🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 15 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
👁🗨💠🔰👁🗨💠🔰👁🗨💠🔰👁🗨💠
*🔘🔘બીરસા મુંડા જન્મ જયંતી🔘*
👁🗨💠🔰👁🗨💠🔰👁🗨💠🔰👁🗨🔰
આદિવાસીઓના મસીહા એવા રાજા બીરસા મુંડાની જન્મ જયંતી
*🎯👉સુગના મૂંડા અને કરમી હાતૂના પુત્ર વિરસા મુંડાનો જન્મ નવેમ્બર ૧૫, ૧૮૭૫ના દિને ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાતૂ ગામમાં થયો હતો. સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પુરું કર્યા પછી તેઓ ચાઇબાસા ઇંગ્લીશ મિડલ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા. એમનું મન હમેશાં પોતાના સમાજની બ્રિટિશ શાસકો દ્વારા કરવામાં આવેલી બુરી દશા માટે વિચારતું રહેતું હતું. એમણે મુંડા લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે જાતે નેતૃત્વ પ્રદાન કર્યું. ૧૮૯૪ના વર્ષમાં નિષ્ફળ ચોમાસાના કારણે છોટાનાગપુરમાં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો હતો. વિરસાએ મન લગાવી પોતાના સમાજના લોકોની સેવા કરી.*
*🎯💠👉ઓક્ટોબર ૧, ૧૮૯૪ના દિને નવયુવાન નેતાના રુપમાં બધા મુંડાઓને એકત્ર કરી એમણે અંગ્રેજો સામે લગાન માફ કરાવવા માટે આંદોલન કર્યું. ૧૮૯૫ના વર્ષમાં એમને ગિરફતાર કરી, હજારીબાગ નગરના કેન્દ્રીય કારાગારમાં બે સાલની કેદની સજા ભોગવવા રાખ્યા. પરંતુ વિરસા અને એમના શિષ્યોએ દુષ્કાળપીડિત જનતાની સહાય કરવાનું પૂરા મનથી નક્કી કરી લીધું હતું અને આ કાર્ય કરીને તેમણે પોતાના જીવનકાળ દરમિયાન જ એક મહાપુરુષનો દરજ્જો મેળવ્યો. વિરસાને તેમના વિસ્તારના લોકો 🎯"ધરતી બાબા"🎯 નામથી સંબોધન કરતા તેમ જ પૂજતા પણ હતા. એમના પ્રભાવની વૃધ્ધિ થતાં આખા વિસ્તારના મુંડા આદિવાસીઓમાં સંગઠિત થવાની ચેતના જાગી.*
🎯👉૧૮૯૭ના વર્ષથી ૧૯૦૦ના વર્ષ દરમિયાન મુંડા અને અંગ્રેજ સિપાઇઓ વચ્ચે લડાઇ થતી રહી, અને વિરસા તથા એમના શિષ્યોએ અંગ્રેજોના નાકમાં દમ કરી રાખ્યો હતો. ઓગસ્ટ ૧૮૯૭ના સમયમાં વિરસા અને એના ચારસો સાથીઓએ તીર કામઠાં વડે સજ્જ થઇ ખૂંટી થાણા પર હુમલો કર્યો. ૧૮૯૮ના વર્ષમાં તાંગા નદીના કિનારે મુંડાઓની લડાઇ અંગ્રેજ સેના સાથે થઇ, જેમાં પહેલાં તો અંગ્રેજ સેના હારી ગઇ પરંતુ ત્યારબાદ એના બદલે એમના વિસ્તારના ઘણા આદિવાસી નેતાઓની ધરપકડ થઇ. જાન્યુઆરી ૧૯૦૦ ડોમવાડી ના ડુંગરોમાં એક વધુ સંઘર્ષ થયો, જેમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ અને બાળકો માર્યા ગયા. એ વખતે આ જગ્યા પર વિરસા પોતાના લોકોની સભાને સંબોધન કરી રહ્યા હતા. ત્યારબાદ વિરસાના કેટલાક શિષ્યોની ધરપકડ પણ થઇ હતી. અંતે વિરસાએ જાતે ફેબ્રુઆરી ૩, ૧૯૦૦ના દિને ચક્રધરપુરમાં જાતે ધરપકડ વહોરી લીધી.
