇳વાસ્તવમાં માતા અને માતૃભૂમિના મોહથી મનુષ્ય મૃત્યુ સુધી મુક્ત નથી થતો. આ બંનેના એટલા ઉપકાર હોય છે કે માનવ તેમાંથી આજીવન ઋણમુક્ત નથી થઈ શકતો. માતૃભૂમીના સન્માનની રક્ષા માટે તે પોતાનુ બલિદાન આપવામાં પરમ આનંદ અનુભવે છે. દેશહિત માટે પોતાનુ સર્વસ્ત્ર બલિદાન કરવામાં જે સુખ શાંતિ મળે છે તેનુ મૂલ્ય કોઈ સાચો દેશ ભક્ત જ સમજી શકે છે.
🇮🇳દેશ સેવા અને પરોપકાર જ તેનો ધર્મ હોય છે. દેશવાસીઓના સુખ દુખમાં જ તેનુ સુખ દુખ રહેલુ હોય છે. તેની અંતરાત્મા સ્વાથરહિત હોય છે દેશની સર્વાગીણ ઉન્નતિ માટે સ્વદેશ પ્રેમ પરમ જરૂરી છે. જે દેશના નિવાસી પોતાના દેશના કલ્યાણમાં પોતાનુ કલ્યાણ પોતાના દેશના અભ્યુદયમાં પોતાનો ઉદય સમજવો જોઈએ.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
શુ દેશના યુવાનોને સ્વતંત્રનાનું મહત્વ ખબર છે ?
🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
સ્વતંત્રતા દિવસ પર ઘણા ઉત્સવો અને જયહિંદના સૂત્રોચ્ચાર થશે, કેમ ન હોય.. આ આઝાદી દરેક દેશવાસી માટે ખૂબ જ મહત્વની છે. શહેરના યુવાઓ પણ આઝાદીનો મતલબ સમજી રહ્યા છે અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવાની હિમંત રાખે છે.
અમે કેટલાક યુવાઓ સાથે વાત કરીને જાણ્યુ કે આઝાદ ભારતમાં મળેલ સ્વતંત્રતાનો તેઓ કેવી રીતે ઉપભોગ કરે છે અને દેશ માટે શુ યોગદાન આપી રહ્યા છે. આ યુવાઓનુ કહેવુ છે કે અમે પણ હોશમાં છીએ અને અમારી સામે ખોટી વાત કરનારે હોશમાં આવવુ પડશે.
સપનાને સાકાર કરવાનો પ્રયત્ન
અનુરાગ ગર્ગ કહે છે કે આઝાદી સાથે ગાંધીજીએ એક અખંડ ભારતનુ સપનુ જોયુ હતુ. અમે યુવા આ સપનાને સાકાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારી રીત થોડી અલગ છે. સારી નોકરીઓ મેળવીને, સારુ પેકેજ મેળવીને વિદેશોમાં અમારુ મહત્વ સમજાવીને દેશના આર્થિક વિકાસમાં મદદ કરીને પ્રત્યક્ષ નહી તો અપરોક્ષ રીતે અમે દેશને મજબૂત કરી રહ્યા છીએ.
🎯🔰એકતાથી આવશે બદલાવની આંધી
રાહુલ શાહ કહે છે કે આજે અમારી સમક્ષ ભ્રષ્ટાચાર મુખ્ય મુદ્દો છે અને દેશનો દરેક નાગરિક તેના વિરોધ આંદોલનમાં જોડાય ગયો છે. આજના યુવા અસત્ય વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. ભ્રષ્ટાચાર અને આતંકવાદના મુદ્દા પર પોતાના વિચાર બતાવી રહ્યા છે. દેશસેવા માટે ખુદ સૈનિક બનવાની હિમંત દાખવી રહ્યા છે.
રાજનીતિમાં જઈને પોતાની રીતે કામ કરીને પરિસ્થિતિઓ બદલવાનો પ્રયત્ન કરી રહ્હ્યા છે. યુવાઓની આ તાકત એક થઈ જાય તો ક્રાંતિ આવવામાં સમય નહી લાગે.
વિશાલ સાહૂ કહે છે કે ફક્ત આપણા દેશની મોટી વસ્તી યુવાઓની છે. આઝાદી પછી આપણે ઘણા આધુનિક થઈ ગયા છીએ અને દુનિયાભરમાં આપણે આપણી પ્રતિભાને પ્રદર્શિત કરવાની તક પણ મળી રહી છે. નવી પેઢી, નવા વિચાર દ્વારા મોટા ફેરફારો લાવી રહી છે. એમા કોઈ શક નથી કે દેશને મહાશક્તિ બનાવવામાં યુવાઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે.. યુવાઓ પોતાની કાબેલિયતના આધાર પર આને સાબિત પણ કરી રહ્યા છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
'વંદે માતરમ્' સંસ્કૃત નહીં સંસ્કૃતિ છે.
🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
વંદે માતરમ્'ના ગીતનો અર્થ ફકત રાષ્ટ્ર્ભક્તિનું ગીત નથી, પરંતુ તે આદર્શો અને સંકલ્પોને આપણા નિત્ય સાથે જોડવાનું છે, કે જેમણે આપણા દેશને સ્વાતંત્રતા સંઘર્ષને અનુપ્રાણિત કર્યું હતું. પરંતુ આઝાદ ભારતના આ સમયમાં 'વંદે માતરમ્'ને લઇને ઘણા વિવાદો ઊભા થઇ ગયા છે. લેખક તેમજ પ્રશાસનિક અધિકારી શ્રી મનોજકુમાર શ્રીવાસ્તવએ 'વંદે માતરમ્'નામના પુસ્તક લખીને આ વિવાદોને હલ કરવાનો પ્રયત્ન કર્યો છે.
હાજર છે આ ક્રાંતિ-ગીતના સાહિત્યેતિહાસિક અભ્યાસની એક નાની એવી રજુવાત -
હાલના સમયમાં ઘણા સ્વઘોષિત બુદ્ધિજીવી 'વંદે માતરમ્'ને લેખક બંકિમચંદ્રને દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતના જનકની જેમ રજૂ કરે છે. બ્રુસેલ્સમાં 2-4 મે, 2004ના દિવસે થયેલા આંતરરાષ્ટ્રીય કોમ્યુનિસ્ટ સેમિનારમાં એક ભારતીય પ્રતિનિધિ દળે તેના પેપરમાં કહ્યું કે હિન્દૂ રાષ્ટ્રના સિદ્ધાંતનું પહેલુ સ્પષ્ટ પ્રતિપાદન બંકિમચંદ્ર ચેટર્જીએ બંગાળી ભાષામાં લખેલા તેના ઉપન્યાસ આનંદ-મઠમાં કર્યું છે. 'વંદે માતરમ્' આ ઉપન્યાસનું અંગ છે.
પાકિસ્તાનના સમાચાર-પત્ર 'ડેઇલી ટાઇમ્સ'માં ખાલેદ અહમદે લખયું છે (10.11.2002) કે જેમણે કુખ્યાત 'વંદે માતરમ્' લખ્યું તેમનું નામ બંકિમચન્દ્ર હતું. જોવાની વાત એ છે કે આ તે વ્યક્તિના માટે કહેવવામાં આવે છે જેમણે 1874માં બંગદર્શનમાં લખ્યું છે કે, બંગાળ એકલા હિન્દુઓની મિલકત નથી. પેઢીઓથી બંગાળમાં હિન્દૂ-મુસ્લિમ સાથે - સાથે રહેતા આવ્યા છે. આજે દુર્ભાગ્યવશ તેમની વચ્ચે અંતર વધતું જાય છે. બધાના હિતમાં આ દિવસોમાં સમુદાયોંમાં ભાઇચારો રહે તેવી લાગણી વ્યકત કરૂ છું.
'
જો બંકિમચંદ્દ્ર મુસ્લિમ વિરોધી હોતા તો તેમના ઉપન્યાસ 'સીતારામ'(1886)માં એક પાત્ર દ્વ્રારા આવું કહેડાવતા કે 'જો તમે હિન્દૂ અને મુસલમાનને બરાબર ન સમજતા હોય તો હિન્દૂ અને મુસલમાન બન્ને દ્વ્રારા સમાયેલી આ જમીનમાં આપણા રાજ્યને સુરક્ષિત નહી રાખી શકો. તમારો અભિકલ્પિત ધર્મ રાજ્ય પાપના શાસનમાં અપધટિત થઇને રહી જાશે'. કેમકે આ લેખ આનંદ-મઠ કે બંકિમ ઉપર નથી, પરંતુ જે વાત અહીં નક્કિ કરવાની છે તે એ છે કે એક પાકિસ્તાની લેખક અને એક ભારતીય પક્ષના બંકિમના પ્રતિ એક જેવા વિચાર.
હવે આ વાત ઉપર આવી એ કે 'વંદે માતરમ્' અંગ્રેજો વિરોધી નહોતું? આપણા 9 બુદ્ધિજીવીઓ આ ગીતને આનંદ-મઠમાં મુસ્લિમોંના વિરૂદ્ધ સક્રિય જોવે છે ના તો અંગ્રેજો વિરૂદ્ધ. પરંતુ ખૂદ અંગ્રેજોને આ વિષયમાં કોઇ શક નહોતો કે આ ગીતનું સાચું નિશાન કોણ હતું. 'આ એક ભયંકર દેવીના પારકા જૂલ્મની વિરૂદ્ધ સતત સહકાર છે'-તેવું સર વેલેંટાઇન ચિરોલે 'ઇંડિયન અનરેસ્ટ'નામના પુસ્તકમાં લખ્યું હતું. આના થોડા વર્ષો પહેલા જી.એ.ગ્રિયર્શન ધ ટાઇમ્સ (લંડન)માં પ્રકાશિત એક લેખમાં(12મી સપ્ટેમ્બર, 1906) લખ્યું કે 'વંદે માતરમ્'ની માં મૃત્યું અને વિનાશની દેવી છે.
