Tuesday, July 9, 2019

મ્યુચ્યુઅલ ફંડ ---- Mutual Funds

જ્ઞાન સારથિ, [09.07.19 16:15]
[Forwarded from જ્ઞાન સારથિ]
Yuvirajsinh Jadeja:
🛡💰🛡💰🛡💰🛡💰🛡💰🛡💰
💡💡💡મયુચ્યુઅલ ફંડ 🔦🔦🔦
💰🔦💰🔦💰🔦💰🔦💰🔦💰
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉મયુચ્યુઅલ ફંડ અથવા જગતના કેટલાક ભાગોમાં ઉલ્લેખાય છે એ યુનિટ ટ્રસ્ટનો વિશ્વભરમાં લાંબો અને સફળ ઈતિહાસ છે. અમેરિકા જેવા વિકસિત નાણાકીય બજારોમાં મ્યુચ્યુઅલ ફંડોની લોકપ્રિયતા અનેક ગણી વધી છે.  એકલા અમેરિકામાં કુલ 11.734 ટ્રીલિયન અમેરિકન ડોલર (રૂ.470 લાખ કરોડ)ની મિલકત સાથે 8,064 મ્યુચ્યુઅલ ફંડો છે.
👉ભારતમાં 1963માં અગાઉની યુનિટ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાની રચના થવાની સાથે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનો આરંભ થયો હતો. જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય સંસ્થાઓને 1987માં મ્યુચ્યુઅલ ફંડોની સ્થાપના કરવાની પરવાનગી આપવામાં આવી હતી. 1993થી ખાનગી ક્ષેત્રો અને વિદેશી સંસ્થાઓને મ્યુચ્યુઅલ ફંડોની સ્થાપના કરવાની રજા અપાઈ હતી.



✅ફબ્રુઆરી 2003માં યુનિટ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા એક્ટ 1963ને રદ કરવાના પગલે અગાઉના યુટીઆઈને બે વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યું હતું જે મુજબ, મોટા ભાગે યુએસ 64 સ્કીમ તથા નિશ્ચિત વળતર (એસ્યોર્ડ રિટર્ન) અને અન્ય કેટલીક સ્કીમની મિલકતનું પ્રતિનિધિત્વ કરતા યુનિટ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના ચોક્કસ અન્ડરટેકિંગમાં અને સેબી મ્યુચ્યુઅલ ફંડ રેગ્યુલેશનને અનુસરનારા યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડમાં વિભાજન કરાયું હતું.
માર્ચ 2008ના અંતે રૂ.,5,05,152 કરોડ (126 બિલિયન અમેરિકન ડોલર)ની મિલકતની વ્યવસ્થા કરતા 33 મ્યુચ્યુઅલ ફંડો હતાં.

♻️💠ઝડપથી વધતા જતા આ ઉદ્યોગનું સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) નિયમન કરે છે.

🔘🎯મયુચ્યુઅલ ફંડ એટલે શું ?❓❓❓

🔆સમાન નાણાકીય લક્ષ્ય ધરાવતા સંખ્યાબંધ રોકાણકારોની બચત એકત્ર રાખે તેવું ટ્રસ્ટ એટલે મ્યુચ્યુઅલ ફંડ. જે કોઈની પાસે રોકાણ કરી શકાય તેટલી, થોડા હજારો રૂપિયા જેટલી નાનકડી રકમ વધારાની હોય તે વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ કરી શકે છે. આ રોકાણકારો ચોક્કસ રોકાણ ઉદ્દેશ અને વ્યૂહ ધરાવતા ચોક્કસ મ્યુચ્યુઅલ ફંડના યુનિટો ખરીદે છે.
આમ એકત્ર કરાયેલા નાણાં ફંડ મેનેજર દ્વારા વિવિધ પ્રકારની સિક્યોરિટીઝમાં રોકવામાં આવે છે. સ્કીમના જણાવેલા ઉદ્દેશ અનુસાર આ રોકાણ શેરથી માંડીને ડિબેન્ચર અને નાણાં બજારનાં અન્ય સાધનો સુધી વ્યાપક હોઈ શકે છે. આ રોકાણમાંથી થયેલી આવક અને યોજના દ્વારા મૂડીમાં થતો વધારો યુનિટધારકો દ્વારા તેમની પાસેના યુનિટની સંખ્યાના પ્રમાણમાં વહેંચી લેવાય છે. સામાન્ય માણસ માટે મ્યુચ્યુઅલ ફંડો બિલકુલ યોગ્ય રોકાણ છે, કારણ કે ખૂબ જ ઓછા ખર્ચે વૈવિધ્યપૂર્ણ અને વ્યાવસાયિકપણે સંચાલિત સિક્યોરિટીઝની બાસ્કેટમાં રોકાણ કરવાની તક પૂરી પાડે છે.

🔆🔅તમારી વય, નાણાકીય સ્થિતિ, જોખમ સહન કરવાની શક્તિ અને વળતરની અપેક્ષા ગમે તે હોય, પણ તમારી જરૂરિયાતોને પોષે તેવી વિવિધ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડોની યોજનાઓ હોય છે. તમારા રોકાણ કાર્યક્રમના પાયા તરીકે અથવા પૂરક તરીકે મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓ તમારા નાણાકીય મ્યુચ્યુઅલ ફંડ લક્ષ્યને પૂર્ણ કરે છે.

💢મયુચ્યુઅલ ફંડ તે એક ‘સહિયારી બચતના ભંડોળ’ થી એક વિશેષ કાંઈ નથી. ઘણાં બધા રોકાણકર્તાઓની ભેગી થયેલ બચત સ્ટોક (શેર), બોન્ડ્સ અગર બન્નેમાં તેમના એક્સપર્ટ દ્વારા રોકાણ કરવામાં આવે છે. મુખ્યત્વે ચાર પ્રકારના ફંડો હોય છે. (૧) ઈકવીટી ફંડ (૨) બેલેન્સ ફંડ (૩) મંથલી ઇન્કમ ફંડ (MIP) તથા (૪) ડેટ ફંડ (૫) સોનામાં રોકાણ કરવા ગોલ્ડ ફંડ (૬) ઇક્વિટી ડેટ તથા સોનામાં કરતા મિક્સડ એસેટ ક્લાસ ફંડ આ અંગે વિશેષ માહિતી અલગ આપેલ છે. હાલ આપણે ઈકવીટી ફંડ વિશે વધુ જોઈએ.

હાલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા : એચ.ડી.એફ.સી. : રીલાયન્સ : તાતા : બીરલા સનલાઈફ : કોટક : સુંદરમ જેવી ભારતીય કંપનીઓ ઉપરાંત ફેન્ક્લીન ટેમ્પલટન, L & T, પ્રીન્સીપલ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, એચ.એચ.બી.સી. જેવી પરદેશની કંપનીઓ દ્વારા મ્યુચ્યુઅલ ચલાવવામાં આવે છે.

💢ફડ કંપનીઓએ તેમણે કરેલ રોકાણોની સ્પષ્ટ વિગતો સમયાન્તરે જાહેર કરવી પડે છે. સામાન્ય રીતે દરેક કંપનીઓ દર મહિને તે વિગતો બહાર પાડતાં હોય છે. ફંડની N.A.V. (નેટ્ એસેટ્સ વેલ્યુ) એટલે કે ફંડના યુનીટનું (રૂા. ૧૦/- નું) જે તે દિવસનું મૂલ્ય દરરોજ જણાવવામાં આવે છે. આ રીતે રોકાણકર્તાને ખબર પડે છે કે તેમની રકમ ક્યાં રોકાયેલી છે અને તે કેટલું વળતર આપી રહ્યું છે

💢પસા પરત મેળવવા માટે ખૂબ જ સરળ ફોર્મમાં વિગત ભરી મોકલવાથી ૨ થી ૫ દિવસમાં રકમ રોકાણકારના બેંક ખાતામાં સીધુજ જમા થઇ જાય છે.
રાજકોટ સહીત ઘણાં બધાં શહેરોમાં ECS (ઈલેક્ટ્રોનીક્સ ક્લીયરીંગ સીસ્ટમ) શરૂ થઈ જવાથી ‘સીસ્ટેમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન’ (SIP) દ્વારા, દર મહિને કરતાં રોકાણો માટે ડાયરેક્ટ ડેબીટ ફેસેલીટીને કારણે ફક્ત એક જ ચેકની તથા ECS ના ફોર્મની જરૂર પડે છે જેથી તે ઘણું આસાન બની ગયેલ છે.
આ ઉપરાંત હવે ઓનલાઈન કે ફોન દ્વારા પણ મ્યુ.ફંડના પેપરલેસ ટ્રાન્ઝેક્સન થઇ શકે છે.

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment