Friday, November 15, 2019

ગિજુભાઈ ભગવાનજી બધેકા -- Gizubhai Bhagwanji Barhka

♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰
📚📚ગિજુભાઈ ભગવાનજી બધેકા📚
🎯✅🎯✅🎯✅🎯✅📌✅🎯✅
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

આજના દિવસે ગિજુભાઈ બધેકાનુ એક ઉત્તમ વાક્ય..👇👇
✍“જેઓ ચોપડી જ વાંચીને જ્ઞાન લેવાની મુરાદ રાખે છે, તેઓ મહેતાજી થશે અને જેઓ બાળકને વાંચીને જ્ઞાન મેળવશે તેઓ કેળવણીકાર થશે. બાળક માત્ર કેળવણીકાર માટે સમર્થ, અદ્વિતીય અને મહાન ગ્રંથ છે.” – ગિજુભાઈ બધેકા

👶બાળકોની મૂછાળી મા, વિનોદી, બાળકોના બેલી
🗳1928 – બીજા મોન્ટેસરી સમ્મેલનના પ્રમુખ
🚩તેઓ "મૂછાળી મા" ના હૂલામણાં નામથી જાણીતા હતા.
🗳૧૯૨૩માં તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી. 
🗳૧૯૨૦ના દાયકામાં તેમણે બાલ મંદિર ની સ્થાપના કરી હતી. 

📌✂️૧૯૨૦ના દાયકામાં ગિજુભાઈએ બાલ મંદિરની સ્થાપના કરી. પછીથી, નાનાભાઈ ભટ્ટ , હરભાઈ ત્રિવેદી અને ગિજુભાઈએ ભાવનગરમાં
શ્રી દક્ષિણામૂર્તિ વિનય મંદિર શાળાની સ્થાપના કરી હતી.

📌📚તેમનો જન્મ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના
ચિત્તળ ગામમાં થયો હતો. તેમનું જન્મનું નામ ગિરજાશંકર હતું. તેમનો ઉછેર ભાવનગરમાં થયો હતો. ૧૯૦૭માં તેઓ ધંધાર્થે પૂર્વ આફિક્રા અને પછી મુંબઈ ગયા હતા. ૨૩ જૂન ૧૯૩૯ના રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું.

(૧૫-૧૧-૧૮૮૫, ૨૩-૬-૧૯૩૯): બાળસાહિત્યકાર. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ૧૯૦૫માં મેટ્રિક. પ્રિવિયસનું વર્ષ પૂરું કરી મુંબઈની વેપારી પેઢીમાં જોડાયા. ૧૯૦૭માં આફ્રિકાગમન. ૧૯૦૯માં આફ્રિકાથી પાછા ફરીને ૧૯૧૦માં મુંબઈમાં વકીલાતનો અભ્યાસ. ૧૯૧૩થી ૧૯૧૬ સુધી વઢવાણ-કેમ્પમાં ડિસ્ટ્રિક્ટ હાઈકૉર્ટ પ્લીડર. ૧૯૧૬માં કેળવણી તરફના આકર્ષણથી ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં શિક્ષક. ૧૯૧૮માં વિનયમંદિરના આચાર્ય.
✅👉✅👉 મોન્ટેસોરી પદ્ધતિએ બાળશિક્ષણવિકાસના ભગીરથ પ્રયત્નો. 

🏆૧૯૨૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક. 👉૧૯૩૬માં દક્ષિણામૂર્તિભવનમાંથી નિવૃત્ત. 
💐પક્ષઘાતથી મુંબઈની હરકીશનદાસ હૉસ્પિટલમાં અવસાન.

👦🏻👶👧🏻ગુજરાતીમાં બાળસાહિત્ય વિશેની સમજનો અને બાળશિક્ષણની વ્યવસ્થિત પદ્ધતિનો પાયો નાખનાર આ લેખકે બાળકોના રસને પોષે, એમના કુતૂહલને ઉત્તેજે, એમની કલ્પનાને જાગૃત કરે, એમના વ્યક્તિત્વઘડતરનો અંશ બને એવું માહિતીપ્રદ છતાં આનંદપ્રદ સાહિત્ય કવિતા – વાર્તા – નાટક જેવા વિવિધ પ્રકારોમાં વિપુલપણે પ્રગટાવ્યું છે. આસપાસના જીવનમાંથી મળી આવતી સામગ્રીને સરલ અને આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી બાળસાહિત્યની એક નવી દિશા ઉઘાડી આપી છે.👶👦🏻👧🏻

👉શિક્ષણના વ્યવસાયમાં પડતાં પહેલાં ડિસ્ટ્રીક્ટ હાઇકોર્ટમાં વકીલ
👉કેળવણીકાર. બાળ-કેળવણીના પ્રણેતા.
👉ગુજરાતમાં બાળ-શિક્ષણનો પાયો નાખ્યો.
👉શિક્ષકો અને વાલીઓને ઉપયોગી પુસ્તકો લખ્યાં.
👉બાળકો માટે લોક-વાર્તાઓને બાળભોગ્ય સ્વરૂપ આપ્યું.
👉સરળ અને સુબોધ શૈલીમાં પુસ્તકો લખ્યાં.

🎯📚શિક્ષણ 🚩🚩– વાર્તાનું શાસ્ત્ર, માબાપ થવું આકરૂં છે, સ્વતંત્ર બાલશિક્ષણ, મોન્ટેસરી પધ્ધતિ, અક્ષરજ્ઞાન યોજના, માબાપ થવું આકરું છે, બાલ ક્રીડાંગણો, શિક્ષક હો તો, ઘરમાં બાળકે શું કરવું

👶👶બાળસાહિત્ય📚📙 – ઈસપનાં પાત્રો, કિશોર સાહિત્ય ( 1-6) , બાલ સાહિત્ય માળા( 25 ગુચ્છો) , બાલ સાહિત્ય વાટિકા ( 28 પુસ્તિકા) , જંગલ સમ્રાટ ટારઝનની અદ્ ભૂત કથાઓ ( 1-10) , બાલ સાહિત્ય માળા ( 80 પુસ્તકો)

📌📍ચિતન – પ્રાસંગિક મનન, શાંત પળોમાં

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
ગિજુભાઈ બધેકાએ આમ તો બહુ બધી વાર્તાઓ લખી છે પરંતુ આજે હુ યુવરાજસિંહ જાડેજા એને શ્રધ્ધાંજલી આપતા મારા બાળપણની એક પ્રિય વાર્તા જે એને લખેલી છે..

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🐧🐦🐧ચકી –ચકાની વાર્ત🐤🐦🐤

એહ હતી ચકીને🐤 એક હતો ચકો .🐦 ચકી લાવી ચોખાનો દાણોને ચકો લાવ્યો દાળનો દાણો.

🐤 ચકલીએ તો એની ખીચડી રાંધી , ચૂલે ખીચડી મૂકીને ચકલીબાઈ પાણી ભરવા ગઈ. ચકલાને એ કહેતી ગઈ : “ જરા ખીચડી સંભાળજો , દાઝી ન જાય . “

🐦 ચકલો કહે : “ઠીક”

🐤 ચકલી ગઈ એટ્લે ચકલાભાઈ તો કાચીપાકી ખીચડી ખાઈ ગયા .

🐤 ચકલીને ખબર ન પડે એટ્લે ચકાભાઈ તો આંખે પાટા બાંધીને સૂતા .

ત્યાં તો ચકલીબાઈ પાણી ભરીને આવ્યાં , ચકલાએ તો અંદરથી બારણાં વાસી દીધાં હતાં .

🐤 ચકી : “ચકારાણા , ચકારાણા ! જરા બરણાં ઉઘાડો .”

🐦 ચકો કહે : “ મારી તો આંખો દુખે છે તે હું તો પાટો બાંધીને સૂતો છું . તમે હાથ નાખીને

ઉઘાડો .”

🐤 ચકી કહે : “ પણ આબેડું કોણ ઉતારશે ? “

🐦 ચકો કહે : “ કટૂરિયો ફોડી નાખો ને કુલડી ઉતારી ઘરમાં આવો .”

🐤 ચકીએ તો કટૂરિયો ફોડી નાખ્યો ને કુલડી ઉતારી ઘરમાં ગઈ . જ્યાં રાંધણિયામાં જઈને ખીચડી સંભાળવા જાય ત્યાં તો તપેલીમાં ખીચડી ન મળે !

🐤 ચકી કહે : “ ચકારાણા , ચકારાણા ! આ ખીચડી કોણ ખાઈ ગયું ? “

🐦 ચકો કહે : “ અમને તો કાંઈ ખબર નથી . રાજાનો કૂતરો આવ્યો હતો તે ખાઈ ગયો હશે . “

🐤 ચકલી તો રાજા પાસે ફરિયાદે ગઈ . જઈને કહે : “ રાજાજી ,રાજાજી ! તમારો કાળિયો કૂતરો મારી ખીચડી કેમ ખાઈ ગયો ?

🐶 કૂતરો કહે : “ બોલાવો કાળિયા કૂતરાને . ચકલીની ખીચડી કેમ ખાઈ ગયો ?

🐶 કૂતરો કહે : “ મેં ચકલીની ખીચડી ખાધી નથી. ચકાએ ખાધી હશે ને ખોટું બોલતો હશે.”

👑 રાજા કહે : “ બોલાવો ચકાને .”

🐦 ચકો આવ્યો ને કહે : “ મેં ખીચડી નથી ખાધી .કૂતરાએ ખાધી હશે .”

👑 રાજા કહે : “એલા , સિપાઈ ક્યાં છે ? આ ચકલાનું અને કૂતરાનું બેઉનું પેટ ચીરો , એટલે જેણે ખીચડી ખાધી હશે એના પેટમાંથી નીકળશે .”

🐶 કૂતરો કહે : “ ભલે , ચીરો મારું પેટ ; ખાધી હશે તો નીકળશે ના ? “

🐦 પણ ચકલો બીનો . ખીચડી તો એણે જ ખાધી હતી . એ તો ધ્રુજવા માંડ્યો અને બોલ્યો : “ ભાઈ-શા’બ ! ખીચડી તો મેં ખાધી છે . એક ગુનો માફ કરો.

👑 રાજા તો ખિજાયો એટલે એણે ચકલાને કૂવામાં નંખાવ્યો .

🐤 ચકલી તો કૂવા ઉપર બેઠી બેઠી રોવા માંડી . ત્યાં એક ગાયોનો ગોવાળ નીકળ્યો .

“ એ ભાઈ ગાયોનો ગોવાળ .

ભાઈ ! ગાયોના ગોવાળ !

મારા ચકારાણાને કાઢો તો

તને ખીર ને પોળી ખવરાવું . “

👳 ગાતોના ગોવાળ કહે : “બાપુ ! હું કાંઈ નવરો નથી તે તારા ચકલાને કાઢું . હું તો મારે આ ચાલ્યો .”

👳 એમ કહીને ગાયોનો ગોવાળ તો ચાલ્યો ગયો . ચકલી તો કોઈ નીકળે એની રાહ જોતી બેઠી .

ત્યાં ત્યાંથી ભેંશોનો ગોવાળ નીકળ્યો .

“ એ ભાઈ ભેંશોના ગોવાળ .

ભાઈ ! ભેંશોના ગોવાળ !

મારા ચકારાણાને કાઢો તો

તને ખીર ને પોળી ખવરાવું ‘

🐃 👳 ભેંશોના ગોવાળ કહે : “ હું ક્યાં નવરો છું તે તારા ચકારાણાને કાઢું ? “

એમ કહીને ભેંશોનો ગોવાળ પણ ચાલ્યો ગયો .

🐤 ચકી તો વળી કોઈની વાટ જોતી બેઠી . ત્યાં બકરાંનો ગોવાળ નીકળ્યો . ચકલી બકરાંના ગોવાળને કહે :



“ એ ભાઈ બકરાંના ગોવાળ.