ચિરોલ-ગ્રિયર્શન વ્યાખ્યાને સરકારી મુજબ રોલેટ ક્મેટી રિપોર્ટ (1918)માં સમાવ્વામાં આવી, જેમાં માનવામાં આવ્યું કે ક્રમશઃ આ રાષ્ટ્રગીતના સ્તર સુધી આગળ આવી ગયું છે. આપણા નેતાઓને પણ કોઇ ભ્રમ ન્હોતો. બિપિનચંદ્દ્ર પાલના એક લેખ 'માતરમ્ ઇન વંદે માતરમ્' (વીકલી ન્યું ઇંડિયા, ઓક્ટોબર, 1906)માં કહ્યું કે ગીતની માતા રાષ્ટ્રમાતા છે. શ્રી અરવિન્દે લખ્યું કે (1908) 'ના ફકત આ રાષ્ટ્રગીત નથી પરંતુ પવિત્ર મંત્રો વાળી સશક્ત ઉર્જાથી સંયુક્ત છે. આ ઉર્જા આનંદ-મઠના લેખકને પ્રાપ્ત થઇ, જેમને અભિ-પ્રેરિત રૂષિની સંજ્ઞા આપી શકાય' 'બંકિમચંદ્દ્ર ચટર્જીએ સ્વયં આ ગીતના બાબતે કશું નહીં કહ્યું. હરીશચંદ્ર હલધરની 1885માં 'માં' પેંટિગમાં આ ગીતનો સીધી અસર દેખાય છે.
✅આજે પણ બલિદાન અને દેશપ્રેમની જ્વાળા આ 'વંદે માતરમ્' ગીતના અંદરથી ઓછી નથી થઇ. અક્ષરધામ મંદિરમાં આતંકવાદીઓ દ્વ્રારા બાળકોને ગોળી મારવાના પહેલા 'વંદે માતરમ્' કહેડાવવાનો મતલબ શું હતો? આજ 'વંદે માતરમ્'નો અનુવાદ કરીને એ.આર. રહેમાન 'માં તુઝે સલામ' ગીત ગાય છે તો તે ગજબ હોય છે. આવી હાલતમાં શું ઝગડો સલામ અને પ્રણામનો છે? 'વંદે માતરમ્'માં જો એક વાઇબ્રેટરી એનર્જી (પ્રતિક્મ્પનકારી ઉર્જા)છે. આ ઇતિહાસની અનુગૂંજ છે.
🎯આ સંસ્કૃત નથી, સંસ્કૃતિ છે. બલિદાન, સર્વસ્ય, સમર્પણ અને ત્યાગની સંસ્કૃતિ.
દક્ષિણપંથની પ્રતિક્રિયામાં સંસ્કૃત અને સંસ્કૃતિમાંથી પણ રીસાવાનો એક નવો રિવાજ આ દિવસોમાં નવ-બુદ્ધિજીવિઓમાં મને જોવા મળે છે.
પિયરે બોર્દોએ સાંસ્કૃતિક પૂંજીના પ્રતિ બેજ્વાબદાર બનવાથી કોમ્યુનિસ્ટોને આગ્રહ કર્યો હતો, કારણ કે નહિતર આ પૂંજીનું વિનિયોજન અને નિવેશન સામ્પ્રદાયિક તાકાતે કરીજ લેતી. પરંતુ આ દિવસો સહમતી, સબરગ જેવી સંસ્થાઓએ 'સાઝા સંસ્કૃતિ'નો જે એક પ્રક્લ્પ શરૂ કર્યો છે તેમાં જે કોઇ સાઝું નથી, તે બ્રાહ્મણવાદી અને સામ્પ્રદાયિક થવાને રોકી દેવાના લાયક માનવામાં આવે છે. પરંતુ આ ગીતને પુરાણીક નહીં, નવાપરીવર્તનની નજરથી જોવું જોઇએ.
✍યુવરાજસિંહ
🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
71મા સ્વાતંત્ર દિને પીએમે લાલ કિલ્લા પરથી આપ્યો ન્યૂ ઈન્ડિયાનો મંત્ર
🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉પીએમ નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લા પરથી દેશવાસીઓને 71મા સ્તતંત્રતા દિન તેમજ જન્માષ્ટમીની શુભેચ્છાઓ આપતા દેશવાસીઓને 2022 સુધીમાં ‘ન્યૂ ઈન્ડિયા’ના સ્વપ્નનને સાકાર કરવા આહ્વાન કર્યું હતું. પીએમે તાજેતરમાં ગોરખપુરની સરકારી હોસ્પિટલમાં થયેલા માસૂમ બાળકોના મોતથી લઈને ગૌરક્ષાના નામે થતી હિંસાથી લઈને અનેક મુદ્દાઓ પોતાના ભાષણમાં આવરી લીધા હતા. આ ઉપરાંત, તેમણે સર્જિકલ સ્ટ્રાઈક, નોટબંધી તેમજ જીએસટીનો ઉલ્લેખ કરીને પોતાની સરકારની સિદ્ધિઓ પણ ગણાવી હતી.
🎯🔰2022માં 75મા આઝાદી દિન નિમિતે ન્યૂ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે પીએમે દેશવાસીઓને આહ્વાન કરતા કહ્યું હતું કે, સામુહિક શક્તિ દ્વારા આપણે દેશમાં પરિવર્તન લાવી શકીએ છીએ. ન્યૂ ઈન્ડિયા જે સુરક્ષિત હોય, સમૃદ્ધ હોય, શક્તિશાળી હોય. તમામને સમાન તકો મળે. જેના વિજ્ઞાન અને ટેક્નોલોજીને દુનિયા ઓળખતી હોય આપણે તેવા ભારતનું નિર્માણ કરવાનું છે. યુવાધનને અપીલ કરતા તેમણે કહ્યું હતું કે 21મી સદીનું ભાગ્ય તેવા નવયુવાનો બનાવશે જેમનો જન્મ 21મી સદીમાં થયો છે, અને હવે તેઓ 18 વર્ષના થવાના છે. તેમને દેશના ભાગ્યનું નિર્માણ કરવાનો અવસર મળી રહ્યો છે. ન્યૂ ઈન્ડિયામાં આપણે સૌ સાથે મળી એવો દેશ બનાવીશું જ્યાં મહિલાઓને પોતાનું સપનું પૂરું કરવાની આઝાદી હોય. આપણે એવું ભારત બનાવીશું જ્યાં ભ્રષ્ટાચાર અને સગાવાદ ન હોય.
🎯🔰ગૌરક્ષાના નામે થતી હિંસા પર બોલ્યા પીએમ, આસ્થાના નામ પર હિંસાને પ્રોત્સાહન ચલાવી નહીં લેવાય. આ દેશ બુદ્ધનો છે, ગાંધીનો છે. અહીં આસ્થાના નામ પર હિંસાને પ્રોત્સાહન ન આપી શકાય. ♻️💠♻️👌👌👌તે વખતે નારો હતો ભારત છોડો, આજનો અમારો નારો છે ભારત જોડો.👌👌👌
🔰🎯બ્લેક મની તેમજ ભ્રષ્ટાચારને નાથવા પોતાની સરકારે કરેલા પ્રયાસોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, ગરીબોને લૂંટીને પોતાની તિજોરી ભરનારા ધનવાનો આજે ચેનથી સૂઈ નથી શકતા. આજે એવો માહોલ બન્યો છે કે ઈમાનદારીનો ઉત્સવ મનાવાઈ રહ્યો છે, અને બેઈમાનીને મોઢું છૂપાવવાની જગ્યા નથી મળી રહી. બેનામી સંપત્તિ અંગેના કાયદા વર્ષોથી અટવાયેલા પડ્યા હતા. થોડા સમયમાં જ 800 કરોડથી વધુની બેનામી સંપત્તિ બહાર આવી છે અને કાળા ધન, ભ્રષ્ટાચાર વિરુદ્ધ આપણી લડાઈ ચાલુ રહેશે. એટલું જ નહીં, ટેક્નોલોજીના માધ્યમથી સિસ્ટમ વધુ ટ્રાન્સપરન્ટ કરાઈ રહી છે. હવે દેશના કોઈ પણ ખૂણે બેઠેલો કોઈ પણ વ્યક્તિ સરકારને પોતાનો સામાન વેચી શકશે.
👈👌👈પોતાની સરકારના કાર્યો ગણાવતા પીએમે કહ્યું હતું કે, 30-40 વર્ષથી અટવાઈ પડેલા વન રેંક વન પેન્શનને સરકારે બહાલ કર્યું છે. આજે બે ગણી રફ્તારથી રસ્તા બની રહ્યા છે, રેલવેના ટ્રેક પથરાઈ રહ્યા છે. આઝાદીથી અત્યાર સુધી અંધારામાં રહેલા 14 હજાર ગામડાં સુધી વીજળી પહોંચી છે. સરકારના પ્રયાસોથી અઢી કરોડથી વધુ ગરીબ માતાઓને ચૂલામાંથી મુક્તિ મળી છે. સરકારની યોજનાઓમાં ગતિ વધી છે. પ્રોજેક્ટમાં વિલંબથી સૌથી વધુ નુક્સાન ગરીબોને થાય છે. આપણે નવ મહિનામાં મંગળ પર પહોંચી શકીએ છીએ, પરંતુ દેશમાં રેલવેનો એક પ્રોજેક્ટ 42 વર્ષથી અટકેલો પડ્યો હતો જેને પૂર્ણ કરાઈ રહ્યો છે.
🙌👏🙌જીએસટી તેમજ નોટબંધીનો ઉલ્લેખ કરતા પીએમે કહ્યું હતું કે, જીએસટીએ દેશને નવી તાકાત આપી છે. ટૂંક સમયમાં આટલા મોટા દેશમાં જીએસટી લાગુ થવાથી દુનિયા પણ આશ્ચર્યમાં છે. બીજી તરફ, નોટબંધીમાં સવા સો કરોડ દેશવાસીઓએ સહકાર આપ્યો, જેના કારણે આજે ભ્રષ્ટાચાર પર લગામ કસવામાં આપણે સફળ રહ્યા છીએ. જીએસટીના કારણે હજારો કરોડની સાથે સમયની પણ બચત થઈ છે. ચેકપોસ્ટ હટી ગઈ છે. નોટબંધી બાદ બેંકો પાસે પૈસા આવ્યા છે. નોટબંધી બાદ ડેટા ચકાસવામાં આવ્યો ત્યારે ત્રણ લાખ કંપનીઓ એવી પણ સામે આવી કે જે માત્ર હવાલાનું કામ કરતી હતી. તેમાંથી આજે પોણા બે લાખ કંપનીઓ પર તાળા લટકી રહ્યા છે. નોટબંધી બાદ ત્રણ લાખ કરોડ રુપિયા બેન્કિંગ સિસ્ટમમાં આવ્યા. પોણા બે લાખ કરોડ રુપિયા શકના ઘેરામાં છે. હવે વ્યવસ્થાની સાથે તેમને પોતાનો જવાબ આપવો પડશે. 1 લાખ લોકો એવા પણ સામે આવ્યા છે કે જેમણે ક્યારેય ઈન્કમ ટેક્સનું નામ પણ નહોતું સાંભળ્યું, પરંતુ આજે તેમને ઈન્કમ ટેક્સ ભરવો પડી રહ્યો છે. નવા કરદાતાઓની સંખ્યા આ વર્ષે બે ગણીથી પણ વધુ થઈ ગઈ છે. 18 લાખથી વધુ લોકો એવા છે કે જેમની આવક તેમના હિસાબ-કિતાબથી વધારે છે.
🙌👏🙌જમ્મુ-કાશ્મીર અંગે પીએમે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરને ફરી અગાઉની સ્થિતિમાં લાવવા અમે કટિબદ્ધ છીએ. જમ્મુ-કાશ્મીરની દરેક સમસ્યા ગાળ કે ગોળીથી નહીં, પણ કાશ્મીરીને ગળે લગાવવાથી ઉકેલાવાની છે. આતંકવાદ સામેની લડાઈમાં આજે આખી દુનિયા આપણને સહકાર આપી રહી છે. વિશ્વ સાથે ખભેખભા મિલાવી આપણે આતંકવાદ સામે લડી રહ્યા છીએ. કેન્દ્ર અને રાજ્યોના સંબંધ અંગે તેમણે કહ્યું હતું કે, એક સમય હતો જ્યારે યુરિયા, કેરોસીન માટે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે તનાતની થતી હતી. પરંતુ હવે કેન્દ્ર અને રાજ્યના સંબંધોની વ્યાખ્યા બદલાઈ છે.
👈🙌👏ગરીબો અને ખેડૂતોના ઉત્થાન માટે લેવાયેલા પગલાં અંગે પીએમે જણાવ્યું હતું કે, આ વખતે દેશના ખેડૂતોએ દાળનું ઉત્પાદન કર્યું તો સરકારે 16 લાખ ટન દાળ ખરીદીને ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું છે. અગાઉ ક્યારેય આવું નહોતું થયું. વચેટિયાઓને નાબૂદ કરી ખેડૂતોની આવક વધે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. સસ્તી દવાઓ ગરીબો માટે મોટી રાહત છે. અમે ગરીબો અને મધ્યમવર્ગ માટે એક પછી એક યોજના શરુ કરી રહ્યા છીએ. દરેક જિલ્લા સ્તર પર ડાયાલિસિસ સેન્ટર બની રહ્યું છે. દેશની કેટલીક યોજનાઓ એવી છે જે લોકોના પૈસા બચાવશે. લોકતંત્ર મતપત્રક સુધી સિમિત થઈ ગયું છે, પરંતુ ન્યૂ ઈન્ડિયામાં તંત્રથી લોકો નહીં, પણ લોકોથી તંત્ર ચાલે તેવું તંત્ર દેશની ઓળખ બને તેવો માહોલ અમે સર્જવા માગીએ છીએ.
👉👏👏👍યુવાઓ અને મહિલાઓનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, આપણા દેશણાં નેચર ઓફ જોબમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે. માનવ સંસાધનના વિકાસ માટે નવી યોજનાઓ સરકારે શરુ કરી છે. છેલ્લા ત્રણ વર્ષમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને કારણે કરોડો યુવાનોને સ્વરોજગારની પ્રેરણા મળી. ત્રણ વર્ષમાં છ નવી આઈઆઈએમ, આઠ નવી આઈઆઈટીનું નિર્માણ થયું છે. ભવિષ્ય નિર્માણમાં માતા-બહેનોનું યોગદાન મહત્વનું હોય છે. હું તે બહેનોને અભિનંદન આપવા ઈચ્છું છે કે જેઓ ત્રિપલ તલાકથી પીડિત હતી, અને તેમણે તેની સામે આંદોલન ઉભું કર્યું. બુદ્ધિજીવીઓને હચમચાવી દીધા. આ આંદોલનને ચલાવનારી બહેનોને હું હ્રદયથી અભિનંદન આપું છું.આ વિકાસની દોડમાં આપણે સૌ સાથે મળીને આગળ વધવાનું કામ કરીએ. એક દિવ્ય અને ભવ્ય ભારતના સપનાંને લઈને તમામ દેશવાસીઓ ચાલે. આ જ વિચાર સાથે હું આઝાદીના દિવાનાઓને પ્રણામ કરું છું.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🙏
હશે, ભારત આતંકવાદ, કોમવાદ, જ્ઞાતિવાદ, ભ્રષ્ટાચાર અને ભાઇભતીજાવાદથી મુક્ત હશે અને દેશ સ્વચ્છ અને સ્વસ્થ હશે.
આ સંબોધનમાં પ્રધાનમંત્રીએ બહાદુરી પુરસ્કાર વિજેતાઓના સન્માનમાં વેબસાઇટ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.
તના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ
આજે 71માં સ્વતંત્ર દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે બોટાદ જિલ્લા કક્ષાની ઉજવણી ગઢડા ખાતે કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ગઢડાનગરપાલિકા દ્વારા સાંસ્કૃતિર કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જે પ્રસંગે મંત્રી આત્મારામ પરમાર, બોટાદ જિલ્લાના પ્રભારી, કલેક્ટર, એસપી અને ગઢડામંદિરના સ્વામી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી દ્વારા પીએસસી કેદ્રને એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી. તો તેજસ્વી વિદ્યાર્થીઓનુંસન્માન કરવામાં આવ્યું હતું.
તાપી
દેશભરમાં આજે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે તાપી જિલ્લાના ઉચ્છલ કાતે જિલ્લા કક્ષાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સંસદિયસચિવની ઉપસ્થિતિમાં કરવામાં આવેલી આઝાદ દિનની ઉજવણીમાં જિલ્લાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંસદીય સચિવેપ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું તો શાળાના બાળકોએ આદિવાસી સંસ્કૃતિની ઝાંખી રજૂ કરી હતી.
સુરત
સુરત યુવા ગર્જના ગ્રુપ દ્વારા અનોખુ ધ્વજવંદન કરવામાં આવ્યુ. સુરતની તાપી નદીમાં એક સાથે 150થી વધુ રાષ્ટ્રધ્વડ ફરકાવવામાં આવ્યા હતા, અનેપાંડેસરાથી બાઈક રેલી યોજી મકદલ્લા સુધી યોજાઈ હતી, અને અનોખુ ધ્વજવંદન કરવામાં આવ્યુ હતું. હોજીમાં બેસીને યુવા ગર્જનાના કાર્યકર્તાઓએધ્વજવંદન કર્યુ હતું.
બનાસકાંઠા
કેદ્રીય રાજ્યમંત્રી હરિભાઇ ચૌધરીએ પોતાના વતન પાલનપુરના જગાણા ગામે ધ્વજંદન કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે વિદ્યાવિહારસંસ્કાર શાળાના બાળકોએ સાંસ્કૃતિ કાર્યક્રમ રજૂ કર્યા હતા. તો બનાસકાંઠામાં પૂરમાં માર્યા ગયેલા લોકોને હરિભાઇ ચૌધરીએ શ્રદ્ધાંજલિ આપી હતી સાથે ન્ચૂઇન્ડિયાનો સંકલ્પ લેવોની દેશવાસીઓને અપિલ કરી હતી.
અરવલ્લી
અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે આજે જન્માષ્ટમી મહોત્સવના રંગે ભક્તો રંગાયા છે. ત્યારે જનમાષ્ટમી નિમિત્તે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજનકરવામાં આવ્યુ છે. તો નગરમાં આજે સવારે શોભાયાત્રા નીકળી હતી. તો શોભાયાત્રા દરમિયાન 101 મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યુ હતું. અનેસમગ્ર વાતાવરણ ભિ~તના રંગમાં રંગાઈ ગયું હતું.
સુરેન્દ્રનગર
સુરેદ્રનગર અને વઢવાણ શહેરમાં જનમાષ્ટમીના પર્વની ધામધુમપુર્વક ઉજવણી કરવામાં આવી. અહીં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા જન્માષ્ટમી નિમિત્તેશોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ શોભાયાત્રામાં સંતો-મહંતો ઉપસ્થિત રહ્યાં હતાં, અને આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી.જેમાં ભાવિક ભક્તો હોશે હોશેં જોડાયા હતાં. શોભાયાત્રા નંદ ઘેર આનંદ ભયો. જય કનૈયાલાકીના નાદ સાથે ગુંજી ઉઠી હતી.
પોરબંદર
પોરબંદરમાં INS સરદાર પટેલ નેવલ બે{ ખાતે આઝાદી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નેવલ બેઝ ખાતે નેવીના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો દ્વારા તિરંગાને સલામી આપવામાં આવી હતી. તો સાથે જ અહી નેવીના જવાનો દ્વારા પરેડ પણ યોજાઈ હતી.
વાપી
રાજ્યભરમાં સ્વતંત્ર પર્વની કરાઈ ઉજવણી. વાપીના રાતામાં આવેલી સમપર્ણ જ્ઞાન સ્કુલ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. મા તુઝે સલામની થીમ પર એક અનોખું પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. આજની પેઢી ભારતના કિશાન અને લશકરના વિવિધ પાસાઓને સરળ રીતે સમજી શકે તે હેતુથી અનોખુ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું, અને વિવિધ મોડલ વિશે બાળકોને સમજાવવામાં આવ્યુ હતું.
વલસાડ
વલસાડ જિલ્લા સ્વતંત્રપર્વની ઉજવણી પારડીમાં ધામધૂમપૂર્વક કરાઇ હતી. વાહનવ્યવહારના મંત્રી વલ્લભ કાકડીયાના હાજરીમાં પારડી ખાતે ઉજવણી કરાઇ હતી. વલ્લભ કાકડિયાએ તિરંગો ફરકાવી પરેડની સલામી ઝીલી હતી. શાળાના વિદ્યાર્થીઓ અને લોકોએ આ ભવ્ય ઉજવણીમાં હાજર રહ્યા હતા.
અમદાવાદ
અમદાવાદના સરસપુરની એક સ્કુલમાં ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. જયાં મુસ્લીમ વિધાર્થીઓએ ધ્વજવંદન કર્યુ હતું. દેશમાં શાંતિ અને ભાઇચારો વધે તે માટે વિધાર્થીઓ દ્વાાર પ્રાર્થના કરાઇ હતી.
