Tuesday, July 9, 2019

જ્ઞાનપીઠ એવોર્ડ ---- Gyanpeeth Award

🏆🏆🏆🏆🏆🏆🏆
જ્ઞાનપીઠ એવોર્ડ
🏆🏆🏆🏆🏆🏆🏆
(સંપૂર્ણ માહિતી PDF મા)

🏆🎖જ્ઞાનપીઠ એવોર્ડ એ ભારતનો એક સાહિત્યિક પુરસ્કાર છે.
🎖🎖 કોઈપણ ભારતીય નાગરિક જે ભારતની માન્ય ભાષામાં સાહિત્ય સર્જે છે તે આ પુરસ્કાર મેળવી શકે છે. 
 🏆🏅 આ પુરસ્કાર ભારતીય જ્ઞાનપીઠ દ્વારા આપવામાં આવે છે. 
🎖🏆 આ પુરસ્કારનું નામ સંસ્કૃત શબ્દ 'જ્ઞાન' અને 'પીઠ' પરથી રાખવામાં આવ્યું છે. 
 🏆🎖 આ પુરસ્કારમાં ₹૧૧ લાખનો ચેક અને સરસ્વતી દેવીની કાંસ્ય પ્રતિમા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.
 
🎖🏆 ઉમાશંકર જોશીને 1967 તેમની નવલકથા નીશીથા માટે, 
🏆🎖પન્નાલાલ પટેલને 1985માં માનવીની ભવાઇ માટે અને રાજેન્દ્ર શાહને 
🏆🎖2001માં તેમની નવલકથા ધ્વની માટે. 
🎖🏆રઘુવીર ચૌધરીને તેમની નવલકથા ‘અમૃતા’ (1965) બદલ જ્ઞાનપીઠ એવોર્ડ 2015. જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરાયા છે.
 
🎖🏆ભારતનો સર્વપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ જીતનાર સર્વપ્રથમ ભારતીય મહિલા – આશાપૂર્ણાદેવી (૧૯૭૭)
🎖🏆 ભારતમાં હિન્દી સાહિત્યનો સર્વપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ જીતનાર- સુમિત્રાનંદ પંત

🎖🏆ગુજરાતી ક્ષેત્રે મળેલ જ્ઞાનપીઠ એવોર્ડ
 ક્રમ વર્ષ સાહિત્યકારનું નામ
 ૧. ૧૯૬૭ ઉમાશંકર જોષી
 ૨. ૧૯૮૫ પન્નાલાલ પટેલ
 ૩. ૨૦૦૧ રાજેન્દ્ર શાહ
 ૪. ૨૦૧૫ રઘુવીર ચૌધરી
 

