Tuesday, November 19, 2019

રાણી લક્ષ્મીબાઈ --- Rani Lakshmibai

Rani of Jhansi
Queen

Description

Lakshmibai, the Maharani of Jhansi, was the queen of the princely state of Jhansi in North India currently present in Jhansi district in Uttar Pradesh, India. She was one of the leading figures of the Indian Rebellion of 1857 and became a symbol of resistance to the British Raj for Indian nationalists. Wikipedia
Born19 November 1828, Varanasi
Died18 June 1858, Gwalior
Full nameManikarnika Tambe
NicknameManu
SpouseRaja Gangadhar Rao Newalkar (m. 1842–1853)


⚔🗡⚔🗡⚔🗡⚔🗡⚔🗡⚔🗡
⚔🗡⚔🗡રાણી લક્ષ્મીબાઈ⚔🗡⚔
⚔🗡⚔🗡⚔🗡⚔🗡⚔🗡⚔🗡
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉ઝાઁસી ની રાણી લક્ષ્મીબાઈ (૧૮૨૮ - ૧૭ જૂન ૧૮૫૮) ઝાઁસી રાજ્ય ની રાણી હતા. તેઓ સનઃ
૧૮૫૭ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામ ની નાયિકા હતા. તેમનો જન્મ કાશી ( વારાણસી)માં તથા મૃત્યુ ગ્વાલિયરમાં થયું. તેમનું નાનપણનું નામ નામ મનિકર્ણિકા હતું પણ લાડમાં તેમને મનુ કહેતા. તેમના પિતા નું નામ મોરોપંત તાંબે હતું અને તેઓ એક મહારાષ્ટ્રીયન
બ્રાહ્મણ હતા. તેમની માતા ભાગીરથીબાઈ એક સુસન્કૃત, બુદ્ધિમાન અને ધાર્મિક મહિલા હતી. મનુ જ્યારે ચાર વર્ષ ની હતી ત્યારે તેમની માઁ નું મ્રત્યુ થયું. તેમનું પાલન પિતાએ જ કર્યુ હતુ. મનુ ને નાનપણમાં શાસ્ત્રોં ની શિક્ષા ની સાથે શસ્ત્રોં ની શિક્ષા પણ મળી. તેમનો વિવાહ સન ૧૮૪૨ માં ઝાંસી ના રાજા ગંગાધર રાવ નિવાલકર ની સાથે થયો, અને તે રીતે તેઓ ઝાંસી ની રાણી બન્યાં. વિવાહ પથી તેમનું નામ લક્ષ્મીબાઈ રાખવામાં આવ્યું. સન ૧૮૫૧ માં રાણી લક્ષ્મીબાઈએ એક પુત્ર ને જન્મ આપ્યો પણ ચાર મહીનાની ઉંમર માં જ તેનું મૃત્યુ થયું. સન ૧૮૫૩ માં રાજા ગંગાધર રાવ નું સ્વાસ્થ્ય ખૂબ બગડ્યુ એટલે તેમને દત્તક પુત્ર લેવાની સલાહ આપવામાં આવી. પુત્ર દત્તક લીધા પછી રાજા ગંગાધર રાવનું મૃત્યુ ૨૧ નવેમ્બર ૧૮૫૩ માં થયું. દત્તક પુત્રનું નામ દામોદર રાવ રાખવામાં આવ્યું.

⭕️જન્મ
૧૯ નોવેમ્બર ૧૮૩૫
કાશી, વરનાસી, હિન્દુસ્તાન
⭕️મૃત્યુ
૧૭ જૂન ૧૮૫૮
ગ્વાલીઓર, હિન્દુસ્તાન
⭕️રહેઠાણ ઝાંસી
⭕️હુલામણું નામ= માનું, છબિલિ, બાઇ-સાહેબ, ભાગુબા
⭕️જીવનસાથી ઝાંસી નરેશ માહારાજ ગંગાધર રાઓ નેવાલકર
👶સંતાન દામોદર રાઓ નેવાલકર, આનંદ રાઓ નેવાલકર
👪માતા-પિતા મોરોપંત તાંબે અને ભાઘીરતીબાઈ તબ્બે