ભાવનગર
ભાવનગરના સિહોર ખાતે 71માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.જિલ્લા કક્ષાની આ ઉજવણીમાં રાજ્યના મંત્રી અત્મારામ પરમારે ધ્વજની સલામી ઝીલી હતી. તો જિલ્લા કલે~ટર હર્ષદ પટેલ,ડીએસપી દિપાકરન ત્રિવેદી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. સાથે બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવસારી
નવસારી જિલ્લાકક્ષાનો સ્વાતંત્રપર્વ ખેરગામે ઉજવાયો..નાનુભાઈ વનાણીનાં વરદ હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી.જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા સાથે પોલીસ પરેડનું નિરિક્ષણ કરી સ્વાતંત્ર્ય સેનાનીઓનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. સાથે તેજસ્વી વિધાર્થીઓનું પણ સન્માન કરાયું હતું.
પાટણ
તો પાટણ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ સાંતલપુર તાલુકાના વારાહી ખાતે ઉજવાયો. શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે ધ્વજ ફરકાવી ધ્વજ વંદન કાર્યક્રમની પોલીસ પરેડની સલામી ઝીલી હતી. ખુલ્લી જીપમાં પાટણ જિલ્લા પોલીસ વડા , જીલ્લા કલેકટર સાથે પરેડ ગ્રાઉન્ડમાં દિલીપ ઠાકોરે ધ્વજ વંદન કાર્યક્રમ
માં આવેલ લોકોનું તેમજ પોલીસની વિવિધ ટીમોનું અભિવાદન ઝીલ્યું હતું.
ભરૂચ
ભરૂચના જિલ્લા કક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણી અંકલેશ્વરના ONGC ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી. જેમાં રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરભાઈ પટેલે સ્વતંત્ર ભારતના તિરંગાને આન બાણ અને શાન સાથે લહેરાવ્યો હતો. સહકાર મંત્રીએ પરેડમાં પણ ભાગ લઈ સલામી લીધી હતી.
પંચમહાલ
પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આજે 71માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.. જેમાં રાજ્યના માર્ગ અને મકાનમંત્રી જયદ્રથસિંહ પરમારે તિરંગો લહેરાવ્યો હતો અને સલામી આપી હતી. તો આ સમયે સ્થાનિક જિલ્લાના તમામ અધિકારીઓ અને સ્થાનિક લોકોએ પણ સલામી આપી હતી, અને ત્યાર બાદ પરેડનો કાર્યક્રમ યોજાયો હતો.

🇮🇳🎯🎯🇮🇳🇮🇳🎯🇮🇳🇮🇳🎯🇮🇳🇮🇳
🇮🇳🇮🇳🇮🇳71મો સ્વાતંત્ર્ય દિવસ
🇮🇳♦️🇮🇳♦️🇮🇳♦️🇮🇳♦️🇮🇳♦️🇮🇳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎯🇮🇳ગુજરાત રાજ્યની 71માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી વડોદરામાં થઈ છે.
🎯🇮🇳રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરાના રાજમહેલ રોડ પર આવેલા નવલખી મેદાનમાં સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. અને સલામી આપી હતી.
🗣🇮🇳આ પ્રસંગે રાજ્યવાસીઓને સંબોધન કરતાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યાદ કરીને ગુજરાતના વિકાસની સફરને આગળ લઈ જવાનો સંકલ્પ કર્યો હતો.
તેમણે આઝાદીના લડવૈયાઓને યાદ કરીને વંદન કર્યા હતા. વડોદરામાં બે દિવસથી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ચાલી રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સંબોધનના મુખ્ય અંશઃ🔰🔰🔰
દેશના સ્વાતંત્ર્ય વીરોને યાદ કર્યા,
આઝાદીના લડવૈયાઓને યાદ કર્યા
વડોદરાની ભૂમિએ આઝાદીની લડતમાં વિશેષ યોગદાન રહ્યું છે
વડોદરાના રાજવી પરિવારે દેશની આઝાદી માટે યોગદાન આપ્યું હતું.
દેશના વિકાસમાં સૌનો સાથ સૌનો વિકાસ એ પણ આપણો મંત્ર રહ્યો છે
અનેક બલિદાન પછી આપણને આઝાદી મળી છે
રાજનીતિનું કલેવર બદલાયું છે
માત્ર સત્તા ચલાવવી કે રાજ્યનો વહીવટ કરવો એવું હવે રહ્યું નથી
ગુજરાતને ફાસ્ટટ્રેક પર લઈ જવાયું છે, સરકાર નિષ્ઠાથી ચાલી છે, ઈમાનદારીથી ચાલી છે
સૌને દુખે દુખી… સૌને સુખે સુખી… એ મંત્ર સાથે સરકાર ચાલી રહી છે
65 ટકા કરતાં વધુ વસ્તી યુવાઓની છે
ગુજરાતની તમામ કોલેજમાં વાઈફાઈની વ્યવસ્થા ઉભી કરીને ટેબલેટ-લેપટોપ અપાશે
પીપીપી ધોરણે માછીમારોને બોટ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરાશે
નાના ઉદ્યોગો વધુ સારી રીતે વિકાસ કરી શકે તે માટે 10 નવી જીઆઈડીસી ઉભી કરાશે
દારૂબંધીનો કાયદો કડક કરાશે અને તેનો અમલ કરાશે
હુક્કાબાર પર કડક પ્રતિબંધ લગાવાશે
ગૌહત્યા કરાનારા ને પકડાશે તેને કાયદા અનુસાર કડક સજા કરાશે
પાંચ દિવસ સુધી રાજ્ય સરકારે બનાસકાંઠામાં રહીને પૂર રાહત અને બચાવ કામ કર્યું છે
એનડીઆરએફ અને સેનાના જવાનો અને સરકારી અધિકારીઓ બચાવ કાર્યમાં જોડાઈને જનતાની મદદ કરી છે, તેમનો આભાર વ્યકત કરું છું.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
💠💠♻️💠💠♻️♻️💠♻️💠💠💠
🇮🇳🎯સમગ્ર ભારત દેશ આજે તેનો 71મો સ્વાતંત્ર્ય દિવસ, તેની વર્ષગાંઠ ઉજવી રહ્યો છે.
🇮🇳🎯વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે, દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રીય તિરંગો ફરકાવ્યો હતો અને બાદમાં રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.
🇮🇳♻️વડાપ્રધાન બન્યા બાદ મોદીએ આ ચોથી વાર લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કર્યું છે અને રાષ્ટ્રને સંબોધિત કર્યું છે.
🇮🇳🎯મોદીએ સંબોધનમાં કહ્યું કે, આપણે સહુએ ન્યૂ ઈન્ડિયાનો સંકલ્પ કરીને દેશને આગળ વધારવાનો છે. દેશ બદલાયો છે, બદલાઈ રહ્યો છે અને બદલી શકે છે… આપણે એ વિશ્વાસ અને સંકલ્પ સાથે આગળ વધવાનું છે.
🎯🇮🇳મોદીએ કહ્યું કે, આપણે ‘ચલતા હૈ’ અભિગમનો ત્યાગ કરવાનો છે અને ‘બદલ સકતા હૈ’નો નવો અભિગમ અપનાવવાનો છે. આ અભિગમ દેશની પ્રગતિમાં મદદરૂપ થશે.

તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતાભરી !
મુરદા મસાણથી જાગતાં, તારા શબ્દમાં શી સુધાભરી !
પૂછી જોજો કોઈ ગુલામને,
ઊઠ્યા કેવા ઓઘ એને મને
મળી મુક્તિ મંગળ જે દિને ;
એને કાને શબ્દ પડ્યો ‘તું સ્વાધીન’ શી અહો સુખની ઘડી,
એની આંખ લાલમલાવ છાતીમાં છોળો છલકાઈ પડી.
એને ભાન મુક્તિતણું થયું,
એનું દૈન્ય ક્યાં ટપકી ગયું,
એનું દિલગુલાબ ઝૂલી રહ્યું,
એના મસ્તકે નમવાનું ભૂલી આભ શું માંડી આંખડી,
એની ઊર્મિ રાંક મટી રૂડા જગબાગમાં રમવા ચડી.
પડું કેદખાનાંને ઓરડે,
લટકુંયે ફાંસીને દોરડે,
લાખો ગોળી તોપતણી ગડે;
તારો હાથ હોય લલાટ, તો ભલે આવે જુલ્મ તણી ઝડી !
તારું નામ હોય જબાન, તો શી છે ભીતિ, ઓ મારી માવડી !
મારા દેશના સહુ શોષિતો,
દુનિયાના પિડીતો તાપિતો
ખૂણે ખૂણે ગાય તારા ગુણો
એના ભૂખ્યા પેટ છતાં એને, કેવી મોંઘી તુ કેવી મીઠી
એના બેડી બંધન તુટશે, એવી આશે ખલ્ક બધી ખડી !
– ઝવેરચંદ મેઘાણી
*************************

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
સ્વતંત્રતા વિશેષ - પ્રથમ વડાપ્રધાન નેહરુનું પ્રથમ ભાષણ
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ઓગસ્ટ 1947ની અડધી રાત્રે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરુએ દેશને અને આખી દુનિયાને એક જુદો જ સંદેશ આપ્યો. દેશની આઝાદીને નેહરુએ 14 ઓગસ્ટની મધ્ય રાત્રિએ આખા વિશ્વને સંભળાવ્યુ.
નેહરુજીનુ આ ભાષણ એક ઐતિહાસિક ભાષણના રૂપમાં યાદ કરવામાં આવે છે. તેમણે પોતાના ભાષણમાં કહ્યુ કે આપણે આ ક્ષણને મેળવવા માટે એક લાંબી લડાઈ લડવી પડી. આજે આપણે તેને મેળવી જ લીધી. એ દિવસ હર્ષોલ્લાસ સાથે આજે આપણી સામે છે. આ મધ્ય રાત્રિએ જ્યારે આખુ દેશ સૂઈ રહ્યુ છે ત્યારે ભારત જાગી રહ્યુ છે. ભારત હાલ એક સ્વચ્છંદ આઝાદીનો અનુભવ કરી રહ્યુ છે. આ પ્રકારણી ક્ષણ ઈતિહાસમાં ખૂબ જ ઓછી આવે છે. આ એ સમય છે,જ્યારે આપણે જૂનાથી નવા યુગ તરફ આગળ વધી રહ્યા છીએ. રાષ્ટ્રની આત્મા સ્વતંત્રતાની ખુશ્બુ અનુભવી રહ્યુ છે. હવે અમે ભારત અને ભારતના લોકોની સેવા કરીશુ. માનવતાની સેવા અમારુ મુખ્ય લક્ષ્ય છે. ભારતે આ ઐતિહાસિક ક્ષણ માટે લાંબી રાહ જોવી પડી.
સઘર્ષ દરમિયાન આપણે ઘણીવાર જીત્યા અને ઘણીવાર હાર્યા. પણ આ સંઘર્ષ દરમિયાન ભારતે ક્યારેય પણ પોતાના આદર્શોને નથી ગુમાવ્યા, પણ ભારત આ પ્રકારના સમયમાં હવે હાજર છે. આજના દિવસે આપણે એક નવા યુગમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. ભારતના ભાગ્યનો ઉદય થવા જઈ રહ્યો છે. ભારત હવે ખુદને એક નવી ઊંચાઈની તરફ લઈ જશે. આપણે એક ખુશહાલ દેશ બનાવવા માટે ઘણા પગલા ઉઠાવવા પડશે. મહેનત દ્વારા આપણે આપણા સપનાં સાકાર કરી શકીએ છીએ. આ સપના છે તો ભારતના પણ બીજી બાજુ આ સપનાનુ મહત્વ આખા વિશ્વ માટે છે. અમે આખા વિશ્વમાં
શાંતિનો સંદેશ પહોંચાડવા માંગીએ છીએ. ભારતની જનતાને અપીલ કરીએ છીએ કે તેઓ એકસાથે અમારી આગળ આવે. આ સમય એકબીજાની નીંદા કરવાનો નહી ભારતને એકજૂટ કરવાનો છે.

🇮🇳🇮🇳🇮🇳🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🇮🇳🇮🇳🇮🇳
ભારત છોડો ચળવળના 75 વર્ષ નિમિત્તે લોકસભામાં વિશેષ ચર્ચામાં પ્રધાનમંત્રીનું સંબોધન
🇮🇳🇮🇳🇮🇳🙏🇮🇳🇮🇳🇮🇳🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત છોડો ચળવળના 75 વર્ષ નિમિત્તે લોકસભામાં સંબોધન કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે ભારત છોડો આંદોલન જેવી ચળવળની યાદગીરી એ એક પ્રેરણા છે અને ઉમેર્યું હતું કે આ પ્રકારની ચળવળનો વારસો નવી પેઢી સુધી લઈ જવાની વર્તમાન પેઢીની જવાબદારી છે.
પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું હતું કે મહાત્મા ગાંધી જેવા વરિષ્ઠ નેતાઓ ભારત છોડો આંદોલનના પ્રારંભે જેલમાં ગયા હતા ત્યારે નવી પેઢીના નેતાઓએ આ ચળવળ આગળ ધપાવી હતી અને ચળવળ જારી રાખી હતી.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ ચળવળ ઘણા તબક્કામાંથી પસાર થઈ હતી અને 1857થી શરૂ થયેલા આંદોલનમાં ભૂમિકા અદા કરનારા ઘણા આગેવાનોને યાદ કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે ભારત છોડો આંદોલન 1942માં શરૂ થયું હતું અને તે નિર્ણાયક ચળવળ હતી. ગાંધીજીને ટાંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમાં તમામ વર્ગના લોકો જોડાયા હતા. મહાત્મા ગાંધીના “કરો યા મરો”ના નારાનો તેમણે પ્રતિસાદ આપ્યો હતો. તેમણે ઉમેર્યું કે રાજકીય નેતાથી સામાન્ય માનવી સુધીના દરેક લોકોએ આ હેતુ સાધી લીધો હતો. સ્વતંત્રતાના હેતુને સિદ્ધ કરવામાં પાંચ વર્ષ લાગ્યા હતા અને એક વાર આખો દેશ આ સમાન હેતુ માટે કટિબદ્ધ થયો હતો, તેમ તેમણે જણાવ્યું હતું.
એ વખતે પ્રજામાં જે મૂડ પ્રવર્તતો હતો તેનું વર્ણન કરવા માટે પ્રધાનમંત્રીએ લેખક રામવૃક્ષ બેનીપૂરી અને કવિ સોહનલાલ દ્વિવેદીને ટાંક્યા હતા.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ભ્રષ્ટાચાર, ગરીબી, નિરક્ષરતા અને કૂપોષણ તે એવા પડકાર છે જેમાંથી બહાર આવવાની અત્યારે ભારતને જરૂર છે. તેમણે જણાવ્યું કે આ માટે હકારાત્મક પરિવર્તન અને સામાન્ય માનવીની વચનબદ્ધતાની જરૂર છે. સ્વતંત્રતાની ચળવળમાં મહિલાઓએ અદા કરેલી ભૂમિકાને યાદ કરતા તેમણે ઉમેર્યું હતું કે આપણા સામાન્ય હેતુને સિદ્ધ કરવા માટે મહિલાઓ મોટી તાકાત બની શકે છે.
હક્ક અને ફરજો અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આપણે આપણા હક્કો અંગે જાગૃત છીએ પરંતુ આપણે આપણી ફરજો પણ ભૂલવી જોઇએ નહીં અને તે પણ આપણા જીવનનો એક ભાગ બની જવી જોઇએ.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતમાં સામ્રાજ્યવાદનો પ્રારંભ થયો અને ભારતની સ્વતંત્રતા સાથે તેનો અંત પણ આવ્યો અને તે સાથે એશિયા અને આફ્રિકામાં પણ સામ્રાજ્યવાદનો અંત આવ્યો હતો.
1942માં આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વતંત્રતા માટે ભારત માટે પરિસ્થિતિ અનુકૂળ બની હતી તેમ કહીને પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે વૈશ્વિક પરિસ્થિતિ ભારત માટે સાનુકૂળ હતી પરંતુ 1942થી 1947ના વર્ષો પરિવર્તનના હતા અને તેણે હેતુ પાર પાડ્યો. તેમણે સંસદના સદસ્યોને વિનંતી કરી કે મતભેદોમાંથી બહાર આવીને આગામી પાંચ વર્ષમાં આઝાદીના ઘડવૈયાઓએ સેવેલા સ્વપ્નને સાકાર કરવા માટે પ્રયાસ હાથ ધરવા એક થઈ જાઓ. 2022નું વર્ષ યોગાનુયોગે સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે 1942નો નારો કરો યા મરોનો હતો તો આજનો નારો ‘કરીશું અને કરતા રહીશું’નો હોવો જોઇએ. તેમણે જણાવ્યું કે આગામી પાંચ વર્ષ સંકલ્પથી સિદ્ધિના હોવા જોઇએ જે હેતુ સિદ્ધ કરવાની પ્રતિબદ્ધતા છે.
ભ્રષ્ટાચારમાંથી મુક્ત થવા, ગરીબોને તેમના હક્ક અપાવવા, યુવાનોને રોજગારી અપાવવા, કૂપોષણ નાબૂદ કરવા, મહિલા શક્તિના અવરોધો દૂર કરવા અને નિરક્ષરતા દૂર કરવાની નીચે મુજબની વચનબદ્ધતા સાથે તેમણે તેમનું પ્રવચન પૂર્ણ કર્યું હતું.
આપણે સૌ મળીને દેશને ભ્રષ્ટાચારથી દૂર કરીશું અને કરીને જ રહીશું.
આપણે સૌ ગરીબોને તેમનો અધિકાર અપાવીશું અને અપાવીને જ રહીશું.
આપણે સૌ મળીને નવયુવાનોને રોજગારીની તક આપીશું અને આપીને જ રહીશું.
આપણે સૌ મળીને દેશમાંથી કુપોષણની સમસ્યા દૂર કરીશું અને કરીને જ રહીશું.
આપણે સૌ મળીને મહિલાઓને આગળ વધતા રોકનારા બંધનોને ખતમ કરીશું અને કરીને જ રહીશું.
આપણે સૌ મળીને નિરક્ષરતા ખતમ કરીશું અને કરીને જ રહીશું.

🗣🇮🇳🗣🇮🇳🗣🇮🇳🗣🇮🇳🗣🇮🇳🗣🇮🇳
પ્રધાનમંત્રીએ 71મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું
🗣🗣🗣🇮🇳🇮🇳🗣🇮🇳🇮🇳🇮🇳🇮🇳🗣🇮🇳
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 71મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ભારતની આઝાદી માટે લડેલા મહાન સ્ત્રીપુરુષોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કુદરતી આફતોને કારણે અસરગ્રસ્તોને ભારતીયો ખભેખભો મિલાવીને સાથસહકાર આપી રહ્યા છે અને ગોરખપુરની કરુણાંતિકામાં ભારતીયો અસરગ્રસ્તોની સાથે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષ વિશિષ્ટ છે, કારણ કે આ વર્ષે આપણે ભારત છોડો આંદોલનની 75મી વર્ષગાંઠ, ચંપારણ સત્યાગ્રહનું શતાબ્દી વર્ષ અને બાળગંગાધર તિલક પ્રેરિત ‘સાર્વજનિક ગણેશોત્સવ’ની 125મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશે વર્ષ 1942થી 1947 વચ્ચે અભૂતપૂર્વ એકતાના દર્શન કરાવ્યા હતા, જેના પરિણામે ભારતને આઝાદી મળી હતી. તેમણે જણાવ્યું હતું કે, આપણે આવી જ એકતા અને નિર્ણાયકતા વર્ષ 2022માં નવા ભારતના નિર્માણ માટે દર્શાવવી પડશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણા દેશમાં દરેક વ્યક્તિ બંધારણની દ્રષ્ટિએ સમાન છે અને સામૂહિક રીતે આપણે દેશમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન લાવી શકીએ.
પ્રધાનમંત્રીએ દેશમાં સકારાત્મક પરિવર્તન લાવવા “ચલતા હૈ” અભિગમ છોડવા અને તેના સ્થાને “બદલ શકતા હૈ” અભિગમ અપનાવવા અપીલ કરી હતી.
શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારતની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે અને સર્જિકલ સ્ટ્રાઇક તેનું મહત્વ સૂચવે છે. તેમણે ઉમેર્યું હતું કે, દુનિયામાં ભારતની મહત્તા વધી રહી છે અને કેટલાંક દેશો આતંકવાદ સામેની લડાઈમાં આપણને સહકાર આપી રહ્યા છે. તેમણે વિમુદ્રીકરણ પર જણાવ્યું હતું કે, જેમણે દેશ અને ગરીબોને લૂંટ્યાં છે, તેઓ શાંતિથી સુઈ નહીં શકે અને અત્યારે પ્રામાણિકતાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કાળા નાણાં સામેની લડાઈ ચાલુ રહેશે અને પારદર્શકતા લાવવામાં ટેકનોલોજી મદદરૂપ થશે. તેમણે લોકોને ડિજિટલ વ્યવહારોને વધારે પ્રોત્સાહન આપવા પ્રેરિત કર્યા હતા.
