Friday, October 11, 2019

11 Oct

🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶
*ઈતિહાસમાં ૧૧ ઓક્ટોબરનો દિવસ*
⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*🔘🔘અમિતાભ બચ્ચન🔘🔘*

બોલીવૂડના લિવિંગ લિજેન્ડ, શહેનશાહ અને બિગ-બી જેવા ઉપનામો ધરાવતાં અભિનેતા અમિતાભ બચ્ચન વર્ષ ૧૯૪૨માં આજના દિવસે અલ્હાબાદમાં જન્મ્યા હતા. તેમને વર્ષ ૧૯૮૪માં પદ્મશ્રી અને વર્ષ ૨૦૦૧માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. 

*🔰🌪💨ઓપરેશન પવન💨🌪🔰*

તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી માટે જીવલેણ સાબિત થયેલું ભારતીય લશ્કરનું આ ઓપરેશન વર્ષ ૧૯૮૭માં આજના દિવસે શરૂ થયું હતું, જેમાં શ્રીલંકામાં LTTEનો સફાયો બોલાવવા માટે ભારતની શાંતિ સેનાએ સશસ્ત્ર કાર્યવાહી શરૂ કરી લહતી.

*🎯🔰1492 : ક્રિસ્ટોફર કૌલંબસે 68 દિવસની સફર બાદ વેસ્ટ ઇન્ડીઝ ટાપુની શોધ કરી.*

*🎯🔰1902 : જય પ્રકાશ નારાયણનો જન્મ દિવસ.*

*🎯🔰1911 : વરાળથી ચાલતી હોડી ( સ્ટીમફેરી ) ન્યૂયોર્ક અને હોવોરકન વચ્ચે વિશ્વમાં સૌ પ્રથમ ચાલુ થઈ.*

*🎯🔰1940 : મહાત્મા ગાંધીએ વ્યક્તિગત સત્યાગ્રહ શરુ કર્યા. જેમાં પ્રથમ સત્યાગ્રહી વિનોબા ભાવે હતાં.*

*🎯🔰1958 : અમેરિકામાં ચંદ્ર સુધી પહોંચાડવા માટે પ્રથમ અવકાશ યાન પાયોનીયરને રવાના કર્યું જે 6130 માઈલથી તે ઊંચે ગયું.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
🙏🙏🙏🙏🙏🙏🙏
અમિતાભ બચ્ચન એક ભારતીય ફિલ્મ અભિનેતા છે . તેમનો જન્મ ૧૧ ઓક્ટોબર ૧૯૪૨માં અમિતાભ હરિવંશ બચ્ચન તરીકે થયો હતો), તેમણે ૧૯૭૦ના દાયકામાં જબરજસ્ત લોકપ્રિયતા મેળવી હતી અને તેના પછી તેઓ ભારતીય સિનેમા ના ઐતિહાસિક કલાકારોમાં સ્થાન પામે છે.

🎯👉બચ્ચને તેમની કારકિર્દી દરમિયાન ઘણા બધા પારિતોષિક જીત્યા છે, તેમાં ત્રણ રાષ્ટ્રિય પારિતોષિક અને બાર ફિલ્મફેર પારિતોષિકનો સમાવેશ થાય છે. તેઓ ફિલ્મફેર પુરસ્કારમાં શ્રેષ્ઠ અભિનેતા ના નામાંકનોમાં સૌથી વધુ વખત સ્થાન પામવાનો વિક્રમ ધરાવે છે. આ ઉપરાંત બચ્ચને પાર્શ્વગાયક , ફિલ્મ નિર્માતા અને ટેલીવિઝન પ્રેઝન્ટેટર તરીકેની ભૂમિકા ભજવી હતી અને તેઓ ૧૯૮૪થી ૧૯૮૭ દરમિયાન ભારતીય સંસદ ના ચૂંટાયેલા સભ્ય હતા.

બચ્ચને અભિનેત્રી જયા ભાદુરી સાથે લગ્ન કર્યાતેમને બે બાળકો શ્વેતા નંદા અને અભિષેક બચ્ચન છે.અભિષેક પણ અભિનેતા છે અને તેણે અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા છે.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

No comments:

Post a Comment