⭕️💠ડેલહાઉસી ની રાજ્ય હડપવાની નીતિ - ખાલસા નીતિ- અનુસાર, અંગ્રેજોએ દામોદર રાવ - જે એ સમયે બાલક હતા -ને ઝાંસી રાજ્ય નો ઉત્તરાધિકારી માન્ય ન કર્યો, તથા ઝાંસી રાજ્યને અંગ્રેજ રાજ્યમાં મેળવી દેવાનો નિશ્ચય કરી લીધો. ત્યારે રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજ વકીલ જોહ્ન લૈંગ ની સલાહ લીધી અને લંડનની અદાલતમાં મુકદમો દાખલ કર્યો. મુકદમા માં ખૂબજ દલીલો થઇ પરંતુ આખરે તેને બિનલાયક ગણવામાં આવ્યો. અંગ્રેજી અધિકારીઓ એ રાજ્યનો ખજાનો જપ્ત કરી લિધો અને તેમના પતિ ના ઋણ ને રાણીના સાલિયાણામાંથી કાપી લેવામાં આવ્યુ. આ સાથે જ રાણીએ ઝાંસીના કિલ્લા ને છોડી ને ઝાંસીના રાણીમહેલમાં રહેવા જવું પડ્યુ. પણ રાણી લક્ષ્મીબાઈએ કોઇ પણ કીમત પર ઝાંસી રાજ્ય ની રક્ષા કરવાનો નિશ્ચય કરી લિધો હતો.

✅👁‍🗨ઝાંસી નું યુદ્ધ

⭕️♻️ઝાંસી ૧૮૫૭ના વિપ્લવનું એક પ્રમુખ કેન્દ્ર બની ગયું હતુ જ્યાં હિંસા ફાટી નીકળી હતી. રાણી લક્ષ્મીબાઈએ ઝાંસી ની સુરક્ષાને સુદૃઢ઼ કરવાનું શરૂ કરી દિધુ અને એક સ્વયંસેવક સેનાનં સંગઠન કરવાનું પ્રારમ્ભ કર્યુ. આ સેનામાં મહિલાઓંની ભરર્તી પણ કરવામાં આવી અને તેમને યુદ્ધ પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યુ. સાધારણ જનતાએ પણ આ વિદ્રોહમાં સહકાર આપ્યો.

૧૮૫૭ના સપ્ટેમ્બર તથા ઓક્ટોબર મહિનામાં પડ઼ોસી રાજ્યો ઓરછા તથા દતિયાના રાજાઓંએ ઝાંસી ઉપર આક્રમણ કર્યુ. રાણીએ સફળતા પૂર્વક તેમને હરાવ્યા. ૧૮૫૮ના જાન્યુઆરી મહિનામાં અંગ્રેજ સેનાએ ઝાંસી તરફ આગળ વધવાનું ચાલું કર્યુ અને માર્ચ મહીનામાં શહેર ને ઘેરી લીધુ. બે અઠવાડીયાની લડાઈ પછી અંગ્રેજ સેનાએ શહેર ઉપર કબ્જો કરી લીધો. પરન્તુ રાણી, દામોદર રાવની સાથે અન્ગ્રેજોં થી બચીને ભાગી જવામાં સફળ થઇ. રાણી ઝાંસીથી ભાગીને કાલપી પહોંચી અને ત્યાં તાત્યા ટોપેને મળી.⚔🗡⚔🗡⚔🗡⚔🗡⚔🗡⚔🗡
રાણી લક્ષ્મીબાઈ : રાષ્ટ્ર માટે દુર્ગા સ્વરૂપ
⚔🗡⚔🗡⚔🗡⚔🗡⚔🗡⚔🗡
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

દર વર્ષે પંદરમી ઓગષ્ટે 26 જાન્યુઆરી આપણે રાષ્ટ્રધ્વજને વંદન કરીએ છીએ પરંતુ આપણી સ્વતંત્રતા લાવવા માટે ભારતની પ્રજાએ અનેક બલિદાનો આપ્યા છે. નામી-અનામી અનેક ક્રાંતિવીરો શહીદોના રકતથી આઝાદીનો ઇતિહાસ લખાયો છે. માતૃભૂમિની સ્વતંત્રતા જ જેમનું જીવન લક્ષ્ય હતું એ ક્રાંતિકારીઓ પરમ વંદનીય... પૂજનીય છે. સ્વતંત્ર ભરતના પ્રત્યેક સંતાને એમને કૃતજ્ઞતા પૂર્વક યાદ કરવા જોઇએ. એમના મહાન સમર્પણની પાછળ સાહસ, શૌર્ય, અને ધૈર્ય હતાં. એમણે અપાર કષ્ટો સહન કર્યા... પણ મુખમાંથી ‘વંદે માતરમ' અને ‘ભારત માતા કી જય'ના જય ઘોષ જ નીકળ્યા.

