Saturday, June 15, 2019

મેગ્નાકાર્ટા --- Magnacarta

🎯✅🎯✅🎯✅🎯✅🎯✅🎯✅
🎯✅🎯✅મેગ્નાકાર્ટા:✅🎯✅🎯✅
👁‍🗨⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

મેગ્નાકાર્ટા:
ઈગ્લેન્ડના રાજવી કિંગ જોન દ્વારા ઈ.સ.૧૨૧પ(15 જૂન 1215) માં જારી થયેલો મેગ્નાકાર્ટા દસ્તાવેજ તે માનવ અધિકારના મોરચે બહાર પડેલો સૌપ્રથમ દસ્તાવેજ હતો.

💠ન્યાયતંત્રની ભૂમિકા:

તમામ દેશોને ન્યાયતંત્ર નાગરિકોના માનવ અધિકારોના સંરક્ષણની બંધારણીય જવાબદારી નિભાવે છે.સુપ્રીમકોર્ટ અને હાઈકાર્ટ આ મુદ્દા પર ખાસ ધ્યાન આપે છે.

👉♦️એક માનવ હોવાને નાતે વ્યક્તિને સામાન્યપણે માનવ અધિકાર મળી જાય છે.એ રાહે માનવ અધિકારો વિશ્વમાં વસતા તમામ વ્યક્તિને સમાનરૂપે લાગુ પડે છે.વિશ્વભરના સ્થાનિક,પ્રાદેશિક,રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદાઓમાં કુદરતી ન્યાયના સિદ્ધાંતના રૂપમાં માનવ અધિકારોને સ્થાન આપવામાં આવ્યું છે.રાજ્યોની નીતિઓ અને બિનસરકારી સંગઠનોની પ્રવૃત્તિઓમાં પણ માનવ અધિકાર કેન્દ્ર સ્થાને છે.

લેફ. જનરલ રાજેન્દ્રસિંહ --- Left General Rajendra Singh

👮👮👮👮👮👮👮👮👮👮
👮લેફ. જનરલ રાજેન્દ્રસિંહ👮
👮👮👮👮👮👮👮👮👮👮
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👮👮👮આ ગુજરાતી જનરલે આર્મી ચીફ બનવાનો કર્યો હતો ઇનકાર, કહ્યું કે- “મારા સિનિયરને આર્મી ચીફ બનાવો”👮👮👮👮

🎯આઝાદી સમયે લેફ. જનરલ રાજેન્દ્રસિંહે હૈદરાબાદમાં ' ઓપરેશન પોલો' હાથ ધર્યું અને નિઝામના શાસનને ભારતમાં ભેળવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી. 

🙏👉ભારતને 15 ઓગસ્ટ,1947ના રોજ આઝાદી મળી ત્યારથી પ્રથમ બે કમાન્ડર ઇન ચીફ બ્રિટિશ રહ્યા હતા. જોકે બાદમાં તેમની ભારત પ્રત્યેની નિષ્ઠા અને ઇરાદાઓ પર સવાલ ઉઠતા ભારતીય અધિકારીઓને સર્વોચ્ચ પદ પર નિમણૂક કરવાની વાત આવી.

🙏👉બાદમાં નવા આર્મી ચીફ બનાવવાની વાત આવી તો તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને નાયબ વડાપ્રધાન સરદાર પટેલ બંન્ને ગુજરાતી લેફ્ટ. જનરલ રાજેન્દ્રસિંહના પક્ષમાં હતા. પરંતુ રાજેન્દ્રસિંહ પોતે તેનો વિરોધ કર્યો હતો કારણ કે, ઉંમરમાં રાજેન્દ્રસિંહ લેફ. જનરલ કરિયપ્પા કરતા છ મહિના મોટા હતા. પરંતુ સેનામાં સીનિયોરિટીની દ્રષ્ટીએ તેઓ કરિયપ્પા કરતા એક વર્ષ પાછળ હતા. રાજેન્દ્રસિંહ જામનગરના મહારાજા દિગ્વિજયસિંહના સંબંધી છે.

👉👌👌👌જનરલ રાજેન્દ્રસિંહે કહ્યું કે, જનરલ કરિયપ્પા મારાથી સિનિયર છે અને ભારતીય સૈન્યના પ્રથમ ભારતીય સૈન્ય વડા પસંદ કરવામાં સિનિયોરિટીને ધ્યાનમાં લેવામાં ના આવે તો હું તેને કબૂલ કરીશ નહીં. બાદમાં કરિયપ્પાને આર્મી ચીફ બનાવવામાં આવ્યા. કરિયપ્પાને સરદાર અને નહેરુ એટલા માટે પસંદ કરતા નહોતા કારણ કે તેમને લાગતુ કરિયપ્પા પુરી રીતે બ્રિટિશ રંગ-ઢંગના અધિકારી છે. બાદમાં કરિયપ્પાની નિવૃતિ બાદ રાજેન્દ્રસિંહને આર્મી વડા બનાવવામાં આવ્યા હતા.

