Friday, October 11, 2019

જયપ્રકાશ નારાયણ --- Jai Prakash Narayan

🐾💐👏🐾💐👏🐾💐👏🐾
*👏👏જયપ્રકાશ નારાયણ👏👏*
🔘💠🔘💠🔘💠🔘💠🔘💠
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

જન્મ💠 ઓક્ટોબર ૧૧, ૧૯૦૨
બલિયા 

💐મૃત્યુ= ઓક્ટોબર ૮, ૧૯૭૯
પટના 

*જયપ્રકાશ નારાયણ 🇮🇳ભારતીય સ્વતંત્રતા સેનાની અને ઉચ્ચ કક્ષાના રાજનેતા હતા. તેઓ જેપી તરીકે પણ ઓળખાય છે. ➡️🍁🍁એમને ઇ. સ. ૧૯૭૦ના વર્ષમાં તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇંદિરા ગાંધીની સામે વિપક્ષનું નેતૃત્વ કરવા બદલ ઓળખવામાં આવે છે.🍁🍁🍁 તેઓ સમાજ-સેવક હતા તથા તેઓ લોકનાયક જેવા નામથી પણ જાણીતા બન્યા હતા.*

*📑📃📉📈પટના ખાતે પોતાના વિદ્યાર્થી જીવનમાં જયપ્રકાશ નારાયણજીએ સ્વતંત્રતા સંગ્રામમાં હિસ્સો લિધો હતો.*

*📦🏷📦યુવા જયપ્રકાશ નારાયણ પ્રતિભાશાળી યુવાઓને પ્રેરિત કરવા માટે બિહાર વિદ્યાપીઠમાં સામેલ થઇ ગયા હતા🎁🎁 કે જે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને સુપ્રસિદ્ધ ગાંધીવાદી અનુગ્રહ નારાયણ સિંહા, કે જે ગાંધીજીના નિકટના સહયોગી રહ્યા હતા અને ત્યાર બાદ* 
*▶️1⃣ બિહાર રાજ્યના પહેલા ઉપ મુખ્યમંત્રી તથા સહ વિત્ત મંત્રી રહી ચુક્યા છે, તેમના દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી.*

▶️ઇ. સ. ૧૯૨૨ના વર્ષમાં તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અમેરિકા ગયા, જ્યાં એમણે ૧૯૨૨-૧૯૨૯ની વચ્ચેના સમયમાં કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલય-બરકલી તથા વિસકાંસન વિશ્વવિદ્યાલય ખાતે સમાજ-શાસ્ત્રનું અધ્યયન કર્યું હતું. અભ્યાસ કરતી વેળા મોંઘા ખર્ચેનું વહન કરવાને માટે એમણે ખેતરો, કંપનીઓ, રેસ્ટોરેન્ટોમાં કામ કર્યું હતું. તેઓ આ સમયમાં માર્ક્સના સમાજવાદથી પ્રભાવિત થયા હતા. એમણે એમ.એ.ની પદવી (ડિગ્રી) હાસિલ કરી. એમનાં માતાજીની તબિયત ઠીક ન હોવાને કારણે તેઓ ભારત પાછા આવી ગયા અને પી.એચ.ડી પૂર્ણ ન કરી શક્યા.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*


👏🙏🎯👏🙏🎯👏🙏🎯👏
*🍁🍁જયપ્રકાશ નારાયણ🍁🍁*
🍁🐾🍁🐾🍁🐾🍁🐾🍁🐾🍁
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

*🎯🔰👉જયપ્રકાશ નારાયણ સ્વતંત્ર સેનાની અને રાજનેતા હતા. દેશમાં ઘર કરી ગયેલાં ભષ્ટ્રાચાર,ગરીબી અને બેરોજગારી જેવી સમસ્યાઓથી દેશને
આઝાદ કરાવવા જેપીએ તેમનું જીવન ખર્ચી નાખ્યું હતું.*
*💠🙏💠આજે પણ જેપીને આપણે તેમણે શરૂ કરેલા સંપૂર્ણ ક્રાંતિ આંદોલનને કારણે યાદ કરીએ છીએ. 👏🙏જેપીએ પોતાના જીવનને પ્રથમ પ્રાધાન્ય આપવાને બદલે હંમેશાં દેશની જનતા અને તેમની જરૂરિયાતને અગ્રિમતા આપી હતી.*

