Tuesday, July 9, 2019

બોમ્બે સ્ટોક એક્સચેન્જ ---- Bombay Stock Exchange

જ્ઞાન સારથિ, [09.07.19 16:14]
[Forwarded from જ્ઞાન સારથિ]
Yuvirajsinh Jadeja:
🏤🏚🏤🏚🏤🏚🏤🏚🏤🏚
🏠🏠બોમ્બે સ્ટોક એક્સચેન્જ🏠
🏤🏚🏤🏚🏤🏚🏤🏚🏤🏚
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏આજે મારા પાંચ (5) વર્ષના અનુભવનો વાત કરવાનો મોકો મળ્યો છે...
આજે શેર બજાર વિશે લોકોમાં  જે ગેરસમજ છે તો હું યુવરાજસિંહ જાડેજા મારી કોશીશ કરીશ એ માન્યતાઓ દુર  કરવાની....🙏

👁‍🗨સૌપ્રથમ વાત મુંબઈ સ્ટોક એક્સચેન્જની👇
🔶બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ...

👁‍🗨દશમાં ઈક્વિટી કલ્ચરને વિકસાવવામાં શેરબજારે મહત્વની ભૂમિકા ભજવી છે.
👁‍🗨આજે દેશમાં કોઈ શેરબજારમાં સૌથી વધુ લિસ્ટેડ કંપનીઓ હોય તો તે મુંબઈ શેરબજારમાં છે.
👁‍🗨મબઈ શેરબજારમાં રોજની લગભગ 2500 કંપનીઓનાં ટ્રેડિંગ થાય છે અને કંપનીઓ તેમનાં શેરનું લિસ્ટિંગ મુંબઈ શેરબજારમાં થાય તેવો આગ્રહ રાખે છે.
👁‍🗨આનું સાદું કારણ એ છે કે મુંબઈ શેરબજારમાં નાનીથી લઈને મોટા કદની કંપનીઓનાં ટ્રેડિંગ સરળતાથી થવાની સાથે મોટું ટ્રેડિંગ પ્લેટફોર્મ મળે છે.
👁‍🗨 સરળ શબ્દોમાં કહીએ તો બીએસઈ રોકાણકારોને શેરો લેવા-વેચવા માટેનું વિશાળ અને પારદર્શક માળખું પૂરું પાડે છે.
👁‍🗨આજે દેશમાં સંપૂર્ણ કોમ્પ્યુટરાઈ થડ ટ્રેડિંગ પ્લેટફોર્મ પૂરું પાડનારાં મુખ્ય શેરબજારોમાં મુંબઈ શેરબજાર એક છે.
👁‍🗨બીએસઈમાં ઓન લાઈન ટ્રેડિંગ સિસ્ટમ એટલે કે ✅બોલ્ટ નામે જાણીતી સિસ્ટમ હેઠળ સોદા થાય છે. રોકાણકારો દ્વારા શેરદલાલોને આપવામાં



🔷🔶BSEની સ્થાપનાનો શ્રેય પ્રેમચંદ રોયચંદ નામક વેપારીને ફાળે જાય છે. પ્રેમચંદને કોટન કિંગ અને બુલિયન કિંગના નામે પણ ઓળખાવાતા હતા, તેઓ સુરતના જાણીતા વ્યાપારી રોયચંદ દીપચંદના પુત્ર હતા.

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🌳🌳ભારતમાં વડના ઝાડનું નામ આવે કે તરત જ ભૂત પ્રેતના વિચારો મનમાં ભમતા થઇ જાય છે. કારણ કે વડના ઝાડને હંમેશા ભૂત પ્રેત સાથે જોડીને જોવામાં આવે છે. પણ આપને શું એ વાતનો ખ્યાલ છે કે વડના ઝાડ સાથે માત્ર ભૂત પ્રેતની વાતો નહીં, પરંતુ 🌳💰ભારતના આર્થિક વિકાસની વાતો પણ જોડાયેલી છે. ભારતના આર્થિક વિકાસને દર્શાવતા એક મજબૂત સ્તંભનું જોડાણ વડના ઝાડ સાથે છે.

