Saturday, December 7, 2019

ભારતીય સશસ્‍ત્ર સેના ધ્‍વજ દિવસ --- Indian Armed Forces Flag Day

👁‍🗨♦️🃏👁‍🗨♦️🃏👁‍🗨♦️🃏👁‍🗨♦️
*ભારતીય સશસ્‍ત્ર સેના ધ્‍વજ દિવસ*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*👮‍♀👮‍♀દેશની સ્વતંત્રતા અને સન્માનનું જીવના ભોગે રક્ષણ કરનારા વીર સૈનિકો અને સશસ્ત્ર સેનાઓ સાથે દેશની ભલી લાગણી અને તેમના કલ્યાણની ભાવનાને જોડવા દર વર્ષે તા. ૭મી ડિસેમ્બરના રોજ આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે એટલે કે સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવે છે.*

👮‍♂આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે નિમિત્તે ભારતના વડાપ્રધાન મોદીએ હાજરી આપી હતી. અને કેન્દ્રીય સૈનિક બોર્ડના સેક્રેટરી એમ એચ રિઝવીએ વડાપ્રધાનને પર ફ્લેગ પીન કરી સન્માનિત કર્યા હતા.

પોતાના પ્રાણની પરવા કર્યા વિના દેશની સરહદો અને દેશની અખંડીતતા અને સાર્વભૌમત્‍વનું રક્ષણ કરનાર આપણા દેશના સૈનિકો યુધ્‍ધ સિવાય કુદરતી પ્રકોપ,માનવસર્જિત આપદાઓ,અકસ્‍માત તેમજ કાયદો અને વ્‍યવસ્‍થાની જાણવણી માટે અને નાગરિકોની સહાયતા માટે ખડે પગે ઉભા રહી સતત સમાજ અને દેશની અમુલ્‍ય સેવા બજાવે છે.

આ શુરવીર સૈનિકોની યાદમાં સશસ્‍ત્ર સેના ધ્‍વજદિનની ઉજવણી દરવર્ષે ૦૭ ડિસેમ્‍બરે સમગ્ર દેશમાં કરવામાં આવે છે. આ દિવસે આપણે સૌએ આપણા દેશના શુરવીર શહીદ સૈનિકોને યાદ કરી તેઓને ભાવભીની શ્રધ્‍ધાંજલી આપવાની રહે છે. તેમજ શુપ્રભાતે દરેક નાગરિક પોત પોતાની જગ્‍યાએ બે મીનીટનું મૌન રાખી શહીદ સૈનિકોને યાદ કરી તેઓને શ્રધ્‍ધાંજલી આપવામાં આવે છે.

દેશની રક્ષા કરવા સતત તૈનાત રહેતા આપણા સૈનિકો,શહીદ સૈનિકોના પરિવાજનો અને પૂર્વ સૈનિકો તેમજ આશ્રિતોની દેખભાળ કરવાનું અને તેઓને મદદરૂપ થવાનું કર્તવ્‍ય આપણા સૌ દેશવાસીઓનું છે.

*👮‍♀👮‍♂આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે ની શરુઆત વર્ષ 1949 માં થઇ હતી અને તેનો હેતુ સેનાઓને તેમને યોગ્ય સમ્માન આપવાનો હતો.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

દર વર્ષે આ દિવસે દેશની રક્ષા માટે પોતાનો જીવ આપનાર જવાનો, એરમેન અને નૌસેનિકોને યાદ કરવામાં આવે છે. 7 ડિસેમ્બર, 1949 થી દર વર્ષે આ દિવસ મનાવવાની પરંપરા છે. આ દિવસે સૌનિકોના કલ્યાણ માટે ફંડ પણ ભેગુ કરવામાં આવે છે. જુઓ આ દિવસનું મહત્વ ખરેખર શું છે.

*💠🎯💠કેમ થઇ શરુઆત*

સન 1947 માં મળેલી આઝાદી બાદ સરકાર પાસે સૈનિકોની દેખરેખ માટે જરુરી પૈસા નહોતા. 28 ઓગસ્ટ,1949 ના દિવસે રક્ષામંત્રીના નેતૃત્વમાં એક કમિટી બનાવવામાં આવી. આ કમિટી તરફથી દર વર્ષે 7 ડિસેમ્બરને ઝંડા દિવસ તરીકે મનાવવાનો આઇડિયા આપવામાં આવ્યો. ઝંડા દિવસે લોકોને નાના નાના ઝંડા આપવામાં આવતા અને તેના બદલે ડોનેશન લેવામાં આવતુ. સામાન્ય જનતામાં સૈનિકોના પરિવારોની દેખરેખની જવાબદારીની ભાવના જગાડવા માટેનો આનો મુખ્ય હેતુ હતો.

👁‍🗨💠ઝંડા દિવસ એક એવો દિવસ છે જ્યાં તમે સૈનિકો અને તેના પરિવારોના કલ્યાણ માટે 10 રુપિયાથી લઇને 10 લાખ રુપિયા સુધી ડોનેશન આપી શકે છે. 
👁‍🗨રાષ્ટ્રીય સુરક્ષા માટે સૈનિકોના યોગદાન અને તેમની કોશિશોને લોકો સામે લાવવામાં આવે છે. દેશમાં કેન્દ્રીય સૈનિક બોર્ડ અંતર્ગત આ ફંડ ભેગુ કરવામાં આવે છે અને તેની દેખરેખ પણ કરવામાં આવે છે. કેન્દ્રીય સૈનિક બોર્ડ પણ રક્ષા મંત્રાલયનો જ એક ભાગ છે.

*💠🎯શું કહ્યુ હતુ પંડિત નહેરુએ*

7 ડિસેમ્બર, 1954 ના દિવસે તે સમયના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ આ દિવસે એક ખાસ વાત કહી હતી. પંડિત નહેરુએ કહ્યુ હતુ કે, 'થોડા અઠવાડિયા પહેલા હું ભારત અને ચીનની સરહદ પર ગયો. હું સેનાના અધિકારીઓ અને જવાનોને મળ્યો. જે ત્યાં આંતરરાષ્ટ્રીય મિશન સાથે જોડાયેલા હતા. જ્યારે મે જોયુ કે તેઓ કેવી રીતે પોતાના સારા કામને એક એવી જગ્યાએ અંજામ આપી રહ્યા છે તે ઘરથી ઘણી દૂર અને સૂમસામ છે. મને તેમને જોઇને એક પ્રકારનો રોમાંચ થયો.'

🎋🗣🗣તેમણે આગળ કહ્યુ કે, 'આનાથી પણ વધુ મને એ જોઇને ઘણુ સારુ લાગ્યુ કે સૈનિકો સામાન્ય જનતા વચ્ચે ઘણા લોકપ્રિય હતા. મને આશા છે કે દેશવાસી તેમનાથી કંઇક શીખશે અને તેમની પ્રશંસા કરશે. ફ્લેગ ડે માં યોગદાન આપવુ પણ આ પ્રશંસાનો જ એક ભાગ છે.'

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

અંગ્રેજોના શાસનકાળમાં ‘રિમેમ્બર ડે’ની ઉજવણી કરીને શહીદ, અપંગ અને નિવૃત્ત થયેલા જવાનોને આર્થિક સહાય પ્રાપ્ત થાય તે હેતુથી આ દિવસની ઉજવણી કરી ફાળો એકત્રિત કરાતો હતો. આજે પણ સમગ્ર દેશમાં ૭મી ડિસેમ્બરના રોજ સશસ્ત્ર સેના ઘ્વજ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. જે અંતર્ગત આજે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા જિલ્લા

No comments:

Post a Comment