💠♦️💠♦️💠♦️💠♦️💠
👁🗨⭕️👁🗨વિનોદ જોશી 👁🗨♦️
👁🗨⭕️👁🗨⭕️👁🗨⭕️👁🗨⭕️👁🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
જન્મ=13-8-1955 – ભોરિંગડા – જિ. અમરેલી, વતન – બોટાદ
👩👩👧👧👩👧👦કુટુંબ
પિતા – હરગોવિંદદાસ જોશી
પત્ની –વિમલ; પુત્ર – અનિરુધ્ધ
📝અભ્યાસ
૧૯૭૭ – એમ.એ.
૧૯૮૦– પી.એચ. ડી.
🗄📋🗄વ્યવસાય
👉ભાવનગર યુનિ.માં પ્રાધ્યાપક અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ,
પ્રદાન
👉22 સર્જનાત્મક અને વિવેચનાત્મક પુસ્તકો,
👉લય ઢાળની મધુરતા થી ભરેલા સ્ત્રીની સંવેદનાને વાચા આપતી કવિતાઓ તેમની લાક્ષણિકતા
👉સોનેટ પણ લખ્યા છે.
👉સંપાદન અને વિવેચન કાર્યમાં પણ ગતિશીલ
📗📘📘મૂખ્ય કૃતિઓ
📘કવિતા– ઝાલર વાગે જૂઠડી, પરંતુ, શિખંડી,
📕દીર્ઘ કાવ્ય – તુણ્ડિલ તુણ્ડિકા,
📒નાટક – રેડીયો નાટક : સ્વરૂપ અને સિધ્ધાન્ત,
📔વિવેચન– સોનેટ, અભિપ્રેત, નિવેશ, ‘અમૃત ઘાયલ’– વ્યક્તિમત્તા અને વાંગ્મય ;
📔સંપાદન– આજ અંધાર ખૂશબો ભર્યો લાગતો, રાસ તરંગિણી
📓ચિતનાત્મક– વિજળીને ચમકારે
🗞🗃જીવન👁🗨♦️🔰
👉ઉચ્ચ શિક્ષણની પ્રત્યેક પરીક્ષા પ્રથમ નંબરે પસાર કરી,
👉અમૃત ઘાયલ’ તેમના ગઝલની દુનિયાના માર્ગદર્શક,
👉ગુજરાતીના શિક્ષક અને પ્રાધ્યાપક,
🎯યુનિ. ગ્રાન્ટ્સ કમીશન અને 💠👉યુ.પી.એસ.સી.માં સભ્ય,
🔘સુગમ સંગીતના અનેક ગાયકોએ તેમની રચનાઓ લયબધ્ધ કરી છે,
🔘હવાની હવેલી’. ‘મોરપિચ્છ’, ‘ખોબામાં જીવતર’ જેવી લોકપ્રિય કટારોના લેખક,
👉મુશાયરાઓ અને વ્યાખ્યાનોમાં પ્રભાવક વક્તા
🏆🏆સન્માન🏆
ઉમાશંકર જોશી એવોર્ડ
જયન્ત પાઠક પારિતોષિક
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
💠💠વિનોદ જોષી💠💠
કચક્કડાની ચૂડી - વિનોદ જોષી
આપી આપીને તમે પીંછું આપો સજન - વિનોદ જોષી
એણે કાંટો કાઢીને - વિનોદ જોષી
કાચી સોપારીનો કટ્ટકો - વિનોદ જોશી
કારેલું…… કારેલું – વિનોદ જોશી
કુંચી આપો બાઇજી! - વિનોદ જોશી
ખડકી ઉઘાડી હું તો અમથી ઉભી'તી - વિનોદ જોષી
ટચલી આંગલડીનો નખ – વિનોદ જોશી
ટચલી આંગલડીનો નખ – વિનોદ જોશી
તને ગમે તે મને ગમે - વિનોદ જોષી
તું મીંઢળ જેવો કઠ્ઠણ... - વિનોદ જોશી
થાંભલીનો ટેકો ને ઓસરીની કોર - વિનોદ જોષી
ને સાહ્યબો આવ્યો નંઇ ! - વિનોદ જોશી
મને ભૂલી તો જો...! - વિનોદ જોશી
રે.... વણઝારા...... - વિનોદ જોષી
સખી! મારો સાહ્યબો સૂતો - વિનોદ જોષી
સાંભળ્યું...... - વિનોદ જોશી
સૂડી વચ્ચે સોપારી ને સોપારીનો ચૂરો - વિનોદ જોષી
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં…. - વિનોદ જોષી
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🙏ચાલો મિત્રો આજે વિનોદ જોશીની કવિતા અને ગીતો ની નોંધ લઇએ👁🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
ઠેસ વાગી ને – વિનોદ જોષી
ઠેસ વાગી ને નખ્ખ નંદવાયો રે, સૈ !
