Tuesday, August 13, 2019

વિશ્વ ડાબોડી દિવસ --- World Left Day

💁‍♂💁💁‍♂💁💁‍♂💁💁‍♂💁💁‍♂💁
✍આજે વિશ્વ ડાબોડી દિવસ ✍
✍✍✍✍✍✍✍✍✍✍
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♻️🎯🔰સિકંદર ,પ્રિન્સ ચાર્લ્સ , મહારાણી વિક્ટોરિયા જુલિયસ સીઝર ,જે.એફ. કેનેડી ,જેક -ધ સીરીયલ કીલર ,ઓબામા, જ્યોર્જ બુશ ,બીલ ક્લીન્ટન માર્ટીના નવરાતીલોવા ,અમિતાભ બચ્ચન ,અભિષેક બચ્ચન એન્ડ અબોવ ઓલ ..મહાત્મા ગાંધી .. આ બધા ડાબોડી

👉આપણે બધા સામાન્ય રીતે દરેક કામમાં જમણો હાથ વાપરીએ છીએ. જ્યારે સોમાંથી દસ વ્યક્તિ એવા હોય છે જે સામાન્ય રીતે ડાબો હાથ વધારે વાપરે છે. તેને આપણે ડાબોડી કહીએ છીએ. છોકરો કે છોકરી ડાબોડી કેમ હોય એનું હ્ય્.ૃણ શોધવા વિજ્ઞાાનીઓ વર્ષોથી મથી રહ્યા છે, હજી ચોક્કસ કારણ જડયું નથી.

👉આપણને ડાબોડીઓની નવાઈ લાગે છે, તેને આપણે ઉલ્ટું માનીએ છીએ, કારણ કે મોટાભાગના લોકો જમણેરી હોય છે. નિષ્ણાતો હવે એ દિશામાં પણ વિચારી રહ્યા છે કે જમણેરી બહુમતીમાં હોવાથી એ લોકો સાચા અને ડાબોડી લોકો ઓછા હોવાથી તેમને ખામીવાળા ગણવા એવો નિયમ યોગ્ય નથી.


👉ડાબોડીઓ કુલ વસ્તીના દસ ટકા જ છે, પરંતુ સદીઓથી તેમનું આ પ્રમાણ સતત રહ્યું છે. શરૂઆતમાં લાગ્યું કે એનું કારણ કોઈ જીનમાં હશે, પરંતુ વિશ્વના ૧૦ લાખ ડાબોડી લોકોના જીન્સ તપાસ્યા છતાં એવો એકપણ જીન મળ્યો નથી.

🔰હમણાં છેલ્લે થયેલા સંશોધનમાં વિજ્ઞાાનીઓએ એક હકીકત તારવી છે. 👉👇આપણા બધાના શરીરમાં બહારથી તો બધા અંગ એકસરખા હોય છે, પરંતુ અંદરના અંગ ચોક્કસ દિશામાં હોય છે.
જેમ કે હૃદય ડાબી બાજુ અને યકૃત તથા મૂત્રાશય જમણી બાજુ હોય છે. કેટલાક લોકોમાં જન્મથી જ હૃદય જમણી બાજુ અને યકૃત તથા મૂત્રાશય ડાબી બાજુ હોય છે. તેને વિજ્ઞાાનીઓ સાઈટસ ઈન્વર્સસ (આંતરિક અંગની વિરૂદ્ધ દિશા) કહે છે.
છોકરા કે છોકરીના અંદરના અંગ જો વિરૂદ્ધ દિશામાં હોય તો એમના હાથ ભલે એકસરખા દેખાય, એમનો જમણો હાથ ડાબી બાજુ ન હોઈ શકે? વિજ્ઞાાનીઓને લાગે છે કે આ દિશામાં જ તપાસ કરવાની જરૂર છે. કારણ કે ડાબોડી હોવાનું સૌથી ર્તાિકક કારણ એ જ હોઈ શકે છે.

👁‍🗨અભ્યાસમાં એક અનોખી વાત એ જાણવા મળી છે કે ડાબોડી લોકોના મગજ વધારે કાર્યક્ષમ હોય છે. મગજનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે મગજના ડાબા અને જમણા ભાગને જુદો પાડતો કોર્પસ કોલોસમ નામનો પડદો ૧૧ ટકા જાડો હોય છે. એટલે કે તેમાં ૨.૫ કરોડ જ્ઞાાનતંતુઓ વધારે હોય છે. પરિણામે એમના ડાબા અને જમણા મગજ વચ્ચે સંદેશાવ્યવહાર વધારે ઝડપી થાય છે. તેથી તેઓ જમણેરીઓ કરતાં વધારે ઝડપથી ગણતરીઓ કરી શકે છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment