🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
ગુજરાતી મહિના પ્રમાણે પ્રમુખ સ્વામીની પ્રથમ પુણ્યતિથિ
♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
💐સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગોંડલ અક્ષર મંદિર પ્રખ્યાત છે.
આ મંદિરે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા દેશ-વિદેશના લોકો અવારનવાર આવતા હોય છે.ગઇકાલે ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના કલાકાર જેઠાલાલ(દિલીપ જોશી)અક્ષર મંદિર ખાતે દર્શન કરવા પહોંચી ગયા હતા.(👦🏻અટલે કે મારા ગોકુળીયા ગોંડલ ગામે)
👈👉પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે થયો હતો. પિતા મોતીભાઈ, માતા દિવાળીબા. ખેતી અને પ્રભુભક્તિ સિવાય આ પરિવારને જીવનનું બીજુ કોઈ વિશિષ્ટ પાસું ન હતું. માગશર સુદ 8, સંવત 1978 (7 ડિસેમ્બર, 1921)ના રોજ પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ થયો હતો. પ્રમુખ સ્વામીનું જન્મનું નામ શાંતિલાલ હતું.
· 16 મે 1929ના દિવસે તેમના ગામની શાળામાં પહેલા ધોરણમાં ભણવા બેસાડ્યા. શાંતિલાલ સ્વભાવે શાંત પણ શિસ્તબદ્ધ, સમયપાલન સાથે ભણવામાં હોંશિયાર હતા. ઈતિહાસ અને ગણિત એમના પ્રિય વિષયો હતાં.
·એકથી પાંચ ધોરણ તેમના ગામમાં ભણ્યાં બાદ તેમણે છઠ્ઠા ધોરણ માટે પાદરા ગામની શાળામાં પ્રવેશ લીધો.
· ભગવાન સ્વામિનારાયણના તેઓ પાંચમા આધ્યાત્મિક વારસદાર છે.
👉ડો.કલામની બીજી પુણ્યતિથિ પર દેશ તેમને યાદ કરી રહ્યો છે.પ્રમુખ સ્વામી માટે ડો.કલામને કેટલો પ્રેમ હતો.તે તમે તેમના પુસ્તકમાં વાંચી શકો છો.તેમાં લખ્યું છે કે,‘રાષ્ટ્રપતિ તરીકેની મારી ટર્મ પુરી થતી હતી ત્યારે કેટલાક વગદાર રાજકીય વર્તુળોએ મને બીજી ટર્મ માટે પણ રાષ્ટ્રપતિ બનાવવાની હિલચાલ શરૂ કરી.પ્રમુખ સ્વામી એ સમયે અમેરિકામાં હતા.મેં ફોન કરીને તેમનો અભિપ્રાય માગ્યો.તેમણે કહ્યું,‘કલામ સાહેબ,બીજી ટર્મ ન સ્વીકારતા.લોકોની સેવા કરો.નિ:સ્વાર્થ લોકસેવા દ્વારા વ્યક્તિ અન્ય કોઇ પણ ઉચ્ચતમ હોદ્દો કરતા પણ સ્વોત્કૃષ્ટ બની શકે છે.’પ્રમુખ સ્વામી સાથેની વાતચીતના અંતે કલામે બીજી ટર્મ નહોતી સ્વીકારી.
👉ડો. કલામે ‘ટ્રાન્સેન્ડન્સ માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સિઝ વિથ પ્રમુખ સ્વામીજી’ નામનું પુસ્તક લખ્યુ છે
👉પુસ્તકના એક એક પાને તેમની પ્રમુખ સ્વામી પ્રત્યેની ભક્તિ છલકે છે. ડો. કલામને પ્રમુખ સ્વામીના અનેક આધ્યાત્મિક અને ચમત્કારિક અનુભવો થયા હતા. 2001માં ડો કલામ 30 જૂન 2001ના રોજ પ્રથમ વખત પ્રમુખ સ્વામીને મળ્યા. એમના સાંનિધ્યમાં ડો. કલામે ચૈતન્યના મહાપ્રવાહનો અનુભવ કર્યો. તેમણે એક કલાક સુધી પ્રમુખ સ્વામી સાથે અનેક વિષયે ચર્ચા કરી. એ ક્ષણથી જ તેઓ પ્રમુખ સ્વામીમય બની ગયા.
👐🖖☝️પ્રમુખ સ્વામીએ ડો. કલામને કહ્યું હતું લીડ ઈન્ડિયા
વિદાય વેળાએ પ્રમુખ સ્વામીએ કહ્યું, ‘આપણા પ્રાચીન ઋષિઓએ આપણને વિજ્ઞાનની ભેટ આપી છે. તમે પણ એક ઋષિ છો. આટલું કહ્યાં પછી પ્રમુખ સ્વામીએ કહ્યું, ‘લીડ ઇન્ડિયા.’ તેમના એ શબ્દોનો અર્થ ડો. કલામ ત્યારે સમજી શક્યા નહીં ,પણ ત્યાર બાદ થોડા દિવસો પછી પ્રમુખ સ્વામીના લીડ ઇન્ડિયા શબ્દો સાર્થક થતા હોય તેમ જૂન-2002માં અણધારી રીતે રાષ્ટ્રપતિ પદ માટે તેમની પસંદગી કરવામાં આવી.
👉👉પ્રમુખ સ્વામી અને કલામની અંતિમ મુલાકાત, અને તે પછી શું થયું ?
પ્રમુખ સ્વામીની નાજૂક તબિયતના સમાચાર સાંભળી ડો. કલામ તા.11 માર્ચ 2014ના રોજ સારંગપુર આવ્યા હતા. તેઓ લખે છે, ‘કોઇ અલૌકિક દિવ્યતા વચ્ચે સ્વામીજીએ દસ મિનિટ સુધી મારા હાથ પકડી રાખ્યા. અમારી વચ્ચે એક શબ્દની પણ આપ લે ન થઇ. અમારી વચ્ચે જાણે કે દિવ્યચેતનાનો મૌન સંવાદ થયો. આ એક અદભૂત આધ્યાત્મિક અનુભવ હતો’. પ્રમુખ સ્વામીને મળી તેઓ પરત ફર્યા. સુતા પહેલા તેમણે મહાન લેબેનીઝ લેખક મીખાઇલ નાઇમાના ‘ધી બુક ઓફ મીરદાદ’ પુસ્તકનું વાચન શરૂ કર્યું ત્યાં અચાનક તેઓ દિવ્ય તંદ્રાવસ્થામાં સરી પડ્યા હતા.
👉👉ડો. કલામે પૂછ્યુ મને અહીં કોણ લાવ્યું
તેઓ નહોતા જાગતા કે નહોતા નિંદ્રામાં, ત્યાં એક અવાજ આવ્યો, ‘ઉઠ, તારે તારા લક્ષ્યો સિધ્ધ કરવાના છે’. ડો. કલામે પૂછ્યું,‘હું ક્યાં છું’ જવાબ મળ્યો, ‘સ્વર્ગમાં’. ‘મને કોણ અહીં લાવ્યું’ તેમણે પૂછયું. ‘જેને તું સવારે મળ્યો તે’ ડો. કલામે પૂછ્યું, ‘તમે પ્રમુખ સ્વામી છો?’ જવાબમાં એક સ્મિત કરી કહ્યું, ‘હું અને મારૂ ની હોડમાં સમાજનું સ્મિત વિલાઇ ગયું છે. એ સ્મિતને પાછું લાવવા તારી પસંદગી થઇ છે. તું એ પાત્ર છે જેના દ્વારા એક પુસ્તક લખાવાનું છે.’ અને ત્યારબાદ ડો. કલામે આ પુસ્તક લખ્યું.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
આજે ગુજરાતી મહિના પ્રમાણે પ્રમુખ સ્વામીની પ્રથમ પુણ્યતિથિ
💐🙏💐પ્રમુખ સ્વામી💐🙏💐
💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁🗨ઉક્તિ = "In the joy of others, lies our own happiness"
💐પ્રમુખ સ્વામી મહારાજ નું જન્મસ્થાન વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું ચાણસદ ગામ. પિતા મોતીભાઈ, માતા દિવાળીબા. ખેતી અને પ્રભુભક્તિ સિવાય આ પરિવારને જીવનનું બીજુ કોઈ વિશિષ્ટ પાસું નહોતું. માગશર સુદ ૮ , સંવત ૧૯૭૮ ( ૭ ડિસેમ્બર , ૧૯૨૧)ના રોજ આ નાના સરખા ગામમાં પંચાયતના ચોરાની સામેની ઢાળવાળી ગલીમાં ડાબા હાથે આવેલા પહેલા ઘરમાં નાના એવા પરિવારમાં તેમનો જન્મ થયો.