🎋🏛🌀વાત એમ છે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે
બીએસઇ (BSE)ની સ્થાપનાનો શ્રેય જે 👥👥ચાર ગુજરાતીઓ અને એક 👤પારસીને જાય છે તેઓ આ અંગેની ચર્ચા કરવા માટે વડના ઝાડ નીચે પોતાનો અડ્ડો બનાવ્યો હતો. તેમણે વડના ઝાડ નીચે બનાવેલી બેઠકમાં જ શેરબજાર શરૂ કર્યું હતું.

👤1950ની આસ પાસ પોતાના કારોબારના સિલસિલામાં મુંબઇના ટાઉન હોલની સામે આવેલા વડના ઝાડની નીચે જ બેઠકો યોજતા હતા.
🗣આ બેઠકમાં લોકોની સંખ્યા વધતી ગઇ. ધીરે ધીરે આ કારોબારમાં સભ્યોની સંખ્યા પણ વધતી ગઇ. વર્ષ 1875માં આ લોકોએ પોતાનું એક એસોસિએશન બનાવ્યું હતું. આ એસોસિએશનનું નામ ધ નેટિવ શેર એન્ડ સ્ટોક એસોસિએસન રાખવામાં આવ્યું હતું.
🗣તયાર બાદ કામ કાજનો વ્યાપ વધતા તેમને મોટી જગ્યાની જરૂર ઉભી થઇ. આ માટે તેમણે દલાલ સ્ટ્રીટ પર એક ઓરડો ભાડે રાખ્યો હતો. ત્યાર બાદ અન્ય મોટી જગ્યા ભાડે રાખતા હતા. આ જગ્યાઓ પર આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઉભું છે.
❕❕❕❕❕❕❕❕❕
👁‍🗨🏤ચર્ચગેટના ઓવલ મેદાન તરફથી બે ટાવરો મુંબઈ નગરીને પ્રતીકાત્મક રીતે રજુ કરતા દેખાય .
🏤એક વિશ્વવિદ્યાલયનું હજી ટકોરાબંધ ઘડિયાળવાળું 🛡રાજાબાઈ ટાવર🛡 અને બીજું ☑️શરબજારનું ફિરોઝ જીજીબાઇ ટાવર .☑️ અમૃત ગંગરના શબ્દોમાં મુંબઈગરા આપણી મુંબઈ નગરી , આમચી મુંબઈ એટલે વિદ્યાની દેવી સરસ્વતી અને ઐશ્વર્યની દેવી લક્ષ્મીનો સુમેળ .
🏤🔷150 વર્ષ પછી રાજાબાઈ ટાવર એમનું એમ ઉભું છે, જયારે આપણા મહાડાના મકાન 2-3 વર્ષમાં ખખડવા માંડે છે .

👏☑️શરબજાર એટલે આપણા ગુજરાતીઓનો ગઢ છે .
🏤🔶મબઈ શેરબજારનો ઉદભવ ઈ . સ 1851 માં એટલે મુંબઈ વિશ્વવિદ્યાલયથી 6 વર્ષ અગાઉ થયો હતો .
👆👉તમના માહિતી સભરલેખ ” હિસ્ટ્રી ઓફ ધ બોમ્બે સ્ટોક એક્સચેન્જ” માં સંશોધક અને મુંબઈ વિશ્વવિદ્યાલયના અર્થશાસ્ત્ર વિભાગના રીડર નીરજ હાટેકર લખે છે તેમ બોમ્બે ગ્રીન (ટાઉનહોલ સામેનો અત્યારનો હોર્નીમલ સર્કલ વિસ્તાર)માં એક વડના વૃક્ષ નીચે બાવીસ શેર દલાલો અનોપચારિક રીતે મળતા અને શેર સટ્ટો રમતા .
🏤👆👉દરેક દલાલ અંકે એક રૂપિયાનું રોકાણ કરતો . 22 શેર દલાલોનું આ વૃંદ “ધ નેટીવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસીએશન” તરીકે ઓળખાતું હતું .
🏤🔶જયારે કંપનીઓ નહોતી ત્યારે પણ મુંબઈ નગરીમાં શેર બજાર ઉદભવી ચૂક્યા હતા .
🔶🔷 છક 1847માં સુરતના વેપારીઓ એ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ અને બ્રિટીશ ટુરિસ્ટો સાથે મળીને કાગળ ઉત્પાદન કરવા માટે એક જોઈન્ટ સ્ટોક કંપની બનાવવાનું વિચાર્યું હતું .
💢🔶ર . 200ના 500 શેરોવાળી એક લાખ રૂપિયાની ઓથોરાઇઝડ કેપિટલની આ કંપની સ્થાપવાનું વિચારાયું હતું .
 🔑🔶પરમોટરો એ વિચાર પડતો મુક્યો હતો ત્યાં સુધીમાં તો 200 શેરો વેચાઈ ગયા હતા .
👏🔑પછી તેમણે કાગળ નહિ પણ કાપડની કંપની શરુ કરવાનું નક્કી કર્યું હતું . એ વાત સાચી છે કે 150 વર્ષ અગાઉ સ્વદેશીઓએ જોઈન્ટ સ્ટોક કંપની અન