વ્યક્તિપૂજા અને એકેશ્વરવાદ ---- Personality and monotheism

🕉☸🕉☸🕉☸🕉☸🕉
વ્યક્તિપૂજા અને એકેશ્વરવાદ
🕉☸🕉☸🕉☸🕉☸🕉
🚩યુવરાજસિંહ

કિશોરાવસ્થામાં હતો ત્યારે એક વાર્તા ટીવીમાં જોઇ હતી “અલાદીનનો ચિરાગ” જેમાં એક જિનને દર્શાવવામાં આવ્યો હતો જે ચિરાગના માલિકની તમામ કહેલી ઇચ્છા આંખના પલકારામાં જ પુર્ણ કરી દેતો હતો. ક્ષણોમાં ઇચ્છા પુર્ણ થઇ જાય, કોઇ ચમત્કાર થઇ જાય, મનમાં દરીયાના મોજાની જેમ જોર મારતી ઇચ્છાઓ જબાન પર આવતા પહેલા જ પુર્ણ થઇ જાય. આ માનસિક્તા હંમેશાથી જોવા મળે છે. ધર્મ સાથે ચમત્કારનો પણ સંબંધ રહ્યો છે. અલ્લાહ તઆલાએ માનવના શરીરમાં વિવિધ પ્રકારની શક્તિનો સંચય કરેલ છે. કેટલાક તેને ઓળખી પોતાની અંદર વિકસાવી લે છે. એક વ્યક્તિ સેંકડો માઇલ ઉંચે દોરડા પર ચાલી શકે પરંતુ બધાના માટે એ શક્ય નથી. અને જરૃરી પણ નથી. જરૃર આ વાતની છે કે તે ધરતી પર ચાલતા શીખે. આવી રીતે એક વ્યક્તિ આધ્યાત્મિક્તાની ટોચે પહોંચીને કેટલાક અસામાન્ય કે સમજમાં ન આવે તેવા કાર્ય કરી શકે છે. જેને લોકો ચમત્કાર કહે છે. આવા ચમત્કાર સર્જવા બધાના માટે શક્ય નથી અને જરૃરી પણ નથી. જરૃરી એટલું જ છે કે વ્યક્તિ પોતાને એક સાચો માનવ બનાવે. ઇશ્વરીય ગુણોનું પોતાની અંતરમાં સિંચન કરી માનવતાના એવરેસ્ટ પર પહાંેચવાના પ્રયત્ન કરે. અને તેના પર કાયમ રહે. મારા માટે તો આ જ માટો ચમત્કાર છે. અને આ દરેક વ્યક્તિ માટે શક્ય પણ છે. જે રીતે દોરડા પર ચાલવાથી કોઇ શ્રેષ્ઠ મનુષ્યનો ખિતાબ મેળવી શક્તો નથી તે જ રીતે ચમત્કાર સર્જવાથી કોઇ ભગવાન થઇ જતો નથી. કોઇ વ્યક્તિ હવામાં ઉડી બતાવે તો તેને તે કળાનો નિષ્ણાંત કહી શકાય,કોઇ સુપરમેન નહીં, કેમકે નાની-નાની માખીઓ પણ હવામાં ઉડે છે. માનવી ઉડીને કોઇ કીલ્લા પર વિજય પ્રાપ્ત નથી કર્યા. ધર્મના ઇતિહાસ જોઇશું તો માલૂમ પડશે કે અંબિયાઓ અને અલ્લાહના ઘણા નેક બંદાઓ દ્વારા આવી અસામાન્ય ઘટનાઓ બની છે જે અલ્લાહના હુકમથી બને છે. તે માત્ર લોકોને અલ્લાહથી જોડવા અને એક ઇશ્વર તરફ બોલાવવા માટે હોય છે. પરંતુ તેમના પછી કમજોર શ્રધ્ધાળુઓ તે લોકોને જ ઇશ્વર અથવા એવી દિવ્ય શક્તિ માની લેતા હોય છે. જેમના થકી દુનિયાના કામ બની શક્તા નથી.પરંતુ ઘણા તાંત્રિકો, ઢોંગી બાબાઓ, ચમત્કાર બતાવી પોતાની જાતને મહાન ચિતરવાનો કારસો કરતા હોય છે. સાચો વ્યક્તિ સત્ય તરફ આહ્વાન કરે છે. સત્યનો જ જયજયકાર કરે છે. તે દુનિયાભરની તક્લીફો વેઠીને પણ સત્ય પર અડગ રહે છે. વિચલિત થતો નથી. ન પોતાની જાતને ઇશ્વર તરીકે ચિતરે છે, ન સ્વામી કે સંકટ મોચન તરીકે. દુનિયામાં સૌથી પવીત્ર આત્મા પયગમ્બરોની હોય છે. જેઓ સંપુર્ણપણે માસુમ અને માનવતાના સર્વોપરી બિંદુએ બિરાજમાન હોય છે તેમની હૈસિયત અને સંદેશ બતાવતા કુઆર્ન કહે છે, “જ્યારે તે કેટલાક નવયુવાનોએ ગુફામાં આશ્રય મેળવ્યો અને તેમણે કહ્યું કે, ”હે પાલનહાર! અમને પોતાની વિશિષ્ટ કૃપા પ્રદાન કર અને અમારો મામલો સુધારી દે.” (૧૮ઃ ૧૦)

09 july

💥બિન સચિવાલય પેનલ💥 bin sachivalay, [09.07.19 17:03]
[Forwarded from ICE One liner📗📘]
📗આજે (09 july )📘 

💮1875 બોમ્બે સ્ટોક એક્સચેન્જ ની સ્થાપના કરવામાં આવી.

💮1969 વન્યજીવ બોર્ડ દ્વારા રાષ્ટ્રીય પશુ તરીકે સિંહને પસંદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રીય પશુ તરીકે વાઘને પસંદ કરવામાં આવ્યો

💮"કોપા અમેરિકા કપ-2019" બ્રાઝિલ જીત્યું.
  જે કપનો સંબંધ ફૂટબોલ સાથે છે. જેમનું આયોજન બ્રાઝિલમાં કરવામાં આવ્યું હતું

💮કનેડા ઓપન બેડમિન્ટનનો ખિતાબ "લી શી ફેંગ" જીત્યા.