ભાઈ ! બકરાંના ગોવાળ !

મારા ચકારાણાને કાઢો તો

તને ખીર ને પોળી ખવરાવું .”

🐩🐐 બકરાંનો ગોવાળ કહે : “ હું કાંઈ નવરો નથી તે તારા ચકાને કાઢું . હું તો મારે આ ચાલ્યો .”

👳 એમ કહીને બકરાંનો ગોવાળ પણ ત્યાંથી ચાલ્યો ગયો .

🐤 ચકલી તો બેઠી . ત્યાં સાંઢિયાની ગોવાળણ નીકળી . ચકલી કહે બ:

“ એ ભાઈ સાંઢિયાની ગોવાળણ .

ભાઈ ! સાંઢીયાની ગોવાળણ !

મારા ચકારાણા ને કાઢો તો

તને ખીર ને પોળી ખવરાવું .”

🐫🐫 સાઢિંયાની ગોવાળણને ચકલીની દયા આવી એટલે એણે ચકલાને કૂવામાંથી કાઢ્યો .

🐤 ચકલી કહે : “ ચાલો બહેન ! હવે ઘેર જઈને ખીર ને પોળી ખવરાવું

ગોવાળણ તો ઘેર આવી.

🐤 ચકલીએ તો ખીર ને પોળી ખંતથી કર્યા . પણ ચકલો લુચ્ચો હતો . એણે તો એક લોઢી તપાવીને લાલચોળ કરી . ને જમવાનો વખત થયો એટલે ચકાએ લાલચોળ લોઢી ઢાળીને કહ્યું : “લ્યો ગોવાળણબાઈ ! આ સોનાના પાટલે બેસો .”

👳‍♀ ગોવાળણ તો સોનાને પાટલે બેસવા ગઈ ત્યાં તો વાંસે દાઝી ! બિચારી બોલતી બોલતી ભાગી:

“ ખીર ન ખાધી હું તો દાઝી!

ખીર ન ખાધી , હું તો દાઝી ! ”

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 15 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
👁‍🗨💬👁‍🗨💬👁‍🗨💬👁‍🗨💬👁‍🗨💬👁‍🗨
➰➰➰ગિજુભાઈ બધેકા➰➰➰
👁‍🗨💬👁‍🗨💬👁‍🗨💬👁‍🗨💬👁‍🗨💬👁‍🗨

*🗳ઉપનામ*
બાળકોની મૂછાળી મા, વિનોદી, બાળકોના બેલી

*મૂળ નામ : નાનકો*

*🔰જન્મ🔰*

નવેમ્બર 15, 1885 : ચિત્તળ (અમરેલી)
કુટુમ્બ

માતા – કાશીબા, પિતા– ભગવાનજી
પત્ની – ? ; સંતાનો – ?
અવસાન

23 – જૂન , 1939

*🔰અભ્યાસ*

પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં.
૧૯૦૫ – મૅટ્રિક.
વ્યવસાય

૧૯૧૩ થી ૧૯૧૬ – વઢવાણ-કૅમ્પમાં ડિસ્ટ્રીક્ટ હાઈકોર્ટ પ્લીડર
૧૯૧૬ – કેળવણી તરફના આકર્ષણથી ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં શિક્ષક
૧૯૧૮ – વિનયમંદિરના આચાર્ય
૧૯૩૬ – દક્ષિણા મૂર્તિ-ભવનમાંથી નિવૃત્ત

*🔰જીવન ઝરમર*

👉શિક્ષણના વ્યવસાયમાં પડતાં પહેલાં ડિસ્ટ્રીક્ટ હાઇકોર્ટમાં વકીલ
👉કેળવણીકાર. બાળ-કેળવણીના પ્રણેતા.
👉ગુજરાતમાં બાળ-શિક્ષણનો પાયો નાખ્યો.
👉શિક્ષકો અને વાલીઓને ઉપયોગી પુસ્તકો લખ્યાં.
👉બાળકો માટે લોક-વાર્તાઓને બાળભોગ્ય સ્વરૂપ આપ્યું.
👉સરળ અને સુબોધ શૈલીમાં પુસ્તકો લખ્યાં.
👉પક્ષઘાતથી મુંબઈની હરકીશનદાસ હૉસ્પિટલમાં અવસાન

