Monday, July 8, 2019

તલાક,હલાલા,નિકાહ ---- Talaq, Halala, Nikaah

*તલાક,હલાલા,નિકાહ*



📮➖મુસ્લિમોમાં અંગે ત્રણ બાબતો પ્રચલિત છે : તલાક ( છૂટાછેડા) વધુ, સંતાનોની સંખ્યા વધું, અને ઓછું શિક્ષણ .
આજે અહીં મુસ્લિમ તલાક અને હલાલાની, 

📮➖તલ્લાકની આંકડાકીય માહિતી પ્રમાણે સાઉદી અર્બીયામાં છેલ્લા વર્ષમાં 70000 લગ્નો થયાં તેમાંથી ૧૩૦૦૦ના તલાક કોર્ટમાં નોધાયા.

📮➖અહીંની કોર્ટ રોજનાં 40 માંથી 20 નાં ડિવોર્સ કરી આપે છે. તાજેતરના આંકડા પ્રમાણે આ બાબતે મક્કા સૌથી ટોપ પર રહ્યું હતું. ક્તરમાં ૫૦ ટકા,ટુનીસિયામાં ૫૦ ટકા, કુવેતમાં 45 ટકા, ઈરાનમાં 80 ટકા યુગલો પ્રથમ પાંચ વર્ષમાં ડિવોર્સ લે છે.

📮➖ ઈજિપ્તમાં નવા પરણેલા યુગલો
માંથી ૩૦ ટકા તલાક લે છે. નાઈજીરિયામાં સૌથી વધુ બાળ નિકાહ થાય છે. 

📮➖પાકિસ્તાનના માત્ર લાહોર શહેરમાં રોજના 100 કેઈસ કોર્ટમાં
આવે છે. 

📮➖યુનાઇટેડ અરબ અમીરાતમાં 46 ટકા પ્રમાણ છે. દુનિયાના 

📮➖મુસ્લિમોમાં સૌથી ઓછો તલાક રેટ ભારતીય મુસ્લિમોનો અને સૌથી 

📮➖વધુ રેટ નોર્થ અમેરિકન મુસ્લિમોનો છે.

📮➖એક બેઠકે ત્રણ તલાક અને હલાલાની સમસ્યા

📮➖ઇસ્લામમાં પુરુષને તલાકનો અબાધિત અધિકાર આપવામાં આવ્યો છે પરિણામે જાહિલ અને ક્યારેક શિક્ષિત મુસ્લિમો પણ પત્નીઓને નાના –મોટા કારણોસર ધડો ધડ ત્રણ તલાક એક સાથે આપી દે છે..અને પછી પસ્તાવો કરે છે. 

📮➖એક મત પ્રમાણે ગુસ્સામાં, મજાકમાં, નશાની અવસ્થામાં કે મનોમન પણ એક સાથે ત્રણવાર તલાક શબ્દ પત્ની માટે ઉચ્ચારી નાખે તો એ જ ક્ષણે સંબંધોનો અંત આવે છે. 

📮➖અહી પત્ની વિના કારણે છૂટાછેડાનો ભોગ બની જાય છે. મુસ્લિમ સ્ત્રીઓને આ દેખીતો હળાહળ અન્યાય છે.

📮➖હવે આવા પતિ-પત્નીએ પૂનઃનિકાહ કરવા હોય તો હલાલા 
નામની વિધિ કરવી પડે. 

📮➖જેમાં પત્નીનો બીજા મુસ્લિમ પુરુષ સાથે નિકાહ કરવામાં
આવે છે ત્યાર બાદ આ નવો પતિ તેણી સાથે સૈયા સુખ માણે છે અને એની મરજી પડે ત્યારે તેણીને તલાક આપે છે.

📮➖ત્યાર બાદ પહેલો પતિ તેણી સાથે પુનઃનિકાહ કરે છે. અને આ રીતે હલાલા પછી પતિને પત્ની પાછી મળે છે. 

📮➖આ હલાલા વિધિ કોઇપણ પત્ની માટે નર્ક સમાન અને અત્યંત આઘાતજનક –અપમાનજક હીન કૃત્ય છે.

📮➖ અને કોઇપણ સ્વમાની પતિ આવું ન કરે ….છતાં હકીકત છે કે આવા હલાલા ભારત ,પાકિસ્તાન બાંગ્લાદેશ વગેરે દેશોમાં થાય છે.