પ્રધાનમંત્રીએ જીએસટી (વસ્તુ અને સેવા વેરા)ને સહકારી સંઘવાદનું મુખ્ય પ્રતીક ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, નાણાકીય સર્વસમાવેશકતાની પહેલો મારફતે ગરીબો મુખ્ય પ્રવાહમાં જોડાઈ રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સુશાસન એટલે પ્રક્રિયાઓમાં ઝડપ અને તેનું સરળીકરણ. પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીર વિશે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરની સમસ્યાનું સમાધાન ગાળો કે ગોળીઓથી નહીં, સમાધાનથી જ આવી શકે. (ના ગાલી સે, ના ગોલી સે, પરિવર્તન હોગા ગલે લગાને સે).
પ્રધાનમંત્રીએ નવા ભારતના નિર્માણ માટે તેમના વિઝનને રજૂ કરતા જણાવ્યું હતું કે, દેશનું શાસન વ્યવસ્થાથી નહીં, પણ તેની પ્રજાથી ચાલે છે – તંત્ર સે લોક નહીં, લોક સે તંત્ર ચલેગા.
પ્રધાનમંત્રીએ ચાલુ વર્ષે પાકના જંગી ઉત્પાદન માટે ખેડૂતો અને કૃષિ વિજ્ઞાનીઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકારે ચાલુ વર્ષે 16 લાખ ટન અનાજની ખરીદી કરી હતી, જે ગયા વર્ષની ખરીદી કરતા ઘણી વધારે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ટેકનોલોજીમાં ફેરફાર થવાથી રોજગારી માટે વિવિધ પ્રકારના કૌશલ્યોની જરૂરિયાત બદલાઈ છે. તેમણે એવું પણ ઉમેર્યું હતું કે, યુવા પેઢીએ રોજગારીસર્જક બનવું પડશે, નહીં કે રોજગારવાંચ્છું.
પ્રધાનમંત્રીએ ટ્રિપલ તલ્લાકના કારણે પીડિત મહિલાઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, આ પ્રકારની કુપ્રથાનો વિરોધ કરનાર લોકોના સાહસને તેઓ બિરદાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, તેમની આ લડતમાં દેશ તેમની સાથે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત શાંતિ, એકતા અને સંવાદિતામાં માને છે. તેમણે જણાવ્યું હતું કે, આપણને જ્ઞાતિવાદ અને કોમવાદથી કોઈ લાભ થવાનો નથી. તેમણે ધર્મના નામે હિંસાના પ્રયોજનને વખોડી કાઢ્યો હતો અને કહ્યું હતું કે, ભારતમાં આવું નહીં ચાલે. તેમણે કહ્યું હતું કે, ભારત છોડો આંદોલનનું સૂત્ર હતું “ભારત છોડો”, પણ અત્યારે આપણું સૂત્ર “ભારત જોડો” હોવું જોઈએ.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના વિકાસ માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર શાંતિ સાથે સમાધાન કર્યા વિના ભારતને વિકાસના નવા માર્ગે અગ્રેસર કરે છે.
પ્રધાનમંત્રીએ ધર્મગ્રંથોના વિચારોને ટાંકતાં જણાવ્યું હતું કે, જો આપણે યોગ્ય સમયે યોગ્ય પગલું ન લઈએ, તો આપણને ઇચ્છિત પરિણામો નહીં મળે. તેમણે કહ્યું હતું કે, ‘નવા ભારત’ના નિર્માણ માટે ‘ટીમ ઇન્ડિયા’ માટે યોગ્ય સમય છે.
તેમણે નવા ભારતનું નિર્માણ કરવા માટે અપીલ કરી હતી, જ્યાં ગરીબોને રહેવા માટે મકાન હશે તથા પાણી અને વીજળીની મૂળભૂત સુવિધાઓ સુલભ હશે, જ્યાં ખેડૂતો ચિંતામુક્ત હશે અને અત્યાર કરતા બમણી કમાણી કરશે, યુવાનો અને મહિલાઓને તેમના સ્વપ્નો સાકાર કરવાપર્યાપ્ત તકો ઉપલબ્ધ

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
રાજ્ય સહિત દેશ ભરમાં ક્યાં કેવી રીતે કરાઈ આઝાદી પર્વની ઉજવણી
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ભારત દેશને આઝાદી મળ્યાને 70 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ત્યારે દેશભરમાં આઝાદી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. દિલ્લીના લાલકિલ્લા પર 71મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. પીએમ નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી. તો વાઘા બોર્ડરપર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી અહીં પાકિસ્તાનના જવાનોએ ભારતીય જવાનોને મીઠાઈ આપીને શુભેચ્છા પાઠવી. તો આ તરફ પોરબંદરમાંમધદરિયે જઈને ધ્વજવંદન કરવામાં આવ્યું. જ્યારે સુરતમાં તાપી નદીમાં એક સાથે 150 જેટલા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યા. બોટમાં બેસીને યુવાનોદ્વારા ધ્વજવંદન કરીને સ્વાતંત્ર્ય પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.
સ્વતંત્રતા દિવસના પર્વ પર દેશના વિવિધ રાજ્યોમાં ઉજવણી કરવામાં આવી છે. ત્યારે ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરે ધ્વજવંદન કર્યું છે. તો જમ્મૂકશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પણ તિરંગાને સલામી આપી છે. આ તરફ દિલ્લીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તિરંગો ફરકાવ્યો હતો, અનેતિરંગાને સલામી આપી હતી. ત્યારે તેલંગાણામાં મુખ્યમંત્રી કે ચંદ્રશેકર રાવે ધ્વજને વંદન કર્યા હતા.
સ્વતંત્રતા દિવસે પ્રધાનમંત્રી મોદીએ લાલ કિલામાં તિરંગો લહેરાવ્યો છે.. ત્યારે વિવિધ રાજ્યોમાં મુખ્યમંત્રી દ્વારા ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપીછે. ત્યારે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ તિરૂપતિમાં ધ્વજવંદન કર્યું હતું, અને કોલકત્તામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએતિરંગાને સલામી આપી હતી. ત્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહે રાયપુરમાં તિરંગો લહેરાવ્યો હતો..
વડોદરામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 71મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી. નવલખી મેદાનમાં મુખ્યમંત્રીએ તિરંગો લહેરાવ્યો. ત્યાર બાદ વાયુ સેનાનાહેલિકોપ્ટર દ્વારા ઝંડા પર ફૂલોની વર્ષા કરવામાં આવી. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની જનતાને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાપાઠવી, અને ભારતને આઝાદ કરાવનાર દેશભક્તો મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતશસહ, સુભાષચંદ્ર બોઝસહિતના ક્રાંતિકારીઓને યાદકર્યા હતા.
આ તરફ અમદાવાદ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસી નેતાઓએ 71મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ઝંડો ફરકાવીનેકાર્યકર્તાઓને સંબોધન કર્યું. સંબોધન દરમિયાન ભરતસિંહ સોલંકીએ સરકારને બાનમાં લીધી, અને કહ્યું કે સરકારના શાસકોમોંઘા કપડા પહેરી જલસાકરવામાં વ્યસ્ત છે, અને સામાન્ય પ્રજાના અવાજને દબાવવામાં આવી રહ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે આઝાદીની લડતમાં તિરંગાને માન નહોતા આપતા તેભાજપના નેતાઓ આજે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યા છે.
71મા સ્વતંત્ર દિવસની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. ત્યારે ભાજપના નેતાઓ દ્વારા ગાંધીનગર કમલમ્માં ભવ્ય ઉજવણી કરાઇ.આઉજવણીમાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ ધ્વજ લહેરાવ્યો હતો.અને રાષ્ટ્રીય ગાન પણ ગાવામાં આવ્યું હતું. ત્યાર બાદસૌએ એકબીજાને મીઠાઈખવડાવીને સ્વતંત્ર દિવસની ઉજવણી કરી.
આ તરફ દિલ્લીમાં કોંગ્રેસના કાર્યાલય ખાતે ધ્વજ વંદન કરવામાં આવ્યો. 71મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ધ્વજ ફરકાવીનેઉજવણી કરી. તો આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા, અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજ વંદન બાદ કોંગ્રેસના નેતાઓએ પ્રધાનમંત્રી નરેદ્રમોદીના ભાષણ મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા.
આ તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ 71મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે {ંડો ફરકાવીને ઉજવણી કરી. દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલય ખાતેઅમિત શાહે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી...ત્યારે આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ સહિતના ઉચ્ચ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા
વડોદરા શહેર માં 71 માં સ્વતંત્ર દિન નિમિત્તે ભાજપ મહિલા દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. માંડવી થી ગાંધીનગર ગૃહ સુધી તિરંગા યાત્રાકાઢવામાં આવી. મોટી સંખિયા માં હિન્દૂ અને મુસ્લિમ મહિલાઓને જોડાઈ હતી.
જૂનાગઢ
જૂનાગઢના દીવાન ચોકમાં સફાઇ કામદાર હીરાબેનના હસ્તે ધ્વજવંદન કરાયું. મધુર સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજન કરાયું હતું. જયાં વર્ષોથી હીરાબેન સફાઇકરે છે. આ કાર્યક્રમમાં મુસ્લીમ સમાજના લોકો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. લોકો ઉમંગ અને ઉત્સાહ સાથે ધ્વજવંદનના કાર્યક્રમમાં જોડાયા હતા.
જૂનાગઢના ભવનાથ તીર્થક્ષેત્રમાં આવેલા રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આશ્રમના સંતો દ્વારાધ્વજન વંદન કરવામાં આવ્યું. જેમાં ગિરનાર મંડળના સાધુ સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે દર વર્ષેધ્વજવંદન કરવામાં આવે છે. ત્યારે આ કાર્યક્રમમાં જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા સહિ
રાજ્ય સહિત દેશ ભરમાં ક્યાં કેવી રીતે કરાઈ આઝાદી પર્વની ઉજવણી
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ભારત દેશને આઝાદી મળ્યાને 70 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ત્યારે દેશભરમાં આઝાદી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. દિલ્લીના લાલકિલ્લા પર 71મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. પીએમ નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી. તો વાઘા બોર્ડરપર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી અહીં પાકિસ્તાનના જવાનોએ ભારતીય જવાનોને મીઠાઈ આપીને શુભેચ્છા પાઠવી. તો આ તરફ પોરબંદરમાંમધદરિયે જઈને ધ્વજવંદન કરવામાં આવ્યું. જ્યારે સુરતમાં તાપી નદીમાં એક સાથે 150 જેટલા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યા. બોટમાં બેસીને યુવાનોદ્વારા ધ્વજવંદન કરીને સ્વાતંત્ર્ય પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.