*💠👁‍🗨💠→જયપ્રકાશ નારાયણનો જન્મ ૧૧ ઓક્ટોબર, ૧૯૦૨ના રોજ બિહારના સારણ ગામે થયો હતો.*
*🎯👉જયપ્રકાશ નારાયણ દેશના લોકતંત્રમાં રહેલી ખામીઓની આલોચના કરતા થાકી ગયા હતા.*

*😟😐🔰👉સરકારની નીતિમાં કોઈ જ પરિવર્તન જોવા મળ્યું ન હતું. ઉપરાંત દિવસે દિવસે દેશમાં ગરીબી, ભ્રષ્ટાચાર, બેરોજગારી જેવી સમસ્યાઓ વધતી જતી હતી.*
*😰😰જયપ્રકાશ નારાયણે તેમના જીવનના અંતિમ દશકામાં અનુભવ્યુ કે ભારતની આ બધી સમસ્યાઓ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે જેનો એકમાત્ર ઉપાય🤔 સંપૂર્ણ ક્રાંતિ🤔 છે.*

*🎯🔰💪👉→જયપ્રકાશ નારાયણે ૫ જૂન, ૧૯૭૫ના રોજ પટનાના ગાંધી મેદાન ખાતે વિદ્યાર્થીઓ અને યુવાનોની એક મોટી રેલી તૈયાર કરીને એક આંદોલનની શરૂઆત કરી. 🎯👏🎯આ આંદોલનનું નામ સંપૂર્ણ ક્રાંતિ રાખવામાં આવ્યું હતું. 👉સંપૂર્ણ આંદોલનની શરૂઆત કર્યા પહેલાં જયપ્રકાશ નારાયણ રાજકારણ ક્ષેત્રે સક્રિય હતા. 👉આંદોલનની શરૂઆતની સાથે જ તેમણે રાજકારણ મૂકી દીધું, પણ દેશની જનતા જનાર્દનની સમસ્યાઓથી તેઓ ક્યારેય ભાગ્યા નથી.👌👏👌👏👌*

*🎯🔰👉→જયપ્રકાશ નારાયણે જ્યારે સંપૂર્ણ આંદોલનની શરૂઆત કરી ત્યારે દેશમાં ઇન્દિરા ગાંધીનું શાસન ચાલતું હતું. જેપીના આંદોલનના પગલે તત્કાલીન
સમયની સરકાર ખળભળી ઊઠી હતી. 💠🙀👿😠👿પરિણામે ૨૫ જૂન, ૧૯૭૫ના રોજ દેશમાં મધ્યરાત્રિએ કટોકટી જાહેર કરી દીધી હતી. જેપી સહિત ઘણા બધા વિપક્ષી નેતાઓને જેલમાં જવું પડયું હતું.*

*🎯🔰🤐→૧૮ જાન્યુઆરી, ૧૯૭૭ના રોજ દેશમાં કટોકટીને હટાવવામાં આવી અને દેશમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી. 👏🙌👍💪આ ચૂંટણીમાં જેપીના સંગઠનથી જનતા પાર્ટીને જોરદાર સફળતા મળી અને દેશમાં પહેલી વાર કોંગ્રેસ સિવાયની સરકાર સત્તા ઉપર આવી.

*🎯🔰👉→🇮🇳🇮🇳જયપ્રકાશ નારાયણે દેશને અંધકારમાંથી પ્રકાશ તરફ લાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં તેઓ સફળ રહ્યા હતા. 💐💐તેમનું મૃત્યુ ૮ ઓક્ટોબર, ૧૯૭૯ના રોજ બિહારના પટના ખાતે થયું હતું.*

*→ ભારતના સ્વતંત્ર સંગ્રામમાં મહત્ત્વપૂર્ણ યોગદાન બદલ ૧૯૯૮માં લોકનાયક જયપ્રકાશ નારાયણને ભારત સરકારે દેશના સર્વોચ્ચ સન્માન 🏆 ભારતરત્ન 🏆 થી સન્માનિત કર્યા હતા.*

*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*


👏💐👏💐👏💐👏💐👏💐👏
*અંધેરી કોઠરીમેં રોશનદાન: લોકનાયક જયપ્રકાશ નારાયણ*
🙏👏🙏👏🙏👏🙏👏🙏👏🙏
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

’એક મહા ભયંકર રાક્ષસ હતો, જેણે પ્રજા પર એટલો ત્રાસ વર્તાવી દીધો હતો કે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ હતી. રાક્ષસનો આત્મા સાત સમુંદર પાર એક મહેલમાં સોનાના પાંજરામાં રહેલા પોપટમાં હતો. તેથી રાક્ષસને વારંવાર મારવા છતાં તેનું મૃત્યુ થતું ન હતું. જ્યારે રાજાએ આ પોપટની ગરદન મરડીને તેને મોતને ઘાટ ઉતાયો ત્યારે જ રાક્ષસ હણાયો હતો’ આવી એક વાર્તા નાનપણમાં સાંભળેલી અને પછી ભૂલાઇ પણ ગઈ હતી, પણ થોડા વરસ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વાપીની એક સભામાં આ વાર્તા યાદ કરાવી, સ્વાભાવિક રીતે જ કોંગ્રેસના સંદર્ભે. એ પછી લાંબા સમયથી સત્તાનો વનવાસ ભોગવતા કેશુબાપા રાબેતા મુજબ, ચૂંટણીના એંધાણ દેખાતાં પટમાં આવ્યા અને સભાઓમાં આ વાર્તા કહેવાની શરૂ કરી નરેન્દ્ર મોદીના સંદર્ભે! સાચાં ખોટાંની ચર્ચા અર્થહીન છે પણ એટલું નક્કી છે કે જનતા માટે વગર પૈસાનો તમાશો છે!

આપની અહીં રાક્ષસ અને પોપટનાં ઉદાહરણ નથી લેવાં, એને બાજુ પર રાખીને જો વાત કરીએ તો પણ છેલ્લા કેટલાક સમયથી જે ઘટનાઓ જોવા મળે છે એના પરથી લાગે છે કે આખી કૉંગ્રેસ પાર્ટીનો આત્મા એકજ પરિવારમાં વસે છે, એ પરિવારને નાનકડી પણ ચોટ પહોંચાડવાની કોશિશ થાય છે અને લગભગ સવાસો વર્ષ જૂનો હોવા છતાં આખેઆખો પક્ષ ખળભળી ઊઠે છે! જી હજૂરીનો ઇતિહાસ બહુ જૂનો અને રગોમાં પેસી ગયેલો છે, *જેમાં ૧૯૭૦માં દેવકાન્ત બરૂઆએ ’ઇન્દીરા ઇઝ ઇન્ડિયા એન્ડ ઈન્ડિયા ઈઝ ઇન્દીરા’ એવું વિધાન કરીને તમામ ચાપલુસોમાં આજે પણ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.* યુપીએ સરકારની પહેલી ટર્મ વખતે સોનિયાજીને વડાપ્રધાન બનાવવા માટે એક નેતાજીએ હાથમાં પિસ્તોલ લઈ આત્મહત્યાનો તમાશો કરેલો એ પણ બહુ મનોરંજક હતો. હજુ થોડા વર્ષ પહેલાં એક મહાશયે તો પોતાની રાજ્યપાલ તરીકે નિમણૂક થયા પછી આ પરિવારની શાનમાં પોતાની વફાદારીના કસીદા પઢેલા! જમાઇરાજાને લઈને પક્ષમાં વફાદારી દેખાડવાની જે હોડ લાગી છે એ ઓછી મનોરંજક અને વધારે બેહૂદી લાગે છે. દેશના કાનૂન મંત્રી એમ કહે કે સોનિયાજી માટે જીવ આપવા પણ તૈયાર છું, એનાથી બેહૂદી બીજી વાત કઈ હોઈ શકે? આના જેવીજ બીજી એક અત્યંત બેહૂદગી ભરેલી હરકત કોંગ્રેસના પ્રવક્તા મોહન પ્રકાશે, *😟બિહારની ચૂંટણી વખતે રાહુલની સરખામણી લોકનાયક જયપ્રકાશ નારાયણ સાથે કરવાની કરેલી. શેરીના નાકે રહેલા ધૂળના ઢગલાની કોઇ હિમાલય સાથે સરખામણી કરે એના જેટલીજ આ વાત વાહિયાત છે એટલે એની તો કોઇ ચર્ચા જ ના હોય,* પણ એ હિમાલય સમાન પ્રચંડ વ્યક્તિત્વ *લોકનાયક જયપ્રકાશ નારાયણની આજે આ લખાય છે ત્યારે પુણ્ય તિથિ છે અને ત્રણજ દિવસ પછી ૧૧મી ઓક્ટોબરે જન્મદિન છે તો એમના મહાસાગર સમાન સાર્વજનિક જીવનમાંથી બે-ચાર બુંદનું આચમન કરવાની કોશિશ કરીએ.*