જ્ઞાન સારથિ, [09.07.19 16:14]
[Forwarded from જ્ઞાન સારથિ]
ે શેરબજારની કલ્પના ક

રી દીધી હતી .
📢🏤ઈ . સ 1854 માં ધ બોમ્બે સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની પાંચ લાખ રૂપિયાની શેર કેપિટલ(5,000 રૂપિયાના 100 શેરો) વડે સ્થપાઈ હતી .
👆👏મોટા ભાગના શેરો પ્રમોટરો તેમજ ઓળખીતા પાળખીતા પારસી અને ગુજરાતી વેપારીઓના હાથમાં હતા .
👆👏6 વર્ષના ટૂંકા ગાળામાં તો મુંબઈ નગરીમાં દસેક કાપડની મિલો ઉભી થઈ ગઈ હતી અને તેમાં 6,600 લોકો કામ કરતા હતા .
👏આ ગાળામાં સ્ટોક એક્ષ્ચેજ કે શેરબજારનું હોવું સ્વાભાવિક હતું .
👆💢 શરોની લે વેચ કરતી વ્યક્તિઓ ઉદ્યોગ પણ સ્થાપી રહી હતી . નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિયેશનના સભ્યોમાં પ્રેમચંદ રોયચંદ જેવા અગ્રેસર શાહ્સોદાગરોનો સમાવેશ થતો હતો .

🌀🌀બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE)એટલે કે મુંબઈ શેરબજારની સ્થાપનાને ૯ જુલાઈએ ૧૪૨ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તે સમયે એક રૃપિયાની પ્રવેશ ફી સાથે ૩૧૮ વ્યક્તિઓએ વડના એક વૃક્ષની નીચે શેરબજારની સૌપ્રથમ શરૃઆત કરી હતી.

🔷🔑BSEએ ૨૫ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ ડોલેક્સ-૩૦ શરૃ કર્યું હતું. તે BSEના ડોલર-લિન્ક્ડ વર્ઝન તરીકે ઓળખાય છે. BSE વિશ્વમાં ૧૧ માં ક્રમનું સૌથી મોટુ શેરબજાર છે. ટ્રાન્ઝેક્શનની ગણતરીએ BSE વિશ્વમાં પાંચમા ક્રમનું સૌથી મોટું શેરબજાર છે. બજાર મૂડીને આધારે BSEને આ ખિતાબ મળ્યો છે. BSE કુલ ૧૩૨૦ અબજ (૧.૩૨ ટ્રિલિયન) બજાર મૂડીનું સંચાલન કરે છે.

🏛🏤શર બજારની સ્થાપના જાહેર સખાવત ટ્રસ્ટ તરીકે ૧૮૯૪માં મુંબઇ શેરબજાર ‍(બોમ્બે સ્ટોક એક્સચેન્જ)ની સ્થાપના ‍(૧૮૭૫) પછી થઇ હતી.
👆👏પહેલાં શેર બજાર બોમ્બે સિક્યુરિટિઝ કોન્ટ્રાક્ટ એક્ટ, ૧૯૨૫ હેઠળ કામ કરતું હતું. સિક્યુરિટિઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન્સ એક્ટ,
👆૧૯૫૬ના પસાર થયા પછી ધ ગુજરાત શેર & સ્ટોક એક્સચેન્જ, ઇન્ડિયન શેર એન્ડ જનરલ એક્સચેન્જ એશોસિએશન અને બોમ્બે શેર એન્ડ સ્ટોક એક્સચેન્જ, શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એશોસિએશનનું અમદાવાદ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એશોસિએશનમાં જોડાણ થયું અને હાલનું ASE બન્યું.

🔑🔶અમદાવાદ શેર બજાર અથવા ASE એ
અમદાવાદમાં આવેલું ભારતનું બીજા ક્રમનું સૌથી જૂનું શેર બજાર છે. તે સિક્યુરિટિઝ કોન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) એક્ટ ૧૯૫૬ હેઠળનું સ્થાયી શેર બજાર છે. આ શેરબજારનું ચિહ્ન સ્વસ્તિક છે, જે હિંદુ ધર્મમાં સંપત્તિ અને સુખકારીનું ચિહ્ન છે.

🏤🔑☑️આપણાં દેશમાં એનએસઇ અને બીએસઇ ઉપરાંત ૨૧ જેટલાં પ્રાદેશિક સ્ટોક એક્સચેન્જ પૈકી અમુક બંધ થઈ ગયાં છે. વર્ષ ૧૮૯૪માં અમદાવાદમાં સ્ટોક એક્સચેન્જની શરૃઆત થઇ, જે ભારતનું સૌથી પહેલું રિજનલ(પ્રાદેશિક) સ્ટોક એક્સચેન્જ હતું. ત્યારબાદ વર્ષ ૧૯૦૮માં કોલકાતા સ્ટોક એક્સચેન્જની સ્થાપના થઇ. કોઇમ્બતુર સ્ટોક એક્સચેન્જ અને મેરઠ સ્ટોક એક્સચેન્જ નવા કાર્યરત થયેલાં સ્ટોક એક્સચેન્જ છે.

📌ગાંધીનગરના ગીફ્ટસીટીમાં ફક્ત ૪૫ દિવસમાં ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ ઉભુ કરવામાં આવ્યું છે. ત્યારે આ સ્ટોક એક્સચેન્જમાં હાઇસ્પિડ સર્વર દ્વારા વિશ્વનું સૌથી ઝડપી એક્સચેન્જ સેન્ટર બનાવવામાં આવ્યું છે. અહીં ઓર્ડર રીસ્પોન્સ ટાઇમ ૪ માઇક્રો સેકન્ડ છે જે બોમ્બે અને દુબઇ સ્ટોક એક્સચેન્જ કરતા પણ ઓછો છે.ત્યારે વિશ્વના સૌથી ઝડપી સ્ટોક એક્સચેન્જ સેન્ટરમાં એનઆઇઆઇ અને વિદેશીઓ ટ્રેડિંગ સહિત અન્ય સોદાઓ કરી શકશે

🏤☑️નશનલ સ્ટોક એક્સચેન્જ(એનએસઇ)માં ૧,૭૫૦ કંપનીઓ લિસ્ટેડ છે. વર્ષ ૧૮૭૫માં બોમ્બે સ્ટોક એક્સચેન્જની સ્થાપના કરવામાં આવી હતી અને આ સ્ટોક એક્સચેન્જ એશિયાનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે. બીએસઇ બાદ ટોકિયો સ્ટોક એક્સચેન્જની સ્થાપના થઇ હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જ દેશનાં ૩૬૪ શહેરોને આવરે છે.