👁‍🗨✅આ ક્રાંતિવીરોના પ્રેરક જીવન-કથનથી યુવા પેઢીએ સુજ્ઞાત થવું જોઇએ. અહીં ક્રાંતિવીર ઝાંસીની રાણી લક્ષ્મીબાઇના પ્રેરક જીવનથી વર્તમાન પેઢી તે તેમની દેશભકિતથી અવગત કરવાનો પ્રયત્ન કરાયેલ છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની બે ધારાઓમાં સશષા ક્રાંતિજંગની ચિનગારી ઇ.સ. ૧૮૫૭ના વિપ્લવથી પ્રગટી હતી. ૧૮૫૭ના વીર નાયકો નાનાસાહેબ પેશ્વા, તાત્યા ટોપે, વિગેરેમાં તેજસ્વિની વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ છે. નાની વયમાં જ તે પ્રખર બુદ્ધિમતી, રણનીતિ કુશળ અને રાજય વહીવટમાં અત્યંત દક્ષ હતાં. ભારતના ઇતિહાસમાં બ્રિટિશ સલ્તનતને હફાવનાર બ્રાહ્મણ વીરાંગના રાણી લક્ષ્મીબાઇનું બલિદાન સદા અવિસ્મરણીય રહેશે.
ભારતની પવિત્ર ભૂમિ વારાણસી-કાશીમાં ચીમનાજી આપ્યા પેશ્વાના રસાલામાં એક દંપતિ હતું... મોરોપંત તાંબે અને તેમના પત્ની ભાગીરથી બાઇ આ દંપતિને ત્યારે ખ્યાલ ન હતો કે તેઓનું નામ ઇતિહાસને પાને અમર બનશે. ઇ.સ. ૧૮૩૫ના નવેમ્બરની ૧૯મી તારીખે નામ મનુબાઇ હતું. એક જયોતિષીએ કહ્યું હતું કે ‘આ છોકરી રાજલક્ષ્મીથી અલંકૃત થઇને ઐશ્વર્ય પામશે! કોણ માને આ ભવિષ્ય વાણી, અકિંચન બ્રાહ્મણની પુત્રી માટે? મનુ બાળપણથી જ સુશીલ, ચતુર અને સ્વરૂપવાન હતી. તેટલી જ સ્વાભિમાની અને કુશાગ્ર બુદ્ધિજીની હતી. મનુભાઇ ચાર વર્ષની થઇ ન થઇ ત્યાં તો માતાનું અવસાન થયું અને પુત્રીનો બધો જ ભાર પિતા મોરોપંત પર આવ્યો.

👁‍🗨✅મનુબાઇ પિતાને મન પુત્રથી પણ અધિક હતી. બાળપણમાં તેને ભારતની શ્રેષ્ઠ નારીઓના જીવન ચરિત્રોની કથા તેઓ કહેતા અને તેના ચરિત્રનું ઘડતર કરતાં. તેણીને મરાઠી, સંસ્કૃત અને હિન્દી ભાષાનું જ્ઞાન પણ તેમણે આપ્યું. મનુબાઇનું બાળપણ પેશ્વા બાજીરાવના દસક પુત્ર નાના તથા રાવસાહેબ સાથે પસાર થયું હતું. તેની સુંદરતા અને ચપળતાના કારણે તે સૌના આકર્ષણનું પાત્ર બની. તેનું હુલામણું નામ છબીલી પડયું. પિતાએ મનુને તલવારબાજી, ઘોડેસવારી અને બંદૂકથી નિશાન તાકવામાં કૌશલ્ય પ્રાપ્ત કરાવ્યું હતું.