*📕📗📗મુખ્ય રચનાઓ📕📘📘*

*શિક્ષણ* – વાર્તાનું શાસ્ત્ર, માબાપ થવું આકરૂં છે, સ્વતંત્ર બાલશિક્ષણ, મોન્ટેસરી પધ્ધતિ, અક્ષરજ્ઞાન યોજના, માબાપ થવું આકરું છે, બાલ ક્રીડાંગણો, શિક્ષક હો તો, ઘરમાં બાળકે શું કરવું

*બાળસાહિત્ય*– ઈસપનાં પાત્રો, કિશોર સાહિત્ય ( 1-6) , બાલ સાહિત્ય માળા( 25 ગુચ્છો) , બાલ સાહિત્ય વાટિકા ( 28 પુસ્તિકા) , જંગલ સમ્રાટ ટારઝનની અદ્ ભૂત કથાઓ ( 1-10) , બાલ સાહિત્ય માળા ( 80 પુસ્તકો)

*ચિતન* – પ્રાસંગિક મનન, શાંત પળોમાં

*🏆🏆🏆સન્માન🏆🏆🏆*

1928 – બીજા મોન્ટેસરી સમ્મેલનના પ્રમુખ
1930 – બાળસાહિત્ય માટે રણજિતરામ સુવર્ણચંદ્રક

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*📖📍મેડમ મોન્ટેસોરીનો પ્રભાવ📍*

👌👏👌👏👌ગિજુભાઈના શિક્ષણવિચારો પર મેડમ મોન્ટેસોરીનો પ્રભાવ સ્પષ્ટ દેખાઈ આવે છે. તેમના વિચારોથી જ ગિજુભાઈનું જીવન બદલાયું હતું. તેમણે મોન્ટેસોરીના બાળ કેળવણી વિષયક સિદ્ધાંતોને સ્વીકાર્યા હતા. પણ ગુજરાત કે ભારતનાં બાલમંદિરો ઈટાલી કે અમેરિકાનાં બાલમંદિરો ન બની જાય તેની પૂરેપૂરી તકેદારી રાખી હતી. સિદ્ધાંતને સ્વીકારી સરળ સાધનો દ્વારા ભારતીય ચિત્ત અને માનસ મુજબનાં બાલમંદિરો નિર્માણ કર્યાં હતાં.

*શૈક્ષણિક વિચારો*

*🏁🏴🚩શાળા એક પ્રયોગ-શાળા છે.*

👌👏👌👏તેમણે શાળા કે બાલમંદિરને બાલવિકાસને અવલોકવા માટેની પ્રયોગભૂમિ ગણાવી. તેમણે જણાવ્યું કે શિક્ષકે વૈજ્ઞાનિકની જેમ બાળકોનાં વર્તનનું અવલોકન કરી તેમની આંતરિક શક્તિઓ ખીલવી શ્રેષ્ઠ માનસના ઘડતરની પ્રક્રિયા કરવાની છે. જેમ વનસ્પતિશાસ્ત્રી, પ્રાણીશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, સૂક્ષ્મદર્શનયંત્રો વડે નિરંતર થતા ફેરફારોનો અભ્યાસ કરે તેમ જ શિક્ષકે પણ માનસશાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે. આવાં અવલોકનોની ભૂમિ એટલે જ શાળા જે શિક્ષણનું કારખાનું નહીં, પણ પ્રયોગશાળા બનવી જોઈએ.