💮દશની પ્રથમ હાઈડ્રોજન બસ દિલ્હીમાં ચાલશે

મ્યુચ્યુઅલ ફંડ ---- Mutual Funds

જ્ઞાન સારથિ, [09.07.19 16:15]
[Forwarded from જ્ઞાન સારથિ]
Yuvirajsinh Jadeja:
🛡💰🛡💰🛡💰🛡💰🛡💰🛡💰
💡💡💡મયુચ્યુઅલ ફંડ 🔦🔦🔦
💰🔦💰🔦💰🔦💰🔦💰🔦💰
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉મયુચ્યુઅલ ફંડ અથવા જગતના કેટલાક ભાગોમાં ઉલ્લેખાય છે એ યુનિટ ટ્રસ્ટનો વિશ્વભરમાં લાંબો અને સફળ ઈતિહાસ છે. અમેરિકા જેવા વિકસિત નાણાકીય બજારોમાં મ્યુચ્યુઅલ ફંડોની લોકપ્રિયતા અનેક ગણી વધી છે.  એકલા અમેરિકામાં કુલ 11.734 ટ્રીલિયન અમેરિકન ડોલર (રૂ.470 લાખ કરોડ)ની મિલકત સાથે 8,064 મ્યુચ્યુઅલ ફંડો છે.
👉ભારતમાં 1963માં અગાઉની યુનિટ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાની રચના થવાની સાથે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનો આરંભ થયો હતો. જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય સંસ્થાઓને 1987માં મ્યુચ્યુઅલ ફંડોની સ્થાપના કરવાની પરવાનગી આપવામાં આવી હતી. 1993થી ખાનગી ક્ષેત્રો અને વિદેશી સંસ્થાઓને મ્યુચ્યુઅલ ફંડોની સ્થાપના કરવાની રજા અપાઈ હતી.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ ---- Bombay Stock Exchange

જ્ઞાન સારથિ, [09.07.19 16:14]
[Forwarded from જ્ઞાન સારથિ]
Yuvirajsinh Jadeja:
🏤🏚🏤🏚🏤🏚🏤🏚🏤🏚
🏠🏠બોમ્બે સ્ટોક એક્સચેન્જ🏠
🏤🏚🏤🏚🏤🏚🏤🏚🏤🏚
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏આજે મારા પાંચ (5) વર્ષના અનુભવનો વાત કરવાનો મોકો મળ્યો છે...
આજે શેર બજાર વિશે લોકોમાં  જે ગેરસમજ છે તો હું યુવરાજસિંહ જાડેજા મારી કોશીશ કરીશ એ માન્યતાઓ દુર  કરવાની....🙏

👁‍🗨સૌપ્રથમ વાત મુંબઈ સ્ટોક એક્સચેન્જની👇
🔶બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ...

👁‍🗨દશમાં ઈક્વિટી કલ્ચરને વિકસાવવામાં શેરબજારે મહત્વની ભૂમિકા ભજવી છે.
👁‍🗨આજે દેશમાં કોઈ શેરબજારમાં સૌથી વધુ લિસ્ટેડ કંપનીઓ હોય તો તે મુંબઈ શેરબજારમાં છે.
👁‍🗨મબઈ શેરબજારમાં રોજની લગભગ 2500 કંપનીઓનાં ટ્રેડિંગ થાય છે અને કંપનીઓ તેમનાં શેરનું લિસ્ટિંગ મુંબઈ શેરબજારમાં થાય તેવો આગ્રહ રાખે છે.
👁‍🗨આનું સાદું કારણ એ છે કે મુંબઈ શેરબજારમાં નાનીથી લઈને મોટા કદની કંપનીઓનાં ટ્રેડિંગ સરળતાથી થવાની સાથે મોટું ટ્રેડિંગ પ્લેટફોર્મ મળે છે.
👁‍🗨 સરળ શબ્દોમાં કહીએ તો બીએસઈ રોકાણકારોને શેરો લેવા-વેચવા માટેનું વિશાળ અને પારદર્શક માળખું પૂરું પાડે છે.
👁‍🗨આજે દેશમાં સંપૂર્ણ કોમ્પ્યુટરાઈ થડ ટ્રેડિંગ પ્લેટફોર્મ પૂરું પાડનારાં મુખ્ય શેરબજારોમાં મુંબઈ શેરબજાર એક છે.
👁‍🗨બીએસઈમાં ઓન લાઈન ટ્રેડિંગ સિસ્ટમ એટલે કે ✅બોલ્ટ નામે જાણીતી સિસ્ટમ હેઠળ સોદા થાય છે. રોકાણકારો દ્વારા શેરદલાલોને આપવામાં

ગુરૂદત્ --- Gurudat

જ્ઞાન સારથિ, [09.07.19 16:14]
[Forwarded from જ્ઞાન સારથિ]
ભિનેતા પુરસ્કાર -
આંધી
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋
📽🎥📽ગરૂદત્ત📽🎥📽🎥