👁‍🗨મનુના લગ્ન ઝાંસીના રાજા ગંગાધર રાવ સાથે થયા ત્યારે ગંગાધર રાવની ઉંમર ૪૦ વર્ષની હતી અને મનુ ફકત ૧૩ થી ૧૪ વર્ષની હતી. આ નાનકડી કિશોરી સન ૧૮૪૨માં ઝાંસીના રાજા ગંગાધર રાવની પત્ની બની. સામાન્ય બ્રાહ્મણની પુત્રી ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ બની. ૧૯મી સદીની શરૂઆતમાં અંગ્રેજો વ્યાપાર અર્થે ભારત આવ્યા હતાં. પરંતુ ભારતની આંતરિક રાજકીય પરિસ્થિતિ જોઇ તેઓએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને નામે રાજકીય શાસન ક્રમશઃ પ્રાપ્ત કરવાની શરૂઆત કરવા માંડી હતી. લગ્ન થયા પહેલા ગંગાધર રાવને શાસનનો અધિકાર ન હતો. જે લગ્ન બાદ મળ્યો પરંતુ ત્યારે કંપની સરકાર સાથે એક કરારનામું થયું ઝાંસી રાજયે આપવો પડશે. ગંગાધર રાવને આ વાત ખટકી છતાં સ્વીકાર્યા વિના છુટકો ન હતો. તેણે એક ઇલાકો અંગ્રેજોને લશ્કરના નિભાવ માટે આપી દીધો. પ્રજાને પોતાનો પ્રદેશ ખંડિત થયો તે વાત ખટકી. રાણી લક્ષ્મીબાઇ આ બધું નિહાળતી, કયારેક કટાક્ષ પણ કરી લેતી. તે મહેલમાં પોતાની સાહેબીઓને શારીરિક તાલીમ આપતી હતી. રાજાનો રંગભૂમિનો પ્રેમ તેને ખટકતો હતો. તેણીને રણભૂમિ પ્રત્યે પ્રેમ હતો. તેણી માનતી કે દેશને ત્યારે રસિકતાની નહિં, પણ વીરત્વની જરૂર હતી.

✅🙏ઇ.સ. ૧૮૫૧માં રાણી લક્ષ્મીબાઇએ એક પુત્રને જન્મ આપ્યો. ઝાંસીન ભાગ્ય બે ડગલાં આગળ હતું. ફકત ત્રણ માસનું આયુષ્ય ભોગવી લક્ષ્મીબાઇનું બાળક અવસાન પામ્યું. સન ૧૮૫૩માં ગંગાધર રાવ અને લક્ષ્મીબાઇએ આનંદરાવ નામનો તેમની જજ્ઞાતિનો એક બાળક દતક લીધો. તેનું નામ દામોદરરાવ રાખવામાં આવ્યું. ૧૮૫૩માં ગંગાધર રાવનું અવસાન થયું. માત્ર ૧૮ વર્ષની અનુભવહીન લક્ષ્મીબાઇ વિધવા થઇ. તેના શિર પર એક અરક્ષિત રાજયની જવાબદારી હતી અને બીજુ બાજુ તેના હાથમાં નાનકડો દતક પુત્ર હતો. એક બાજુ ડેલહાઉસી તેનું રાજય ખાલસા કરવા ટાંકી રહ્યો હતો. સન ૧૮૫૩માં ડેલહાઉસીનો હુકમ આવ્યો, ‘કંપની સરકાર સ્વ. ગંગાધર રાવના વારસ તરીકે દામોદર રાવને દતક લેવાનો અધિકાર આપી શકતી નથી. તેથી ઝાંસીને બ્રિટિશ પ્રાંતમાં જોડી દેવાનો નિર્ણય થઇ ચૂકયો છે. રાણી એ કિલ્લો છોડી દેવો અને શહેરના મહેલમાં જઇને વસવાટ કરવો. માસીક રૂ. ૫૦૦૦નું પેન્શન તેને આપવામાં આવશે. આ હુકમનામું વંચાયુ ત્યારે રાણી અવાક થઇ ગળ અને વીરાંગના બની તેણે પડકાર કર્યો. ઝાંસી અંગ્રેજોને સોંપી દેવું પડયું. તેણીએ તીર, બંદૂક વાપરવાનું શિક્ષણ પ્રાપ્ત કર્યુ. તેણીને કાઠિયાવાડી ઘોડા ખૂબ ગમતાં.