📮➖ કહેવાય છે કે જયારે આવા કેસ બને છે ત્યારે કેટલાંક મોલવીઓ આવા હલાલા કરાવી આપે છે તેઓ પાસે તેના શિષ્યો કે અન્યો લોકો હોય છે જે નિકાહ કરી ને બીજે –ત્રીજે દિવસે તલાકઆપી દે છે 

📮➖એટલે કે હલાલાના દુલ્હા બની મજા કરી લે છે. કેટલીક જગ્યાએ તો ખુદ મોલ્વી સાહેબ જ દુલ્હામિયા બની જાય છે 

📮➖..આ વિધિ માટે પૈસા અને દેહ બન્ને મળે છે ! પાકિસ્તાનમાં આવા હલાલા કરાવવા માટે મસ્જીદ ની આસપાસ ‘’હલાલા સેન્ટરો ‘’ ચાલે છે. 

📮➖એક જાણકારી પ્રમાણે એક મોલ્વી સાહેબે ખુદ દુલ્હા બની આશરે 300 હલાલા કરાવ્યા !

✔તલાક અને હલાલાની સાચી હકીકત

📮➖ઇસ્લામમાં નિકાહને ઈબાદતનો દરજ્જો આપવામાં આવ્યો છે.

📮➖ અને તલાકને નિંદનીય કૃત્ય ગણવામાં આવ્યું છે.
મહંમદ પયગમ્બરનું ફરમાન છે કે – ‘’ *સંબંધોના ટુકડા કરનાર જન્નતમાં પ્રવેશ પામી નહી શકે ..તથા જે પતિ પત્ની સાથે વધું ભલો હશે તે પુરુષોમાં શ્રેષ્ઠ છ* .’’ 

📮➖ઇસ્લામમાં નિકાહની જેમ જ તલાક આપવાની નમૂનેદાર વિધિ કુરાન અને શરીયત –હદીસના ગ્રંથોમાં સ્પષ્ટ આપવામાં આવી છે.

📮➖ પરંતુ યોગ્ય માર્ગ દર્શન ,શિક્ષણ અને અજ્ઞાનને લીધે હલાલાની વ્યાખ્યા વિકૃત અને અમાનવીય બની ગઈ.

📮➖જયારે લગ્ન જીવન સાચે જ ઝેર બની ગયું હોય અથવા કોઈ કારણસર છૂટાછેડા અનિવાર્ય બની જાય ત્યારે મુસ્લિમ પતિ-પત્ની સરળતાથી લગ્ન સંબંધનો અંત લાવી શકે તે માટે કુરાન –શરીયત મુજબ તલાક આપી છુટા પડી શકે છે.

📮➖ કુરાનમાં દર્શાવેલી તલાકની વિધિ મુજબ તલાક ઇચ્છતા દંપતીએ પહેલા પરસ્પર સમજણપૂર્વકનો સંવાદ કરવો જોઈએ.

📮➖ એક બીજાને સમજવા અને સમજાવવાનો પૂર્ણ પ્રયાસો કરવા જોઈએ. 

📮➖સગા –સ્નેહીઓએ પણ સમજાવવાના દિલથી પ્રયત્નો કરવા જોઈએ. જયારે સંવાદના બધાં જ પ્રયાસો નિષ્ફળ થાય અને સંબંધ વિચ્છેદ કરવો હોય તો પતિએ તલાક આપી શકે છે.

📮➖હવે અહી સમજવાની વાત એ છે કે આ તલાક આપ્યા પછી પતિને ત્રણ માસનો સમય (ઇદ્દ્ત ) સંબંધ ફરી રીન્યુ કરવાનો મળે છે. ત્રણ માસની અંદર પરસ્પર સંવાદ થાય ભૂલો સમજાય પ્રેમનો અહેસાસ થાય તો પતિ ફરી પત્નીને આવકારી અપનાવી લે છે 

📮➖ત્યારે ફરી પતિ –પત્નીનો સંબંધ સ્થાપિત થાય છે.

📮➖હવે ફરી ભવિષ્યમાં જયારે લગ્ન વિચ્છેદની પરિસ્થિતિ નિર્માણ પામે ત્યારે ફરી ઉપરોક્ત દર્શાવેલ વિધિ કરવી પડે. આ બીજી તલાક ગણાશે.આ વખતે પણ જો બન્ને વચ્ચે જો સુલેહ થઈ જાય તો સબંધ બચી જાય છે.

📮➖પરંતુ જયારે પતિ ત્રીજીવાર તલાક આપે છે ત્યારે નિશ્ચિત જ સંબંધનો નો અંત આવે છે. હવે કોઈ પણ રીતે તેઓ ફરી એક બીજા સાથે સંબંધમાં આવી શકતા નથી. સંબંધની ત્રણેય લાઈફ લાઈન અહી પૂરી થાય છે. 