પડ્યા આડા ઊંબર આડી ઓસરી,
છેક છાતીમાં તૈડ પડી સોંસરી;
જડ્યો પડછાયો સાવ ઓરમાયો રે, સૈ !
મેં તો ધબકારો લીંપીને આળખી,
મારાં ભોળાં પારેવડાંની પાલખી;
એક સોનેરી સૂર સંભળાયો રે, સૈ !
હતી સાકરની સાવ હું તો પૂતળી,
દોટ કાઢીને દરિયામાં ઊતરી;
મુંને મારો મુકામ ઓળખાયો રે, સૈ !
-વિનોદ જોષી
👆👆સાસરે પગ મૂકતી પરણેતરની હૈયાવિમાસણનું ચિત્ર કવિ આબાદ તાદૃશ કરે છે. પિયરમાં આંખ મીંચીને ઊડાઊડ કરતી છોકરી માટે ઓસરી-ઊંબરા, સાસુ-સસરા બધા જ જાણે રસ્તામાં આડા ન પડ્યા હોય એમ ચાલવું પણ દોહ્યલું બની જાય છે. એક ઠેસ વાગે અને જાણે ખાલી નખ જ નથી તૂટતો, છે…ક હૈયા સુધી તિરાડ પડી જાય છે. પોતીકો પડછાયો પણ ખોવાઈ જાય છે અને જડે તો એ પારકો લાગવા માંડે છે. એક-એક ધબકારા ચીપી-ચીપીને લીપવા પડે એવામાં પ્રિયતમનો સૂર જાણે સોનાનો સૂરજ બનીને ઊગે છે અને સંસારના ખારા સાગરમાં આખરે ડૂબી-ઓગળીને જ પોતાની મંઝિલ મળે છે એની નાયિકાને જાણ થાય છે…
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
〰〰〰〰〰〰〰〰〰〰〰
કાચી સોપારીનો કટ્ટકો – વિનોદ જોશી
👁🗨🔰
એક કાચી સોપારીનો કટકો રે
એક લીલું લવિંગડીનું પાન
આવજો રે… તમે લાવજો રે… મારા મોંઘા મે’માન
એક કાચી સોપારીનો……
કાગળ ઊડીને એક ઓચિંતો આવિયો
કીધાં કંકોતરીનાં કામ,
ગોતી ગોતીને આંખ થાકી રે બાવરી
લિખીતંગ કોનાં છે નામ ?
એક વાંકી મોજ્જલડીનો ઝટ્ટકો રે
એક ઝાંઝરનું ઝીણું તોફાન
ઝાલજો રે… તમે ઝીલજો રે… એના મોંઘાં ગુમાન
એક કાચી સોપારીનો…….
ઊંચી મેડી ને એના ઊંચા ઝરુખડા
નીચી નજરુંનાં મળ્યા મેળ,
ઉંબરમાં સાથિયા ને ટોડલિયે મોરલા
આંગણમાં રોપાતી કેળ !
એક અલ્લડ આંખલ્લડીનો ખટ્ટકો રે
એક હૈયામાં ઊઘલતી જાન
જાણજો રે… તમે માણજો રે… એનું વાતું જુવાન
એક કાચી સોપારીનો…..
– વિનોદ જોશી (૧૯-૯-૮૩)
〰〰➖➖➖➖〰〰➖➖➖
સાંભળ્યું…… – વિનોદ જોશી
ઝુલ્ફમાં ભૂલી પડેલી આંગળી, તેં સાંભળ્યું ?
