Tuesday, December 3, 2019

આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ -- International Handicapped Day

♻️✅♦️⭕️💠🔘🔰✅♻️👁‍🗨♦️
*🎯આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ*
🔶🔷♦️⭕️💠🔶🔷♦️⭕️💠👁‍🗨
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

🎯👉વિકલાંગતા ધરાવતા લોકો વિશે સમાજમાં સમજણ વધે, તેમના પ્રશ્નો વિશે સંવેદનશીલતા વધે તથા તેમના ગૌરવ, અધિકારો અને સુખાકારી માટે સમાજનું સમર્થન મળે એ 'આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ'ની ઉજવણીનો હેતુ છે. એની સાથેસાથે સમાજ જીવનના રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક એમ દરેક પાસામાં વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને સાથે જોડવાથી થઈ શકતા લાભો વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો પણ ઉદ્દેશ છે. પહેલાં આ દિવસ 'વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે ઓળખાતો હતો.

*💠🎯🔰👉સમગ્ર દુનિયા આજના દિવસને વિશ્વ વિકલાંગ દિવસ મનાવી રહી છે. સમગ્ર દુનિયામાં ૫૦૦ મિલિયન લોકો વિકલાંગતાના શિકાર છે. મોટાભાગના દેશોમાં દર ૧૦ વ્યકતિએ એક વ્યક્તિ શારીરિક, માનસિક કે સંવેદના વિહિન વ્યક્તિ જોવા મળે છે. વિકલાંગતા એક એવો શબ્દ છે કે જે કોઇપણ વ્યક્તિને શારીરિક, માનસિક, તેમજ બૌધ્ધિક વિકાસમાં અવરોધ પેદા કરે છે.*

*💠🙏👁‍🗨સમાજમાં આવા વ્યક્તિઓને અલગ નજરે જોવામાં આવે છે. આપણે જ્યારે સમાજ વિશે વિચારીએ છીએ ત્યારે સામાન્ય રીતે નોર્મલ વ્યક્તિઓને જ આપણી જીંદગીનો હિસ્સો માનીએ છીએ. કેમ એવું શા માટે? એવું કોણે કહ્યું છે કે દુનિયા માત્ર એક જ પ્રકારના ઇન્સાન માટે બની છે. બાકી જે લોકો સામાન્ય રીતે સક્ષમ માણસની જેમ વ્યવહાર નથી કરી શકતા એ લોકો માટે દુનિયા નથી?❓❕*

*⭕️🛑⭕️ઘણાં વિકલાંગ લોકો પોતાની અલગ દુનિયામાં મસ્ત છે. આવા લોકો સામાન્ય વ્યક્તિથી ઘણી રીતે આગળ છે. જેમકે, સરકારી નોકરીઓમાં, અન્ય ખાનગી કંપનીઓમાં, ધંધા – રોજગારમાં કે અન્યત્ર ક્ષેત્રોમાં પોતપોતાની રીતે વ્યસ્ત છે. આપણે એક જાગૃત સમાજના નાગરિક હોવાથી સમાજના વિભિન્ન વર્ગને સમજવો અને સ્વિકારવો પડશે. આપણે વિકલાંગ લોકોની ભેદભાવ યુકત તેમજ ગરીબીની પરિસ્થિતિમાં તેનું સહાયક થવું જોઇએ ન કે બાધારૂપ. સામાન્ય માણસ જેવા જ તમામે તમામ અધિકારો વિકલાંગો માટે છે તો સમાજમાં સ્થાન બનાવવા માટે શા માટે ઝઝુમવું પડે છે?❓⁉️⁉️⁉️⁉️*

*⚠️❗️⚠️🚸સ્ટીફન હોકિંગ એટલે આંતરરાષ્ટ્રીય વિકલાંગોની દુનિયામાં જાણીતું નામ. સ્કૂલનો છાત્ર હોય કે વિજ્ઞાનનો શોધક દરેક લોકો આ નામ જાણતા જ હશે. આઇન્સ્ટાઇનની જેમ જ એ પણ પોતાનું વ્યકતિત્વ અને વૈજ્ઞાનિક શોધને લીધે હંમેશા ચર્ચામાં રહ્યાં છે. સ્ટીફેન હોકિંગે બ્રહ્માંડ અને બ્લેક હોલ્સને વિશે નવો સિધ્ધાંત આપ્યો. વિજ્ઞાનને એક સામાન્યમાં સામાન્ય માણસ સુધી પહોંચાડનાર તેનું પુસ્તક “એ બ્રીફ હિસ્ટરી ઓફ ટાઇમ” ની ૧ કરોડ કોપીઓ વેંચાઇ ચૂકી છે. એટલા માટે જ તેને વિજ્ઞાનના પ્રચારક કહેવામાં આવે છે. વર્તમાન એમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ “એમેરિકાના સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ” નો ખિતાબ આપી સન્માન કર્યું છે.*

🗣🗣 સ્ટીફન હોકિંગના શબ્દોમાં વિકલાંગતાની વ્યાખ્યા આ પ્રમાણે છેઃ 

*✅👏✅👏“વિકલાંગ હોવું એ કોઇ ખરાબ બાબત નથી. મારી બિમારી વિશે મારી પાસે કોઇ સારા શબ્દો નથી. પરંતુ, 
મને એટલું સમજાયું કે આપણે ક્યારેય દયાને પાત્ર ન બનવું, કારણકે અન્ય લોકો તમારા કરતા પણ ખરાબ -સ્થિતિમાં છે. એટલા માટે તમે જે કરી શકો છો એને મેળવવા માટે આગળ વધો. હું ભાગ્યશાળી છું કે સૈધ્ધાંતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં કામ કરી રહ્યો છું, આ એવું ક્ષેત્ર છે કે જેમાં વિકલાંગતા કોઇ મોટી સમસ્યા નથી.
હાલમાં મારી ઉંમર ૬૯ વર્ષની છે, હું એમયોટ્રોફિક લેટરલ સ્કેલરોસિસ (ALS) ની બિમારીથી પિડિત છું. આ બિમારીથી પિડિત હોય તેવી વ્યકતિઓમાં લાંબામાં લાંબો સમય જીવીત રહેનાર વ્યકતિ એકમાત્ર હું જ છું. આનાથી વિશેષ વાત એ છે કે મારા શરીરનો મોટાભાગનો હિસ્સો શિથિલ પડી ગયો છે. કોમ્યુટરની
સહાયથી મારી વાત રજૂ કરુ છું. હું સ્પેસમાં જવાની ઇચ્છા ધરાવું છું. આશા રાખુ છું કે મારો અનુભવ બીજાને
પણ કામ લાગશે.”*

*👆👆👆મિત્રો આ વાત જ ઘણું બધુ શીખવી જાય છે, સમાજ માટે સંદેશ આપી જાય છે. જીંદગીમાં ક્યારેય તમારી જાતને 
અન્યની સરખામણીમાં નબળી ન સમજો. તમારા ધ્યેય પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ કરો, સફળતા ચોક્ક્સ મળશે જ*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:

Post a Comment