👁‍🗨✅.... લક્ષ્મીબાઇએ ઝાંસીની રાજય વ્યસ્થા પોતાના હાથમાં લીધા પછી તેની સ્થિતિ સુધરી હતી. સૈન્ય સાથે સાથે એકસ્ત્રી સૈન્ય પણ ઉભુ કરવામાં આવ્યું હતું. ઝાંસીનું એકે એક ઘર યુદ્ધની તૈયારીમાં લાગી ગયું હતું. આ બધા સમાચાર સાંભળીને અંગ્રેજ જનરલ રોઝને થયું જયાં સુધી રાણી લક્ષ્મીબાઇને પકડી કે મારીશું નહીં, ત્યાં સુધી હિંદુસ્તાનમાં બ્રિટીશ સતા સ્થાપી શકાશે નહિં અને તે એક લશ્કરની ટુકડી લઇ ઝાંસી આવી પહોંચ્યો. ૧૮૫૭ની ૨૩મી માર્ચે જનરલ રોઝના લશ્કરે યુદ્ધ જાહેર કર્યુ ત્યારે રાણીએ જાતે શષાો ઉપાડયા તેણીએ પુરૂષનો પોષક પહેર્યો અને યુદ્ધની દેવી જેમ લડી. જયારે રાણીને લાગ્યું કે પરિસ્થિતિ કાબુ બહાર ગઇ છે. ઝાંસી છોડી કાલ્પી પહોંચી તાત્યા ટોપે અને રાવ સાહેબને મળી. જનરલ રોઝે એક યુકિત કરી... અંગ્રેજો મહારાજા જયાજીરાવને ફરીથી ગાદી પર સ્થાપિત કરવા માટે બજાવામાં આવશે. આમ ફરીથી લડાઇ શરૂ થઇ. રાણીની યુદ્ધ કુશળતાએ જ એક દિવસ માટે પણ અંગ્રેજોને હાર ખવડાવી. બીજો દિવસે અંગ્રેજોની યુદ્ધ નોબતો ગડગડી ઉઠી.

👁‍🗨 રાણીએ રામચંદ્રશ દેશમુખને બોલાવ્યા અને કહ્યું કે ‘‘ હું યુધ્ધમાં મૃત્યુ પામુ તો મારા પુત્ર દામોદરની બરાબર સંભાળ લેજો અને મારુ શરીર મારા ધર્મમાં માનતા નથી, તેવાઓને સોંપી દેશો ન દિ'' અપેક્ષા પ્રમાણે રોઝનો તે દિવસે વિજય થયો અને પૂરની જેમ અંગ્રેજ લશ્કર કિલ્લામાં ધસી આવ્યું. હવે રાણીને અહીંથી બચવા સિવાય કોઇ માર્ગ રહ્યો નથી. બે દાંતની વચ્ચે લગામને દબાવી રાણી અ બંને હાથે તલવારો પીંઝવા માંડી. અંગ્રેજ લશ્કરે તેમને ઘેરી લીધા. આકાશ પણ રક્તરંગી બન્યું હતું. એક અંગ્રેજ સેૈનિકે રાણીની નજદીક આવીને તલવાર ભોંકી અને તેમના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. એક અંગ્રેજ સૈનિકે તેની જમણી જાંઘમાં ગોળી મારી, ડાબા હાથનો ઝાટકો મારી રાણીએ તે સૈનિકનો પણ અંત આણી દીધો.
એક અંગ્રેજ સૈનિક ઝડપથી તેની પાછળ પડીને રાણીના જમણા ગાલને ચીરી નાખ્યો. રાણીની આંખનો ડોળો ભરડાઇ ગયો. રાણી એટલી બધી ઘવાઇ હોવા છતાં પોતાના ડાબા હાથથી તલવાર પડે તેણીતે સૈનિકનો હાથ કાપી નાખ્યો. રઘુનાથસિંહ અને રામચંદ્રરાવે રાણીને ઘોડા પરથી ઉતરવામાં મદદ કરી અને કહ્યુ કે હવે આપણે બાબા ગંગાદાસને ઘેર પહોંચી જવું જોઇએ. રામચંદ્રરાવ રડતા બાળક દામોદરરાવ અને રાણીને ગંગાદાસના

✅ઘેર લઇ ગયો. ગંગાદાસ રાણીના મુખમાં પવિત્ર ગંગાજળ મુક્યું રાણીને થોડી શાંતિ થઇ અને ધ્રુજતા અવાજે રાણીએ હોઠ ફફડાવ્યા ‘હર હર મહાદેવ' ને પછી તે બેભાન બની ગઇ.. ફરી રાણીએ આંખો ખોલીને ભગવતગીતા ના શ્લોકો યાદ કર્યા હતા. તે બોલતી હતી. ધીમે ધીમે અવાજ નબળો થતો ગયો ‘વાસુદેવ હું વંદન કરૂ છું' આ છેલ્લા શબ્દો સાથે ઝાંસીનું ભાવિ અસ્ત પામી ગયું. ૨૨ વર્ષની અલ્પ આયુષ્ય તેમણે ભોગવી હતી.