રાતભરનો થાક લઈ પાછી વળી, મેં સાંભળ્યું.
આંગળી ખંડેરનો હિસ્સો નથી, તેં સાંભળ્યું ?
છે હવે ગુલમહોરની કળી, મેં સાંભળ્યું.
ટેરવે ઘેઘુર સન્નાટો હતો, તેં સાંભળ્યું ?
દરબદર વાગે હવે ત્યાં વાંસળી, મેં સાંભળ્યું.
છે ઉઝરડા મખમલી આકાશમાં, તેં સાંભળ્યું ?
આ નખોનું નામ હિંસક વીજળી, મેં સાંભળ્યું.
સાવ બરછટ એ બધો વિસ્તાર છે, તેં સાંભળ્યું ?
એટલે જ ત્યાં સ્પર્શની લાશો ઢળી, મેં સાંભળ્યું.
આ અજાણ્યો દેશ માફક આવશે, તેં સાંભળ્યું ?
એક જાણીતી ગલી અહિંયા મળી, મેં સાંભળ્યું.
આપણું મળવું ગઝલ કહેવાય છે, તેં સાંભળ્યું ?
કાફિયા ઓઢી ફગાવી કામળી, મેં સાંભળ્યું.
– વિનોદ જોશી
〰〰〰➖➖➖➖➖〰➖➖
ગીત – વિનોદ જોશી
તું મીંઢળ જેવો કઠ્ઠણ
. ને હું નમણી નાડાછડી !
તું શિલાલેખનો અક્ષર
. ને હું જળની બારાખડી !
એક આસોપાલવ રોપ્યો,
તેં આસોપાલવ ફળિયે રોપ્યો તોરણમાં હું ઝૂલી,
તું અત્તરની શીશી લઇ આવ્યો પોયણમાં હું ખૂલી;
તું આળસ મરડી ઊભો
. ને હું પડછાયામાં પડી !
એક પાનેતરમાં ટાંક્યું,
મેં પાનેતરમાં મોતી ટાંક્યું પૂજ્યાં તેં પરવાળાં,
મેં શ્રીફળ ઉપર કંકુ છાંટ્યું પૂછ્યા તેં સરવાળા;
તું સેંથીમાં જઈ બેઠો ને હું પાંપણ પરથી દડી !
– વિનોદ જોશી
👆“તું આમ ને હું આમ”ની લોકગીતની ચાલમાં ચાલતું ગીત પણ એક-એક કલ્પન પાસાદાર. મને જળની બારાખડી સ-વિશેષ ગમી ગઈ… સાહ્યબો સાદા પથ્થર પરનો અક્ષર નહીં, શિલાલેખ પરનો અક્ષર છે. કેવું કલ્પન! શિલાલેખ પરનો અક્ષર એટલે સદીઓ વીતી જાય તોય ન બદલાય એવો. અને જળની બારાખડી ! કોઈ એક પળેય એ સ્થિર રહી શકે? વાહ ! વાહ ! વાહ !!
〰〰➖➖➖〰➖➖〰〰
મને ભૂલી તો જો…! – વિનોદ જોષી
મને ભૂલી તો જો…!
તેં જ મને તારામાં પૂર્યો, એ વાતને કબૂલી તો જો !
લોક બધાં જોતાં કે પાંદડું હલે છે, તને એકને જ દેખાતો વાયરો,
આંખોમાં તું ય હજી આંજે અણસાર, જેમ મારામાં હું ય ભરું ડાયરો ;
પોપચાંનું અંધારું ઓઢીને, પોયણાંમાં ખૂલી તો જો !
છેટે રહેવાથી નહીં ટાળી શકાય મારી પડખેનો આવરો ને જાવરો,
થોડી તું ઘેલી કહેવાય અને થોડેરો હું ય ભલે કહેવાતો બ્હાવરો;
હોઠના હિસાબ હશે હૈયામાં, કો’ક દિ’ વસૂલી તો જો !
-વિનોદ જોષી
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
✍મિત્રો. વિનોદ જોશીની મારી સૌથી પ્રિય કવિતા અહીં રજૂ કરું છું....
