💠🔘💠🔘💠🔘💠🔘
💠💠દલપત પઢિયાર💠
💠✅💠✅💠✅💠✅
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
જન્મ
૧૧, ઓક્ટોબર- ૧૯૫૦, કહાનવાડી ( જિ. ખેડા)
પિતા-નારણભાઈ
📝શિક્ષણ🖋✒️
એમ.એ., પી.એચ.ડી.
🏁🏁🏁વ્યવસાય
✒️શરૂઆતમાં ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક
✒️ગુજરાત સરકારમાં નાયબ માહિતી નિયામક
🖊🖋રચના
કવિતા– ભોંયબદલો
🏴🏴🏴🏴🏴
# દીપ ધર્યા ને ઊમટી તેજસવારી,
ભીતર ગગન ઊઘડે બારી !
# અમને કોની રે સગાયું આજ સાંભરે?
ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે
# મૂળ રે વિનાનું કાયાં ઝાડવું જી રે,
એ જી એને પડતાં નહીં લાગે વાર રે હાં…
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું હો જી
# તું સમજે જે દૂર, તે સાવ જ તારી કને,
ફૂલ અને ફોરમને કેવું એક ઉતારે બને !
——
તો કહેજો… – દલપત પઢિયાર
એક દિવસ
સોસાયટીના સૌએ ભેગા થઈ
વીજળીના તારને નડતો લીમડો
કાપી નાખ્યો.
તે રાતે
વગડાનાં બધાં ઝાડ
મારી પથારીમાં આવ્યાં હતાં!
મારું એકે મૂળ રાતું થયેલું ન જોતાં
એ બિચારાં પાછાં વળી ગયાં…
હું ઘણી વાર
ઊંઘમાંથી ઝબકી જાઉં છું,
બારણામાં ઝાડનાં પગલાં સંભળાય છે.
મારામાં, મૂળ નાખવા માંડ્યું છે આ ઝાડ !
હું ફરી પાછો
ફણગી જઈશ એવી બીક લાગે છે !
આજે
બીજું ઝાડ કપાયું છે આ વાસમાં
રાત્રે
કોઈ બારણું ખખડાવે
તો કહેજો :
એ અહીં સૂતો જ નથી !
-દલપત પઢિયાર
સિમેન્ટના જંગલની વચ્ચે કેદ મનુષ્યની થીજતી જતી સંવેદનશીલતાની લોહીલુહાણ કરી નાંખે એવી ધારદાર કવિતા. આપણી ભૌતિક સુખસગવડની આડે પ્રકૃતિનું કોઈપણ તત્ત્વ આવે, એને રહેંસી નાંખતા આપણે ઘડીભર પણ વિચારતા નથી. મહોલ્લાના લોકો પાસેથી તો અપેક્ષા ન જ રાખી શકાય પણ પ્રકૃતિ કાવ્યનાયક પાસે સમ-વેદનની આશા રાખે છે. કપાઈ ગયેલું ઝાડ રાતે નાયકના સ્વપ્નમાં આવે છે પણ નાયકે કપાયેલા ઝાડને બચાવવા કોઈ યથાર્થ યત્ન-પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કર્યો જ નથી. ભલે ઝાડ છેદાઈ ગયું પણ નાયકના મૂળમાં કશું કપાયું નથી એટલે એના મૂળિયા લાલ થયા નથી. કવિ એ કુદરતની આખરી આશા છે. આખરી આશા પણ ઠગારી નીવડી છે એટલે કુદરત મૂંગા મોઢે પારોઠના પગલાં ભરે છે. ક્યાંક પોતાનામાં સંવેદનશીલતાના ફણગા ફૂતી આવે એની વળી નાયકને બીક પણ છે એટલે બીજું ઝાડ કપાય છે ત્યારે એ સ્વપ્નમાં પણ એનો સામનો કરવા પણ તૈયાર નથી….
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
〰〰〰〰〰〰
ગીત – દલપત પઢિયાર
તું સમજે જે દૂર, તે સાવ જ તારી કને,
ફૂલ અને ફોરમને કેવું એક ઉતારે બને !
બની શકે તો સ્થિર ઊભેલા ઝાડ સામું જો,
આખેઆખા લીલાછમ ઉઘાડ સામું જો,
નાભિ જેવું નગર વસાવી, મૃગ ભટકે વનેવને…
કાં નીકળી જા બા’ર સદંતર, કાં ઊતરી જા અંદર,
જળને ઝાંપે ઝૂલે સમંદર, નહીં બેટ નહીં બારું બંદર,
નદી કુંડીમાં ના’વા ઊતરી, દરિયો ઊભે પને…
મળવું એ જ હો મનસૂબો તો નક્શા નાખ ધરામાં,
સૂરજ વાવમાં પાણી ગાળે, ચાંદો રમે ચરામાં,
સરખું ઊતરે સામૈયું તો રજની રેલે દને…
મન ગોઠે ત્યાં મેલ દીવો, બીજી રીતો રહેવા દે,
જળ, પવન અને અજવાળાને એની રીતે વહેવા દે,
ઘડા માંયલી આકુળ વેળા, ગગન થવા થનગને…
-દલપત પઢિયાર
અંદરના અજવાળાને આકાર આપતું ધનમૂલક ગીત.
(ચરો= ગૌચર તરીકે અલાયદી રાખેલી પડતર જમીન, દને=દિવસે, માંયલી= માંહ્યની, ભીતરની)
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
દીપ ધર્યા ને ઊમટી તેજસવારી, ભીતર ગગન ઊઘડે બારી !
ઝળહળ ઝળહળ ગોખ મેડીઓ, ઝળહળ ઝળહળ કેડી,
ખેતર, પાદર, ચોક, શેરીઓ, ઝળહળ ઝળહળ તેડી !
અંધારાં ઓગળતાં અંદર, ઝળહળ આભ અટારી.
ભીતર…
તારલિયાના તેજ ઘૂંટીને, ઉઘલ્યાં પારિજાત,
દીપ મઢેલી રાત અને કંઇ કંકુના પરભાત !
કમળ આળખ્યાં કમાડ ફરતે, મબલક ફૂલડાં ક્યારી.
ભીતર…
અજવાળાનો અવસર લઇને આવી ઊજળી વેળા
અંતર છોડી આંખો જેવું, પાંખો જેવું અનહદ ભળવું ભેળા !
ક્ષણમાં ક્ષણની સંધિ બાંધી, સમય લીધો શણગારી.
ભીતર…
….દલપત પઢિયાર

No comments:
Post a Comment