🇮🇳👉રાણી લક્ષ્મીબાઇ સ્વરાજ્ય માટે લડી, સ્વરાજ્ય માટે મરી અને સ્વરાજ્ય પાયામાં પથ્થર બની.🇮🇳♦️♦️

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♻️💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠

વીરાંગના રાણી લક્ષ્મીબાઈ
💢☑️💢☑️💢☑️💢☑️💢☑️💢☑️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
રાજ તો રાજપૂતોનુ
વેપાર તો વણિકનો,
ખેડ તો કણબીની
ભેખ તો ભરથરીનો
અને રાણી તો ઝાંસીની…
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
આમ રાણીનું નામ આવે એટલે ચાતુરી, પરાક્રમ અને બલિદાનનો ત્રિવિધ સંગમ ધરાવતી વિજળીના લીસોટા જેવી તેજસ્વી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સૌથી પહેલી યાદ આવે. આજે પણ કોઈ સ્ત્રીએ બહાદુરીનું કામ કર્યુ હોય તો લોકો એને તરત જ ‘ઝાંસીની રાણી’નો ખિતાબ આપીને સન્માનશે.

🙏🙏🙏ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ લડનારી આ અદભુત નારીની જીવનરેખા ⚡️‘વીજળીના ઝબકારે મોતીડાં પુરોવું’❄️ જેવી ફકત ૨૨ – ૨૩ વર્ષ જ હતી. પણ આટલા ટૂંકા સમયગાળામાં એમણે કરેલા કામ અદભુત અને મોઢામાં આંગળા નંખાવી દે એવા મોટા મોટા અને અવર્ણનીય હતાં. આ પાણીદાર મોતીનો જન્મ ઈ.સ. ૧૮૩૫, ૧૯મી નવેમ્બરના રોજ (કાશીમાં) વારાણસીમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયેલો. એમનું પુરું નામ મનિકર્ણિકા હતું. ઘરનાં લોકો લાડમાં એને ‘મનુ’ કહેતાં હતાં. ચાર વર્ષની ઊંમરે જ માતાની છત્રછાયા ગુમાવી બેઠેલી મનુને એના પિતા પોતાની સાથે બિઠુર લઈ આવેલાં. જ્યાં બાજીરાવ પેશ્વાના પુત્ર નાના સાહેબની સાથે શાસ્ત્રોની સાથે સાથે ઘોડેસવારી અને શસ્ત્રબાજી પણ શીખી. માત્ર બાર વર્ષની વયે તો મનુ ભલભલા અનુભવી યોધ્ધાઓને માત આપવા માંડી.
ઇ.સ. ૧૮૪૨માં એમના લગ્ન ઝાંસીના ૪૦ વર્ષના રાજા ગંગાધરરાવ નિવાલકર સાથે થયા. મહારાજાના પહેલાં પણ એક લગ્ન થયેલાં. પણ એમને કોઈ સંતાન નહોતું. લક્ષ્મીબાઈ થકી થયેલા પુત્ર-સુખનો લહાવો હજી તો પૂરો માણે, ત્યાં એ સંતાન ૩-૪ મહિનાની વયમાં જ અવસાન પામ્યું. પુત્રલાલસાની તીવ્ર ઘેલછા ધરાવનારા મહારાજા ગંગાધરજીને એવો તો આઘાત લાગ્યો કે સીધા પથારી ભેગા થયાં તે છેક મરણ સમય સુધી ઊઠી જ ના શક્યા અને ઇસ.૧૮૫૩માં અવસાન પામ્યાં. એમના અવસાન પછી પોતાની દુરંદેશી અને કુશાગ્ર બુધ્ધિનો પરિચય આપતાં લક્ષ્મીબાઈએ તરત જ પાંચ વર્ષના બાળક દામોદરરાવને દત્તક લઈ લીધો. એ વખતે ડેલહાઉસીની ‘ખાલસાનીતિ’ બહુ જોરમાં હતી. એમની નજર ક્યારની ભારતની ઉત્તર-મધ્યપ્રદેશની સીમા પર આવેલા ઝાંસી પર હતી. જેવા મહારાજાના અવસાનના સમાચાર મળ્યાં, કે તરત જ અંગ્રેજોએ દામોદરરાવને બાળક ગણીને ઉત્તરાધિકારી ગણવાની ના પાડી દીધી અને ઝાંસીને અંગ્રેજ સરકારનો એક હિસ્સો જાહેર કરી દીધો તથા રાણીને ૫,૦૦૦ રૂપિયા પેન્શન આપવાનું નક્કી કર્યું. વીરાંગના 🗣લક્ષ્મીબાઈએ ‘ મૈં અપની ઝાંસી કભી નહી દુંગી’ જેવો દ્ર્ઢ નિશ્વય કરીને એ જાહેરાતનો જોરદાર વિરોધ કર્યો. આખરે ૪ જુન, ૧૮૫૬ના રોજ ‘મીરતના બળવા’ વખતે રાણીએ ઝાંસીનો કિલ્લો જીતી લીધો અને ઝાંસીના સિંહાસન પર ખુમારીભેર બેસી ગયા.

