Saturday, December 7, 2019

7 Dec

✅🔶♦️🔷⭕️♦️🔷🔶✅⭕️🔷
*🛡ઈતિહાસમાં ૭ ડિસેમ્બરનો દિવસ*
🛡🔶🔷✅⭕️🎯🔰💠👁‍🗨♻️🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*🌫🌫પર્લ હાર્બર પર હુમલો☂☂*

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકાના હવાઈ રાજ્યના પર્લ હાર્બરમાં લાંગરેલી અમેરિકન નેવીની સૌથી મોટી તાકાત પર જાપાને 1941 ની સાતમી ડિસેમ્બરે ભીષણ હુમલો કર્યો હતો . તેમાં 2403 જવાનો માર્યા ગયા હતા અનેે 188 યુદ્ધ વિમાનો સંખ્યાબંધ યુદ્ધજહાજો નાશ થયા હતા .

*☄☄તાલીબાનો સરન્ડર થયા💦💦*

અલ કાયદાએ કરેલા 9 / 11 ના હુમલા બાદ અમેરિકાએ છેડેલા યુદ્ધના 61 મા દિવસે તાલીબાનોએ વર્ષ 2001 માં 7 મી ડિસેમ્બરે કંદહાર છોડી નાસી ગયા હતા . અહીંથી તાલીબાનોની પીછેહઠ શરૂ થઈ હતી . 1994 થી મુલ્લા ઓમરના નેતૃત્ત્વ હેઠળ અલ કાયદાએ અફઘાનિસ્તાન કબજે કર્યું હતું .

*🌎🌑ગુરુની ભ્રમણકક્ષામાં ગેલીલીયો🌕*
1995 માં સાતમી ડિસેમ્બરે અમેરિકાની ગેલીલીયો સ્પેસક્રાફ્ટ ગુરુની એકદમ નજીક પહોંચી તેની તસવીરો ધરતી પર મોકલી હતી . ગુરુની નજીક પહોંચનારું ગેલીલીયો પહેલું સ્પેસક્રાફ્ટ બન્યું હતું . આ પહેલા ચારેક સ્પેસક્રાફ્ટ ગુરુ પાસેથી માત્ર પસાર થયા હતા .

*🐾🐾કોલ્ડ વોર અંત તરફ🐾🐾*

સોવિયેત યુનિયનના તત્કાલીન પ્રમુખ મિખાઈલ ગોર્બાચોવ 7 ડિસેમ્બર , 1987 ના રોજ અમેરિકા ગયા હતા . આ મુલાકાત બાદ તેમણે અમેરિકન પ્રમુખ રોનાલ્ડ રેગન સાથે હથિયારોમાં ઘટાડો કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા .

*✨✨આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે🚩🚩*

વર્ષ ૧૯૪૭માં આઝાદી બાદ આર્થિક તંગીની વચ્ચે સૈનિકોના કલ્યાણ માટે આ દિવસ ઉજવવાનું નક્કી કરાયું હતું . લશ્કરની ત્રણેય પાંખના ફ્લેગ્સની નાની પ્રતિકૃતિ સામાન્ય લોકોને આપી મળતા પૈસામાંથી જવાનોના કલ્યાણ માટે કામ થાય છે.

*🎯૧૭૮૨:હૈદર અલીનું નિધન મૈસુરના શાસક હૈદર અલીનું નિધન.*

*🎯 ૧૯૪૧:પર્લ હર્બર પર હુમલોજાપાને પર્લ હર્બર પર આક્રમણ કર્યું.*

*🎲૧૯૭૨:એપોલો ૧૭ રવાના અમેરિકાએ ચંદ્ર પર જવા માટે એપોલો ૧૭ અંતરીક્ષ યાન રવાના કર્યું.*

*🎲 ૧૯૮૮:આર્મેનિયામાં ભીષણ ભૂકંપ આર્મેનિયામાં આવેલા ભીષણ ભૂકંપમાં લગભગ ૨૫૦૦૦નાં મોત.*

🎲 ૧૯૯૫:ઈનસેટ ૨સીનું પ્રક્ષેપણભારતીય સંચાર ઉપગ્રહ ઇનસેટ ૨સીનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું. 

🎲૨૦૦૯:કોપેનહેગન સંમેલન જળવાયુ પરિવર્તન પર કોપેનહેગન સંમેલન શરૂ થયું.

🎭🎭🎭🎭🎭🎭🎭🎭🎭🎭
*👁‍🗨✅👁‍🗨નાગરદાસ પટેલ👁‍🗨👁‍🗨*
🕴🕴🕴🕴🕴🕴🕴🕴
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*ગુજરાતી બાળસાહિત્યક્ષેત્રે બાળકો માટે બાળશ્રેણી પ્રગટ કરનાર નાગરદાસ પટેલનો જન્મ તા.૬/૧૨/૧૮૯૮ના રોજ કંડારી ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ઈશ્વરભાઈ અને માતાનું નામ અંબાબેન હતું. તેમણે લેખક અને પ્રકાશનનો ધર્મ બજાવી ‘કરવા જેવું કામ’ કરવાનું સ્વપ્ન હતું. અને સરસ રીતે ફળીભૂત કર્યું. આમ તો મુંબઈની પ્રિન્સેસ સ્ટ્રીટમાં રાઉન્ડ બિલ્ડીગની બાજુમાં ભોયતળીયે તેઓ ‘ રજની પ્રિન્ટિંગ ચલાવતા હતા, પરંતુ થોડા જ વખતમાં સાથે ‘ બાલ વિનોદ કાર્યાલય’ પણ ચલાવ્યું. બાળકોને અનુરૂપ એવા મોટા ટાઇપમાં તે સમીના ચિત્રકાર જગમોહન મિસ્ત્રી પાસે ચિત્રો કરાવી રંગીન કવરપેજ સાથે એક બોક્સના પેકીંગમાં વાર્તાઓનો સેટ પ્રગટ કર્યો. આ સેટ બાળકોમાં ખૂબ જ પ્રિય થઇ પડ્યો હતો. બાળકો માટે તેમણે ૨૫ સુંદર સચિત્ર પુસ્તિકાઓના આઠ સેટ સસ્તી કિંમતે પ્રગટ કરેલા.*

🎫🎫તેમણે નાનામોટા ત્રણસો જેટલા સચિત્ર અને સોહામણા પુસ્તકોનું લેખન,સંપાદક અને પ્રકાશન કરીને બાળકો, કિશોરો અને નવશિક્ષિતો માટે સ્વચ્છ સાહિત્યનું સર્જન કર્યું. ‘ શિશુ સદ્બોધ’ નામે કાવ્યસંગ્રહની એમને બાળસાહિત્યમાં પ્રવેશ કરેલો.અલંકાર સાહિત્યનો ‘ નાવલ્લારી’ ના સર્જન દ્વારા ઈ.સ.🎭૧૯૨૩માં પોતાની સાહિત્યિક સજ્જતાની સાબિતી આપી. બિલ્હણના શૃગારકાવ્ય ‘ ચૌરપંચાશીકા’ નો સમશ્લોકી અનુવાદ કરીને પોતાની કાવ્યશક્તિ અને રસજ્ઞતાની પ્રતીતિ કરવી હતી.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:

Post a Comment