📮➖પત્ની અન્ય લગ્ન કરી પોતાનું નવ જીવન શરુ કરે છે ..પતિ પણ એને જે કરવું હોય તે કરી શકે છે.પરંતુ જો પત્ની બીજા લગ્ન કરે અને ત્યાંથી સ્વભાવિક તલાક થાય અથવા તેણીનો પતિ મરી જાય ,એ સ્થિતમાં ફરી પતિ-પત્ની નિકાહ કરી શકે છે. 

📮➖આ પ્રકારના નિકાહને *હલાલા* કહેવામાં આવે છે.

📮➖પરતું અજ્ઞાન અને આવેશમાં આવી ઘણાં લોકો પત્નીને એક સાથે ત્રણવાર તલાક તલાક તલાક બોલી તલાક આપી દે છે ..

📮➖આ સ્થિતિએ વિવાદનો જન્મ આપ્યો છે . હ્ન્ફી ફિરકા મુજબ આ પ્રકારની ત્રણ તલાકને ત્રણ તલાક ગણી સંબધનો કાયમી અંત માનવામાં આવે છે. ભારતમાં બહુમત લોકો હનફી સંપ્રદાયના છે તેથી આ શરીયત -કાયદો લાગુ કરવામાં આવેછે.

📮➖અન્ય ખાસ નોધવા જેવું એ છે કે ઇસ્લામમાં પત્નીને તલાક માંગવાનો (ખુલ્લા) નો અધિકાર આપવામાં આવ્યો છે.પત્ની પણ પતિ પાસેથી તલાક
લઈ છૂટાછેડા લઈ શકે છે.

📮➖મુસ્લિમોની મોટી સમસ્યા એ છે કે કુરાનનું સૂક્ષ્મ અદ્યયન કરતા નથી.કુરાનની ભાષા અરબી હોવાથી, –ભાષા અજ્ઞાન ને કારણે તથા માતૃભાષામાં કે ભાષાંતર વાંચનના અભાવને લીધે મઝહબી જ્ઞાનની વંચિતતાનો ભોગ બને છે..( ref- પ્રો.આઈ.જે.સય્યદ )

૨૦૧૯ માટે યુનેસ્કોએ નક્કી કરેલી ૧૯ વર્લ્ડ હેરિટેજ સાઈટ --- 19 World Heritage Site, set by UNESCO for 2019

જ્ઞાન સારથિ, [08.07.19 13:30]
[Forwarded from જ્ઞાન સારથિ (Rajesh Shiyal)]
⛺️🛣🏕*૨૦૧૯ માટે યુનેસ્કોએ નક્કી કરેલી ૧૯ વર્લ્ડ હેરિટેજ સાઈટ*🏜🏝🏔🏖

✍️બહેરિનમાં ૪થી જુલાઈએ સમાપ્ત થયેલી 'વર્લ્ડ હેરિટેજ સમિતિ'ની બેઠકમાં ૧૯ નવી સાઈટ પસંદ કરવામાં આવી છે. *'યુનેસ્કો'એ બરાબર ૪૦ વર્ષ પહેલા ૧૯૭૮માં હેરિટેજ સાઈટ જાહેર કરવાની શરૃઆત કરી હતી*. આ વખતની બેઠકમાં 🏬*મુંબઈનાં વિક્ટોરિયન યુગના બાંધકામો*🏠 સહિત જગતભરમાં ફેલાયેલી ધરોહરને 'યુનેસ્કો'એ હેરિટેજ સ્ટેટસ આપવાનું નક્કી કર્યું છે. અત્યારે આ બધી સાઈટ્સને પ્રાથમિક ધોરણે હેરિટેજ તરીકે ઓળખ મળી છે. ૬ મહિના સુધી ચકાસણી કર્યા પછી ૨૦૧૯માં વિશ્વ વિરાસત તરીકેની કાયમી ઓળખ અપાવી દેશે. સંસ્કૃતિ, ઈતિહાસ, પ્રકૃત્તિ, કળા.. વગેરે સમજવા માટે હેરિટેજ સાઈટ્સ અત્યંત ઉપયોગી સાધન છે. એના વગર ગઈ કાલની દુનિયામાં ડોકિયું કરવાનું કામ અઘરું થઈ પડે. ભૂતકાળમાં લઈ જતી અને ભવિષ્ય માટે સંવર્ધિત થયેલી આ સાઈટ્સ કઈ કઈ છે?

*વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ એટલે શું?*
✍️ લપ્ત થઈ રહેલી સાંસ્કૃતિક, કુદરતી વિરાસતોની જાળવણી થાય તે હેતુથી યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો) દ્વારા વૈશ્વિક ધરોહરોની યાદી જાહેર કરવાની પરંપરા ૧૯૭૮થી શરૃ થઈ હતી. પ્રથમ યાદી જાહેર થઈ તેને આ વર્ષે ૪૦ વર્ષ પૂરા થયા. બહેરાનના મનામામાં મળેલી ૪૨મી બેઠકમાં ૧૯ સાઈટ્સને વૈશ્વિક વિરાસતની યાદીમાં સમાવાઈ હતી. વિશ્વની લુપ્ત થતી ધરોહરોની જાળવણી થાય, તે અંગે લોકોમાં, સરકારોમાં જાગૃતિ આવે તે હેતુથી યુનેસ્કો દર વર્ષે વિરાસતોના નામ જાહેર કરે છે.

પવન કુમાર ચામલિંગ --- Pawan Kumar Chamling

જ્ઞાન સારથિ, [08.07.19 13:30]
[Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)]
Yuvirajsinh Jadeja:
🌀🔶🌀🔶🌀🔶🌀🔶🌀🔶🌀
*🌀પવન કુમાર ચામલિંગ🌀🔶*
*દેશના સૌથી લાંબો શાસન કરનારા મુખ્યપ્રધાન*
🌀⭕️🌀⭕️🌀⭕️🌀⭕️🌀⭕️🌀
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial *🎯🔰💠👉ચામલિંગ ભારતના સિક્કિમ રાજ્યના મુખ્યમંત્રી છે. ચામલિંગ રાજકીય પક્ષ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટના સ્થાપક અધ્યક્ષ છે, 💠👉જઓ ૧૯૯૪ના વર્ષથી સતત સિક્કિમના શાસનમાં છે.*

*🎯💠👉 પવન ચામલિંગ દેશના સૌથી લાંબો શાસન કરનારા મુખ્યપ્રધાન*

*🎯🌀👉સિક્કિમના સીએમ ચામલિંગે પ.બંગાળના જ્યોતિ બાસુનો રેકોર્ડ તોડયો*

*🎯💠👉 સીએમ તરીકે ૨૩ વર્ષ, ચાર મહિના અને ૧૭ દિવસ પૂર્ણ કર્યા*

*🎯👉  સિક્કિમના મુખ્યપ્રધાન પવન ચામલિંગે સૌથી વધુ સમય સુધી મુખ્યપ્રધાન પદે ચાલુ રહેવાનો નવો વિક્રમ બનાવ્યો છે. તેમણે પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યપ્રધાન જ્યોતિ બાસુનો રેકોર્ડ તોડી નાખ્યો છે.*

2017 માં આજના દિવસે અમદાવાદને મળ્યો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો --- Ahmedabad --- 8 July

જ્ઞાન સારથિ, [08.07.19 13:30]
[Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)]
Yuvirajsinh Jadeja:
👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨
*🗳🗃2017 માં આજના દિવસે અમદાવાદને મળ્યો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો*
🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏👁‍🗨🙏
*✍️યવરાજસિંહ જાડેજા(યુયુત્સુ)(ગોંડલ)9099409723🙏*
https://t.me/gujaratimaterial

*👁‍🗨અમદાવાદ વિશ્વના હૅરિટેજ સિટી તરીકે જાહેર, ભારતનું સૌપ્રથમ શહેર*

*👉અમદાવાદઃ રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપ્યો છે.*
*🌈💠યનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીના 41મા સત્રમાં મળેલી બેઠકમાં 606 વર્ષ જૂના અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો હતો.*

*👉યનેસ્કોએ ગયા વર્ષે આ જાહેરાત કરી હતી. અમદાવાદને સૌપ્રથમ હેરિટેજ સિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. 🌈💥🌈આ પહેલા ઘણી વાર અમદાવાદ તરફથી વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મેળવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા અને યુનેસ્કોની ટીમ ઘણી વાર અમદાવાદના સર્વે માટે આવી ચૂકી હતી.*

સૌરવ ગાંગુલી ---- Sourav Ganguly

જ્ઞાન સારથિ, [08.07.19 13:30]
[Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)]
Yuvirajsinh Jadeja:
🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
*🏏🏏ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલોનો  46મો જન્મદિવસ🍰🎂*
👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ 9099409723🙏*
https://t.me/gujaratimaterial
*👉પરિન્સ ઑફ કોલકાત્તા અને બેંગાલ ટાઈગરના નામથી લોકપ્રિય સૌરવે પોતાના કરિયર અનેક સિદ્ધિઓ મેળવી છે. તેની કેપ્ટનશિપ અને બેટિંગ સ્ટાઈલને આજે પણ યાદ કરવામાં આવે છે. ભારતીય ટીમને નવી ઓળખ અપાવવામાં ગાંગુલીનું યોગદાન ખૂબ મોટું છે..*