🇮🇳♦️શહેરની મધ્યમાં આવેલ કિલ્લાની ચોતરફ વિસ્તરેલું અને તે સમયના રાજા વીરસિંહે પહાડ પરની છાયા જોઈને બુંદેલી ભાષામાં ‘ઝાંઈ સી’ નામકરણ કરેલ જે પછીથી અપભ્રંશ થઇને ‘ઝાંસી’ નામે ઓળખાતું થયેલું ઝાંસી શહેર- ઇ.સ. ૧૮૫૭ના વિપ્લવ વખતે મહત્વનું કેન્દ્ર બની ગયેલું. લક્ષ્મીબાઈએ સ્વયં સેવક સેનાનું સંગઠન કરીને ત્યાંની મહિલા સહિત નાગરિકોને યુધ્ધ પ્રશિક્ષણ આપવા માંડ્યું. તેઓ આ બધી મહેનત પાછળ પૂછાતા લોકોના ઢગલોએ’ક પ્રશ્નોનો પ્રત્યુત્તર ✅✅‘હું એક ક્ષત્રિયાણી છું અને મરો ધર્મ બજાવું છું” કહીને આપતા.

✅ઓચ્છાના રાજા દિવાન નત્થેખાને લક્ષ્મીબાઈ પર હુમલો કરીને નાલેશીભરી હારનો સ્વાદ ચાખ્યા બાદ અંગ્રેજો સાથે ભળી જઈને એમને રાણીની વિરુદ્ધ ભડકાવવાનું ચાલુ કર્યુ. અંગ્રેજો આધુનિક શસ્ત્ર-સરંજામથી સજ્જ અને વિશાળ સેના ધરાવતા હતા જ્યારે લક્ષ્મીબાઈ પાસે હતા ફક્ત થોડા ઘણા ગુલામ ખાન અને ખુદાબક્ષ જેવા વફાદાર અને જાંબાઝ સૈનિકો. ધોખાથી અંગ્રેજોએ ઝાંસીના કિલ્લામાં પ્રવેશીને હુમલો કર્યો ત્યારે રાણીએ પોતાના પુત્રને કપડાંથી મજબૂત રીતે પીઠ પાછળ બાંધી દીધો અને પોતાના ઘોડાની લગામ મોંઢામાં લઈ બે હાથે તલવાર વીંઝતી દુશ્મન સેના પર વિદ્યુતની જેમ ત્રાટકી..અને ‘જે કર ઝુલાવે પારણું, તે કર શાસન પર કરતું રાજ’ આ કહેવત ‘ડીટ્ટૉ’ સાર્થક કરીને બતાવી..