💐તેમનું જન્મનું નામ શાંતિલાલ રાખવામાં આવ્યું હતું. ભગવાન સ્વામિનારાયણના તેઓ પાંચમા આઘ્યાત્મિક વારસદાર છે.
💐સ્વામીનારાયણ સંપ્રદાયની પેટાશાખા એવી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ હોવાને કારણે તેમને પ્રમુખ સ્વામીના હુલામણા નામે ઓળખવામાં આવે છે.
💐મૃત્યુ સ્થાન સાળંગપુર (જિલ્લો બોટાદ), ગુજરાત - ભારત
🙏ગુરૂ🙏 શાસ્ત્રીજી મહારાજ, સાધુ ગુણાતીતાનંદ
🎯🙏તા. ૨૨-૧૧-૧૯૩૯ના રોજ અમદાવાદમાં
શાસ્ત્રીજી મહારાજે કિશોરવયના ભકતરાજ શાંતિલાલને પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી. તા. ૧૦-૧-૧૯૪૦ના રોજ ગોંડલમાં ભાગવતી દીક્ષા આપી અને તેમાંથી સૌને મળ્યા નારાયણસ્વરૂપ દાસ સ્વામી. સને ૧૯૫૦માં શાસ્ત્રીજી મહારાજે દીર્ઘદૃષ્ટિથી સ્થાપેલી વિકસતી ધર્મસંસ્થા - અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ તરીકે તેઓને નિયુકત કર્યા.
👁🗨👉પ્રમુખ સ્વામીના હુલામણા નામે ઓળખાતા શાસ્ત્રી નારાયણસ્વરુપ દાસ સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયની શાખા બીએપીએસના હુલામણા નામે ઓળખાતી
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા અને સંતમૂર્તિ છે. ૯૪ વર્ષની ઉમંરે પણ લોકહિતાર્થે તેઓ વિચરણ કરે છે. યુનોમાં ધર્મસંસદમાં ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ પ્રવચન કરી તમણે ગુજરાતી ભાષાને ગૌરવ આપ્યું છે. આજે નિઃસ્વાર્થભાવે સેવા કરતા ૮૪૪થી વધુ ત્યાગી પૂર્ણકાલિન સ્વયંસેવી-સમાજસેવી સંતોનો સમુદાય અને ૯૦૦થી વધુ હિન્દુ મંદિરો બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેમના નામે નોંધાયેલો છે.
👁🗨👉દિક્ષા અને શિક્ષા🙏👏
માતા પિતાની મમતા હતી પરંતુ શાંતિલાલ નામના આ બાળકે ૧૮ વર્ષના થતાં થતામાં તો ગુરુ
શાસ્ત્રીજી મહારાજ ની ચારલીટીની ચિઠ્ઠી પર સંસાર મૂકી ત્યાગના પથને વહાલો કરી લીધો. જાણે એ જ પળથી સમગ્ર સંસારને શાંતિના ઝરામાં ઝબકોળતા રહેવાની પ્રતિજ્ઞા લીધી.આજીવન ગુરુસેવાવ્રત ધારણ કરનાર શાંતિલાલ દિક્ષા પામ્યા અને સાધુ નારાયણ સ્વરુપદાસજી બન્યા.તેમની સેવાભાવનાથી ગુરુએ તેમાં ભાવી કર્ણધારના દર્શન કર્યા અને સેવાની સાથે સાથે અભ્યાસ કરવાની પ્રેરણા આપી.પેટલાદની સંસ્કૃત પાઠશાળામાં પંડિતો પાસે સંસ્કૃત અભ્યાસમાં લાગી ગયા. અભ્યાસમાં શાસ્ત્રી સુધીનો અભ્યાસ કરીને શાસ્ત્રી નારાયણસ્વરુપદાસજી બન્યા અને એક દિવસ ઉપ્રોક્ત સંસ્થાના પ્રમુખ બનતા આજે જે નામથી ઓળખાય છે તે નામ મળ્યું.
