Saturday, August 10, 2019

વિશ્વ સિંહ દિવસ --- World Lion Day



*👇આજે ખાસ👇*10 ઓગસ્ટ

*🦁વિશ્વ સિંહ દિવસ🦁*

🌷લપ્ત થઇ રહેલી સિંહોની પ્રજાતિના સરંક્ષણ માટે જાગૃતિ ફેલાવવા ના ઉદ્દેશથી વિશ્વભરમા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવે છે

*🦁ગીર દુનિયાભરમા એશિયન સિંહોના અંતિમ નિવાસસ્થાન તરીકે જાણીતુ છે*

🌷14000 ચો.કિ.મી.ના સૌરાષ્ટ્રના વિસ્તારોમા સાવજોનો દબદબો રહેલો છે

🌷એક સમયે સિંહો અરેબિયાથી પર્શિયા અને ભારત સુધી સમગ્ર એશિયામા ફેલાયેલા હતા.
🌷ભારતીય ઉપખંડની વાત કરીયે તો સિંહો સમગ્ર ઉત્તર ભારતથી પૂર્વ બિહાર સુધી તેમજ નર્મદા નદીની દક્ષિણ હદ સુધી ફેલાયેલા હતા


🌷છલ્લી સદીના અંત અગાઉ ગીર સિવાયના પ્રદેશોમાથી સિંહો લુપ્ત થઇ ગયા હતા

🌷સૌરાષ્ટ્રના જંગલની બહાર રહેનારો છેલ્લો સિંહ 1884 મા મળી આવ્યો હોવાનુ નોંધાયુ છે.

*💥વિસ્તારો અને સિંહોની લુપ્તતાના સંભવિત વર્ષ*

🌱દિલ્હી-1834
🌱ભાવલપુર-1842
🌱મધ્ય ભારત તથા રાજસ્થાન-1870
🌱પર્વ વિધ્ય તથા બુંદેલખંડ-1865
🌱પચ્છિમ અરવલ્લી-1880

*💥સિંહોની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે વન વિભાગ દ્રારા* કરવામા આવે છે

*🌷સિંહોની પ્રથમ વ્યવસ્થિત વસ્તી ગણતરી 1936 મા* થઇ હતી ત્યારે સિંહોની સંખ્યા 287 નોંધવામા આવી હતી

*💥મ 2015 મા સિંહોની છેલ્લી વસ્તી ગણતરી કરાતા 523 સિંહોની સંખ્યા* જોવા મળી હતી જેમા *2010ની ગણતરી પ્રમાણે 112 સિંહોની વધારો* જોવા મળેલો
👉અત્યારસુધી કરવામા આવેલી આવેલી ગણતરીમા સૌથી વધુ સિંહોની સંખ્યા 2015 મા નોંધવામા આવી હતી

*🦁સિંહોની  વિવિધ વર્ષની સંખ્યા*

1936👉287
1968👉177
2001👉327
2005👉359
2010👉411
2015👉523

*🦁2015 પ્રમાણે સિંહોની સંખ્યા*
👉109__નર સિંહ
👉201__માદા સિંહણ
👉213__બાળ સિંહ (બચ્ચા)
___
-----------
*👉523=કુલ સિંહોની સંખ્યા*


*🦁જિલ્લા દિઠ સિંહોની સંખ્યા*
જુનાગઢ._______268
અમરેલી._______174
ગિર સોમનાથ.___44
ભાવનગર.______37

*🦁સિંહ, સાવજ, ઉનિયો વાઘ, કેશરી બબ્બર શેર, ASIATIC LION તરીકે ઓળખાતા જંગલના રાજા હવે લુપ્ત થવાની આરે પહોંચી ગયા છે*

*💥1973 સુધી ભારત નું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું,*
👉વાઘની ઘટતી સંખ્યા ને કારણે " પ્રોજેક્ટ ટાઈગર "શરુ કરીને વાઘને રાષ્ટ્રીય પ્રાણી નો દરજ્જો અપાયો હતો.

👉🏿 યવરાજસિંહ જાડેજા.  ગોંડલ







શું તમે જાણો છો આજે કયો દિવસ છે ?? આજે છે વિશ્વ સિંહ દિવસ જાણો અહીં
સિંહો વિશે વાત જાણો અને સિંહની જાળવણીનું મહત્વ સમજો પરંતુ સમગ્ર વિશ્વમાં ઘણા લોકો અજાણ છે.સો વર્ષ પહેલાં અમે માનીએ છીએ કે એક મિલિયનથી વધુ સિંહો છે. આજે એવું માનવામાં આવે છે કે આ ગ્રહ પર 20,000 થી 35,000 જેટલા સિંહ છે અને કેન્યામાં જંગલમાં 2,000 થી વધુ સિંહ બાકી છે. આ એક ઉદાસી હકીકત છે.
છતાં મોટા ભાગના મુલાકાતીઓ કેન્યામાં આવે છે મોટી બિલાડીઓ (ખાસ કરીને સિંહ) જોવા માટે આવે છે તેથી કેન્યામાં પર્યટનમાં કામ કરતા બધા લોકો માટે મહત્વનું છે કે આપણે આ જીવોને લુપ્ત થવાથી બચાવવા પ્રયાસ કરીએ છીએ. સફારી કલેક્શનમાં, અમે મોટાભાગના સમુદાય અને સંરક્ષણાત્મક પ્રયત્નો મોટા બિલાડી સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને કાળજીપૂર્વક પસંદ કરેલી યોજનાઓ છે જે (જેમ કે ઇવાસો લાયન્સ) આને સપોર્ટ કરે છે. 2007 માં શિવણી ભલ્લા દ્વારા સ્થપાયેલ, ઇવાસો લાયન્સ સમુદાય જાગરૂકતા કાર્યક્રમો અને સંરક્ષણ શિક્ષણ દ્વારા સિંહ જાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરતી એક ઘાસની મૂળ યોજના છે.





આજના દિવસની વિશેષતા :
🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁
❇️13 મો વિશ્વ સિંહ દિવસ❇️
🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁

✴️વિશ્વ સિંહ દિવસ ઉજવવાની શરૂઆત 2007 થી

⚜️આજે વિશ્વ સિંહ દિવસ : ગીરના સિંહોનો અનોખો છે ઇતિહાસ
👇👇👇👇👇👇👇👇
ગીર દુનીયાભરમાં એશીયાઇ સિંહના અંતીમ નિવાસસ્થાન તરીકે જાણીતું છે.

 એક સમયમાં એશીયાઇ સિંહો મેસોપોટેમીયા, અરેબીયા, પર્શીયા અને ભારતીય ઉપખંડ સુધી ફેલાયેલા હતા.

 છેલ્લી સદીના અંત સુધીમાં તેઓ લુપ્ત થઇ ગયા હતા.

વિસ્તાર મુજબ તેઓની લુપ્તતાના અંતીમ વર્ષો આ મુજબના હતા. જેમાં ૧૮૪૦- બીહાર, ૧૮૩૪ દિલ્હી, ૧૮૪૨- ભાગલપુર, પૂર્વ વિંધ્ય અને બુંદેલખંડ ૧૮૬૫, મધ્યભારત અને રાજસ્થાન ૧૮૭૦, પશ્ચિમ અરવલ્લી ૧૮૮૦. સૌરાષ્ટ્રની બહારના જંગલોમાં રહેનારો છેલ્લો સિંહ ૧૮૮૪માં મળી આવ્યો હોવાનું નોધાયું હતું. આડેધડ શીકારે ૧૮૮૦ સુધીમાં ભારતભરના બાકીના સિંહ ખતમ કરી નાખ્યા હતા. માત્ર સૌરાષ્ટ્રમાં સિંહ ધ્રાંગધ્રા, જસદણ, ચોટીલા, બરડાની ટેકરીમાં ગીર અને ગીરનારમાં જ મળતા હતા. જે ૧૯મી સદીની શરૃઆતમાં ખેત પ્રધાન પ્રદેશો વધવાથી ગીર, ગીરનાર, બરડા અને આલેચ પર્વત માળાઓમાં વહેંચાઇ ગયા. છેલ્લે સિંહની વસ્તી ઘટતા તેઓ માત્ર ગીરના જંગલોમાં મર્યાદિત થઇ ગયા હતા.