👁‍🗨👁‍🗨કાલ્પીથી ભાગ્યા પછી અંગ્રેજોથી ઘેરાયેલી રાણી ગ્વાલિયર જઈ પહોચી અને ત્યાંના રાજાની મદદ માંગી, જેની એમણે ઘસીને ના પાડી દીધી. લગાતાર અંગ્રેજોની વિશાળ સેનાનો પીછો અને મુઠ્ઠીભર વફાદાર સૈનિકો સાથે ત્રીજા દિવસે તો લક્ષ્મીબાઈની સેના હાંફવા માંડી.
ઇતિહાસકારોએ જણાવ્યાનુસાર ૧૮૫૭, ૧૭ જુનના રોજ ચોતરફ દુશ્મનોથી ઘેરાયેલી હોવા છતાં અદભુત ધીરજ અને સાહસનું પ્રદર્શન કરતી રાણી ગાજર-મૂળાની જેમ એમને કાપતી હતી ત્યાં એમના માથા પર કોઇક જોરદાર ફટકો પડતાં એની એક આંખ બહાર નીકળી આવેલી..એમ છતાં એ મર્દાની નારીએ પાછળ ફરીને એ ફટકો મારનાર અંગ્રેજને મોતને ઘાટ ઉતારી તો દીધો. પણ એનું શરીર પર અગણિત ઘાવથી સાવ ચળાઇ ગયેલું જેના પરિણામે એ પણ નદીના વોંકળામાં ફસડાઇ પડી અને ૧૮૫૭, ૧૮મી જૂનના રોજ મ્રુત્યુને શરણ થઈ..આજે પણ એ

‘બુંદેલો હરબોલો કે મુંહ હમને સુની કહાની થી,
ખૂબ લડી મર્દાની વોતો ઝાંસીવાલી રાની થી…’
આ પ્રખ્યાત પંક્તિઓ સાથે એ ઘર ઘરમાં જાણીતી અને લોક લાડીલી છે…

💠* આજે છ-છ દાયકા વીત્યા પછી પણ રાણીની યાદગીરીરૂપ એની તલવાર, રાજદંડ અને ધ્વજને ઝાંસી પાછા લાવવાના ભરપૂર પ્રયાસો થઇ રહ્યાં છે. લોક્વાયકા મુજબ એની તલવાર અને બખ્તર ગ્વાલિયરમાં છે, તો રાજદંડ કુમાઊ રેઝીમેન્ટ પાસે, તો રાણીનો ધ્વજ તો વળી લંડનમાં છે..પણ કમનસીબી કે એક યા બીજા કારણોસર હજુ સુધી એક પણ વસ્તુ ઝાંસી પાસે નથી પહોંચી શકી.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👮🏻‍♀👷🏻‍♀🕵🏻‍♀👩🏻‍💼👩🏻‍🔧👩🏻‍🔬👩🏻‍🎨👩🏻‍🚒👩🏻‍✈👩🏻‍⚖
🙇🏻‍♀💁🏻🙅🏻સ્ત્રી શક્તિ🙎🏻🙆🏻🏃🏻‍♀
👩🏻‍🌾👩🏻‍⚕👩🏻‍🍳👩🏻‍🎓👩🏻‍🎤👩🏻‍🏫👩🏻‍🏭👩🏻‍💻👩🏻‍⚖👩🏻‍🚀

એ છે અબળા, એ છે શક્તિ, એ તો છે મર્દાની,
નોખા નોખા રૂપે આખર એ તો એ રહેવાની.

એક હતી એવી બડભાગી શામળિયાની અંગત,
રાણી કહી દો, દાસી કહી દો, કહી દો પ્રેમદિવાની. 
(મીરાં)

એક હતી ધગધગતી જ્વાળા ખુલ્લા કેશે ફરતી,
આમ સખાનું માની લે પણ આમ કરે મનમાની. 
(દ્રૌપદી)

એક હતી જે મૂંગામોઢે ધરતી જેવું જીવી,
શું કહેવું કેવી પચરંચી એની રામકહાની !
(સીતા)

એક હતી જે પીઠે બાળક બાંધી રણમાં ઉતરી,
આજ સુધી સૌ યાદ કરે છે એની આ કુરબાની. 
(રાણી લક્ષ્મીબાઇ)

એક હતી લંકાની રાણી સોના જેવી સાચી,
જગ આખાની સામે હસતી, રડતી છાનીછાની.
(મંદોદરી)

એક હતી એવી મક્કમ જે મૃત્યુને હંફાવે,
યમને કહી દે ‘કોમળ છું તો પણ ધાર્યુ કરવાની’. 
(સાવિત્રી)

એક હતી વીજળીનાં તેજે મોતીડાંને પ્રોવે,
એ સત્સંગી,એ જ્ઞાની ને નોખી એની બાની. 
(પાનબાઇ)

એક હતી પરદેશી નારી પણ સેવાની મૂરત,
ભુખિયા, દુઃખિયા સૌ આપે છે ઉપમા એને ‘મા’ની. 
(મધર ટેરેસા)


----------------------------------------------------------------------------------------------------------------------------------------

------------------------------------------------------------------------------------------------------------------

No comments:

Post a Comment