*આજથી ૧૧૫ વર્ષ પહેલાં બિહારમાં જન્મેલા જયપ્રકાશ પોતાની યુવાનીના દિવસોમાં કટ્ટર માર્ક્સવાદી હતા અને દેશની આઝાદી માટે શસ્ત્રો ઉઠાવવાનું જરૂરી સમજતા હતા. સુભાષબાબુની જેમજ દેશમાંથી ભાગી જઈને નેપાળમાં 🎯’આઝાદ દસ્તા’🎯ની સ્થાપના કરેલી પણ ઇતિહાસને બીજું જ કાંઈક મંજૂર હતું એટલે અંગ્રેજો ના હાથે પકડાઈ ગયા જેલમાં એમના પર અસહ્ય અત્યાચાર કરવામાં આવ્યા પણ એ અત્યાચાર જે.પી.ના મનોબળને તોડી ન શક્યા.* પછી ગાંધી અને નહેરુના સંપર્કમાં આવતાં એમની વિચારધારા બદલાઇ અને અહિંસા તરફ ઢળ્યા. 
🇮🇳👉૧૯૪૭માં દેશ આઝાદ થયો અને જયપ્રકાશજીને પણ સરકારમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું, પણ કોઇ જુદીજ માટીના બનેલા *આ મહામાનવે દેશના પ્રથમ ગૃહમંત્રી થવાની ઓફર પણ ઠુકરાવી દીધી!*
*🎯🔘🔰૧૯૫૪માં વિનોબાજીના સર્વોદય કાર્યક્રમ માટે જીવન સમર્પિત કરી દેવાની જાહેરાત કરી અને બિહારમાં સર્વોદય અને ભૂદાનમાં લાગી ગયા. એ દરમ્યાન ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં ડાકુઓની સમશ્યા બહુ ઉગ્ર હતી, જયપ્રકાશજી એ વિનોબા સાથે મળીને ડાકુઓના આત્મસમર્પણ માટેના પ્રયત્નો કર્યા, પરિણામસ્વરૂપ માસ્ટર માધોસિંહ અને મોહરસિંહ જેવા ખૂંખાર ડાકુઓએ જે.પી.ના ચરણોમાં પોતાનાં હથિયાર નાખી દીધેલાં.👏👏*