*👉💠વિરસા મુંડાએ જૂન ૯ ૧૯૦૦ના દિવસે રહસ્યમય રીતે રાંચી ખાતે કારાગારમાં અંતિમ શ્વાસ લીધા. આજે પણ બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આદિવાસી વિસ્તારોમાં વિરસા મુંડાને ભગવાનની જેમ જ પૂજવામાં આવે છે. આ ઉપરાંત ભારત દેશના લશ્કરની એક પાંખ ભુમિદળની એક મહત્વની રેજિમેન્ટ બિહાર રેજિમેન્ટના સૈનિકોના નારા(war cry) તરીકે પ્રથમ જય બજરંગબલી અને ત્યારપછી વિરસા મુંડા કી જય એમ નાદ કરવામાં આવે છે. વિરસા મુંડાની સ્મૃતિમાં ભારત દેશના ટપાલ ખાતા તરફથી પણ નવેમ્બર ૧૫, ૧૯૮૮ના દિને ૬૦ પૈસા મૂલ્ય ધરાવતી, ૩.૫૫ સે.મી. લંબાઇ તેમ જ ૨.૫ સે.મી. પહોળાઇ ધરાવતી ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી.*
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
⭕️💠⭕️⭕️⭕️💠💠⭕️⭕️
ગુજરાતના ‘બિરસા મુંડા’
👁🗨♻️👁🗨♻️👁🗨♻️👁🗨♻️👁🗨
વર્ષ1900માં હાલના ઝારખંડ અને વખતના બિહારમાં બ્રિટિશરાજ સામે આંદોલનનું નેતૃત્વ કરનાર બિરસા મુંડાની શહીદીને આજે પણ યાદ કરવામાં આવે છે. જોકે બિરસા મુંડા કરતાં પહેલાં એટલે કે વર્ષ 1868માં પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં જોરિયા પરમેશ્વર નામના આદિવાસી સુધારકે બ્રિટિશર્સ સામે આંદોલન છેડીને વહોરેલી શહીદીને પ્રમાણમાં ઓછી યાદ કરવામાં આવે છે.
જોરિયા પરમેશ્વર તથા રૂપસિંહ નાયક સહિતના આદિવાસી નેતાઓને 1868માં બરાબર આજના દિવસે ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા હતા. જોરિયા પરમેશ્વર તથા રૂપસિંહ નાયકનું આંદોલન ખરેખર થયું હતું કે નહીં તેને લઈને અનેક મતમતાંતરો હતા, પણ ગુજરાત યુનિવર્સિટીના ઈતિહાસના અધ્યાપક અરુણ વાઘેલાએ આંદોલનની હકીકતો બહાર લાવવા ઝીણવટપૂર્વકનું સંશોધન કર્યું છે. નાયક આદિવાસીઓના આઝાદીના જંગ વિશે અરુણ વાઘેલાના પુસ્તક ‘વિસરાયેલા શહીદો’માં પ્રથમ વખત શહીદીની ગાથા વર્ણવાઈ છે. યોગાનુયોગ બિરસા મુંડા અને જોરિયા પરમેશ્વરની લડતમાં ઘણી સામ્યતા છે.
બિરસા મુંડાની જેમ જોરિયા પરમેશ્વર પણ પોતાને ઇશ્વરનો સંદેશાવાહક માનતો હતો અને તે નાયક આદિવાસીઓને સદાચારી જીવનનો ઉપદેશ આપતો હતો. પ્રો. અરુણ વાઘેલાએ કરેલા સંશોધન મુજબ 1857ના વિપ્લમાં અંગ્રેજો સામે લડનારા નાયક આદિવાસીઓ પર બાદમાં હથિયારબંધી લાદીને તેમનાં તીરકામઠાં આંચકી લેવાયાં હતાં. ઉપરાંત વેઠપ્રથા અને 1864માં લાગુ કરાયેલો જંગલરક્ષણ કાયદો નાયક આદિવાસીઓને પરાધીન બનાવી દેતો હતો. જોરિયા પરમેશ્વર, રૂપસિંહ નાયકને પરાધીનતામાંથી મુક્તિ માટે નાયકરાજ સ્થાપવું તે એકમાત્ર ઉપાય જણાયો. માટે તેમણે તીરકામઠાં, દેશી બંદૂકો સહિતનાં હથિયારોથી સજ્જ આદિવાસીઓનું સૈન્ય તૈયાર કરીને બ્રિટિશર્સ તથા તેમની સાથે ભળેલા દેશી રજવાડા સામે 1868ના ફેબ્રુઆરીથી હિંસક હુમલા શરૂ કર્યા હતા.
અંતે એપ્રિલ 1868માં બ્રિટિશર્સે ગાયકવાડ તથા અન્ય રજવાડાની મદદથી 1100 સૈનિકો સાથે જોરિયા પરમેશ્વરના વતન વડેક પર હુમલો કર્યો હતો. અંતે નાયકાઓ હાર્યા અને 16 એપ્રિલ, 1868ના રોજ જોરિયા પરમેશ્વર, રૂપસિંહ સહિતના પાંચને ફાંસી આપવામાં આવી. 2012માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાંબુઘોડાના વડેકમાં આવેલી પ્રાથમિક શાળાઓને જોરિયા પરમેશ્વર અને રૂપસિંહ નાયકનું નામ આપ્યું હતું.
અરુણ વાઘેલા
ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપક અરુણ વાઘેલાએ બ્રિટિશકાળ તથા દેશી રજવાડાં વખતના મહારાષ્ટ્ર આર્કાઇવ્ઝમાં સચવાયેલા મૂળ દસ્તાવેજો, નાયક આદિવાસીઓનાં લોકગીતો, સ્થાનિક લોકો પાસેથી મેળવેલી વિગતો સહિતનાં સ્રોતમાંથી નાયક આદિવાસીઓના જંગની હકીકતો મેળવી હતી.
એપ્રિલ, 1868માં જોરિયા પરમેશ્વર તથા રૂપસિંહ સહિતના આદિવાસી નેતાઓને ફાંસી અપાયા બાદ નાયક આદિવાસીઓ ફરી માથું ઊંચકે નહીં માટે આંદોલનમાં સામેલ એક-એક આદિવાસીને શોધી શોધીને મારવામાં આવ્યા હતા. માટે બ્રિટિશ સરકારે દેશી રજવાડાંનો સાથ લઈને ‘ઢૂંઢમારો’ નામે અભિયાન શરૂ કર્યું હતું, જેના ભાગરૂપે સંખ્યાબંધ નાયક આદિવાસીઓનો સફાયો કરાયો હતો. અભિયાનના કારણે મોટી સંખ્યામાં આદિવાસીઓને ડુંગરાળ વિસ્તારોમાં સ્થળાંતર કરવું પડ્યું હતું. અભિયાનની વરવી અસરના કારણે આજે પણ નાયક આદિવાસી સમુદાય મુખ્ય પ્રવાહથી વેગળો રહ્યો છે.
કેવી રીતે બહાર આવી હકીકતો?
આંદોલન પછી લોહિયાળ ‘ઢૂંઢમારો’
કોણ હતા રૂપસિંહ નાયક અને જોરિયો પરમેશ્વર?
1868માં બ્રિટિશર્સ સામેના આંદોલનનું નેતૃત્વ કરનારા જોરિયા પરમેશ્વર જાંબુઘોડા નજીક આવેલા વડેક ગામનો વતની હતા. 1867ની આસપાસ તેમણે ધાર્મિક માણસ તરીકે જીવવાનું શરૂ કર્યું. ઘોડા પર પ્રવાસ કરતા જોરિયા પરમેશ્વરે બાદમાં નાયક આદિવાસીઓમાં સુધારાની પ્રવૃત્તિ કરી હતી અને ચોરી-લૂંટફાટથી દૂર રહેવાનો અને સદાચારી જીવન જીવનનો ઉપદેશ આપ્યો હતો. રૂપસિંહ નાયક આદિવાસી જાગીરદાર હતો. તેની પોતાની જમીનો અને વિપુલ પ્રમાણમાં પશુઓ હતા. તે જોરિયા પરમેશ્વરનો શિષ્ય બન્યો હતો. બ્રિટિશર્સના દમન સામે જોરિયા પરમેશ્વર અને રૂપસિંહે સાથે મળીને લડાઈનું નેતૃત્વ કર્યું હતું.
148 વર્ષ પહેલાં આજે 5 આદિવાસીને બ્રિટિશર્સે ફાંસી આપી હતી

No comments:
Post a Comment