Friday, October 11, 2019

સુરેશ દલાલ --- Suresh Dalal

🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃
*🐾🐾🐾સુરેશ દલાલ🐾🐾🐾*
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

🎯👉જન્મ👉૧૧ ઓક્ટોબર, ૧૯૩૨
થાણા, મહારાષ્ટ્ર
🎯મૃત્યુ👉૧૦ ઓગસ્ટ, ૨૦૧૨
મુંબઇ

*🔰👉સુરેશ પુરુષોત્તમદાસ દલાલ ગુજરાતી ભાષાના કવિ, નિબંધકાર, બાળસાહિત્યકાર અને સંપાદક હતા.*

*🎯👉૧૯૮૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે ૨૦૦૫નો સાહિત્ય અકાદમી એવોર્ડ તેમના કાવ્યસંગ્રહ અખંડ ઝાલર વાગે માટે મેળવ્યો હતો.*


*🎯👉તેમનો જન્મ ૧૧ ઓક્ટોબર, ૧૯૩૨ના રોજ થાણામાં થયો હતો. ૧૯૪૯ માં મેટ્રિક પાસ કર્યા બાદ તેમણે ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ. (બેચલર ઓફ આર્ટસ) અને ૧૯૫૫માં એમ.એ. (માસ્ટર ઓફ આર્ટસ) પુર્ણ કર્યુ હતુ. ૧૯૫૬માં મુંબઈની કે. સી. સાયન્સ કૉલેજમાં તેમણે ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે ફરજ બજવી હતી. ત્યારબાદ તેમણે ૧૯૬૯માં પી.એચ.ડી. ની ઉપાધી પણ પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ.આર.કૉલેજ ઑફ કૉમર્સમાં, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે. જે. સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી અદ્યપર્યત એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.*

ઉપરાંત તેઓ કવિતા માસિકના સંપાદક પણ રહી ચુક્યા છે.

૧૦ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું.

*📕📒કાવ્યસંગ્રહો📘📗*
એકાન્ત (૧૯૬૬)
તારીખનું ઘ (૧૯૭)
અસ્તિત્વ (૧૯૭૩)
નામ લખી દઉં (૧૯૭૫)
હસ્તાક્ષર (૧૯૭૭)
સિમ્ફની (૧૯૭૭)
રોમાંચ (૧૯૭૮)
સાતત્ય (૧૯૭૮)
પિરામિડ (૧૯૭૯)
રિયાઝ (૧૯૭૯)
વિસંગતિ (૧૯૮૦)
સ્કાઈસ્ક્રેપર (૧૯૮૦)
ઘરઝુરાપો (૧૯૮૦)
એક અનામી નદી (૧૯૮૨)
ઘટના (૧૯૮૪)
રાધા શોધે મોરપિચ્છ (૧૯૮૪)
કોઈ રસ્તાની ધારે ધારે (૧૯૮૫)
પવનના અશ્વ (૧૯૮૭)
એમાંનાં કેટલાંક નોંધપાત્ર ગીતો એ એમનું મહત્વનું પ્રદાન છે. આ સંગ્રહોની રચનાઓને કાવ્યસૃષ્ટિ (૧૯૮૬) નામક સંકલનગ્રંથમાં સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે.

*બાળકાવ્ય સંગ્રહ*
ઈટ્ટાકિટ્ટા (૧૯૬૧)
ધીંગામસ્તી (૧૯૬૩)
અલકચલાણું (૧૯૬૪)
ટિગાટોળી (૧૯૯૭)
છાકમ છલ્લો (૧૯૭૭)
બિન્દાસ (૧૯૮૦)
વાર્તાસંગ્રહ ફેરફાર કરો
પિનકુશન (૧૯૭૮)
એમણે કેટલીક બાળવાર્તાઓ પણ આપી છે.

*નિબંધસંગ્રહો*
મારી બારીએથી -ભા.-૨ (૧૯૭૫)
સમી સાંજના શમિયાણામાં (૧૯૮૧)
ભૂરા આકાશની આશા (૧૯૮૨)
મોજાને ચીંધવા સહેલાં નથી (૧૯૮૪)
અમને તડકો આપો (૧૯૮૭)
વિવેચન ગ્રંથ ફેરફાર કરો
અપેક્ષા (૧૯૫૮)
પ્રક્રિયા (૧૯૮૧)
સમાગમ (૧૯૮૨)
ઈમ્પ્રેશન્સ (૧૯૮૪)
કવિપરિચય (૧૯૮૬)
કવિતાની બારીએથી (૧૯૮૭)
સંપાદનગ્રંથો ફેરફાર કરો
કાન્ત વિષયક ઉપહાર (૧૯૫૭)
ઉમાશંકર વિષયક કવિનો શબ્દ (૧૯૫૮)
સુન્દરમ્ વિષયક તપોવન (૧૯૫૯)
વેણીભાઈ પુરોહિત અને બાલમુકુન્દ દવે વિષયક સહવાસ (૧૯૭૫)
જયંત પાઠક વિષયક વગડાનો શ્વાસ (૧૯૭૮)
મકરંદ દવે વિષયક અમલપિયાલી (૧૯૮૦)

*અનુવાદો*

નેથેનિયલ હૉર્થોનની નવલકથાનું ભાષાંતર ચાંદનીની લૂં (૧૯૬૭)
મરાઠી કવિતા (૧૯૭૭)
ત્રિરાત (૧૯૮૫)

આ ઉપરાંત મુલાકાત-આધારિત તેમ જ બાળકિશોર સાહિત્યનાં અન્ય પ્રકીર્ણ પુસ્તકો પણ એમણે આપ્યાં છે

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

No comments:

Post a Comment