💠👁‍🗨🎯👉 એ પછી ધીમે ધીમે જે.પી.નું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું અને આ દરમ્યાન એમનાં પત્ની પ્રભાવતી દેવીનું પણ અવસાન થયું, પણ કથળેલું સ્વાસ્થ્ય જે.પી.ના જુસ્સાને કથળાવી શક્યું નહીં. પછી આવ્યો *💠🎯👉અલ્હાબાદ હાઇકોર્ટનો એ માઇલસ્ટોન ચુકાદો જેમાં ઈન્દીરા ગાંધીએ ચૂંટાવા માટે ઘાલમેલ કરી હોવાનું પુરવાર થયું અને ૨૫મી જૂન ૧૯૭૪ ની એ કલંકિત તારીખ જે દિવસે દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી ને દેશના તમામ મોટા નેતાઓની માફક અત્યંત કથળેલા સ્વાસ્થ્ય વાળા જયપ્રકાશજીને પણ જેલમાં પૂરી દેવામાં આવ્યા. (વિધિની વક્રતા એ છે કે જેમના સર્વોદય આંદોલન માટે જે.પી.એ જીવન સમર્પિત કરી દીધેલું એ એક સમયના સાથી વિનોબાએ આ કટોકટીને ’અનુશાસન પર્વ’ કહીને ઇન્દીરાની ચાપલૂસી કરી!)* સ્વાભાવિક રીતે જ જેલમાં એમનું સ્વાસ્થ્ય વધારે બગડ્યું અને સાત મહિના પછી જ્યારે બહાર આવ્યા ત્યારે એમની બન્ને કીડની લગભગ રજા લઈ લેવાની તૈયારીમાં હતી, પણ જુસ્સો હજુ અકબંધ હતો! 
*🗣🗣🔘બિહારમાં ભ્રષ્ટાચાર અને બેરોજગારી સામે છાત્રો દ્વારા આંદોલનની ચિંગારી સળગી ઊઠી હતી અને પાંચ જૂન ૧૯૭૫ના રોજ પટણાના એ મેદાનમાં જ્યારે જે.પી.ના મોઢેથી પહેલીવાર 💠’સંપૂર્ણ ક્રાંતિ’💠💠 શબ્દો ઉચ્ચારાયા ત્યારે સામે પાંચ લાખનો માનવ મહેરામણ ઘૂઘવતો હતો! (👉લાલુપ્રસાદ યાદવ અને રામવિલાસ પાસવાન જેવા લોકો એ આ સંપૂર્ણ ક્રાંતિ આંદોલનની સાઈડ ઈફેક્ટ છે!) જે.પી.એ એ પાંચ લાખની મેદની પાસેથી આંદોલન અહિંસક રહેવાનું વચન લીધું અને જનતાએ જે.પી. ને ⭕️✅લોક નાયક⭕️✅⭕️ નો ખિતાબ આપ્યો.* 

*👌👏👌👏જે.પી.ના માર્ગદર્શન હેઠળ પહેલી વાર ગુજરાતમાં જનતા મોરચાની બિનકોંગ્રેસી સરકાર સત્તામાં આવી.*

👍👏👍👏સ્વાસ્થ્ય વધારેને વધારે બગડવામાં હતું છતાં દેશ પ્રત્યેની ફરજ ક્યાં આરામ કરવાની છૂટ આપે એમ હતી? *🙌🙌૧૯૭૭માં ચૂંટણી જાહેર થઈ અને કહીં પે નિગાહેં કહીં પે નિશાના જેવા પક્ષોને ભેગા કરીને જનતા પાર્ટી નામનો શંભુ મેળો બનાવ્યો અને એને સત્તા પણ અપાવી, પણ સત્તામાં આવતાં જ કોઇ સમાન સિદ્ધાંત કે સમાન વિચારધારા વિનાના એ શંભુમેળામાં સત્તા માટેની ખેંચતાણ શરૂ થઈ ગઈ જે જે.પી. માટે આ દેશના ભવિષ્ય માટે થઈને જોયેલ એક સ્વપ્ન ને તૂટતાં જોવા બરાબર હતું. જે વ્યક્તિ સત્તાથી હમેશાં દૂર ભાગતી રહી એના માટે સત્તાની આ બિભત્સ ખેંચતાણ જોવાનું અસહ્ય હતું. શરીરની સાથે હવે કદાચ મન પણ તૂટી ગયું હતું. બન્ને કિડની સંપૂર્ણ રીતે કામ કરતી બંધ થઈ ચૂકી હતી. જસલોકમાં ડાયાલિસીસ પર ટકેલ જીંદગી છેવટે 💐૮ ઓક્ટોબર ૧૯૭૯ના રોજ હારી ગઈ! ભારતના આ અમર સપૂતે, બીજા લોકોની સેવામાં આખું જીવન સમર્પિત કરીને પોતાનાં સ્વપ્નોના વેરવિખેર અવશેષો સાથે સંસારમાંથી વિદાય લીધી.💐👏🙏*

