Monday, July 8, 2019

સૌરવ ગાંગુલી ---- Sourav Ganguly

જ્ઞાન સારથિ, [08.07.19 13:30]
[Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)]
Yuvirajsinh Jadeja:
🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
*🏏🏏ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલોનો  46મો જન્મદિવસ🍰🎂*
👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨🎯👁‍🗨
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ 9099409723🙏*
https://t.me/gujaratimaterial
*👉પરિન્સ ઑફ કોલકાત્તા અને બેંગાલ ટાઈગરના નામથી લોકપ્રિય સૌરવે પોતાના કરિયર અનેક સિદ્ધિઓ મેળવી છે. તેની કેપ્ટનશિપ અને બેટિંગ સ્ટાઈલને આજે પણ યાદ કરવામાં આવે છે. ભારતીય ટીમને નવી ઓળખ અપાવવામાં ગાંગુલીનું યોગદાન ખૂબ મોટું છે..*

*🏏🏏ગાંગુલીએ 1996માં લોર્ડ્ઝના ઐતિહાસિક મેદાન પર ઈન્ગ્લેન્ડ વિરુદ્ધ સદી ફટકારીને પોતાના ટેસ્ટ ક્રિકેટનો શુભારંભ કર્યો હતો. વિદેશી ધરતી પર તેની કેપ્ટનશિપમાં ભારતે કુલ 28 મેચોમાંથી 11 માં જીત મેળવી છે.*

*🏏🏏113 ટેસ્ટ મેચોમાં 7213 અને 311 વનડેમાં 11363 રન બનાવનારા ગાંગુલીના નામે વર્લ્ડકપમાં ભારત તરફથી સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ છે.👉🎯તણે શ્રીલંકા વિરુદ્ધ 183 રનની ઈનિંગ રમી હતી.*



*🏏🏏ગાંગુલીએ વન-ડેમાં કુલ 22 સેન્ચુરી લગાવી છે જેમાંથી 18 તેણે વિદેશોમાં ફટકારી છે. બીજી બાજુ મહેન્દ્ર સિંહ ધોનીએ હજુ સુધી એશિયાની બહાર એક પણ સદી ફટકારી નથી.*

*👁‍🗨👁‍🗨🏏🏏ગાંગુલી મૂળપણે તો જમણેરી બેટ્સમેન હતો પરંતુ ડાબોડી બેટ્સમેન એટલા માટે બન્યો જેથી તે પોતાના ભાઈનો ક્રિકેટનો સામાન યુઝ કરી શકે..*

*🏏🏏વર્ષ 2000માં મેચ ફિક્સિંગના પ્રકરણ બાદ જ્યારે ભારતીય ક્રિકેટ મુસિબતોથી ઘેરાયેલું હતું ત્યારે ગાંગુલીએ ટીમની જવાબદારી સંભાળી. જ્યારે તેને કેપ્ટનશિપ સંભાળી ત્યારે ભારત ટેસ્ટ રેંકિંગમાં 8મા ક્રમે હતું. જ્યારે તેણે રિટાયર્મેન્ટ લીધું ત્યારે ટીમ બીજા નંબરે પહોંચી ગઈ હતી.*

*🏏🏏ગાંગુલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પુનરાગમન બાદ 2007માં પાકિસ્તાન વિરુદ્ધ 239 રન બનાવ્યા. બેંગ્લોરમાં રમેલી આ ઈનિંગ તેના કરિયરની એકમાત્ર બેવડી સેન્ચુરી છે.*

*🏏2000માં કેન્યામાં આઈસીસી નૉકઆઉટ કપ ગાંગુલીની પહેલી મોટી ટૂર્નામેન્ટ હતી. તેની ફાઈનલમાં ક્રિસ ક્રેઈન્સની શાનદાર ઈનિંગને કારણે ભારતે હાર સહન કરવી પડી. ત્યારબાદ 2002માં ભારતે શ્રીલંકા સાથે સંયુક્ત પણે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતતા ગાંગુલીએ પહેલું આઈસીસી ટાઈટલ જીત્યું.*

*🏏2002ની નેટવેસ્ટ ફાઈનલ કોણ ભૂલી શકે. ભારતીય ટીમ 146 રનમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ ઈંગ્લેન્ડના 326 રનના પડકારને ચેઝ કર્યો હતો. આ મેચમાં યુવરાજ સિંહ અને મોહમ્મદ કૈફે મેચ વિનિંગ ઈનિંગ્સ રમી હતી. ત્યારબાદ ગાંગુલીનું લોર્ડ્ઝની બાલ્કનીમાં શર્ટ ઉતારી લહેરાવવું કોઈ ક્રિકેટપ્રેમી ભાગ્યે જ ભૂલી શકશે.*

*🏏🏏ગાંગુલીની કેપ્ટનશિપમાં 2003માં ભારત વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચ્યુ હતું. 1983 બાદ પહેલીવાર આવું બન્યુ હતું. ફાઈનલમાં તેને સૌથી શક્તિશાળી ઓસ્ટ્રેલિયા સામે 125 રનથી કારમો પરાજય મળ્યો હતો.*

*🏏🏏2008માં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ પર ગાંગુલીએ પોતાની છેલ્લી ટેસ્ટ રમી. અત્યારે ગાંગુલી ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળ (સીએબી)નો અધ્યક્ષ છે.*

*🏏🏏ગાંગુલીની પત્ની ડોના જાણીતી ઓડિશી નૃત્યાંગના છે. ગાંગુલી અને ડોના પાડોશી હતા અને બંનેએ પરિવારની પરવાનગી લીધા વિના જ લગ્ન કરી લીધા. બાદમાં તેમના પરિવારોએ આ સંબંધને મંજૂરી આપી દીધી હતી.*

*♦️ભારતીય ટીમના મુખ્ય કોચની પસંદગી માટેના ઇંટરવ્યુંહ 10 જુલાઇના રોજ મુંબઇમાં થશે. ક્રિકેટ સલાહકાર સમીતિ ગાંગુલી, સચીન અને લક્ષ્મણ આ ઇંટરવ્યુંહ લેશે.*

*👉સૌરવ ગાંગુલીના બંગાળી ચેટ શો ‘દાદાગિરી’*

*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)યુયુત્સુ9099409723🙏*
https://t.me/gujaratimaterial

No comments:

Post a Comment