🎯🙏સામાજિક સેવાઓ👁🗨🙏
સંસ્થાના પ્રમુખ બનતા વટ વૃક્ષની માફ્ક ફેલાય રહેલી સંસ્થાના વહિવટની જવાબદારી તેમના શિરે આવી.નદી વહેતી ભલી અને સંત ફરતા ભલા,એ લોક વાયકા પ્રમાણે ગુરુના પ્રમુખ સ્વામી સત્સંગ વિચરણમાં લાગી ગયા.૧૮૦૦૦ થી વધુ ગામડાઓ અને શહેરોમાં ધર્મ સભાઓ કરીને સામાન્ય જનતાને જીવનનો રાહ બતાવ્યો.૨૫૦૦૦૦ જેટલા ઘરમાં જઇને લોકોને નિર્વ્યસની જીવનની પ્રેરણા આપી. ૯૦૯૦ જેટલા સંસ્કાર કેન્દ્રો શરુ કર્યા.૫૫૦૦૦ હજાર સ્વયં સેવકોની ફોજ તૈયારી કરીને સમાજ સેવાથી ભૂકંપ, પૂર જેવી આપત્તિઓમાં સમાજમાં સેવાની ધુણી ધખાવી.હોસ્પીટલો -શાળાઓ બનાવીને નિરામય -શિક્ષિત સમાજ તૈયાર કર્યો. સંપત્તિના નામે એમની પાસે છે માત્ર હરિનામની માળા, ચાર વસ્ત્રો, ઠાકોરજી તથા તેમની પૂજા અને ભોજન માટે કાષ્ઠનું એક પાત્ર! સતત વિચરણ એમની આગવી વિશેષતા છે. પ્રમુખસ્વામીનું સરનામું કયું? આ સવાલનો કોઈ કાયમી જવાબ નથી. આંખે મોતિયો, પિત્તાશય અને ગાંઠનું ઓપરેશન, પગે વા અને હાર્ટએટેક કે હૃદયની બાયપાસ સર્જરી આવાં અસહ્ય દર્દોને ગણકાર્યા વગર અનેક્ ગામડાંઓમાં ઘૂમી વળ્યા છે.
સ્વામીની કરુણાની ભાવનાએ એના વ્યાપમાં દીનદુખિયાની સેવા ઉપરાંત જીવમાત્રની સેવાને આવરી લઈ સમાજસેવાનું એક પણ ક્ષેત્ર તેમણે વણસ્પશ્ર્યુ રાખ્યું નથી. દુષ્કાળ, પૂર, વાવાઝોડાં, ભૂકંપ જેવી કુદરતી આફતોમાં માનવ સહાય માટે અનન્ય પુરુષાર્થ કર્યો છે. કોમી રમખાણો, વિવિધ આંદોલનોમાં શાંતિ માટેના પ્રયાસો એમણે કર્યા છે. એમણે કેળવણીના ક્ષેત્રમાં અદ્વિતીય યોગદાન આપ્યું છે. દહેજનાબૂદી, અસ્પશ્યતા નિવારણ, ભ્રૂણહત્યા નિવારણ જેવી કુરૂઢિઓ નાબૂદ કરવા સમાજને ફળદાયક સમજ આપી છે. સાક્ષરતાથી લઈને જળસંચય અભિયાન કે વ્યસન મુકિત આંદોલનો સુધી વ્યાપેલી આવી તો કંઈ કેટલીય સામાજિક સેવાઓમાં તેમણે અદ્વિતીય પ્રદાન આપ્યું છે.

No comments:
Post a Comment