Saturday, August 10, 2019

સુંદરજી ગોકળદાસ બેટાઈ -- Sundarji Gokaldas Betai



☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿☝🏿

▪️ *સુંદરજી ગોકળદાસ બેટાઈ* ▪️

▪️ ગજરાતી કવિ તથા  વિવેચક સુંદરજી ગોકળદાસ બેટાઈનો  

▪️ *જન્મ તા. ૧૦/૮/૧૯૦૫ રોજ તેમના જામનગર જિલ્લાના બેટ-દ્વારકામાં થયો હતો*

▪️ તમણે ઈ.સ.૧૯૨૮માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. પાસ કરી ઈ.સ.૧૯૩૨માં એલએલ.બી.થયા.

▪️ ઈ.સ.૧૯૩૬માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ.ની ડીગ્રી મેળવી હતી તેઓ  મુંબઈની એસ. એન. ડી. ટી. વિમેન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા આપી હતી. નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા. 

▪️ તમનું *૧૬ જાન્યુઆરી ૧૯૮૯ના* રોજ મુંબઈમાં અવસાન. 

▪️ તમણે ‘દ્વૈપાયન’ અને ‘ મિત્રાવરૂણ’ ઉપનામથી ગુજરાતી સાહિત્યસર્જન કર્યું છે.

▪️ ‘ઇન્દ્રધનુ’ , ‘વિશેષાંજલિ’ , ‘સદગત ચંદ્રશીલાને’,‘તુલસીદલ’, ‘વ્યંજના’ , ‘અનુવ્યંજના’ , ‘શિશિરે વસંત’  અને ‘શ્રાવણીની ઝરમર’  એ એમના કાવ્યસંગ્રહો છે. 

▪️ પર્વે પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યમાં સૉનેટ’ ને સમાવતા વિવેચનસંગ્રહ ‘સુવર્ણમેઘ’ માં ન્હાનાલાલ, બ. ક. ઠાકોર અને મેઘાણીની કવિતાનું તટસ્થ નિરીક્ષણ કરતા સમદ્રષ્ટિવાળા ધ્યાનપાત્ર લેખો છે.

▪️  ‘આમોદ’ માં ‘ગુજરાતી કવિતામાં અનુષ્ટુપ’ જેવા મહત્વના લેખ ઉપરાંત સંસ્કૃત અને ગુજરાતી કવિઓ અને તેમની કવિતા વિશેના લેખો છે. ‘નરસિંહરાવ’ નરસિંહરાવના વાઙમયપુરુષાર્થની ઝાંખી કરાવતી પુસ્તિકા છે. 

▪️ કવિ તથા કવિતા તરફ જોવાની સમદ્રષ્ટિએમના વિવેચનનો લાક્ષણિક ગુણ છે.

▪️ ‘સાહિત્યમાધુરી’, ‘સાહિત્યોદ્યાન’ અને ‘સાહિત્યસુષમા’એ એમનાં શાળોપયોગી સંપાદનો છે. 

▪️ *‘જ્યોતિ રેખા’* એ સુન્દરજી બેટાઈનો ખંડકાવ્યસંગ્રહ છે.

▪️➖▪️➖▪️➖▪️➖▪️➖▪️

➖ વારીશ

🗞🗓 વર્તમાન દર્પણ🗓🗞

No comments:

Post a Comment