15 June

🔰⭕️🔰🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️
♻️ઈતિહાસમાં ૧૫ જૂનનો દિવસ💠
🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰⭕️🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👮👮જનરલ રાજેન્દ્રસિંહ જાડેજા👮👮

લશ્કરના બીજા વડા અને જામનગરના રાજવી પરિવારના મહારાજ રાજેન્દ્રસિંહનો જન્મ વર્ષ ૧૮૯૯માં આજના દિવસે થયો હતો . હૈદરાબાદને ભારતમાં સામેલ કરવાના ઓપરેશનમાં તેમની ભૂમિકા મહત્ત્વની હતી .

⚙⛓⚙લક્ષ્મી મિત્તલ⛓⛓⚙⛓

સ્ટીલ મેગ્નેટ લક્ષ્મી મિત્તલનો જન્મ વર્ષ ૧૯૫૦માં આજના દિવસે રાજસ્થાનમાં થયો હતો . સ્ટીલ બિઝનેસ ધરાવતા પિતાને ત્યાં જ જન્મેલા બ્રિટનના સૌથી ધનિક ભારતીય મિત્તલે હજુ બ્રિટનનું નાગરિકત્ત્વ લીધું નથી .

💡🔦💡શી જિનપિંગ💡🔦💡

છેલ્લા કેટલાય વખતથી ભારતમાં ચર્ચામાં રહેલા ચીનના આ રાષ્ટ્રપ્રમુખનો જન્મ વર્ષ ૧૯૫૩માં આજના દિવસે થયો હતો . ચીનની રાજધાની બેઇજિંગમાં જ જન્મેલા જિનપિંગના પિતા ચુસ્ત કમ્યુનિસ્ટ હતા .

Friday, June 14, 2019

14 June

તારીખ : 14/06/2019
📋વાર :  શુક્રવાર 

▫️વિક્રમ સંવત ૨૦૭૪
▫️જઠ સુદ ૧

🔳1634 :- રશિયા અને પોલેન્ડ પોલિયાનોવ સંધિ પર હસ્તાક્ષર કર્યા.

🔳1642 :- અમેરિકાના મેસાચ્યુસેટમાં અનિવાર્ય શિક્ષણનો પ્રથમ કાયદો પસાર થયો.

🔳1775 :- અમેરિકાની સેનાની સ્થાપના કરાઈ.

🔳1880 :- ગ્રામીણ વૈજ્ઞાનિક સતીસ ચંદ્ર દાસગુપ્તાનો જન્મ થયો.

🔳1907 :- નોર્વેએ મહિલાઓ પાસેથી તેમનો મતાધિકાર છીનવી લીધો.

🔳1909 :- પ્રથમ બિન કૉંગ્રેસી મુખ્યમંત્રી ઇએમએસ નામ્બુદિરિપાદનો કેરળમાં જન્મ થયો.

🔳1929 :- જતીન્દ્ર નાથ દાસની કલકતા માંથી ધરપકડ કરવામાં આવી.

🔳1949 :- વિયેટનામ દેશ આઝાદ થયો.

🔳1958 :- ડૉ. સી. વી. રામન ને લેનિન શાંતિ પીરુસ્કાર આપવામાં આવ્યો.

વિશ્વ રક્તદાન દિવસ --- World Blood Donation Day

🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻🔺🔻
⭕️⭕️14 જૂન : વિશ્વ રક્તદાન દિવસ 
🌡💉🌡💉🌡💉🌡💉🌡💉🌡💉
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉👁‍🗨વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)દ્વારા 14 જૂનને વિશ્વ રક્તદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ સંગઠને 1997માં એ લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું કે વિશ્વવના પ્રમુખ 124 દેશો પોતાને ત્યાં સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપે. આનો ઇરાદો એ હતો કે કોઇપણ વ્યક્તિને લોહીની જરૂર પડતા તેના માટે તેણે પૈસા ચૂકવવાની જરૂર ન પડે.

👉વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કાર્લ લેન્ડસ્ટાઇનર નામના જાણીતા ઓસ્ટ્રેલિયન જીવવિજ્ઞાની અને ભૌતિકશાસ્ત્રીની યાદમાં તેમના જન્મદિનના અવસરે રક્તદાનને પ્રત્સાહન આપવા માટે 14 જૂનને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે મનાવે છે.

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳ભારતમાં રક્તદાન -🇮🇳

WHOના માપદંડ અનુસાર ભારતમાં વાર્ષિક એક કરોડ યુનિટ રક્તની જરૂરિયાત હોય છે. પણ 75 લાખ યુનિટ જ ઉપલબ્ધ બને છે. એટલે કે લગભગ 25 લાખ યુનિટ લોહીના અભાવમાં દર વર્ષે સેંકડો દર્દીઓ દમ તોડી દે છે. ભારતની આબાદી સવા અરબ છે જ્યારે રક્તદાતાઓનો આંકડો કુલ આબાદીના એક ટકા પણ નથી. ભારતમાં કુલ રક્તદાનનું માત્ર 49 ટકા રક્તદાન જ સ્વૈચ્છિક હોય છે. રાજધઆની દિલ્હીમાં તો સ્વૈચ્છિક રક્તદાન માત્ર 32 ટકા જ છે.

કાર્લ લેન્ડસ્ટેઇનર --- Carl Landsteiner

♦️♻💉🌡️એબીઓ રક્તસમુહ પ્રણાલી🌡💉🌡💉 (ABO blood group system)ના શોધક,જે માટે તેમને ઇ. સ. ૧૯૩૦ના વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું, કાર્લ લેન્ડસ્ટેઇનર (Karl Landsteiner)નો ઓસ્ટ્રિયા ખાતે જન્મ

🔑🗝🔑કાર્લ લેન્ડસ્ટેઇનર (અંગ્રેજી:Karl Landsteiner) વિશ્વભરમાં જાણીતા વૈજ્ઞાનિક હતા. તેઓ
જીવશાસ્ત્રના તજજ્ઞ હતા. તેમનો જન્મ જૂન ૧૪ , ૧૮૬૮ના રોજ ઓસ્ટ્રિયા નામના દેશમાં થયો હતો.
તેઓ એબીઓ રક્તસમુહ પ્રણાલી (ABO blood group system)ના શોધક હતા, જેના માટે તેમને ઇ. સ. ૧૯૩૦ના વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું અને એમનો જન્મ દિવસ (૧૪મી જૂન, ૧૮૬૮) હોવાથી તેમની યાદમાં વિશ્વ રક્તદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિન મનાવી વિશ્વ આરોગ્ય સંસ્થાએ પહેલ કરી વિશ્વને રક્તદાનનું મહત્વ સમજાવવા પ્રયાસ આદર્યો છે.
એમણે આપણા શરીરમાં અત્યંત મહત્વ ધરાવતા લોહીમાં અગત્યનાં સંશોધનો કર્યાં હતાં. એમણે આ પૈકી એક શોધ આર એચ ફેક્ટરની કરી હતી. એમણે એ, બી અને ઓ એમ ત્રણ જુથમાં માનવરક્તને વહેંચ્યું હતું. આ સાથે એમણે વધુ સંશોધન કરી સમાન રક્ત જૂથ ધરાવતા વ્યક્તિને એકબીજાનું લોહી ચડાવવાથી નુકશાન નથી થતુ, પણ અલગ અલગ રક્ત જૂથ ધરાવતી વ્યક્તિઓને એકબીજાનું લોહી ચડાવવામાં આવે તો અત્યંત ગંભીર મુશ્કેલીઓ થાય છે એ પણ શોધી કાઢ્યું હતું. આ ઉપરાંત પોપર નામના વૈજ્ઞાનિક સાથે મળી (ઈ. સ. ૧૯૦૯) પોલિયો વાયરસની શોધ કરવામાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. એમને ઔષધીય સંશોધનો બદલ ઈ. સ. ૧૯૪૬ના વર્ષમાં લાસ્કર પારિતોષિક (Lasker award) પણ એનાયત કરવામાં આવ્યો હતો.

Thursday, June 13, 2019

13 June

📆 તારીખ : 13/06/2019
📋વાર :  ગુરુવાર


🔳1889 :- ગણેશ દામોદર સવારકારનો જન્મ થયો.

🔳1889 :- મેનેજમેન્ટમાં પ્રખ્યાત સાલારજંગનો જન્મ થયો.

🔳1905 :- ક્રિકેટર શ્રી દુલીપસિંહજીનો જન્મ થયો.

🔳1932 :- નિર્મલચંદ્ર સેનનું અવસાન થયું.

🔳1940 :- જલિયાંવાલા બાગમાં હત્યાકાંડ કરનાર જનરલ ડાયરની લંડનમાં જઇ હત્યા કરનાર ઉધમસિંહ ઉપર ગુનો લાગુ પાડવામાં આવ્યો.

🔳1943 :- સુભાસચંદ્ર બોઝે સબમરીન મારફતે જર્મની થી ટોક્યો જવા નીકળ્યા.