Saturday, January 26, 2019

World Leprosy Abolition Day - વિશ્વ રક્તપિત્ત નાબૂદી દિવસ

 

26 January 2020
On World Leprosy Day, Sunday 26 January 2020, ILEP and its Members call for States to use the UN Principles and Guidelines for the elimination of discrimination against persons affected by leprosy and their family members, which were adopted by the Human Rights Council in 2010.

૨૬મી જાન્યુઆરી : આપણો પ્રજાસતાક દિવસ

🇮🇳🇮🇳૨૬મી જાન્યુઆરી : આપણો પ્રજાસતાક દિવસ🇮🇳🇮🇳


🎯૨૬મી જાન્યુઆરીએ આપણા ગણતંત્ર દિવસ તરીકે ઉજવાય છે. આપણે તેને પ્રજાસતાક દિન તરીકે પણ ઓળખીએ છીએ. પણ શું ગણતંત્ર કે પ્રજાસતાકનો ખરો અર્થ આપણે જાણીએ છીએ? એ જાણતાં પહેલાં થોડી બીજી રસપ્રદ ચર્ચા કરીએ.રાષ્ટ્રિય દિવસ તરીકે મોટા ભાગનાં રાષ્ટ્રો પોતાના આઝાદી દિનની અથવા પ્રજાસતાક દિનની ઉજવણી કરે છે. તો કેટલાક દેશોમાં આ દિવસ તેમનાં રાજા કે કોઈ મહાન સંતનાં જન્મદિવસે પણ ઉજવાય છે.

Thursday, January 24, 2019

પ્રિયકાંત મણિયાર --- Priyakant Maniar

🎋🎋🎋🎋🎋🎋🎋🎋
પ્રિયકાંત મણિયાર 
🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર હતા. એમણે કવિ તરીકે ગુજરાતી ભાષાને અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમનો જન્મ ૨૪ જાન્યુઆરી, ૧૯૨૭ ના રોજ
વિરમગામ , જિ. અમદાવાદ ખાતે થયો હતો. તેમણે ફક્ત ૯ ધોરણ સુધી કરેલો. તેમનું અવસાન ૨૫ જૂન ,
૧૯૮૫ના રોજ અમદાવાદ ખાતે થયું હતું.

કાવ્યગ્રંથો અને સન્માન
કાવ્યગ્રંથો: પ્રતીક, અશબ્દ રાત્રિ, સ્પર્શ, સમીપ, પ્રબલ ગતિ,વ્યોમલિપિ, લીલેરો ઢાળ.

સન્માન: ૧૯૮૨ – સાહિત્ય અકાદમી – દિલ્હીનો પુરસ્કાર

Wednesday, January 23, 2019

બાલ કેશવ ઠાકરે

જ્ઞાન સારથિ, [17.11.16 09:34]
બાલ કેશવ ઠાકરેને બાલાસાહેબ ઠાકરે તરીકે
ઓળખવામાં આવતાં. તેમનો જન્મ તા.23મી
જાન્યુઆરી 1926નાં એક મરાઠી પરિવારમાં
થયો હતો. તેમને 'હિન્દુ હૃદય સમ્રાટ' તરીકે પણ
ઓળખવામાં આવતાં. શિવસેનાના સ્થાપક
બાળાસાહેબે મહારાષ્ટ્રના રાજકારણ પર
છાપ છોડી છે.
ઠાકરેએ અંગ્રેજી અખબાર 'ધ ફ્રી પ્રેસ જનરલ'માં
કાર્ટુનિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત કરી
હતી. વર્ષ 1960માં તેમણે પોતાનું રાજકીય
સામયિક 'માર્મિક' શરૂ કરવા માટે નોકરી
છોડી દીધી. બાલ ઠાકરેએ મુંબઈમાં વસતા
ગુજરાતીઓ, મારવાટીઓ અને દક્ષિણ
ભારતીયોનાં વધતાં જતાં પ્રભાવ સામે ચળવળ
ચલાવી હતી. વર્ષ 1966માં શિવસેનાની
સ્થાપના કરીને બાલ ઠાકરેએ રાજકીય વ્યાપ
વધારવાનો પ્રયાસ કર્યો.
બાલ ઠાકરેની વિચારધારા પર હતી આમની
અસર
બાલ ઠાકરે મરાઠીઓની હિમાયત કરતા, તેમની
આ વિચારધારા પાછળ કેશવ સિતારામ ઠાકરેનું
મોટું પ્રદાન હતું. તેઓ સંયુક્ત મહારાષ્ટ્ર
ચળવળના અગ્રણી નેતા હતા. તેમણે ભાષાના
આધારે મહારાષ્ટ્રને અલગ રાજ્યનો દરજ્જો
આપવાની હિમાયત કરી. આગળ જતા રાજકીય
અને વ્યવસાયિક ફલક પર મરાઠીઓને આગળ
લાવવા માટે તેમના પુત્ર બાલ ઠાકરેએ
શિવસેનાની સ્થાપના કરી.
કેશવ ઠાકરેને પ્રબોધનકર ઠાકરે તરીકે પણ
ઓળખવામાં આવતાં. કારણ કે તેઓ પ્રબોધન
નામના રાજકીય પાક્ષિકમાં ઉગ્ર વિચારો
લખતા. તેઓ સામાજીક કાર્યકર પણ હતા અને
લેખક પણ. તેણે જ્ઞાતિ આધારીત વિભાજન
સામે અવાજ ઉઠાવ્યો હતો.
શિવસેનાની સ્થાપના
'મરાઠી માણુસ'ના હક્કની લડાઈ લડવા માટે
તા. 19મી જૂન 1966ના દિવસે શિવસેનાની
સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતનાં
તબક્કામાં તેનો હેતુ મરાઠી મૂળનાં લોકોનાં
અધિકારોની રક્ષા કરવાનો અને તેમને
રોજગાર અપાવવાનો હતો. શિવસેનાને લાગતું
હતું કે, ગુજરાતીઓ, મારવાડીઓ અને દક્ષિણ
ભારતમાંથી આવેલાં મજૂરોનાં કારણે મરાઠી
લોકોને રોજગાર મળતો નથી. આગળ જતા
મુંબઈનાં મોટાભાગનાં ટ્રેડ યુનિયન્સ પર તેમણે
પ્રભુત્વ મેળવી લીધું. આ બધા સંગઠનો પર અગાઉ
કોમ્યુનિસ્ટ પાર્ટીનું પ્રભુત્વ હતું. શિવસેનાના
કાર્યકરોને શિવસૈનિક તરીકે ઓળખવામાં આવે
છે. તેઓ બાલ ઠાકરેને 'હિન્દુ હૃદય સમ્રાટ'ના
હુલામણા નામથી સંબોધતા
હિન્દુ રાષ્ટ્રવાદના મુદ્દા પર ભાજપ અને
શિવસેનાની વચ્ચે યુતિ સધાઈ. વર્ષ 1995માં
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં યુતિને
બહુમત મળ્યું. વર્ષ 1995-1999 દરમિયાન બાલ
ઠાકરેને 'રિમોટ કંટ્રોલ' તરીકે ઓળખવામાં
આવતાં. એવું કહેવાતું કે મહારાષ્ટ્રની સરકારને
બાલ ઠાકરે રિમોટ કંટ્રોલ દ્વારા ચલાવે છે.
જોકે, 1996નું વર્ષ બાલ ઠાકરે માટે ખરાબ રહ્યું
હતું. તેમના પત્ની મીના ઠાકરેનું સપ્ટેમ્બર
મહિનામાં નિધન થયું. એપ્રિલ મહિનામાં
તેમના મોટાપુત્ર બિન્દુ માધવ ઉર્ફે બિન્દાનું
નિધન થયું
આરોગ્ય
જુલાઈ મહિનામાં શિવસેનાના વડા બાલ
ઠાકરે લીલાવતી હોસ્પિટલની આઈસીયુમાં
દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે શ્વાસની
તકલીફની ફરિયાદ કરી હતી. ત્યારબાદ
નવેમ્બર મહિનામાં પણ બાલ ઠાકરેની તબિયત
લથડી હતી. શિવસેનાના ધારાસભ્યો
અને સાંસદોની એક બેઠક  અચાનક જ
બોલાવવામાં આવી હતી.જોકે, આ બેઠક બાદ
અને
પછી શિવસેનાના મુખપત્ર સામનામાં લેખ
દ્વારા બાલ ઠાકરેએ પોતે સ્વસ્થ
હોવાનાં અણસાર આપવાનો પ્રયાસ કરેલો.
.
Join my telegram channel
.