સ્વતંત્રતા દિવસના પર્વ પર દેશના વિવિધ રાજ્યોમાં ઉજવણી કરવામાં આવી છે. ત્યારે ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરે ધ્વજવંદન કર્યું છે. તો જમ્મૂકશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પણ તિરંગાને સલામી આપી છે. આ તરફ દિલ્લીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તિરંગો ફરકાવ્યો હતો, અનેતિરંગાને સલામી આપી હતી. ત્યારે તેલંગાણામાં મુખ્યમંત્રી કે ચંદ્રશેકર રાવે ધ્વજને વંદન કર્યા હતા.
સ્વતંત્રતા દિવસે પ્રધાનમંત્રી મોદીએ લાલ કિલામાં તિરંગો લહેરાવ્યો છે.. ત્યારે વિવિધ રાજ્યોમાં મુખ્યમંત્રી દ્વારા ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપીછે. ત્યારે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ તિરૂપતિમાં ધ્વજવંદન કર્યું હતું, અને કોલકત્તામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએતિરંગાને સલામી આપી હતી. ત્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહે રાયપુરમાં તિરંગો લહેરાવ્યો હતો..
વડોદરામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 71મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી. નવલખી મેદાનમાં મુખ્યમંત્રીએ તિરંગો લહેરાવ્યો. ત્યાર બાદ વાયુ સેનાનાહેલિકોપ્ટર દ્વારા ઝંડા પર ફૂલોની વર્ષા કરવામાં આવી. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની જનતાને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાપાઠવી, અને ભારતને આઝાદ કરાવનાર દેશભક્તો મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતશસહ, સુભાષચંદ્ર બોઝસહિતના ક્રાંતિકારીઓને યાદકર્યા હતા.
આ તરફ અમદાવાદ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસી નેતાઓએ 71મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ઝંડો ફરકાવીનેકાર્યકર્તાઓને સંબોધન કર્યું. સંબોધન દરમિયાન ભરતસિંહ સોલંકીએ સરકારને બાનમાં લીધી, અને કહ્યું કે સરકારના શાસકોમોંઘા કપડા પહેરી જલસાકરવામાં વ્યસ્ત છે, અને સામાન્ય પ્રજાના અવાજને દબાવવામાં આવી રહ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે આઝાદીની લડતમાં તિરંગાને માન નહોતા આપતા તેભાજપના નેતાઓ આજે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યા છે.
71મા સ્વતંત્ર દિવસની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. ત્યારે ભાજપના નેતાઓ દ્વારા ગાંધીનગર કમલમ્માં ભવ્ય ઉજવણી કરાઇ.આઉજવણીમાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ ધ્વજ લહેરાવ્યો હતો.અને રાષ્ટ્રીય ગાન પણ ગાવામાં આવ્યું હતું. ત્યાર બાદસૌએ એકબીજાને મીઠાઈખવડાવીને સ્વતંત્ર દિવસની ઉજવણી કરી.
આ તરફ દિલ્લીમાં કોંગ્રેસના કાર્યાલય ખાતે ધ્વજ વંદન કરવામાં આવ્યો. 71મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ધ્વજ ફરકાવીનેઉજવણી કરી. તો આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા, અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજ વંદન બાદ કોંગ્રેસના નેતાઓએ પ્રધાનમંત્રી નરેદ્રમોદીના ભાષણ મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા.
આ તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ 71મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે {ંડો ફરકાવીને ઉજવણી કરી. દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલય ખાતેઅમિત શાહે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી...ત્યારે આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ સહિતના ઉચ્ચ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા
વડોદરા શહેર માં 71 માં સ્વતંત્ર દિન નિમિત્તે ભાજપ મહિલા દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. માંડવી થી ગાંધીનગર ગૃહ સુધી તિરંગા યાત્રાકાઢવામાં આવી. મોટી સંખિયા માં હિન્દૂ અને મુસ્લિમ મહિલાઓને જોડાઈ હતી.
જૂનાગઢ
જૂનાગઢના દીવાન ચોકમાં સફાઇ કામદાર હીરાબેનના હસ્તે ધ્વજવંદન કરાયું. મધુર સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજન કરાયું હતું. જયાં વર્ષોથી હીરાબેન સફાઇકરે છે. આ કાર્યક્રમમાં મુસ્લીમ સમાજના લોકો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. લોકો ઉમંગ અને ઉત્સાહ સાથે ધ્વજવંદનના કાર્યક્રમમાં જોડાયા હતા.
જૂનાગઢના ભવનાથ તીર્થક્ષેત્રમાં આવેલા રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આશ્રમના સંતો દ્વારાધ્વજન વંદન કરવામાં આવ્યું. જેમાં ગિરનાર મંડળના સાધુ સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે દર વર્ષેધ્વજવંદન કરવામાં આવે છે. ત્યારે આ કાર્યક્રમમાં જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા સહિ
તના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ
આજે 71માં સ્વતંત્ર દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે બોટાદ જિલ્લા કક્ષાની ઉજવણી ગઢડા ખાતે કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ગઢડાનગરપાલિકા દ્વારા સાંસ્કૃતિર કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જે પ્રસંગે મંત્રી આત્મારામ પરમાર, બોટાદ જિલ્લાના પ્રભારી, કલેક્ટર, એસપી અને ગઢડામંદિરના સ્વામી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી દ્વારા પીએસસી કેદ્રને એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી. તો તેજસ્વી વિદ્યાર્થીઓનુંસન્માન કરવામાં આવ્યું હતું.
તાપી
દેશભરમાં આજે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે તાપી જિલ્લાના ઉચ્છલ કાતે જિલ્લા કક્ષાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સંસદિયસચિવની ઉપસ્થિતિમાં કરવામાં આવેલી આઝાદ દિનની ઉજવણીમાં જિલ્લાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંસદીય સચિવેપ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું તો શાળાના બાળકોએ આદિવાસી સંસ્કૃતિની ઝાંખી રજૂ કરી હતી.
સુરત
સુરત યુવા ગર્જના ગ્રુપ દ્વારા અનોખુ ધ્વજવંદન કરવામાં આવ્યુ. સુરતની તાપી નદીમાં એક સાથે 150થી વધુ રાષ્ટ્રધ્વડ ફરકાવવામાં આવ્યા હતા, અનેપાંડેસરાથી બાઈક રેલી યોજી મકદલ્લા સુધી યોજાઈ હતી, અને અનોખુ ધ્વજવંદન કરવામાં આવ્યુ હતું. હોજીમાં બેસીને યુવા ગર્જનાના કાર્યકર્તાઓએધ્વજવંદન કર્યુ હતું.
બનાસકાંઠા
કેદ્રીય રાજ્યમંત્રી હરિભાઇ ચૌધરીએ પોતાના વતન પાલનપુરના જગાણા ગામે ધ્વજંદન કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે વિદ્યાવિહારસંસ્કાર શાળાના બાળકોએ સાંસ્કૃતિ કાર્યક્રમ રજૂ કર્યા હતા. તો બનાસકાંઠામાં પૂરમાં માર્યા ગયેલા લોકોને હરિભાઇ ચૌધરીએ શ્રદ્ધાંજલિ આપી હતી સાથે ન્ચૂઇન્ડિયાનો સંકલ્પ લેવોની દેશવાસીઓને અપિલ કરી હતી.
અરવલ્લી
અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે આજે જન્માષ્ટમી મહોત્સવના રંગે ભક્તો રંગાયા છે. ત્યારે જનમાષ્ટમી નિમિત્તે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજનકરવામાં આવ્યુ છે. તો નગરમાં આજે સવારે શોભાયાત્રા નીકળી હતી. તો શોભાયાત્રા દરમિયાન 101 મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યુ હતું. અનેસમગ્ર વાતાવરણ ભિ~તના રંગમાં રંગાઈ ગયું હતું.
સુરેન્દ્રનગર
સુરેદ્રનગર અને વઢવાણ શહેરમાં જનમાષ્ટમીના પર્વની ધામધુમપુર્વક ઉજવણી કરવામાં આવી. અહીં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા જન્માષ્ટમી નિમિત્તેશોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ શોભાયાત્રામાં સંતો-મહંતો ઉપસ્થિત રહ્યાં હતાં, અને આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી.જેમાં ભાવિક ભક્તો હોશે હોશેં જોડાયા હતાં. શોભાયાત્રા નંદ ઘેર આનંદ ભયો. જય કનૈયાલાકીના નાદ સાથે ગુંજી ઉઠી હતી.
પોરબંદર
પોરબંદરમાં INS સરદાર પટેલ નેવલ બે{ ખાતે આઝાદી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નેવલ બેઝ ખાતે નેવીના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો દ્વારા તિરંગાને સલામી આપવામાં આવી હતી. તો સાથે જ અહી નેવીના જવાનો દ્વારા પરેડ પણ યોજાઈ હતી.
વાપી
રાજ્યભરમાં સ્વતંત્ર પર્વની કરાઈ ઉજવણી. વાપીના રાતામાં આવેલી સમપર્ણ જ્ઞાન સ્કુલ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. મા તુઝે સલામની થીમ પર એક અનોખું પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. આજની પેઢી ભારતના કિશાન અને લશકરના વિવિધ પાસાઓને સરળ રીતે સમજી શકે તે હેતુથી અનોખુ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું, અને વિવિધ મોડલ વિશે બાળકોને સમજાવવામાં આવ્યુ હતું.
વલસાડ
વલસાડ જિલ્લા સ્વતંત્રપર્વની ઉજવણી પારડીમાં ધામધૂમપૂર્વક કરાઇ હતી. વાહનવ્યવહારના મંત્રી વલ્લભ કાકડીયાના હાજરીમાં પારડી ખાતે ઉજવણી કરાઇ હતી. વલ્લભ કાકડિયાએ તિરંગો ફરકાવી પરેડની સલામી ઝીલી હતી. શાળાના વિદ્યાર્થીઓ અને લોકોએ આ ભવ્ય ઉજવણીમાં હાજર રહ્યા હતા.
અમદાવાદ
અમદાવાદના સરસપુરની એક સ્કુલમાં ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. જયાં મુસ્લીમ વિધાર્થીઓએ ધ્વજવંદન કર્યુ હતું. દેશમાં શાંતિ અને ભાઇચારો વધે તે માટે વિધાર્થીઓ દ્વાાર પ્રાર્થના કરાઇ હતી.