*💠🎯👉જયપ્રકાશની વિદાય પછી સત્તા માટે થઈને જે.પી.ના સ્વપ્નની અને આ દેશની જનતાના ભવિષ્યની હત્યા કરનારા ત્યારના વડાપ્રધાન ચૌધરી ચરણસિંગે દેશમાં સાત દિવસના રાષ્ટ્રિય શોકની જાહેરાત કરી અને છેક ૧૯૯૮માં એમને ભારતરત્નથી નવાજવામાં આવ્યા.* 
😏😶😐આ બધું પુર આવ્યા પછીના ડહાપણ જેવું હતું અને ત્યાં સુધીમાં ભારતરત્ન એવા એવા લલ્લુ-પંજુઓ દલાતરવાડીની જેમ પોતાની ઝોળીમાં નાખી ચૂક્યા હતા કે જનતાની નજરમાં જયપ્રકાશજીના વિરાટ વ્યક્તિત્વની સામે ભારતરત્નનું કોઇ મૂલ્ય રહ્યું નહોતું!

*🤖👾🤖રાહુલ તો ઠીક છે પણ આજના કોઇ પણ નેતાને જે.પી.ની સાથે સરખાવવાની વાત તો દૂર પણ એમના દેશપ્રેમ અને ત્યાગના પ્રમાણમાં વ્હેંતીયા જ નહીં પણ અંગૂઠિયાં કહેવા એ પણ લોકનાયકનું હડહડતું અપમાન છે!*

*🙏🎯🙏મિત્રો આજનું પત્રકારત્વ અને ત્યારના પત્રકારત્વમાં મૂળભૂત રીતે ખાસ કોઇ અંતર દેખાતું નથી. આજનું પત્રકારત્વ બિકાઉ છે તો ત્યારનું ડરપોક હતું એ પીઢ કોંગ્રેસીનેતા વિદ્યાચરણ શુક્લના એક સ્ટેટ્સમેન્ટ પરથી ખ્યાલ આવે છે. ત્યારે કટોકટીના સમયમાં જે રીતે દેશના મોટા મોટા પત્રકારો અને સંપાદકો ઈન્દીરાના નિવાસે જઈને એના નેતૃત્વનાં વખાણ કરતા હતા એ જોઈને કટોકટી પછી વિદ્યાચરણ શુક્લએ એક પત્રકાર પરિષદમાં પત્રકારોને સંબોધતાં કહેલું, ”અમે તો તમને માત્ર થોડા ઝૂકવાનું જ કહેલું, પણ તમે લોકો તો પગમાં આળોટવા માંડ્યા હતા!*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)*


🚼🚼🚼🚼🚼જયપ્રકાશ નારાયણનું એનકાઉન્ટર?

જો તમે કોઈને આત્મ હત્યા માટે મજબુર કરો તો તમે ખૂનીને સમકક્ષ ગુનેગાર ગણાવ. અને તમારી ઉપર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. જયપ્રકાશ નારાયણને જ્યારે પકડવામાં આવ્યા ત્યારે તેઓનો ઉપચાર ચાલતો હતો. તેમની કીડની ફેઈલ થઈ ન હતી પણ તેનો ઉપચાર ચાલુ હતો અને ડોક્ટરની દવા ચાલતી હતી. તેમના ખોરાકમાં મીઠું નાખવાની મનાઈ હતી. જયપ્રકાશ નારાયણની ધરપકડ કર્યા પછી તેમના મેડીકલ રીપોર્ટની અવગણના કરવામાં આવી હતી. તેમને આપવામાં આવતા ખોરાક બાબતમાં કોઈ સાવચેતી લેવાઈ ન હતી. જેલવાસ દરમ્યાન તેમની ચિકિત્સામાં ગુનાઈત બેદરકારી દાખવવામાં આવી હતી. જયપ્રકાશ નારાયણ મોટા ગજાના નેતા હતા. તેઓને જવાહરલાલ નહેરુ સમકક્ષ માનવામાં આવતા હતા.

ઈન્દીરા ગાંધીની ફરજ હતી કે તે પોતે અથવા તો કોઈ સક્ષમ નેતા કે અધિકારીને જયપ્રકાશ નારાયણના સ્વાસ્થ્ય બાબત તકેદારી રાખવાનું કહે અને પોતાને માહિતગાર રાખ્યા કરે. પણ એવી શંકા અસ્થાને નથી કે ઈન્દીરા ગાંધીની સરકારે અને ઈન્દીરા ગાંધીએ પોતે જયપ્રકાશ નારાયણને મોતના મુખમાં ધકેલ્યા હતા.

ખાસ વાત એ પણ છે કે જ્યારે જયપ્રકાશ નારાયણ મોતની નજીક આવી ગયા ત્યારે કોંગીના એક નેતાના હૃદયમાં રામ આવ્યો, અને તેણે વિનોબા ભાવે ને એક પત્ર લખ્યો કે તેઓ ઈન્દીરા ગાંધી ને કહે કે જયપ્રકાશ નારાયણને જેલમુક્ત કરે, કારણ કે તેમનું સ્વાસ્થ્ય અત્યંત નાજુક તબક્કામાં છે.

આ પત્ર વાંચીને વિનોબ્વા ભાવેએ “જયપ્રકાશ નારાયણને મુક્ત કરે” તે શબ્દો નીચે લીટી દોરી, અને તે જ પત્ર તેમણે, ઈન્દીરા ગાંધીને મોકલી આપ્યો.

કહેવાય છે કે આ પત્ર વાંચીને ઈન્દીરા ગાંધીએ તે કોંગી નેતાને પદચ્યુત કર્યા. પણ સમય જતાં ઈન્દીરા ગાંધીને લાગ્યું કે હવે જયપ્રકાશ નારાયણ બચે તેમ નથી. ત્યારે તેમણે સમાચાર માધ્યમોમાં એવા સમાચાર વહેતા મુક્યા કે એક નેતાની તબીયત ગંભીર છે. પણ સરકાર રાષ્ટ્રીય માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરશે. જોકે જનતાને ભાગ લેવા દેવામાં આવશે નહીં.

જેમજેમ સમય જતો ગયો તેમ તેમ બાજી બગડતી ગઈ. ઈન્દીરા ગાંધી ઉપર જયપ્રકાશ નારાયણને મુક્ત કરવા માટે આંતરિક દબાણ વધવા માંડ્યું હશે. જેલમાં જ જો જયપ્રકાશ નારાયણ ગુજરી જાય તો ઈન્દીરા ગાંધી ફસાઈ જાય તેમ બને તેમ હતું. તત્કાલ નહીં તો ભવિષ્યમાં આ વાત શક્ય હતી. કારણકે કોઈ જેલમાં મરી જાય તો સરકાર વાંકમાં આવે ને આવે જ. જય પ્રકાશ નારાયણ લગભગ બેભાન અવસ્થામાં પહોંચી ગયા હતા. ઈન્દીરા ગાંધીના મળતીયાઓએ તેમની પેરોલ પર છોડવાની અરજી બનાવી અને તેની ઉપર હસ્તાક્ષર લઈ લીધા. ઈન્દિરા ગાંધીએ જાહેર કર્યું કે જયપ્રકાશ નારાયણના પેરોલ મંજુર કરવામાં આવ્યા છે.

આ અર્ધબેભાન જયપ્રકાશ નારાયણનની તેમના એક અંગત ડોક્ટરે ચિકિત્સા શરુ કરી. તેમની બંને કીડનીઓ જેલના ખોરાકને કારણે સંપૂર્ણ ફેઈલ થઈ ગઈ હતી. જયપ્રકાશ નારાયણને ડાયાલીસીસ પર રાખવામાં આવ્યા. તેમને શરુઆતમાં દર અઠવાડીયે એકવાર ડાયાઈસીસ કરવું પડતું હતું. જયપ્રકાશ નારાયણ સંપૂર્ણ ભાનમાં આવી ગયા.

ઈન્દીરા ગાંધીને ગુનેગાર એટલા માટે પણ ઠેરવી શકાય કે જે ઉપચાર જેલની બહાર કરવામાં આવ્યો તે ઉપચાર તેઓ બંદીવાન હતા તે વખતે કેમ ન કરી શકાયો?

જો જય પ્રકાશ નારાયણના સ્વાસ્થ્યના મેડીકલ પેપર તેમને જેલમાં પુર્યા તે વખતે જ તપાસવામાં આવ્યા હોત, અને અથવા તેમના શરીરનું ચેક-અપ જેલવાસ દરમ્યાન તરત જ કરવામાં આવ્યું હોત અને જો, જે ચિકિત્સા ચાલતી હતી તે ચાલુ રાખવામાં આવી હોત, અથવા તો ચેક-અપ રીપોર્ટ પ્રમાણે જરુરી ચિકિત્સા કરવામાં આવી હોત તો જયપ્રકાશ નારાયણની બંને કિડનીઓ બચાવી શકાઈ હોત.

આ એક ઈન્દીરા ગાંધીએ કરેલું બનાવટી એનકાઉન્ટર જ કહેવાય.

નરેન્દ્ર મોદીની સરકારે શાહ કમીશનના અહેવાલને પુનર્જિવિત કરવો જોઇએ. જેઓ જીવિત છે તેમને ગિરફ્તાર કરી તેમને જેલ ભેગા કરવા જોઇએ. જ્યાં સુધી તેમની સામેની કાયદેસરની કાર્યવાહીનો અંતીમ ન્યાયાલય સુધી નિકાલ ન આવે ત્યાં સુધી તેમને જેલમાં જ રાખવા જોઇએ.

નરેન્દ્ર મોદીએ સમજવું જોઇએ કે આ નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ ક્ષમાને પાત્ર નથી. તેમને અગર ક્ષમા આપવામાં આવે તો પણ તે કાયદેસર નથી. જો નરેન્દ્ર મોદી, કાયદાના રાજમાં માનતા હોય તો આ સૌ ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ.

નરેન્દ્ર મોદીએ સમજવું જોઇએ કે દેશને અત્યારે કૌટીલ્યની જરુર છે જે દેશને પાયમાલ કરનારને માફી બક્ષે નહીં. જો પૃથ્વીરાજ ચૌહાણે મહમ્મદ ઘોરીને માફી ન આપી હોત તો ભારતનો ઈતિહાસ જુદો હોત.

યાદ કરો. પર્વતરાજ (પોરસ) જેણે સિકંદરને તોબા પોકરાવીને સંધિમાટે ફરજ પાડેલ અને તેને ભારતમાં ઘુસતા રોકેલ, તે પોરસ રાજાનો અનુગામી તેનો ભત્રીજો જ્યારે સેલ્યુકસ નીકેતર સાથે ભળી ગયો ત્યારે કૌટીલ્યએ પોરસની શરમ રાખ્યા વગર તેના ભત્રીજાને હાથીના પગ નીચે ચગદાવી માર્યો હતો.

નહેરુવીયન કોંગ્રેસ ભારતદેશનું કલંક છે. તેનો નાશ કર્યે જ છૂટકો છે. સ્વતંત્રતા અપાવનાર કોંગ્રેસ અને નહેરુવીયન કોંગ્રેસ વચ્ચે કોઈ સંબંધ નથી.

સ્વતંત્રતાની લડત ચલાવનાર કોંગ્રેસ, સાદગી, ત્યાગ, નીતિમત્તા અને દેશદાઝનું બીજું નામ હતી.

આ નહેરુવીયન કોંગ્રેસ, નીતિમત્તાહીન, સત્તાલોલુપ, સ્વકેન્દ્રી, કૌભાન્ડી, ઠગાઈ આચરનાર, દુરાચારી, દારુ, હિંસા અને ગદ્દારીનું પ્રતિક છે. આ નહેરુવીયન કોંગ્રેસના મોતને ભારતીય જનતાએ સૌથીમોટા તહેવાર તરીકે ઉજવવો પડશે.

શિરીષ મોહનલાલ દવે ટેગ્ઝઃ ૨૫મી જુન, કટોકટી, ઈન્દીરાઈ, આતંકવાદ, સરકારી, કટોકટી, ધરપકડ, કુદરતી અધિકાર, માનવીય અધિકાર, બંધારણીય અધિકાર, વાણી સ્વાતંત્ર્ય, જયપ્રકાશ નારાયણ, કીડની, ચિકિત્સા, ડાયાલીસીસ, એનકાઉન્ટર

No comments:

Post a Comment