*📕📚📖📚🎌શિક્ષકનું સ્થાન*

👌👏👌👏👌👏“આજનો શિક્ષક જ્ઞાન ભરવાની ઝંખનામાંથી મુક્ત થાય, ઊંચે બેસણેથી અધિકારીની જેમ શિક્ષણના ઘમંડમાંથી છૂટી જઈ શિક્ષક વિદ્યાર્થી પાસે પદ્ધતિનો અભ્યાસ કરવા બેસી જાય. વિદ્યાર્થીને શિક્ષા, ઇનામ કે ગોખણપટ્ટીમાંથી મુક્ત કરે; પોતાના જ્ઞાનના પ્રકાશથી બાળકને આંજી દેવાને બદલે કે અંધ કરવાને બદલે સ્વયંશિક્ષણના માર્ગે સ્વતઃ વિચરતાં બાળકની પાછળ-પાછળ જઈ પોતે નવું જ્ઞાન સંપાદન કરે.” આ કથનથી ગિજુભાઈએ શિક્ષકની કલ્પના જ બદલી નાખી.

ગિજુભાઈએ શિક્ષકને વૈજ્ઞાનિક કહ્યો છે, કારણ કે બાળકોને ભણાવવાનાં નથી પણ અવલોકવાનાં છે. સ્વતંત્ર વાતાવરણમાં વિવિધ પ્રવૃત્તિઓ કરતાં બાળકને અવલોકવું, તેનાં રસ અને યોગ્યતા જાણવાની છે. રાષ્ટ્રની વર્તમાન સમસ્યાઓ ધર્મ, જ્ઞાતિના વાડામાંથી બહાર લાવી સમરસતા કેળવવા બાળકને પ્રોત્સાહિત કરવાનું કામ શિક્ષકનું છે.

*🎌📍🚩બાળકના સ્વતંત્ર વ્યક્તિત્વનો સ્વીકાર*

ગિજુભાઈના શિક્ષણ ચિંતનમાં બાળક કેન્દ્રમાં છે. બાળકના સ્વતંત્ર વ્યક્તિત્વનો એમણે સ્વીકાર કર્યો છે. બાળકના ગમા-અણગમાનાં કારણો હોય છે. શિક્ષકે આ કારણો શોધી કાઢવાનાં છે. પ્રત્યેક બાળકને પોતાની વિશેષ શક્તિઓ અને લાગણીઓ હોય છે. બાળકની દરેક પ્રવૃત્તિ તેના ભવિષ્ય માટેનો સંદેશો આપે છે. શિક્ષકે આ સંદેશો ઝીલવાનો હોય છે. બાળક પ્રવૃત્તિમય રહે છે. એ પ્રવૃત્તિનો ઉગમ અંદરથી હોય છે. ઉગમનું મૂળ અંતરાત્માની ભૂખ છે. ભૂખને સંતોષવા તે પ્રવૃત્તિશીલ બને છે અને પ્રવૃત્તિ કરતાં-કરતાં જ શીખે છે. કોઈ બીજો માણસ કોઈને શીખવી નથી શકતો.

*📝📘📚📖શિક્ષણનો હેતુ વિકાસ*

ગિજુભાઈ માનતા હતા કે બાળકને અભ્યાસક્ર્મ અને સમયપત્રકની બેડીમાંથી મુક્ત કરવો જોઈએ. પરીક્ષા પણ ન જોઈએ. કેળવણીનો હેતુ ફક્ત ઉપયોગી અને વફાદાર નાગરિકબનાવવાનો, પગભર મનુષ્ય બનાવવાનો કે બીજા પર વિજય મેળવે એવો માનવી બનાવવાનો ન હોવો જોઈએ. આ બધાંથી પર કેળવણીનો હેતુ “જીવન વિકાસ” અને જીવન વિકાસ એટલે વ્યક્તિત્વ વિકાસની પરાકાષ્ઠામાં સમષ્ટિ વિકાસની સાહજિકતા હોવી જોઈએ.

તેમના મતે “વિકાસ એટલે જીવાત્માનો અનાદિ અવિરત પ્રયત્ન. આ પ્રયત્નને કે કંઈ સહાયક છે તે સ્વીકાર્ય અને અન્ય ત્યાજ્ય છે.”