📽🎥📽🎥📽🎥📽🎥📽🎥📽

હિન્દી ફિલ્મ કલાના મહાન કસબી અને લાગણીશીલ ફિલ્મ સર્જક ગુરૂદ્ત્તનો જન્મ તા. ૯/૭/૧૯૨૫ના રોજ બેંગાલુરમાં શિક્ષિત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું મૂળ વતન કર્ણાટકનું મેગ્લોર હતું. પિતાનું નામ શિવશંકર પાદુકોણ જેઓ સ્કૂલમાં હેડમાસ્તર હતા. માતાનું નામ વાસંતી પાદુકોણ જેઓ પ્રાઈવેટ ટ્યુશન ચલાવતા અને બંગાળી નવલકથાઓનું કન્નડ ભાષામાં અનુવાદક તરીકે પણ કામગીરી કરતા હતા. ગુરૂદ્ત્તનું બાળપણનું નામ વસંતકુમાર હતું. બાળપણ અનેક મુશ્કેલીઓથી પસાર થયું હતું. પ્રાથમિક શિક્ષણ કલકત્તાના ભવાનપુરમાં મેળવ્યું. ઈ.સ.૧૯૪૧માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી. તેઓ નૃત્ય કલાની તાલીમ લેવા માટે અલમોડા ગયા. બે વર્ષની તાલીમ લઈ તેમાં પારંગત બન્યા. તેમણે ‘ પ્રભાત’ ફિલ્મ કંપનીમાં ત્રણ વર્ષ નૃત્ય નિર્દેશક તરીકે કામગીરી કરી હતી. તેમણે પ્રથમ ફિલ્મ ‘ સુહાગન’માં વિજયકુમારનો અભિનય કર્યો ત્યારપછી ‘ પ્યાસા’, ‘ કાળા બજાર’ , ‘ હમ એક હૈ’ , ‘ભરોસા’ જેવી અનેક ફિલ્મોમાં સુંદર અભિનય કર્યો હતો. ગુરુદત્તની સૌપ્રથમ નિર્દેશિત ફિલ્મ ‘ બાઝી’ હતી. તેમાં તેમની કલ્પનાશક્તિ અને મૌલિક દિગ્દર્શકના ચમકારા જોવા મળે છે. ત્યારપછી તેમણે ‘ આરપાર’, ‘ સેલાબ’ , ‘ મિસ્ટર એન્ડ મિસિસ’, માં કામગીરી કરી હતી. ગુરુદત્તની સર્જક પ્રતિભા ધરાવતી બે ફિલ્મ ‘ પ્યાસા’ અને ‘કાગઝ કે ફૂલ’માં જોવા મળે છે. આ બંને ફિલ્મોમાં તેઓ પોતાની કલ્પનાશક્તિને આધારે કલાકૃતિના નમૂનારૂપ ફિલ્મ બની. તેમનું હદય એક ઊર્મિશીલ કવિનું હતું. ફિલ્મના નિર્માણમાં પણ તેમની લાગણીઓની નજાકત માવજત જોવા મળે છે. ભારતના પ્રસિદ્ધ નૃત્ય સમ્રાટ ઉદયશંકર પાસેથી નૃત્યકળાનું શિક્ષણ મેળવ્યું હતું.સ્વભાવ અંતર્મુખી હોવાથી પોતાના મનની વાટ કોઈને કરી શકતા નહિ અને દિવસો સુધી મનોમન મૂંઝાતા હતા. પરિણામે તેઓ જીવન ટૂંકાવી ૧૦ ઓક્ટોબર ૧૯૬૪ના રોજ તેમના પોતાના ઘરે જ આત્મહત્યા કરી હતી. તેમના મૃત્યુનું રહસ્ય ઉકેલી શકાયું નહોતું પણ તેના મૂળમાં તેમની આત્મઘાતી વિચારધારા જ જવાબદાર હતી. તેમણે હિન્દી ફિલ્મમાં આપેલ યોગદાન અનન્ય અને અદ્વિતીય હતું. ફિલ્મજગતના ઇતિહાસમાં તેઓ ચિરસ્મરણીય રહેશે.

9 July

🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 09/07/2019
📋 વાર : મંગળવાર

🔳1816 :- આર્જેન્ટિનાએ સ્પેન પાસેથી સ્વતંત્ર થવાની જાહેરાત કરી.

🔳1875 :- મુંબઇમાં બોમ્બે સ્ટોક એક્ષચેંજની સ્થાપનાં કરવામાં આવી.

🔳1938 :- હિન્દી ફિલ્મ અભિનેતા સંજીવ કુમારનો જન્મ થયો.

🔳1969 :- Indian Wild life Board ની ભલામણ થી રોયલ બેંગલ ટાઇગર (વાઘ)ને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી બનાવવામાં આવ્યુ.

🔳2006 :- સાઈબેરિયામાં વિમાન અકસ્માત.