Wednesday, November 27, 2019

બકુલ ત્રિપાઠી --- Bacul Tripathi

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 27 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*“તો આમ મારું ભૂલકણાપણું એ મારા બત્રીસ લક્ષણોમાંનું એક, એ હું કબૂલ કરું છું.” – બત્રીસલક્ષણા બકુલ ત્રિપાઠી*

📚📚📚📚📚📚📖📖📚📚📖
*♻️♻️♻️બકુલ ત્રિપાઠી♻️♻️♻️*
👁‍🗨💠💠👁‍🗨👁‍🗨💠💠👁‍🗨👁‍🗨💠💠
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*ત્રિપાઠી બકુલ પદ્મમણિશંકર (૨૭-૧૧-૧૯૨૮) : હાસ્યનિબંધકાર, નાટકકાર.*

📘 જન્મ નડિયાદમાં. ૧૯૪૪ માં મેટ્રિક. ૧૯૪૮માં બી.કૉમ. ૧૯૫૨માં એમ.કૉમ. ૧૯૫૩માં એલએલ.બી. ૧૯૫૩થી આજ દિન સુધી એચ. એલ. કૉલેજ ઑફ કૉમર્સમાં વાણિજ્યના અધ્યાપક. ૧૯૮૩થી ‘ગુજરાત સમાચાર’ની આંતરરાષ્ટ્રીય આવૃત્તિના પરામર્શક તંત્રી. ૧૯૫૧માં કુમારચન્દ્રક. 

📗મનુષ્યની અને મનુષ્યના સમાજની આંતરબાહ્ય વિસંગતિઓને અને એની નિર્બળતાઓને આછા કટાક્ષ અને ઝાઝા વિનોદથી ઝડપતી આ લેખકની મર્મદ્રષ્ટિ હાસ્યનિબંધના હળવા સ્વરૂપને ગંભીરપણે પ્રયોજે છે; અને ક્યારેક લલિતનિબંધનો એને એક સંસ્કાર પણ આપે છે. હાસ્યમાધ્યમ પરત્વે સભાન હોવાથી પ્રયોગો પરત્વેની જાગૃતિ પણ જોઈ શકાય છે.
📒📒 
રચનાઓ

📁📕હાસ્યલેખો, નિબંધ, નાટક, કવિતા ; ગુજરાત સમાચાર ( દૈનિક) માં લોકપ્રિય 📕કટારો – સોમવારની સવારે અને કક્કો અને બારાખડી
મુખ્ય રચનાઓ

📘📘હાસ્ય લેખો – સચરાચરમાં, વૈકુંઠ નથી જાવું, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, બત્રીસલક્ષણા બકુલ ત્રિપાઠી, બકુલ ત્રિપાઠીનું બારમું ( પુસ્તક સ્તો , તમે કંઇ બીજું ધારી લીધું?! ) ; નાટક – લીલા, પરણું તો એને જ પરણું; સંપાદન – જયંતિ દલાલનાં એકાંકી, જ્યોતીન્દ્રના હાસ્યલેખો ; બાળસાહિત્ય – Fantasia – ‘અદ્ ભૂત’ નું રૂપાંતર

📚📚📚📚સન્માન

રણજિતરામ સુવર્ણચંદ્રક, કુમાર ચંદ્રક, જ્યોતીન્દ્ર દવે પારિતોષિક, ગુજરાત સરકારના પુરસ્કારો

📒આથી જ ‘સચરાચરમાં’ (૧૯૫૫)માં વિષય અને વસ્તુના વૈવિધ્ય સાથે તાજગી છે. ‘સોમવારની સવારે’ (૧૯૬૬)માં લેખકની વર્તમાન પ્રસંગો પરત્વેની પ્રતિક્રિયા અને સામાજિક સભાનતા ભળેલી છે. ડાયરી, પત્રો, સંવાદો જેવા વિવિધ તરીકાઓનો આશ્રય પણ અહીં લેવાયો છે. 
📕📘‘વૈકુંઠ નથી જાવું’ (૧૯૮૩) નામના એમના લલિતનિબંધોના સંગ્રહમાં અંગતતા અને હળવાશનું વિશિષ્ટ સંવેદન રચાયું છે. ‘હોળી’ કે ‘વૈકુંઠ નથી જાવું’ જેવા નિબંધો નોંધપાત્ર છે. 
📕📗‘દ્રોણાચાર્યનું સિંહાસન !’ (૧૯૮૫)માં શિક્ષણજગતના એમના સંચિત અનુભવો મૃદુ હાસ્યથી તીવ્ર કટાક્ષ દ્વારા નિબઁધિકાઓના સ્વરૂપમાં મુકાયા છે; તો ‘ગોવિન્દે માંડી ગોઠડી’ (૧૯૮૭)ના અનુભવપુષ્ટ અને સમભાવયુક્ત હળવા હાસ્યમાં સંવાદિતા અને પ્રફુલ્લિતતાનો સૂર પ્રવેશેલો છે. 

📒📕એમણે ‘લીલા’ (૧૯૭૪) નામે ત્રિઅંકી નાટક લખ્યું છે, જેમાં ગુજરાતની લોકનાટ્યશૈલીનો વિનિયોગ એમને અનેક ‘વેશો’ રચવા તરફ લઈ ગયો છે. એના પચાસેક નાટ્યપ્રયોગો થઈ ચૂકયા છે.

*📕📗વૈકુંઠ નથી જાવું (૧૯૮૩) :* બકુલ ત્રિપાઠીનો લલિતનિબંધોનો સંગ્રહ. વસ્તુની પાછળ રહેલા કોઈ વૈચિત્ર્યને પારખવું, એ વૈચિત્ર્યને હળવી શૈલીમાં ઉપસાવવું અને એ હળવાશમાંથી પછી કોઈ અંગત સંવેદનની ગોપિત ભૂમિમાં ભાવકને ખેંચી જવો એ આ નિબંધોની લાક્ષણિકતા છે. અહીં જીવનની વિવિધ સ્થિતિઓમાંથી પ્રગટતો નરવો આનંદ છે. સામાજિક સભ્યતાને ચાતરતા મુક્ત નિર્દોષ આચરણ દ્વારા, નવા જીવનમાં સ્મૃતિશેષ બનતી કેટલીક ભૂતકાલીન ઘટનાઓની સ્મૃતિ દ્વારા અને મધ્યમવર્ગીય જીવનમાં જોવા મળતી-કંટાળો આપે એવી કેટલીક રોજિંદી ઘટનાઓ પરત્વેની અવળી દ્રષ્ટિ દ્વારા આ આનંદ પ્રગટ્યો છે. નિર્દેશતા અને બૌદ્ધિક ચબરાકી અહીં હાસ્યની વિશિષ્ટતા છે.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

💠⭕️👇💠⭕️👇💠⭕️👇💠⭕️
બકુલ ત્રિપાઠી – એક હતો રેઇનકોટ
💠👇🔘💠👇🔘💠👇🔘💠👇
એક હતો રેઇનકોટ
ને આપણે બે !
પછી એક ટીપું પછી સહેજ ઝરમર
પછી મન મૂકી
વરસી પડ્યો મેહ.

તું જ ઓઢને !
‘તારે જ ઓઢવો પડશે’ એવો
હુકમ કીધો આ જહાંપનાહે ને
બદતમીજીની હદ આવી ગઇ.
‘હું નહીં તમે જ ઓઢો’ એવી
હઠ લીધી તે નૂરજહાંએ.

હું નહીં હું નહીં કરતાં આપણે
કેટલું નાહ્યાં ! કેટલું નાહ્યાં !
યાદ છે તને ?

સારું થયું ને ? કે…..
બે હતાં આપણે
ને રેઇનકોટ એક !

– બકુલ ત્રિપાઠી
〰〰〰〰〰〰〰〰〰〰〰

No comments:

Post a Comment