વિકાસનો પાયો અનુભવ છે. શિક્ષણનું કાર્ય આ આવિષ્કરણને પોષવાનું છે. એના માર્ગમાં આવતાં વિઘ્નોને દૂર કરી જીવાત્માને જીવન ઉદ્દેશ સિદ્ધ કરવા અનુકૂળતા કરી આપવાનો છે.

*👧🏻👦🏻👶👧🏻બાળક સ્વયંવિકાસ કરવા સમર્થ છે*

બાળક બીજમાં છે. તે અહર્નિશ વધવાને મથે છે; પોતાની મેળે પોતાનો ખોરાક નક્કી કરીને કેટલો અને કેવી રીતે લેવો તે સમજે છે; પોતાની મેળે જ સમયપત્રક ગોઠવી લે છે. તેને સ્વતંત્રતા ગમે છે. બાળક તુલના, સામ્ય, વિરોધ, ક્રમ, વર્ગીકરણ, નિર્ણય વગેરે સ્વતંત્ર ક્રિયાઓ કરતાં-કરતાં જાતે જ શીખી લે છે. અને શીખવાની ઝડપ બુદ્ધિ અને સંકલ્પબળ પર આધાર રાખે છે. બાળકનું મન ખૂબ જ સ્થિર હોય છે, ભટકતું રહે છે. સ્વતંત્ર પ્રવૃત્તિમાં તેનું મન એકાગ્ર બને છે. શિક્ષકે બાળવર્તનમાં રસ દાખવી તેની પાછળનાં કારણો જાણી તેને યોગ્ય દિશામાં વાળવાનું કામ વૈજ્ઞાનિકની જેમ કરવું જોઈએ.

*સ્વાવલંબનના સંસ્કાર મહત્વપૂર્ણ છે*

ગિજુભાઈના શિક્ષણચિંતનમાં સ્વાવલંબનનું ઘણું જ મહત્વ છે. વિકાસની પ્રક્રિયાના ભાગરૂપે બાળક ઘણાં બધાં કામો જાતે કરવા પ્રયત્નો કરે છે. પણ વડીલો તેને અટકાવી, પોતે કરી આપી તેને પરાવલંબી બનાવી દે છે. સ્વાવલંબનનો પાયો ઘરમાં છે. શિક્ષણનું પહેલું કામ બાળકને સ્વાવલંબી બનાવવાનું છે. શાળાનું વાતાવરણ આ સંસ્કાર માટે ખૂબ મહત્વપૂર્ણ છે. શાળામાં નાનાં-નાનાં કામો જાતે કરે. વ્યવસ્થાઓ જાળવવામાં સહાયક બને તે ખૂબ જરૂરી છે. પોતાનું કામ પોતાની જાતે કરવામાં ગૌરવ અનુભવે એ સંસ્કાર નાનપણથી જ દ્રઢ થવો જોઈએ.

*👇👇પ્રકૃતિના સંસર્ગ દ્વારા શિક્ષણ*

ગિજુભાઈએ પ્રકૃતિના સંસર્ગ પર ખૂબ ભાર મૂક્યો છે. પ્રકૃતિ જ શિક્ષણનો સૌથી મોટો સ્ત્રોત છે. પ્રકૃતિથી મળતા શિક્ષણમાં નીતિ શિક્ષણ આપોઆપ જ મળે છે. પ્રકૃતિપ્રેમ જ માનવપ્રેમમાં પરિણમે છે. બાગકામ અને પ્રાણીપ્રેમ બાળકમાં નૈતિક વિકાસનાં બીજ રોપે છે. પ્રકૃતિ જ્યારે શિક્ષક બને છે ત્યારે ધર્મ અને આધ્યાત્મિક કરતાં પણ ઊંચી કક્ષાનું જ્ઞાન બાળક સ્વયં મેળવી લે છે.

