Tuesday, May 28, 2019

લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા ---- Lok Bharti Gram Vidyapith, Sunsara

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🏡🏚🏡🏚🏡🏚🏡🏚🏡🏚🏡🏚

🏡લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા

🏯🏟🏯🏟🏯🏟🏯🏟🏯🏯🏟
(સંપૂર્ણ માહિતી PDF મા)
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

શ્રી નાનાભાઈ ભટ્ટ દ્વારા, તેમની ૭૧ વર્ષની ઉમરે સ્થાપવામાં આવેલ આ લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા , ૨૮ મે ૧૯૫૩ ના રોજ પ્રખર 🎯ગાંધીવાદી કાકાસાહેબ કાલેલકર અને તત્કાલીન સૌરાષ્ટ્ર સરકારના મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબરના હાથે થયું હતું. 

🎯ગુજરાતની સર્વપ્રથમ આ ગ્રામવિદ્યાપીઠને ‘લોકભારતી’– એવું મઝાનું નામ કવિ-મનિષીઉમાશંકર જોશીએ આપ્યું હતું. આ નામ જ સૂચવે છે કે આ વિદ્યાપીઠમાં લોક અને ‘ભારતી’ કહેતા સરસ્વતીરૂપ વિદ્યાનું સુભગ મિલન રચાવાનું છે ! ઉદ્¬ઘાટક ઢેબરભાઈએ આ સંસ્થાને ‘એક અકિંચન બ્રાહ્મણની મહાન – અમૂલી ભેટ’ ગણાવી હતી.

🎯🎯 આ સંસ્થા મહાત્મા ગાંધીનાં સત્ય અને અહિંસાનાં સર્વોદયનાં સિદ્ધાંતોનાં પાયા પર રચવામાં આવી. 

28 May

🐾🐾ઈતિહાસમાં ૨૮ મેનો દિવસ🐾🐾


💢♦️વિનાયક દામોદર સાવરકર♦️💢

' હિંદુત્ત્વ ' શબ્દની બહોળી વ્યાખ્યા આપી સામાજિક એકતાની નવી જ ફિલોસોફી રજૂ કરનારા સ્કોલર ' વીર સાવરસકર' નો જન્મ વર્ષ ૧૮૮૩માં આજના દિવસે નાસિક પાસેના ભગુરમાં થયો હતો .
👏સ્વતંત્ર સેનાની અને "ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ" પુસ્તકના લેખક વિનાયક દામોદર સાવરકર (વીર સાવરકર) નો જન્મ થયો.

⛺️🏰🏰૧૯૫૩ - લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ ,
સણોસરા , ભાવનગર જિલ્લો ,ગુજરાત , ની સ્થાપના.🏕⛩⛩⛩

🏡ડૉ. ઝવેરભાઈ એચ. પટેલના સંશોધનનાં પરિણામરૂપે ઘઉંની જાત લોક-1 (લોક-વન કે
લોકવન ) અહીં શોધવામાં આવી હતી જે આજે ગુજરાતમાં ખુબ જ લોકપ્રિય છે.
🙏🙏શ્રી નાનાભાઈ ભટ્ટ દ્વારા, તેમની ૭૧ વર્ષની ઉમરે સ્થાપવામાં આવેલ આ લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા , ૨૮ મે ૧૯૫૩ ના રોજ પ્રખર ગાંધીવાદી કાકાસાહેબ કાલેલકર નાં વરદ હસ્તે ખુલ્લી મુકાઇ. આ સંસ્થા મહાત્મા ગાંધીનાં સત્ય અને અહિંસાનાં સર્વોદયનાં સિદ્ધાંતોનાં પાયા પર રચવામાં આવી. પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ, ગ્રામ્ય સમસ્યાઓનો વ્યવહારીક ઉકેલ લાવવામાં કઇ રીતે યોગદાન આપી શકે તેનું જવલંત ઉદાહરણ આ 'લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ' છે. શ્રી
મનુભાઈ પંચોળી આ સંસ્થાનાં સહસ્થાપક છે.

વિનાયક દામોદર સાવરકર --- Vinayak Damodar Savarkar

🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🇮🇳🙏
🇮🇳🇮🇳વિનાયક દામોદર સાવરકર🙏🙏
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

💢જન્મ ૨૮ મે ૧૮૮૩
ભાગુર, નાસિક , મહારાષ્ટ્ર
💢મૃત્યુ ૨૬ ફેબ્રુઆરી ૧૯૬૬
મુંબઈ , મહારાષ્ટ્ર
💢મૃત્યુનું કારણ આમરણાંત ઉપવાસ 

♦️અન્ય નામો ♦️સ્વાતંત્યવીર સાવરકર, વીર સાવરકર, બડા બાબુ, તાત્યારાવ

💢વંશીયતા મરાઠી
✏️શિક્ષણ બી.એ., બેરિસ્ટર (લંડન)
🔆🔆માતૃસંસ્થા મુંબઈ યુનિવર્સિટી, ગ્રેસ ઇન

Monday, May 27, 2019

27 May

⭐️🌟ઈતિહાસમાં ૨૭ મેનો દિવસ🌟⭐️

🗣🗣જવાહરલાલ નહેરુ🗣🗣

દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ૧૯૬૪માં આજના દિવસે હૃદય રોગના હુમલાને કારણે નિધન થયું હતું . ૧૯૬૨માં ચીન સામે પરાજયે નહેરુની માનસિક- શારીરિક સ્થિતિ પર ઘેરી અસર છોડી હતી .
✨☄આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન પં . જવાહરલાલ નહેરુનું નિધન 27 મે 1964 ના રોજ થયુ હતું . અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની નેહરુએ 10 વર્ષ જેલમાં વિતાવ્યા હતા અને 17 વર્ષ સુધી તેઓ ભારતના વડાપ્રધાન રહ્યા હતા .

🌜🌛🌝રવિ શાસ્ત્રી🌜🌛🌝

ભારતીય ક્રિકેટના ઓલરાઉન્ડર અને હેન્ડસમ હન્ક ગણાતા શાસ્ત્રીનો જન્મ વર્ષ ૧૯૬૨માં આજના દિવસે થયો હતો . વિદેશમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બની ઔડી કાર જીતનારો તે પહેલો ભારતીય ખેલાડી હતો .

⚡️⚡️⚡️બિસ્માર્કનું પતન⚡️⚡️⚡️

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન મિત્ર દેશોને ડરાવતાં જર્મનીના સૌથી મોટા યુદ્ધ જહાજ બિસ્માર્કને બ્રિટિશ રોયલ નેવીએ વર્ષ ૧૯૪૧માં આજના દિવસે ભયાનક હુમલો કરીને ડૂબાડી દીધી હતી .

Sunday, May 26, 2019

ભુપેન હજારીકા સેતુ --- Bhupen Hajjari Setu

🛣ભુપેન હઝારીકા સેતુ🛣*

*👉પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા તા.26 મે 2017 ના રોજ ઢોલા, જિલ્લો-તિનસુકીયા આસામ ખાતે આ બ્રિજનુ ઉદ્ધાટન કરવામા આયુ*

👉પ્રખ્યાત *આસામી ગાયક ભુપેન હઝારીકાના નામ પરથી આ બ્રિજનુ નામ* રાખવામા આવ્યુ

👉નિર્માણ- બ્રહ્મપુત્ર નદી પર 
*👉ભારતનો સૌથી લાંબો* અને
👉એશિયાનો બીજા નંબરનો સૌથી લાંબો બ્રિજ છે
*👉આસામ અને અરૂણાચલ પ્રદેશ ને જોડતો આ બ્રિજ ઢોલા અને સદિયા ઘાટની વચ્ચે* બનાવવામા આયો છે

👉નિર્માણ ખર્ચ-2056 કરોડ
*👉લંબાઇ-9.15 કિ.મી.*
👉અસમ અને અરૂણાચલ પ્રદેશ વચ્ચે હવે 6 કલાક ની જગ્યા એક કલાકમા આ બ્રિજના કારણે પહોંચી જતુ હોવાથી બન્ને રાજ્યોમા પ્રવાશન અને રોજગારીની તકો ઉભી થશે

અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી --- Ambalal Balkrishna Purani

🐾🐾🐾🐾🐾🐾🐾🐾🐾
👣અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી👣
👨👨👨👨👨👨👨👨👨

(૨૬-૫-૧૮૯૪, ૧૧-૧૨-૧૯૬૫): ગદ્યકાર. 
👼જન્મ સુરતમાં. વતન ભરુચ. પ્રાથમિક કેળવણી ભરુચમાં. 
⭐️૧૯૦૯માં મેટ્રિક. ૧૯૧૩માં ફિઝિક્સ અને કેમિસ્ટ્રી સાથે બી.એ. કલા, સાહિત્ય અને તત્ત્વજ્ઞાનમાં ઊંડો રસ. 
🌟ગુજરાતમાં વ્યાયામપ્રવૃત્તિના આરંભક અને પ્રસારક. 
💫૧૯૨૨થી અવસાનપર્યંત પોંડિચેરીમાં યોગસાધના.
તેમની પાસેથી સંસ્મરણોથી ભરપૂર પ્રવાસવર્ણનો, પત્રસાહિત્ય, ઇતિહાસ, સાહિત્ય અને અધ્યાત્મને લગતા નિબંધસંગ્રહો મળે છે.

✨✨જન્મ
૨૬,મે-૧૮૯૪; સુરત
☄વતન – ભરૂ્ચ
💐💐અવસાન
૧૧, ડિસેમ્બર – ૧૯૬૫; પોંડિચેરી

જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી --- Jethalal alias Dilip Joshi

👥👥👥👥👥👥
જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી
👦🏻👦🏻👦🏻👦🏻👦🏻👦🏻

👁૯માં ભારતીય ટેલી પુરસ્કારમાં તેમને શ્રેષ્ઠ હાસ્ય અભિનેતાનો પુરસ્કાર મળ્યો.

👦🏻‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી આજે વર્ષના થઈ ગયા છે એક્ટ. છવ્વીસ મે 1968 ના રોજ તેમનો જન્મ પોરબંદરના ગુજરાતમાં થયો હતો. સબ ટીવીના ફેમસ આ શોમાં દયાબેન ઉર્ફે દિશા વાકાણીની કેમેસ્ટ્રી ઓડીયન્સને બહુ હસાવે છે. તમને જણાવી દઈએ કે, રીયલ લાઈફમાં દિલીપ જોશીએ લગ્ન કરેલા છે. તેમની પત્નીનું નામ જયમાલા જોશી છે. દીપીલ અને જયમાલાને બે બાળકો પણ છે. પુત્રી નિયતિ અને પુત્ર ઋત્વિક.

👦🏻👦🏻👦🏻ટીવી જ નહિ, પણ ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે દિલીપ👦🏻👦🏻👦🏻


દિલીપ જોશીને આજે લોકો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ નામથી ઓળખાય છે. પરંતુ તે ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે. જેમ કે, મેંને પ્યાર કિયા (1989), હમ આપકે હૈ કોન (1998), ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની (2000), હમરાજ (2002) અને ફિરાક (2008) જેવી એક્સ થી વધારે ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.

👦🏻ટીવી સીરિયલ્સમાં પણ જોવા મળ્યા દિલીપ
ગલતનામા (1994), દાલ મે કાલા (1998), હમ સબ એક હૈ (2001), હમ સબ બારાતી (2004) અને ફરી (2008) જેવી સીરીયલોમાં કામ કરી ચુક્યા છે. હાલમાં દિલીપ જોશી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરી રહ્યા છે. તેમના કિરદારને દર્શકો દ્વારા વધારે પ્રતિસાદ મળી રહ્યો છે. 
🗣ગુજરાતી ફિલ્મ – હું, હુંશી, હુંશીલાલ
ગુજરાતી નાટક – બાપુ તમે કમાલ કરી
🗣હિન્દી સિરિયલ – ગલતનામા, ગોપાલજી, દાલ મૈં કાલા, કોરા કાગઝ, હમ સબ ઐક હૈ, દો ઔર દો પાંચ

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