👏🔶બોમ્બે સ્ટોક એક્સચેન્જના ચીફ આશિષ ચૌહાણ

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

જ્ઞાન સારથિ, [09.07.19 16:15]
[Forwarded from જ્ઞાન સારથિ]
Yuvirajsinh Jadeja:
📢🛡📢🛡📢🛡📢🛡📢🛡📢
🏤🏤🏤શરબજાર: 🏤🏤🏤
🏤📢🏤📢🏤📢🏤📢🏤📢🏤
 ✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯👉સામાન્ય રીતે ભારતમાં એવી માન્યતા પ્રવર્તે છે કે શેરબજાર એટલે સટ્ટો, જુગાર અથવા તો તેજી મદી કરવા માટેનું સ્થળ, શેરબજારમાં જે કઈ પણ ધંધો થાય તે બધો સામાન્ય રીતે સટ્ટો જ કેહવાય છે, મોટા ભાગના લોકો શેરબજારને સટ્ટાબજાર તરીકે જ ઓળખે છે,

👆👉ઉપરોક્ત માન્યતા ખરેખર ભૂલ ભરેલી છે.
👉✋ખરી રીતે સાચા અર્થમાં કહીએ તો શેરબજાર એટલે મૂડી રોકાણ માટેનું એક ઉત્તમ સ્થળ કહી સકાય જ્યાં આગળ સામાન્ય થી લઇને મોટા દરજ્જાના માણસો જો આયોજન પૂર્વક વ્યવસ્થિત રીતે પોતાનું રોકાણ કરે તો ફુગાવા સામે રક્ષણ મેળવીને મોટી સંપતિનું સર્જન કરી શકે છે.

👏👉શરબજારમાં રોકાણ માટે "શેર"ના પ્રમાણમાં રોકાણ કરવાનું હોય છે.
👆👉 "શેર" શબ્દની સરળ વ્યાખ્યા આપવાની હોય તો કહી શકાય કે કોઈ કંપની નાણા ઉભા કરવા માટે કોઈ વ્યક્તિને કંપનીમાં ભાગીદાર બનાવવા "શેર" (ભાગ) આપે તેને "શેર" કહે છે.
👉 આ શેર ધરાવનાર વ્યક્તિ કંપનીની મિલકતોના તેના ભાગના રોકાણ પ્રમાણેનો સમાંતર હિસ્સા નો ભાગીદાર બન્યો કેહવાય. સમય જતા તેની જરૂરિયાત પ્રમાણે તેના હિસ્સાને શેરબજારમાં વેચી તે તેના એકલા નાણા ઉભા કરી શકે છે.

🎯👉ભારતમાં અર્થતંત્ર તથા મૂડીબજારના વિકાસમાં શેરબજારોનું વ્યાપક તથા મહત્વનું યોગદાન રહ્યું છે.
હાલમાં ભારતમાં શેરબજારનું ટ્રેડીંગ કરવા માટે ત્રણ મોટા શેરબજાર(સ્ટોક એક્ષચેન્જ) કાર્યરત છે, જેમનાં નામ નીચે પ્રમાણે છે.

✅૧ બોમ્બે સ્ટોક એક્ષચેન્જ BSE સ્થાપના 1875 SENSEX(સૂચકાંક)
✅૨ નેશનલ સ્ટોક એક્ષચેન્જ NSE સ્થાપના 1992 NIFTY(સૂચકાંક)
✅૩ MCX સ્ટોક એક્ષચેન્જ લિમિટેડ MCX-SX
સ્થાપના 2008 SX40(સૂચકાંક)

👁‍🗨ઉપરોકત ત્રણેય એક્ષચેન્જમાંથી એશિયાના સૌથી જુના શેરબજાર બોમ્બે સ્ટોક (BSE)ની સ્થાપના 1875માં થઇ હતી તે પેહલા એટલે કે 1851 થી 1875 સુધી અન -ઓર્ગેનાઈઝ રીતે શેરના સોદા થતા હતા.
✅♻️ઉપરોક્ત ગાળાની વાત કરીએ તો મુંબઈમાં આજે હોર્નીમેન સર્કલ આવેલું છે ત્યાં એક ઝાડ નીચે બેસીને શેરબજાર તથા રૂના સોદા થતા હતા.
♻️✅તયાર બાદ જેમ જેમ શેર દલાલોની સંખ્યા વધતી ગઈ અને આ જગ્યા નાની પાડવા લાગી, આથી ફ્લોરાફાઉન્ટન નજીક આજે જ્યાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા આવી છે તે જગ્યાની આસપાસ ચારેક વિશાળ વૃક્ષો હતાં, ત્યાં શેરદલાલોએ ભેગા થઇને અનેક અડચણોની વચ્ચે તેમનો ધંધો વિકસાવ્યો. જેમ જેમ ધંધો વિકસતો ગયો તેમ તેમ શેરદલાલોની એક યોગ્ય માળખાની જરૂરિયાત ઉભી થઇ અને તે વખતે તમામ શેરદલાલોએ ભેગા થઇ👉 9મી જુલાઈ 1875ના દિવસે ‘‘ધી નેટીવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએસન’’ નામની સંસ્થાની રચના કરી અને તેના પ્રમુખ તરીકે શ્રી ચુનીલાલ મોતીલાલની નિમણુક કરી અને તેઓ શ્રીનું 20 વર્ષ પછી 1895માં તેમનું થતા નવા પ્રમુખની ચુટણી થઇ અને ત્યાર બાદ ઉપરોક્ત સંસ્થાનું નામ બદલીને "ધી બોમ્બે સ્ટોક એક્ષચેન્જ"(BSE) કરવામાં આવ્યું.

