Tuesday, November 19, 2019

દારા સિંહ રંધાવા --- Dara Singh Randhawa

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
રૂશ્તમ-એ-પંજાબ અને રૂશ્તમ-એ-હિંદ જેવા ખિતાબો મેળવી ચૂકનાર દારા સિંહ રંધાવા
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉1928માં અમ્રિતસરમાં જન્મ્યા હતાં.

✏️👉દારા સિંહ પહેલા એવા અભિનેતા-પહેલવાન હતા,જેમણે સ્થાનિક ફાઈટ્સના ચાહકોને કુસ્તી બતાવી હતી.વિશ્વભરમાં પ્રસિદ્ધ રેસસિંગ ભારતમાં દેસી વર્ઝન કુસ્તી તરીકે પહેલેથી જ લોકપ્રિય હતી.

👉તેમણે બાળપણમાં જ કુસ્તીબાજી શીખવાની શરૂઆત કરી દીધી હતી. તેમણે સ્થાનિક કુશ્તીઓ જીત્યા બાદ રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તરે પણ દેશનું નામ રોશન કર્યું હતું. 
👊તેણે કુસ્તીના દિગ્ગજ ઓરિએન્ટલ ચેમ્પિયન કિંગ કોંગ અને જ્યોર્જ ગોર્ડિએન્કો સાથે પણ સ્પર્ધા કરી છે. 
👊🎖🏆લગભગ 500 કરતા વધારે કુશ્તીઓ લડી ચૂકેલા દારા સિંહ 1959ના કોમનવેલ્થ ચેમ્પિયન રહી ચૂક્યા છે અને 

👍👍1960માં દારા સિંહ અમેરિકાથી પરત આવ્યા હતા.આ સમયે તેમણે યુરોપ,પાકિસ્તાન,જાપાન અને અમેરિકાના લો થિઝને હરાવ્યો હતો

👊🎖🏆1968ના વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યા છે. તેમણે 1983માં કુસ્તીબાજીમાંથી નિવૃતિ લઈ લીધી હતી.

🎥📽1960ના સમયમાં તેઓ બોલિવૂડ ફિલ્મોમાં પ્રવેશ્યા હતાં અને ઘણી ફિલ્મોમાં મુમતાઝની સાથે કામ કરેલું છે.
હોલિવૂડમાંથી પ્રેરણા લઈને બનેલી ઘણી બોલિવૂડ ફિલ્મો જેમ કે 'ટારઝન' અને 'કિંગ કોંગ' બાદ તેઓ એક્શન કિંગ તરીકે ઓળખાતા હતાં.
તેમ છતાં, 

✏️🐾બોલિવૂડના પ્રથમ એકશન હીરો દારા સિંહ
પૃથ્વીરાજ કપૂરથી માંડી શાહરુખ ખાન સુધીના અનેક અભિનેતાઓ સાથે કામ કર્યું હતુંઃ મુમતાઝ સાથે સૌથી વધુ સોળ ફિલ્મોમાં અભિનય કર્યો

🎬🎬1980ના સમયમાં આવેલી લોકપ્રિય ટીવી સીરિયલ રામાયણમાં તેમણે ભજવેલો હનુમાનનો રોલ આજે પણ લોકોના મનમાં જીવિત છે.
🎬🎬અમુક પંજાબી ફિલ્મોનું ડાયરેક્શન કરી ચૂકેલા દારા સિંહ છેલ્લે 2007માં આવેલી ફિલ્મ 'જબ વી મેટ'માં એક્ટિંગ કરતા જોવા મળ્યા હતાં.

✏️👉તેમણે વડોદરા નજીક લક્ષ્મી સ્ટુડીયોમાં ૧૮ જેટલી ગુજરાતી ફિલ્મો પૈકી ચાર પાંચ ફિલ્મોનું શુટીંગ કર્યુ હતું. તેઓ વડોદરાના સિનેમાગૃહમાં પ્રીમીયર શોમાં આવ્યા હતા

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment