Tuesday, December 3, 2019

રાજેન્દ્ર પ્રસાદ -- Rajendra Prasad

Rajendra Prasad
Former President of India
Image result for dr rajendra prasad

Description

Rajendra Prasad was the first President of India, in office from 1950 to 1962. He was an Indian political leader and lawyer by training. Prasad joined the Indian National Congress during the Indian Independence Movement and became a major leader from the region of Bihar. Wikipedia
Born3 December 1884, Ziradei
Died28 February 1963, Patna


🔶🔷👁‍🗨🔶🔷👁‍🗨🔶🔷👁‍🗨🔶🔷
*⭕️⭕️⭕️રાજેન્દ્ર પ્રસાદ🔷🔷🔷*
💐👏👁‍🗨🙏💐👏👁‍🗨💐👏👁‍🗨🙏
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેઓ સ્વાતંત્ર સેનાની હતા અને કોંગ્રેસ પક્ષનાં નેતા હતા. તેઓએ ભારતનાં સ્વાતંત્રતા સંગ્રામ માં આગળ પડતો ભાગ લીધેલ.🎯 તેઓશ્રીએ બંધારણ સભાના પ્રમુખ તરીકે ભારતનાં બંધારણનો મુસદ્દો તૈયાર કરેલ. 💠તેઓએ સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે સેવા આપેલી.*

જન્મની વિગત ૩ ડિસેમ્બર ૧૮૮૪
ઝેરડૈ, બિહાર, ભારત

મૃત્યુની વિગત ૨૮ ફેબ્રુઆરી ૧૯૬૩ (૭૮ વર્ષ)
➖કાર્યકાળ ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ થી ૧૩ મે,૧૯૬૨
♦️ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન

👉પુરોગામી સી. રાજગોપાલાચારી (ગવર્નર જનરલ)
👉અનુગામી સર્વપલ્લી રાધાકૃષ્ણન
*હુલામણું નામ👉 બાબુજી*

અભ્યાસ👉 કાયદા શાસ્ત્રમાં પી.એચ.ડી.

🏆ખિતાબ ભારત રત્ન

👳‍♂👳‍♀માતા-પિતા કમલેશ્વરી દેવી - મહાદેવ સહાય

વકીલાત શરૂ કર્યાનાં થોડાજ વખતમાં રાજેન્દ્ર પ્રસાદ આઝાદીની ચળવળમાં જોડાયા. મહાત્મા ગાંધીનાં આદેશથી તેઓએ ચંપારણ સત્યાગ્રહ માં સ્વયંસેવક તરીકે જોડાયા. મહાત્મા ગાંધી પ્રત્યે પૂરી વફાદારી, સમર્પણ અને ઉત્સાહ ધરાવી તેઓએ ૧૯૨૧ માં યુનિવર્સિટીનાં સભ્ય પદેથી રાજીનામું આપ્યુ. તેઓએ મહાત્માજીનાં પશ્ચિમી શિક્ષણનાં બહિષ્કારની ચળવળનાં પ્રતિભાવમાં પોતાનાં પુત્ર મૃત્યુંજય પ્રસાદ, ખુબજ હોશિયાર વિધાર્થીને યુનિવર્સિટીમાંથી ઉઠાડી અને "બિહાર વિધાપીઠ" માં દાખલ કરાવ્યા,જ્યાં ભારતીય સંસ્કૃતિ મુજબનું શિક્ષણ પ્રદાન થતું હતું. તેઓએ "સર્ચલાઇટ" અને "દેશ" નામક પત્રોમાં લેખો પણ લખ્યા અને આ પત્રોને માટે ફાળો પણ કર્યો. તેઓ રજુઆતો,ચર્ચા અને પ્રવચનો માટે ખુબ પ્રવાસો કરતા. ૧૯૧૪માં બિહાર અને બંગાળમાં થયેલ પૂર હોનારતનાં અસરગ્રસ્તોને મદદ, રાહતકાર્યોમાં તેઓએ ખુબજ સક્રિય ભાગ ભજવેલ. ૧૫ જાન્યુઆરી ૧૯૩૪ નાં રોજ બિહારમાં આવેલ ધરતીકંપ વખતે તેઓ જેલમાં હતા. આ સમય દરમિયાન રાજેન્દ્ર પ્રસાદે પોતાનાં ખાસ સાથીદાર અને વડીલ એવા "ડૉ.અનુરાગ નારાયણ સિંહા" ને તમામ જવાબદારીઓ સોંપી. જોકે બે દીવસ બાદ તેઓ જેલમુક્ત થયા. તેઓએ ફંડફાળો કરવાની જવાબદારી સ્વિકારી. આ સમયે ભારતનાં વાઇસરોયે પણ ફંડ શરૂ કરેલ, તેમનાં કરતાં લગભગ ત્રણ ગણું રૂ|.૩૮,૦૦,૦૦૦ નું ફંડ રાજેન્દ્ર પ્રસાદે એકઠું કર્યુ. ૧૯૩૫ નાં "ક્વૅટા ભૂકંપ" વખતે, તેઓને દેશ છોડવાની મનાઇ હતી, તેમણે સિંધ અને પંજાબમાં રાહત સમિતીઓનું ગઠન કર્યુ.