*👇👇ઇન્દ્રિય અનુભવ દ્વારા શિક્ષણ*

ગિજુભાઈએ ઇન્દ્રિય કેળવણી પર ખૂબ ભાર મૂક્યો છે. તેમના મતે ઇન્દ્રિયો જ્ઞાનનાં દ્વાર છે. તેમના વડે બહારના જગતનું જ્ઞાન અંદર જાય છે અને અંદર રહેલી શક્તિઓ બહાર આવે છે. તેથી ઇન્દ્રિયો તીક્ષ્ણ, સતેજ, બળવાન અને પૂર્ણ વિકસિત હોવી જોઈએ. ઇન્દ્રિયોનું પ્રત્યક્ષીકરણ માત્ર ઉપલક ખ્યાલ જ છે. સંપર્કજન્ય અનુભવોથી આનંદ મળે તે જરૂરી છે અને આનંદ મળે ત્યારે જ અનુભવ થયો કહેવાય. તેને જ ઇન્દ્રિય-સંસ્કારિતા પણ કહેવાય છે. તેમના મતે ઇન્દ્રિય કેળવણીનો ઉદ્દેશ ઇન્દ્રિયગમ્ય પદાર્થોના સંસર્ગમાં આવવાથી બાળકને થતાં અનુભવ, લાગણી કે ધક્કાને ઉચ્ચતમ, સૂક્ષ્મતમ અને શિષ્ટતમ બનાવવાનો છે.

*👇👇પ્રવાસ-પર્યટનને મહત્વનું સ્થાન*

ગિજુભાઈ શિક્ષણમાં પ્રવાસ-પર્યટનને વિશેષ મહત્વ આપતા. તેમના મતે નાનાં બાળકોને પ્રકૃતિદર્શન, નદીકિનારે પર્વત, ટેકરી, જંગલો વગેરે સ્થળે ફરવા લઈ જવા જોઈએ. આ ઉપરાંત કેટલાક વિશેષ અનુભવો મેળવવા માટે પણ પ્રવાસ મહત્વના હોય છે. સ્વયં અનુશાસન તેમ જ એકરૂપતાનો ભાવ પર્યટન દ્વારા જાગ્રત થાય છે.

આમ ગિજુભાઈએ બાળકેળવણીની ફકીરી ધારણ કરી હતી. દક્ષિણામૂર્તિના બાળમંદિરમાં અનેક પ્રયોગો કર્યા. શિક્ષકોને તૈયાર કરવા અધ્યાપન મંદિરો શરૂ કર્યાં. ત્યાં શિક્ષકોને નવી દ્રષ્ટિ આપી. શિક્ષકવર્ગની નવી પ્રતિષ્ઠા જમાવવાનો સફળ પ્રયાસ કર્યો. સાચા અર્થમાં શિક્ષણ માટે શહીદી વહોરી.

*📚📘📚📘શિક્ષણ સાહિત્ય👇👇*

*🔰🔰🔰શ્રી ગિજુભાઈએ બાળકો અને વાલીઓને ઉપયોગી થાય તેવું ઘણું સાહિત્ય રચ્યું છે તેમાંથી કેળવણી વિષયક પણ ઘણું સાહિત્ય રચ્યું.*

– સ્વતંત્ર બાલશિક્ષણ

– નવા આચારો

– બાળકોની અપૂર્ણતાઓ અને તેના ઉપાયો

– મોન્ટેસોરી પદ્ધતિ

– દિવાસ્વપ્ન

– વાર્તાનું શાસ્ત્ર ખંડ ૧-૨

– બાલશિક્ષણ મને સમજાયું તેમ

– પ્રાથમિક શાળામાં ભાષાશિક્ષણ

– મા-બાપ થવું આકરું છે

– શિક્ષક હો તો

– મા-બાપના પ્રશ્નો

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

“જેઓ ચોપડી જ વાંચીને જ્ઞાન લેવાની મુરાદ રાખે છે, તેઓ મહેતાજી થશે અને જેઓ બાળકને વાંચીને જ્ઞાન મેળવશે તેઓ કેળવણીકાર થશે. બાળક માત્ર કેળવણીકાર માટે સમર્થ, અદ્વિતીય અને મહાન ગ્રંથ છે.” – ગિજુભાઈ બધેકા

No comments:

Post a Comment