હું એવો ગુજરાતી–
🐾હું એવો ગુજરાતી
જેની હું ગુજરાતી એજ વાતથી ગજ ગજ ફુલે છાતી…
🐾અંગે અંગે વહે નર્મદા,શ્વાસોમાં મહીસાગર્,
અરવલ્લીનો પિંડ,પ્રાણમાં ધબકે છે રત્નાકર;
હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી…
🐾નવરાત્રિનો ગર્ભદીપ હું, હું શત્રુંજય-શૃંગ,
સૂર્યમંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ;
હું ગિરનારી ગોખ,દ્વારિકા હું જ સુધારસ પાતી…
🐾દુહા-છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન,
મીરાની કરતાલ હું જ, હું નિત્ય એક આખ્યાન;
વિજાણંદનું હું જંતર, હું નરસૈંની પરભાતી…
🐾હું ગાંધીનુ મૌન, હું જ સરદાર તણી હાક,
હું જ સત્યનુ આયુધ જેની દિગદિગંતમાં ધાક;
હું સંતોનુ સૌમ્ય સ્મિત, તલવાર શુરની તાતી…
🐾હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર,
મારે શિર ભરતમાતની આશિષનો વિસ્તાર;
હું કેવળ હું હોઉં છતાં, હું સદા હોઉ મહાજાતી
🙏🙏🙏ડો. વિનોદ જોશીનાં સ્વકંઠે આ કવિતા સાંભળવા મળી હતી ત્યારે ફરીથી ગુર્જર મહાજાતીનો વંશજ હોવાની વાત પર ગર્વ થયો. ગુજરાત અને ગુજરાતી હોવાની વાતો તેનો ગર્વ હોવાની નર્મદ થી માંડી આજ દિન સુધી લગભગ છએક ડઝન કવિતા પ્રો. સુમન અજમેરી સંશોધીત કરી પ્રસિધ્ધ કરી ચુક્યા છે પણ આ કવિતાએ મન હરી લીધુ છે.કારણ તે આજનાં કવિના અત્યંત સુંદર શબ્દોની ગુજરાત અને ગુજરાતીઓને ભેટ છે.
હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર,
મારે શિર ભરતમાતની આશિષનો વિસ્તાર;
હું કેવળ હું હોઉં છતાં, હું સદા હોઉ મહાજાતી
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🔰🔰🔰🔰🔰🔰🔰
તેમની બીજી જાણીતી રચના
🔰🔰🔰🔰🔰🔰🔰
આપી આપીને તમે પીંછું આપો
સજન ! પાંખો આપો તો અમે આવીએ…
ચાંદો નીચોવી અમે વાટકો ભર્યો
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઊંબરની કોર લગી લાવ્યાં
આપી આપી ને તમે ટેકો આપો
સજન ! નાતો આપો તો અમે આવીએ…
કાગળની કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં છોડી છે લૂ;
આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય
અમે લખીએ તો લખીએ પણ શું ?
આપી આપી ને તમે આંસું આપો
સજન ! આંખો આપો તો અમે આવીએ…
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
શ્રી વિનોદ જોશી, જે ભાવનગર યુનિ.ના વાઈસ ચાન્સેલર પછી અને ગુજરાતી કવિતાને તળપદી, ગામડાના લોકજીવનની મીઠાશનો અદભૂત અનુભવ કરાવનાર ઉત્તમ ગીતો આપનાર કવિ પહેલા..એમનુ એક અદભૂત ગીત માણીએ..
આપી આપીને સજન પીંછુ આપો,
જો તમે પાંખો આપો તો અમે આવીએ..
ચાંદો નીચોવી એના વાટકા ભર્યા,
ને એને મોગરાની કળીએ હલાવ્યા
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઉંબરની કોર લગી લાવ્યા
આપી આપીને સજન ટેકો આપો,
જો તમે નાતો આપો તો અમે આવીએ
કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં મૂકી છે લૂ
આંગળીઓ ઓગળીને અટકળ થઈ જાય,
અમે લખીએ તો લખીએ પણ શું?
આપી આપીને સજન આંસુ આપો,
જો તમે આંખો આપો તો અમે આવીએ

No comments:
Post a Comment