સિંહોની વસ્તી આજે બે જગ્યાએ અલગ- અલગ રીતે અસ્તીત્વ ધરાવે છે. જેમાં panthera leo leo આફ્રીકામાં અનેpanthera leo persioca ભારતમાં. ભુતકાળમાં panthera leo persioca આફ્રીકાના સવાના ઘાંસવાળા મેદાનો સુધી વિસ્તરેલા હતા. જે હાલમાં માત્ર પૃીમ ભારતના ગીરના જંગલોના અસ્તીત્વ ધરાવે છે. ૧૯મી સદીના ઉતરાર્ધમાં બરડા અને આલેચતી પર્વતમાળાઓમાં સિંહની વસવટ જોવા મળ્યો હતો. પરંતુ બ્રીટીશ લશ્કરી દળો દ્વારા વાઘેરમાં થતા સતત વિક્ષેપના કારણે સિંહને ઘણી મુશ્કેલી અનુભવાતી હતી. આ સમુહમાં સિંહ, સિંહણ અને તેનું બચ્ચુ છેલ્લે આ વિસ્તારમાં ૧૮૭૯માં જોવામાં આવ્યા હતા. તે સમયે પોરબંદર રાજયના અધીકારી દ્વારા કોઇ રક્ષણાત્મક પગલા લેવામાં આવે તે પહેલા રબારીઓ અને નવાનગર રાજય પોલીસ દ્વારા તેઓની હત્યા કરવામાં આવી. ૧૯૧૭થી મીતીયાળાના જંગલોમાં સિંહોના આંટાફેરા શરૃ થયા ૧૯૪૦ અને ૧૯૪૬ની વચ્ચે અંદાજીત ૨૩ જેટલા સિંહો જોવામાં આવ્યા. છેલ્લે ૧૯૬૩ સુધી જૂનાગઢની ટેકરીઓમાં નાની સંખ્યામાં સિંહ જોવામાં આવ્યા હતા. જયારે સિંહની વસ્તી ઘટતા ઘટતા માત્ર એક નાનકડા વિસ્તાર પુરતી સીમી બની ત્યો તેની સંખ્યામાં પણ ઘણો ફેરફાર નોંધાયો. ગીરમાં સિંહની વસ્તી ગણતરી કરવામાં આવેલી હતી.

પરંતુ તે આંકડાઓના વિસ્તાર વિગત અને વસ્તીઓ વિશે કોઇ સ્પષ્ટતા જોવા મળતી નથી. જૂનાગઢ નવાબે સિંહની વસ્તીને પર્યાપ્ત રક્ષણ પુરૃ પાડતા ૧૯૦૪ થી ૧૯૧૧ના વર્ષ સુધીમાં સિંહની વસ્તી વધી હતી. નવાબના અવસાન બાદ વાર્ષિક ૧૨ થી ૧૩ સિંહોનો શિકાર કરવામાં આવતો. ૧૯૧૧થી સિંહના શિકાર ઉપર ચુસ્તપણે પ્રતીબંધ ફરમાવવામાં આવ્યો. ૧૯૧૩માં જૂનાગઢના મુખ્ય વન અધીકારી તરફથી કરવામાં આવેલ નોંધ અનુસાર વધારેમાં વધારે ૨૦ સિંહો હયાત હોવાનું જણાયું હતું. ગીર જંગલ શુષ્ક અને અર્ધશુષ્ક જંગલવાળા વિસ્તાર જેમ કે ગીરનાર અને મીતીયાળા સાથે જોડાયેલું હતું. અને આ સિવાય બરડા અને આલેચની ટેકરીઓમાં પણ વિસ્તરેલું હતું. ઢાંક અને ચોરવાડની વચ્ચેના જંગલોમાં પણ ગીર સાથે  જોડાયેલા હતા. આ સિંહ માટેના નવા પ્રવેશ દ્વાર છે. આ વિસ્તારોમાં સિંહ મુકતપણે વિહરી શકતા તાજેતરના વર્ષોમાં સિંહ ગીર, ગીરનાર, મીતીયાળા, બરડા, જેસર, પાલીતાણા, ભાવનગર અને અમરેલી વિસ્તારોમાં પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવી વિહરી રહ્યા છે.

🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
🇮🇳 TELEGRAM JOIN 🇮🇳
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
👇👇👇👇👇👇👇👇👇






No comments:

Post a Comment