ભાવનગર
ભાવનગરના સિહોર ખાતે 71માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.જિલ્લા કક્ષાની આ ઉજવણીમાં રાજ્યના મંત્રી અત્મારામ પરમારે ધ્વજની સલામી ઝીલી હતી. તો જિલ્લા કલે~ટર હર્ષદ પટેલ,ડીએસપી દિપાકરન ત્રિવેદી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. સાથે બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવસારી
નવસારી જિલ્લાકક્ષાનો સ્વાતંત્રપર્વ ખેરગામે ઉજવાયો..નાનુભાઈ વનાણીનાં વરદ હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી.જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા સાથે પોલીસ પરેડનું નિરિક્ષણ કરી સ્વાતંત્ર્ય સેનાનીઓનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. સાથે તેજસ્વી વિધાર્થીઓનું પણ સન્માન કરાયું હતું.
પાટણ
તો પાટણ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ સાંતલપુર તાલુકાના વારાહી ખાતે ઉજવાયો. શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે ધ્વજ ફરકાવી ધ્વજ વંદન કાર્યક્રમની પોલીસ પરેડની સલામી ઝીલી હતી. ખુલ્લી જીપમાં પાટણ જિલ્લા પોલીસ વડા , જીલ્લા કલેકટર સાથે પરેડ ગ્રાઉન્ડમાં દિલીપ ઠાકોરે ધ્વજ વંદન કાર્યક્રમ
માં આવેલ લોકોનું તેમજ પોલીસની વિવિધ ટીમોનું અભિવાદન ઝીલ્યું હતું.
ભરૂચ
ભરૂચના જિલ્લા કક્ષાની સ્વતંત્રતા દિવસની ઉજવણી અંકલેશ્વરના ONGC ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી. જેમાં રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરભાઈ પટેલે સ્વતંત્ર ભારતના તિરંગાને આન બાણ અને શાન સાથે લહેરાવ્યો હતો. સહકાર મંત્રીએ પરેડમાં પણ ભાગ લઈ સલામી લીધી હતી.
પંચમહાલ
પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આજે 71માં સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.. જેમાં રાજ્યના માર્ગ અને મકાનમંત્રી જયદ્રથસિંહ પરમારે તિરંગો લહેરાવ્યો હતો અને સલામી આપી હતી. તો આ સમયે સ્થાનિક જિલ્લાના તમામ અધિકારીઓ અને સ્થાનિક લોકોએ પણ સલામી આપી હતી, અને ત્યાર બાદ પરેડનો કાર્યક્રમ યોજાયો હતો.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🇮🇳
15મી ઓગસ્ટ વિશેષ - આઝાદી મેળવવામાં મહત્વપુર્ણ ફાળો આપનારા સ્થળો વિશે જાણો
🇮🇳🇮🇳🇮🇳🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🇮🇳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🏰🏰🏰🏰🏰🏰🏰🏰🏰
🏰લાલ કિલ્લા, દિલ્હી🏰🏰
🏰🏰🏰🏰🏰🏰🏰🏰🏰
સ્વતંત્રતા પ્રાપ્તિના સંઘર્ષમાં પણ આનુ મહત્વપુર્ણ યોગદાન રહ્યુ
1648માં આ ઈમારતનુ નિર્માણ દિલ્હીમાં પાંચમા મોગલ બાદશાહ શાહજહાંએ કરાવ્યુ
દરેક 15મી ઓગસ્ટની વહેલી સવારે જયારે એક બાજુ સૂર્યનો ઉદય થાય છે તો બીજી બાજુ મુગલકાળના લાલ કિલ્લાના શિખર પર ત્રિરંગો લહેરાતો જોવા મળે છે. સાથે જ ત્યાંથી દેશના પ્રધાનમંત્રી જનતાને સંબોધિત કરે છે. સ્વતંત્રતા દિવસ પર આ ઈમારતનો ઉપયોગ દેશની પ્રગતિને બતાવવા માટે જરૂર કરવામાં આવે છે. પણ સ્વતંત્રતા મેળવવા માટે કરવામાં આવેલ સંઘર્ષમાં તેનુ મુખ્ય યોગદાન છે. 1857ની ક્રાંતિની રણનીતિ અંતિમ મુગલ બાદશાહ બહાદુર શાહ જફર દ્વિતીયના નેતૃત્વમાં અહી બની. પણ અફસોસ કે તે પુર્ણ ન થઈ શકી. દિલ્હીમાં પાંચમા મુગલ બાદશાહ શાહજહાએ વર્ષ 1648માં આ
ઈમારતનુ નિર્માણ કરાવ્યુ અને આ વિસ્તારને શાહજહાંનાબાદ નામ આપ્યુ. લાલ પત્થરોથી બનેલુ હોવાને કારણે આ ઈમારનનુ નામ લાલ કિલ્લા પડ્યુ અને આજે આ ઈમારતને વર્લ્ડ હેરિટેઝ સાઈટમાં સમાવેશ કરવામાં આવી છે. દર વર્ષે લગભગ 25 લાખ લોકો આ ઈમારતને જોવા આવે છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🌌🌌🌌🌌🌌🌌🌌🌌🌌
🌌કાલા પાની (સેલ્યુલર જેલ)🎑
🎑🎑🎑🎑🎑🎑🎑🎑🎑
- 1896માં પોર્ટ બ્લેયર સ્થિત સેલ્યુલર જેલનું નિર્માણ થયુ
ફાંસીની સજા પછી મોકલાતા હતા સેલ્યુલર જેલ - ગુલામ ભારતના સમયે કાલા પાની શબ્દ દહેશતનો પર્યાય હતો. આજીવન કારાવાસ કે ફાંસીની સજા મેળવેલ સ્વતંત્રતા સેનાનીયોને અંડમાન નિકોબાર દ્વિપ સ્થિત સેલ્યુલર જેલમાં મોકલવામાં આવતા હતા. તેની શરૂઆત 1857ની સ્વતંત્રતા ક્રાંતિ પછી શરૂ થઈ. જ્યારે પહેલીવાર સ્વતંત્રતા સંગ્રામ સેનાનિયોને આ દ્વિપ પર લઈ જવામાં આવ્યા. જેલમાં 698થી વધુ કાળ કોઠરીઓ હતી. જે આજે પણ બ્રિટિશ રાજની તાનાશાહીની સાક્ષી છે. સ્વતંત્રતા પ્રાપ્તિ પછી આ સજાને સમાપ્ત કરવામાં આવી.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🏟🏟🏟🏟🏟🏟🏟🏟🏟🏟🏟🏟
જલિયાવાંલા બાગ. અમૃતસર (પંજાબ)
🏟🏟🏟🏟🏟🏟🏟🏟🏟🏟🏟🏟
નિર્દોષ લોકો પર ગોળી ચલાવવાનો આદેશ - 1961માં જલિયાવાલા બાગને મેમોરિયલમાં તબદીલ કરવામાં આવ્યો
13 એપ્રિલ 1919ની એક ઘટનાએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામની ચિંગારીને જ્વાલામાં ફેરવી નાખી. અમૃતસરમાં લાગેલ કરફ્યુ અને બે નેતાઓની ધરપકડના વિરોધમાં બૈસાખીના દિવસે જલિયાવાલા બાગમાં વિરોધ પ્રદર્શન અને ભાષણનું આયોજન કરવામાં આવ્યુ. તેમા હજારો લોકો જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન બાગના એકમાત્ર દરવાજાને ઘેરીને અંગ્રેજ બ્રિગેડિયર જનરલ રેજીનોલ્ડ ડાયરે નિર્દોષ લોકો પર ગોળી ચલાવવાનો આદેશ આપ્યો. જેમા 1500થી વધુ લોકો શહીદ અને હજારો ઘાયલ થયા. આ બાગમાં આજે પણ હજારો શહીદોની યાદો સમેટાઈ છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🏞🏞🏞🏞🏞🏞🏞🏞🏞🏞🏞
ચંદ્રશેખર આઝાદ પાર્ક - ઈલાહાબા
🏞🏞🏞🏞🏞🏞🏞🏞🏞🏞🏞
ખુદને ગોળી મારીને આજીવન આઝાદ રહ્યા
870માં પ્રિંસ અલ્ફ્રેંડની ભારત યાત્રાના પ્રસંગે આને બનાવવામાં આવ્યો.
બ્રિટિશ રાજ દરમિયાન ભારતમા એવી અનેક વસ્તુઓનુ નિર્માણ થયુ જે કોઈ અંગ્રેજને પ્રસન્ન કરવા માટે બન્યુ. ઈલાહાબાદમાં 133 એકડમાં બનેલ અલ્ફ્રેડ પાર્ક પણ તેમાથી જ એક છે. સ્વતંત્રત સેનાની ચંદ્રશેખર આઝાદ બ્રિટિશ પોલીસ સાથે મુઠભેડ કરતા આ પાર્કમાં ઘુસી ગયા અને ઝાડની આડમાં તેમને ઘણા સમય સુધી બ્રિટિશ પોલીસને ઝાંસો આપ્યો. આ સ્થાન પર ખુદને ગોળી મારીને તેમને આઝીવન આઝાદ રહેવાનુ વચન પુર્ણ કર્યુ. તેમના નામ પર આ પાર્કનુ નામ રાખવામાં આવ્યુ.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡
🏡સાબરમતી આશ્રમ, અમદાવાદ
🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡
આઝાદીની લડાઈનુ મહત્વપુર્ણ કેન્દ્ર
1930માં સાબરમતી આશ્રમથી જ 241 મીલની દાંડી યાત્રાની શરૂઆત કરી.
જુલાઈ 1917મા અમદાવાદમા સાબરમતી નદીના કિનારે મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમનો પાયો નાખ્યો અને અહીથી તેમના સામુદાયિક જીવન, આદી અને ગ્રામોદ્યોગ જેવા પ્રયોગોની શરૂઆત થઈ. આશ્રમથી દાંડીયાત્રા પર નીકળતી વખતે ગાંધીજીએ સોગંધ લીધા હતા કે પુર્ણ સ્વરાજ્ય લીધા વગર તેઓ આશ્રમ પરત નહી ફરે. દાંડીયાત્રા કરીને મીઠાનો કાયદો તોડ્યા પછી ગાંધીજીની ધરપકડ કરવામાં આવી. જેલમાંથી મુક્ત થયા બાદ 1936માં તેઓ વર્ધાના સેગાંવ ગયા અને 1940માં તેનુ નામ સેવાગ્રામ કરી નાખવામાં આવ્યુ.

No comments:
Post a Comment