👁‍🗨આજે આ શેરબજાર વામનમાંથી વિરાટ બની ચુક્યું છે અને દુનિયાના ઉત્તમ શેરબજારોમાં તેની ગણતરી થાય છે.

⭕️👁‍🗨⭕️સટોક અને ઇક્વિટી અંગે જાણવા જેવી પાયાની બાબતો⭕️👁‍🗨⭕️

👉સટોક એ બિઝનેસની માલિકીમાં વાસ્તવિક હિસ્સો છે. તમે કોઈ કંપનીના એકસો શેર ખરીદો જેની માલિકી એક કરોડ શેરમાં વિભાજિત હોય, તો તમે તે કંપનીના એક લાખમા ભાગની માલિકી મેળવો છો. આટલો હિસ્સો પ્રમાણમાં બહુ નાનો કહેવાય તેથી કંપનીના સંચાલનમાં તમને કોઈ અધિકાર મળતો નથી, પરંતુ તમે તેની માલિકીમાંથી નાણાકીય લાભ મેળવી શકો છો.

🎯🎯રોકાણના હેતુઓ અને જોખમો :🎯🎯

👉શરની માલિકીમાંથી લાભ મેળવવાના બે રસ્તા છેઃ

👁‍🗨મડી લાભ :
તમે જે ભાવે શેર ખરીદ્યો હોય તેના કરતા ઊંચા ભાવે વેચીને નફો કરવો.

👁‍🗨ડિવિડન્ડ :
કંપનીના નફાનો એક હિસ્સો જે કંપની દ્વારા વિતરીત કરવામાં આવે છે.
મોટા ભાગના રોકાણકારો કેપિટલ ગેઇનનો મુખ્ય ઉદ્દેશ ધરાવતા હોય છે જ્યારે ડિવિડન્ડ માત્ર ટેકાની ભૂમિકા ભજવે છે. આ પુસ્તકમાં તમને રોકાણની માહિતી આપતા જેટલા પ્રકરણો છે તેમાંથી સ્ટોક સૌથી વધારે જોખમ ધરાવે છે અને ઊંચું વળતર આપવાની ક્ષમતા પણ સૌથી વધુ હોય છે.

👁‍🗨મડીરક્ષણ :
શેરમાં રોકાણ કરતી વખતે કોઈ મૂડીરક્ષણ મળતું નથી.

👁‍🗨ફગાવા સામે રક્ષણ :
શેરોમાં રોકાણ કરવાથી ફુગાવા સામે રક્ષણ મળવાની કોઈ ખાતરી નથી. જોકે, લાંબા ગાળે અન્ય કોઈ પણ રોકાણના સાધનની સરખામણીમાં શેર ફુગાવાને વધુ સારી રીતે ટક્કર આપી શકે છે.

👁‍🗨ગરેન્ટી :
શેરમાં રોકાણમાં કોઈ ગેરંટી મળતી નથી.

👁‍🗨કરેડિટ રેટિંગ :
શેરો માટે કોઈ સત્તાવાર ક્રેડિટ રેટિંગ હોતું નથી.

