Tuesday, December 3, 2019

3 Dec

♦️🔷⭕️♦️⭕️♦️⭕️🔷♦️♦️🔷
*ઈતિહાસમાં 3 ડિસેમ્બરનો દિવસ🔰*
🔘🔰👁‍🗨♻️🔘🔰💠👁‍🗨♻️🔘🔰💠
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*📮📮વિશ્વનો પહેલો SMS📪📪*

વર્ષ 1992 ની ત્રીજી ડિસેમ્બરે એન્જિનિયર નીલ પેપવર્થે તેની કંપનીના ડિરેક્ટર રિચાર્ડ જાર્વિસને વિશ્વનો પહેલો ટેક્સ્ટ મેસેજ કર્યો હતો . નીલે પોતાના કમ્પ્યૂટરથી તેના બોસના મોબાઇલ પર Merry Christmas લખીને મોકલ્યું હતું . એવું મનાય છે કે દર મિનિટે વિશ્વમાં બે લાખ મેસેજ થાય છે.

🔆વિશ્વનું પહેલું હૃદય પ્રત્યારોપણ🔆

વર્ષ 1967 ની ત્રીજી ડિસેમ્બરે લુઈસ વેશકેનસ્કાય 54 વર્ષની ઉંમરે અન્ય વ્યક્તિનું હૃદય પ્રત્યારોપિત કરવાનું સફળ ઓપરેશન કરાયું હતું. દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં હૃદય પ્રત્યારોપણનું આ પહેલું ઓપરેશન હતું. જોકે લુઈસ માત્ર 18 દિવસ બાદ ન્યુમોનિયાના કારણે મૃત્યુ પામ્યો હતો .

*🗿ભારત પાકિસ્તાન યુદ્ધ ૧૯૭૧⛱*

પાકિસ્તાની એરફોર્સે ભારતના હવાઇ મથકો પર અણધાર્યો હુમલો કર્યો ત્યારે ૧૯૭૧ના આ યુદ્ધની શરૂઆત આજના દિવસે થઈ હતી . આ યુદ્ધ જીતવાની સાથે ભારતે *બાંગ્લાદેશ નામના નવા રાષ્ટ્રને જન્મ આપ્યો હતો.*

*🚦🚥🚦૧૬૨૧:ટેલિસ્કોપની શોધ ગોલીલિયોએ ટેલિસ્કોપની શોધ કરી.*

* ૧૮૮૪:ડૉ..રાજેન્દ્રરપ્રસાદનો જન્મ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ*

*૧૮૮૯:ખુદીરામ બોઝનો જન્મ 
ક્રાંતિકારી ખુદારામ બોઝનો જન્મ.* 

*૧૯૧૨:બાલકન યુદ્ધવિરામપ્રથમ બાલકન યુદ્ધ દરમિયાન તુર્કી,બલ્ગેરિયા,સર્બિયા અને મોટેનેગ્રોએ યુદ્ધવિરામ પર હસ્તાક્ષર કર્યા.*

*૧૯૭૯:ધ્યાનચંદનું નિધન હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનું નિધન.* 

*૧૯૮૪:ભોપાલમાં ગેસ દુર્ઘટના ભોપાલમાં યુનિયન કાર્બાઇડ કંપનીમાં ગેસ લીકેજ થયો.૩ હજારનાં મોત.*
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*🏮🏮ઈતિહાસમાં 4 ડિસેમ્બરનો દિવસ*

*🏘ચીનમાં બંધારણનો સ્વીકાર🏘🏘*

ચીને 4 ડિસેમ્બર , 1982 ના રોજ નવા બંધારણનો સ્વીકાર કર્યો હતો . આ બંધારણમાં 1988 , 1993 , 1999 અને 2004 માં સુધારા થયા છે. 1911 ના વર્ષથી માંડીને હાલના સમયમાં ચીનમાં બારમુ બંધારણ અમલમાં છે.

*🗽અમેરિકા યુ .એન. માં જોડાયું🗽*

સમગ્ર વિશ્વમાં શાંતિ જાળવવાના હેતુથી ઓક્ટોબર, 1945 માં યુ .એન.ની રચના થઈ હતી . આજે યુએનમાં સૌથી વધુ વર્ચસ્વ ધરાવતા અમેરિકાની સેનેટે 65 વિરુદ્ધ 7 મતથી તેમાં જોડાવાનો નિર્ણય લીધો હતો .

⛵️૧૭૯૬ : બાજીરાવ બીજા પેશ્વા બન્યા.
બાજીરાવ દ્વિતીયને પેશ્વા બનાવાયા.

૧૮૮૮ : રમેશચંદ્ર મજુમદારનો જન્મ
ઈતિહાસશાસ્ત્રી રમેશચંદ્ર મજુમદારનો જન્મ થયો.

*૧૯૧૦ : વેંકટરમનનો જન્મ ભારતના આઠમા રાષ્ટ્રપતિ આર. વેંકટરમનનો જન્મ.*

*૧૯૫૯ : નેપાળ સાથે સમજુતી ભારતે ગંડક સિંચાઈ-વીજળી પરિયોજનામાટે નેપાળ સાથેની સમજુતી કરી.*

*💠૧૯૮૨ : ચીનમાં બંધારણ ચીનમાં બંધારણ અમલમાં મુકાયું.*

*💠૧૯૯૬ : મંગળ પર રોવર નાસાએ મંગળ માટે પ્રથમ રોવર પ્રેક્ષપિત કર્યું.*
🔲🔳🔳🔲🔲🔳🔲🔳🔳🔳
*🚏🚏🚏સેનાદિન🇮🇳🇮🇳🇮🇳🇮🇳*
👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨
કોઈપણ દેશ માટે એની આંતરિક તથા બાહ્ય સુરક્ષા માટે સંરક્ષણ દળોની આવશ્યકતા રહે છે. આપણા ભારત દેશ જેવા વિશાળ દેશમાં પણ સશસ્ત્રદળો અત્યંત જરૂરી છે. ૪ ડિસેમ્બરનો દિવસ સેના દિવસ મનાવવામાં આવે છે. દેશના નાગરિક તરીકે આપણી નૈતિક ફરજ બને કે આપણા સૈન્યના જવાનોને આ દિવસે યાદ કરીને તેમની દેશસેવાની કામગીરીને બિરદાવવી જોઈએ. જેઓ પોતાના પ્રાણની પણ પરવા કર્યા સિવાય દેશનું રક્ષણ કરે છે. એવા જાંબાઝ ભારતીય જવાનીને કોટી કોટી વંદન..🙏🙏🙏


ભારતમાં સશસ્ત્ર દળોના સર્વોચ્ય સેનાપતિની સત્તા ભારતના રાષ્ટ્રપતિ ધરાવે છે. 

*પરંતુ દેશના સંરક્ષણની જવાબદારી પ્રધાનમંડળની છે. સંરક્ષણ મંત્રાલયન વડા તરીકે કેબિનેટ દરજ્જાના સંરક્ષણ મંત્રી હોય છે. ભારતની સુરક્ષા બાબતમાં તથા ભૂમિદળ,નૌકાદળ અને હવાઈદળ એમ ત્રણેય સશસ્ત્ર દળોની જરૂરીયાત પૂરી પાડવા તથા વહીવટી કરવા માટે સંરક્ષણ મંત્રાલયની સીધી જવાબદારી છે. આજે ભારત પાસે વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું ભૂમિદળ , પાંચમા નંબરનું હવાઈ દળ અને સાતમા નંબરનું મોટામાં મોટું નૌકાદળ છે. પ્રત્યેક માટે તેના વડા તરીકે ‘ ચીફ ઓફ સ્ટાફ’ હોય છે.*

*જેમ કે ચીફ આર્મી સ્ટાફ, ચીફ ઓફ નેશનલ સ્ટાફ અને ચીફ ઓફ એર સ્ટાફ . આ બધાની પદવી જનરલની એકસરખી હોય છે.આ ત્રણેય દળના વડું મથક નવી દિલ્લીમાં આવેલ છે.*

*🇮🇳🇮🇳રાષ્ટ્રના દરિયાઈ હિતોના રક્ષણની જવાબદારી ભારતીય નૌકાદળને સોંપવામાં આવી છે જ્યારે હવાઈદળ સંરક્ષણની સમતુલા હવાઈ માર્ગોના પ્રતિબંધ, સર્વેક્ષણ તથા હૂમલા વખતે હવાઈ ટેકો પૂરો પડવાની જાળવણી કરે છે. કુદરતી આફતોમાં બછા અને રાહત કાર્યોમાં મદદરૂપથાય છે.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:

Post a Comment