https://telegram.me/gujaratimaterial

Subhash Chandra Bose ---- સુભાષચન્દ્ર બોઝ

Subhas Chandra Bose
Political leader
Image result for Subhash Chandra Bose

Description

Subhas Chandra Bose was an Indian nationalist whose defiant patriotism made him a hero in India, but whose attempt during World War II to rid India of British rule with the help of Nazi Germany and Imperial Japan left a troubled legacy. Wikipedia
Born23 January 1897, Cuttack
Died18 August 1945, Taipei, Taiwan
SpouseEmilie Schenkl (m. 1937–1945)

23 Jan

👉23 જાન્યુઆરી - નેતાજી સુભાષ ચંદ્ર બોઝ નો જન્મદિન
👉23 જાન્યુઆરી 1897 નાં રોજ જન્મ્યા
👉આદોલનકાર
👉ગાંધીજી નાં મીઠાં નાં સત્યાગ્રહ ને "નેપોલિયન ની પેરિસ યાત્રા" નામ આપ્યું
👉આઝાદ હિન્દ ફૌઝ ની રચના કરી

બાલાસાહેબ ઠાકરે -- Bala Saheb Thackeray

👁‍🗨💠🔰♻️👁‍🗨♻️🔰👁‍🗨♻️🔰💠
હિન્દુ હૃદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરે
🔰💠🔰👁‍🗨🔰💠👁‍🗨🔰💠👁‍🗨🔰

સામાન્ય કાર્યકરથી શરૂ કરી હતી કેરિયર, 'રિમોટ કંટ્રલ'થી ચલાવતા મહારાષ્ટ્ર સરકાર

*બાલ કેશવ ઠાકરેને બાલાસાહેબ ઠાકરે તરીકે ઓળખવામાં આવતાં. તેમનો જન્મ તા.23મી જાન્યુઆરી 1926નાં એક મરાઠી પરિવારમાં થયો હતો. તેમને 'હિન્દુ હૃદય સમ્રાટ' તરીકે પણ ઓળખવામાં આવતાં. શિવસેનાના સ્થાપક બાળાસાહેબે મહારાષ્ટ્રના રાજકારણ પર છાપ છોડી છે.*

*ઠાકરેએ અંગ્રેજી અખબાર 'ધ ફ્રી પ્રેસ જનરલ'માં કાર્ટુનિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 1960માં તેમણે પોતાનું રાજકીય સામયિક 'માર્મિક' શરૂ કરવા માટે નોકરી છોડી દીધી. બાલ ઠાકરેએ મુંબઈમાં વસતા ગુજરાતીઓ, મારવાટીઓ અને દક્ષિણ ભારતીયોનાં વધતાં જતાં પ્રભાવ સામે ચળવળ ચલાવી હતી. વર્ષ 1966માં શિવસેનાની સ્થાપના કરીને બાલ ઠાકરેએ રાજકીય વ્યાપ વધારવાનો પ્રયાસ કર્યો.*

🎯બાલ ઠાકરેની વિચારધારા પર હતી આમની અસર