*🏏🏏ગાંગુલીએ 1996માં લોર્ડ્ઝના ઐતિહાસિક મેદાન પર ઈન્ગ્લેન્ડ વિરુદ્ધ સદી ફટકારીને પોતાના ટેસ્ટ ક્રિકેટનો શુભારંભ કર્યો હતો. વિદેશી ધરતી પર તેની કેપ્ટનશિપમાં ભારતે કુલ 28 મેચોમાંથી 11 માં જીત મેળવી છે.*

*🏏🏏113 ટેસ્ટ મેચોમાં 7213 અને 311 વનડેમાં 11363 રન બનાવનારા ગાંગુલીના નામે વર્લ્ડકપમાં ભારત તરફથી સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ છે.👉🎯તણે શ્રીલંકા વિરુદ્ધ 183 રનની ઈનિંગ રમી હતી.*

ભાખરા-નાગલ બંધ --- Bhakra-Nagal Shutdown

જ્ઞાન સારથિ, [08.07.19 13:30]
[Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)]
Yuvirajsinh Jadeja:
💨🌪💨🌪💨🌪💨🌪💨🌪
*🌊🌊ભાખરા-નાગલ ડેમ💦💦*
🌊💦🌊💦🌊💦🌊💦🌊💦
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://t.me/gujaratimaterial
*☄️ભારતના સૌથી મોટા બંધ ભાખરા-નાગલ બંધ*

*👁‍🗨દશના પ્રથમ વડા પ્રધાન પં.જવાહરલાલ નહેરુએ ભાખરા-નાગલ બંધને નવા ભારતનું નવું મંદિર ગણાવ્યું હતું.*
👁‍🗨આ બંધ *સતલુજ નદી* પર બાંધવામાં આવ્યો છે.આ બંધને ભાખરા અને નાગલ બંધોને જોડીને બનાવવામાં આવ્યો છે.
👁‍🗨ભાખરા-નાગલ બંધ *13 કિ.મી.* ઉપર બાંધવામાં આવ્યો છે.

*👁‍🗨પજાબ અને હિમાચલ પ્રદેશની બોર્ડર પર* ભાખલા નાગલ ડેમનું સપનું જવાહરલાલ નહેરૂએ જ સાકાર કર્યું હતું.
*👉1954મા ભાખરા કેનાલ સિસ્ટમનું ઉદઘાટન 1954મા નહેરૂના હાથે કર્યું હતું,*
👉આ પ્રોજેકટનું બાંધકામ ચાલતું હતું તે દરમ્યાન જ 10 વખત તેઓ મુલાકાત લઇ ચૂકયા હતા.
👉1963મા આ ડેમનું કામકાજ પૂર્ણ થયું હતું તેવું ભાખરા બીસ મેનેજમેન્ટ બોર્ડની વેબસાઇટમાં દર્શાવ્યું છે.

*♻️✅તઓ ભારતની કાયાપલટ કરનાર પ્રોજેક્ટને 🎪'આધુનિક ભારતના મંદિર' 🎪કહેતા હતા.*

જ્યોતિ બસુ --- Jyoti Basu

જ્ઞાન સારથિ, [08.07.19 13:30]
[Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)]
Yuvirajsinh Jadeja:
🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯
*જ્યોતિ બસુ – સતત 23 વર્ષ મુખ્યમંત્રી રહ્યા હતા...*
✅♻️✅♻️✅♻️♻️✅♻️✅♻️
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)યુયુત્સુ9099409723🙏*
https://t.me/gujaratimaterial
*👉આજે જ્યોતિ બસુની  જન્મજયંતી છે..જ્યોતિ બસુનો જન્મ ૮ જુલાઈ, ૧૯૧૪ના રોજ કલકત્તાના એક બંગાળી પરિવારમાં થયો હતો*

*🎯👉જયોતિ બસુ કોમ્યુનિસ્ટ પાર્ટીના લોકપ્રિય રાજનેતા હતા. તેમણે ૧૯૭૭થી ૨૦૦૦ સુધી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે ભારતના સૌથી લાંબા સમય સુધીના મુખ્યમંત્રી બનવાનું કીર્તિમાન પ્રાપ્ત કરેલું છે.*

*👉તમના પિતા નિશિકાંત બસુ ઢાકા (હાલમાં જે બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે) જિલ્લાના બર્દી ગામમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. જ્યોતિ બસુની માતા હેમલતા બસુ ગૃહિણી હતાં.*