ઓક્ટોબર ૧૯૩૪માં, મુંબઇ અધિવેશનમાં, તેઓ કોંગ્રેસનાં પ્રમુખ તરીકે ચુંટાયા. ત્યારબાદ ૧૯૩૯માં, સુભાષચંદ્ર બોઝનાં રાજીનામાં પછી, ફરીથી પ્રમુખપદે ચુંટાયા.

ભારત સ્વતંત્ર થયા પછી તેઓએ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. બાર વર્ષ પછી ૧૯૬૨ માં તેઓએ પોતાનાં હોદ્દા પરથી નિવૃતિની ઘોષણા કરી. તેઓને ભારતનાં સર્વોચ્ચ નાગરીક સન્માન ભારત રત્નથી વિભુષિત કરવામાં આવેલ.

*👁‍🗨💠રાજેન્દ્ર પ્રસાદ નો જન્મ બિહારનાં સિવાન જિલ્લામાં છપરા નજીક આવેલ ઝેરડૈ ગામમાં થયેલ. તેમનાં પિતા મહાદેવ સહાય પર્શિયન અને સંસ્કૃત ભાષાનાં વિદ્વાન હતા. તેમનાં માતા કમલેશ્વરી દેવી ધાર્મિક પ્રકૃતિનાં હતાં,તેઓ રાજેન્દ્ર પ્રસાદને રામાયણની કથાઓ સંભળાવતા. પાંચ વર્ષની ઉમરે બાળ રાજેન્દ્ર પ્રસાદને એક મૌલવી પાસે પર્શિયન ભાષા શિખવા માટે મોકલાતા. ત્યાર બાદ તેઓને છપરા જિલ્લા શાળામાં પ્રાથમિક શિક્ષણ માટે દાખલ કરાયા. તેઓનાં લગ્ન ૧૨ વર્ષની ઉમરે રાજવંશી દેવી સાથે કરવામાં આવ્યા.(નોંધ:તે સમયમાં સમાજમાં બાળલગ્નનો રિવાજ હતો) ત્યાર બાદ તેઓ તેમનાં મોટાભાઈ મહેન્દ્ર પ્રસાદ સાથે પટણાની આર.કે.ઘોષ એકેડેમીમાં અભ્યાસ માટે દાખલ થયા. જોકે થોડાજ સમયમાં તેઓ ફરી છપરા જિલ્લા શાળામાં પરત આવી અને ત્યાંથી તેમણે ૧૮ વર્ષની ઉમરે કલકત્તા યુનિવર્સિટીનીં પ્રવેશ પરીક્ષા પસાર કરી. તેઓએ ૧૯૦૨ માં "પ્રેસિડેન્સી કોલેજ" માં પ્રવેશ મેળવ્યો. બિહાર કેસરી ડૉ.શ્રી ક્રિષ્ન સિંહા અને બિહાર વિભૂતી ડૉ. અનુરાગ નારાયણ સિંહા નાં સંપર્કમાં તેમનાંમાં દેશસેવાની ભાવના જાગૃત થઇ. ૧૯૧૫માં તેઓએ કાયદાશાસ્ત્રમાં ઑનર્સ અનુસ્નાતકની ઉપાધિ, સુવર્ણ ચંદ્રક સાથે પ્રાપ્ત કરી. બાદમાં કાયદાશાસ્ત્રમાં પી.એચ.ડી.ની ઉપાધી પણ પ્રાપ્ત કરી. તેઓએ બિહારનાં ભાગલપુરમાં વકીલાત કરેલ,અને તે સમયમાં ત્યાં તેઓ બહુજ ખ્યાતનામ વ્યક્તિ ગણાયેલ.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:

Post a Comment