🖼🌊🖼🌊🖼🌊🖼🌊🖼🌊🖼🌊
🚪નર્મદા બંધનાં ૩૦ દ્વાર બંધ કરાયાં🚪
🚪🔑🚪🔑🚪🔑🚪🔑🚪🔑🚪🔑
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎯ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ હાજરીમાં પૂજનવિધિ કર્યા બાદ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના ૩૦ દરવાજા બંધ કરવામાં આવ્યા હતા.
🎯સુપ્રીમ કોર્ટે ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી આપ્યા બાદ મુખ્ય પ્રધાને નર્મદા મૈયાની પૂજા કરી દરવાજા બંધ કરાવાયા હતા. (નર્મદા ક્ધટ્રોલ ઓથિરિટીએ)
🎯નર્મદામાં ૧૩૮ મીટર સુધી પાણી ભરવા માટે દરવાજા બંધ કરવા મંજૂરી માગવામાં આવી હતી.
📌વધારે પ્રમાણમાં વીજળીનું ઉત્પાદન
55X60 ફૂટના 23, 60X60 ફૂટના 7 દરવાજા બંધ થવાથી 138 મિટરના લેવલ સુધી પાણી ભરાશે.
📌વધુ પાણી ભરાવાથી મોટા પ્રમાણમાં વીજળીનું ઉત્પાદન થશે.
📌આ ફાયદો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્યને મળશે.
📌હાલમાં નર્મદા ડેમની પાણીની લાઇવ સ્ટોરેજ ક્ષમતા 1.27 મિલિયન એકર ફૂટની છે. દરવાજા બંધ કરવાની મંજૂરી મળ્યા બાદ લાઇવ સ્ટોરેજની ક્ષમતા વધીને 4.73 મિલિયન એકર ફૂટની થઇ જશે. એટલે કે પાણી 3.46 ગણુ વધુ રાખી શકાશે. જેના પગલે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી વ્યાપી છે.