♻️કયાં અને કઈ રીતે રોકાણ કરવું ?❓❓❓ .

⭕️શરમાં તમામ પ્રકારનું ટ્રેડિંગ શેરદલાલ મારફત થાય છે. વાસ્તવિક ટ્રેડિંગ એક સ્ટોક એક્સ્ચેન્જ દ્વારા થાય છે અને શેરદલાલ તેનો સભ્ય હોય છે.

👁‍🗨👉ભારતમાં વ્યવહારુ હેતુથી માત્ર ત્રણ મોટા સ્ટોક એક્સ્ચેન્જ છે.
BSE (બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ),
NSE (નેશનલ સ્ટોક

જ્ઞાન સારથિ, [09.07.19 16:15]
[Forwarded from જ્ઞાન સારથિ]
એક્સ્ચેન્જ), અને
MCX સ્ટોક એક્ષચેન્જ લિમિટેડ.
♻️જમાં કમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ હોય છે અને તમામ ટ્રેડિંગ કમ્પ્યુટર મારફત થાય છે.

👉કઈ રીતે નીકળવું ?

શેર વેચવાનો વ્યવહાર પણ તમારા શેરદલાલ મારફત કરવામાં આવે છે. તમે શેર વેચો ત્યાર બાદ સોદાના બે દિવસ પછી તમારા ખાતામાં નાણાં જમા થઈ જશે.

👉ટક્સ :

તમે શેર પર જે ડિવિડન્ડની આવક મેળવો તેના પર ટેક્સ લાગતો નથી.

તમે એક વર્ષ કરતા ઓછા ગાળામાં શેર વેચીને કેપિટલ ગેઇન કરો તો તેના પર 15 ટકા ટેક્સ લાગુ થાય છે.

તમે એક વર્ષ કરતા વધુ સમય સુધી રોકાણ જાળવીને ત્યાર બાદ શેર વેચો તો કોઈ પણ જાતનો ટેક્સ લાગતો નથી.

🙏🙏મિત્રો આશા રાખું છું કે આપને માહિતી થી સંતોષ થયો હશે...
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🐗🐗🐮🐮બલ
એવુ મનાય છે કે બુલ એટલે કે સાંઢ હંમેશા પોતાના શીંગડા ઉપર કરી હુમલો કરતો હોય છે એટલે તેના આ ઉછાળ અને લાભવાળા બજારનું પ્રતિક માનવામાં આવે છે.

🐼🐼🐻બિયર્સ

અમેરિકી ફાયનાન્શ્યિલ સર્વિસિસ કંપની મોટલી ફુલ અનુસાર બિયર એટલે કે ભાલુ જ્યારે કોઇપણ વસ્તુ પર તરાપ મારે છે ત્યારે તેના પંજા નીચે હોય છે અને તેથી બિયરને પડતીું પ્રતિક માનવામાં આવે છે.
👁‍🗨શરબજારમાં નાણાં લગાવવા પણ જરૂરી હોય છે
જેથી વધારેમાં વધારે ફાયદો લઇ શકાય. શેરબજારમાં
રોકાણ કરવા માટે તમારે સૌથી પહેલા ડિમેટ એકાઉન્ટ
ખોલાવવું પડે છે.

👁‍🗨👁‍🗨શર બજારમાં કામ કરતાં તમામ લોકો અવાર નવાર અપરસર્કિટ તથા લોઅરસર્કિટ વિશે વાતો કરતાં હોય છે.

✅આજે આપણે આ બંને પ્રકારની સર્કિટ વિશે વિગતવાર જાણકારી મેળવશુ.

💠સર્કિટ એટલે શું ?

સર્કિટ એ રોકાણકારો નાં હિત ને ધ્યાનમાં રાખીને શેર બજાર નાં નિયંત્રક સેબી દ્વારા કરવામાં આવેલી એક એવી વ્યવસ્થા છે જેના હેઠળ કોઇપણ સૂચકઆંક (ઇન્ડેક્સ) કે શેરનાં ભાવમાં કોઇ એક વર્કિંગ સેશનમાં થતો અનિયંત્રિત એકતરફી વધારો કે ઘટાડા ને રોકી શકાય છે. જેમ કે કોઇ શેરમાં 5 ટકાની સર્કિટ હોય અને ગઈકાલે તે શેર 100 રૂપિયા નાં ભાવ પર બંધ થયો હતો, તો આજે તેમાં 95થી 105 રૂપિયાનાં ભાવ વચ્ચે જ સોદા કરી શકાય છે.

🔘💠સર્કિટ કેવી રીતે નક્કી થાય ?

સર્કિટ નક્કી કરવા માટે કોઇ પણ શેરની કિંમતોમાં ઉતાર-ચઢાવ, સરેરાશ દૈનિક કારોબાર અને શેરની મજબૂતીના ઇતિહાસની મદદ લેવામાં આવે છે. સર્કિટમાં ચાર સ્તર હોય છે - 2, 5, 10 અને 20 ટકા. જુદા જુદા શેરોના ઇતિહાસની મદદથી શેરો માટે સર્કિટ નક્કી કરવામાં આવે છે.

💠🎯સર્કીટ નાં પ્રકારો🔰🔰

સર્કિટ બે પ્રકારની હોય છે. અપર સર્કિટ અને લોઅર સર્કિટ. અપર સર્કિટ લાગ્યા બાદ શેર માત્ર વેચી શકાય છે, ખરીદી શકાતા નથી. એવી જ રીતે લોઅર સર્કિટ લાગ્યા બાદ તેને માત્ર ખરીદી શકાય છે, વેચી શકાતા નથી.

🔘💠સન્સેક્સ અને નિફ્ટીમાં સર્કિટ લાગવાનાં નિયમો

વાયદા કારોબારમાં સમાવેશ થતા શેરો ઉપરાંત અન્ય તમામ શેરો પર સર્કિટ લાગે છે. વાયદા કારોબારવાળા શેરોમાં એક દિવસમાં કેટલોય ઉછાળો કે ઘટાડો આવી શકે છે. તેમનો કારોબાર બંધ થતો નથી.
સૂચકાંકો(ઇન્ડેક્સ)માં બંને પ્રકારની સર્કિટ 3 તબક્કામાં લાગે છે. પ્રથમ તબક્કામાં 10, બીજામાં 15 અને ત્રીજા તબક્કામાં 20 ટકા સર્કિટ લાગે છે. એક વાર જ્યારે કોઇ એક ઇન્ડેક્સ (સેન્સેક્સ કે નિફ્ટી)માં સર્કિટ લાગે છે. તો બીજા ઇન્ડેક્સમાં કારોબાર આપોઆપ અટકી જાય છે. સર્કિટ લાગવાની સાથે એક જ સમયે હાજર અને વાયદા બજાર બંનેમાં એક સાથે કારોબાર બંધ થઇ જાય છે.
જો બજારમાં 1 વાગ્યા પહેલા 10 ટકા ઘટાડો આવે છે, તો એક કલાક માટે કારોબાર અટકી જાય છે. જો ઘટાડો 1 વાગે અથવા ત્યાર બાદ પણ 2.30 વાગ્યા પહેલા નોંઘાય છે તો કારોબાર અડધા કલાક માટે રોકવામાં આવે છે. જો 10 ટકાનો ઘટાડો 2.30 વાગે કે ત્યાર પછી નોંધાય છે, તો કારોબાર બંધ થતો નથી. એટલે કે કારોબાર 3.30 વાગ્યા સુધી ચાલતો રહે છે.

🔰💠જો માર્કેટમાં 1 વાગ્યા પહેલા 15 ટકાનો ઘટાડો નોંધાય છે, તો કારોબાર બે કલાક માટે બંધ રહે છે. આ ઘટાડો 1 વાગ્યા બાદ પણ 2 વાગ્યા પહેલા થાય તો કારોબાર 1 કલાક માટે રોકાઇ જાય છે. 15 ટકાનો ઘટાડો 2 વાગે અથવા તે પછી થાય તો કારોબાર સમગ્ર દિવસ માટે બંદ કરી દેવામાં આવે છે. જો માર્કેટ 20 ટકા ઘટે છે તો ત્યાર પછી આખો દિવસ બજાર બંધ રહે છે.

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment